ભારતમાં GSTએ સર્વિસ ટેક્સ, વેટ અને એક્સાઈઝ ડ્યુટી જેવા ઘણા કરોમાં બદલાવ કર્યા છે. GSTનો નિયમ 29 માર્ચ 2017ના રોજ પાસ કરવામાં આવ્યો હતો અને 1 જુલાઈ 2017ના રોજ તેને ભારત સરકાર દ્વારા1 01મા બંધારણીય સુધારા તરીકે પાસ કરી લાગુ કરવામાં આવ્યો હતો. GST એ સમગ્ર ભારત દેશમાં એક સ્વતંત્ર અને સિંગલ ટેક્સનો નિયમ છે. GSTના વિવિધ પ્રકારો જેવા કે, CGST,SGST,UTGST અને IGST છે, જે નિયમ સમગ્ર દેશમાં એક સરખો છે. GST, સપ્લાઈ કરવામાં આવેલ વસ્તુઓ અને સેવાઓ અને તેની કિંમતોના આધારે અલગ અલગ હોય છે.
GSTના મુખ્ય ટેક્સ સ્લેબ 0%, 5%,12%, 18% અને 28% છે. સસ્તી અને જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ 0% સ્લેબમાં આવે છે. જ્યારે વધુ ખર્ચાળ અન મોંઘી માલસામગ્રી 28% ની કેટેગરીમાં આવે છે.
ભારતમાં GSTના પ્રકાર
ભારતમાં GSTના પ્રકારો એટલે કે CGST, SGST, UTGST અને IGST ચોક્કસ કરની દર ધરાવે છે. આ દરો ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, અને એજ દર લાગુ થશે, જે ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે.
GST કેટલા પ્રકારના હોય છે?
-
GSTના પ્રકારો આ પ્રમાણે છે:-
- CGST (કેન્ટ્રીય માલ અને સેવા કર)
- SGST (રાજ્ય માલ અને સેવા કર)
- UTGST (કેન્દ્રશાસિત પ્રદેશ માલ અને સેવા કર)
- IGST (ઈન્ટિગ્રેટેડ માલ અને સેવા કર)
SGST શું છે?
રાજ્ય માલ અને સેવા કરએ GSTના અલગ અલગ પ્રકારોમાંથી એક છે, જે રાજ્યની સરકાર દ્વારા લાગુ કરવામાં આવે છે. રાજ્ય સરકાર રાજ્યની અંદર માલસામર્ગ્રી અને સેવાઓ પર ટેક્સ લગાવે છે(રાજ્યની અંદર, ઉદાહરણ તરીકે મૈસુર), અને તેના દ્વારા મળતી આવકનો લાભ રાજ્ય સરકારને મળે છે.
- લોટ્રી ટેક્સ, લક્ઝરી ટેક્સ, વેટ, ખરીદી ટેક્સ અને વેચાણ ટેક્સ જેવા વિવિધ રાજ્ય સ્તરે લેવામાં આવતા ટેક્સની જગ્યા SGCT ટેક્સ લે છે.
- જ્યારે માલની લેવડ-દેવડ આંતરરાજ્ય (રાજ્યની બહાર) કરવામાં આવે ત્યારે SGST અને CGST બંને લાગે પડે છે. પરંતુ જો રાજ્યની અંદર માલસામગ્રીની સપ્લાઈ થાય ત્યારે, માત્ર SGST લાગુ પડે છે.
- GSTનો દર 2 પ્રકારના GSTમાં સમાન વહેંચાયેલ હોય છે. ઉદાહરણ તરીકે, જ્યારે વેપારી તેના માલનું વેચાણ રાજ્યની અંદર કરે છે, ત્યારે તેને SGST અને CGST ચુકાવવા પાડે છે, SGST દ્વારા મળતી આવકનો લાભ રાજ્ય સરકારને મળે છે, અને CGST દ્વારા થતી આવકનો લાભ કેન્દ્ર સરકારને મળે છે.
- વિવિધ માલસામર્ગ્રી અને સેવાઓ પરના SGST સમય-સમય પર પ્રકાશિત થતી સરકારી સુચનાઓ પર આધારીત છે.
SGST ના દરો
માલ |
SGST |
ચા, મીઠુ, મસાલા, ખાંડ વગેરે જેવી સામાન્ય ખાદ્ય ચીજવસ્તુઓ |
2.5% |
પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થ ઈલેક્ટ્રોનિક સામાન |
6% |
કેપિટલ માલસામગ્રી, એક્સેસરીઝ, વગેરે |
9% |
પ્રીમિયમ લક્ઝરી ચીજવસ્તુઓ |
14% |
CGST શું છે?
કેન્ટ્રીય માલ અને સેવા કર આંતરરાજ્ય(એક રાજ્યથી બીજા રાજ્યમાં) માલની લે-વેચ પર લાગુ પડે છે. કેન્દ્ર સરકાર તેના પર ટેક્સ વસુલ કરે છે. CGSTનો નિયમ આ પ્રકારના GSTને નિયંત્રિત કરે છે. અહીં CGST દ્વારા થતી આવકને રાજ્યના SGST દ્વારા થતી આવક સાથે એકત્રિત કરવામાં આવે છે, અને પછી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે તેની વહેંચણી કરવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ વેપારી રાજ્યની અંદર માલસામગ્રીની લે-વેચ કરે છે, ત્યારે માલસામગ્રી પર SGST અને CGST સાથે ટેક્સ લેવામાં આવે છે. GST નો દર SGST અને CGST વચ્ચે સમાનરૂપે વહેંચાયેલો છે. જ્યારે CGST અંતર્ગત મળતી આવક કેન્દ્ર સરકારની છે.
CGSTના દરો
માલ |
CGST |
ચા, મીઠુ, મસાલા, ખાંડ વગેરે જેવી સામાન્ય ખાદ્ય ચીજવસ્તુઓ |
2.5% |
પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થ ઈલેક્ટ્રોનિક સામાન |
6% |
કેપિટલ માલસામગ્રી, એક્સેસરીઝ, વગેરે |
9% |
પ્રીમિયમ લક્ઝરી ચીજવસ્તુઓ |
14% |
IGST શું છે?
ઈન્ટિગ્રેટેડ માલ અને સેવા કરએ GSTનો એક પ્રકાર છે. આંતરરાજ્યમાં થતી માલસામગ્રી અને સેવાઓની સપ્લાઈ પર આ ટેક્સ લાગુ પડે છે. આ GST ચીજવસ્તુઓની આયાત અને નિકાસ અને સેવાઓ ઉપર પણ લગાડવામાં આવે છે. IGST દ્વારા તેને નિયંત્રિત કરવામાં આવે છે, અને કેન્દ્ર સરકારને IGSTની આવકનો લાભ મળે છે.
એકત્રિત થયેલ IGST કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સમાનરૂપે વહેંચાયેલુ છે. IGST દ્વારા મળતી આવકને રાજ્યનો ભાગ તે રાજ્યને આપવામાં આવે છે, જે રાજ્યમાં માલસામગ્રી અને સેવાઓની પ્રાપ્ત થઈ હોય. અને બાકીની IGST ની આવક કેન્દ્ર સરકાર પાસે જાય છે.
ઉદાહરણ તરીકે, જ્યારે વેપારી 2 રાજ્યોની વચ્ચે માલસામગ્રીની સપ્લાઈ કરે છે, ત્યારે આ કિસ્સાઓમાં IGST લાગુ કરવામાં આવે છે.
IGST ના દરો
માલ |
SGST |
ચા, મીઠુ, મસાલા, ખાંડ વગેરે જેવી સામાન્ય ખાદ્ય ચીજવસ્તુઓ |
5% |
પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થ ઈલેક્ટ્રોનિક સામાન |
12% |
કેપિટલ માલસામગ્રી, એક્સેસરીઝ, વગેરે |
18% |
પ્રીમિયમ લક્ઝરી ચીજવસ્તુઓ |
28% |
UGST શું છે?
કેન્દ્રશાસિત પ્રદેશ માલ અને સેવા કરએ GSTનો એક પ્રકાર છે, જે કેન્દ્રશાસિત પ્રદેશોમાં માલસામાન અને સેવાઓ પર લગાડવામાં આવે છે. એ SGST જેવો જ છે, પરંતુ માત્ર કેન્દ્રશાસિત પ્રદેશોમાં જ લાગુ પડે છે.
UGST દાદર, નગર હવેલી, ચંડીગઢ, અંડમાન અને નિકોબારની સાથે સાથે પુંડુચેરી અને દિલ્હીમાં લાગુ પડે છે. અહીં સરકાર દ્વારા એકત્રિત કરાયેલ આવક કેન્દ્રશાસિત સરકારની હોય છે. UGST એ SGSTને બદલે લેવામાં આવતો હોયથી તેને CGST સાથે જ એકત્રિત કરવામાં આવે છે.
GST કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
- GSTએ માલ વેચનાર અને માલની ખરીદી કરનારના સ્થળને આધારે નક્કી કરવામાં આવે છે.
- માલસામગ્રી અને સેવાઓની ઈન્ટ્રાસ્ટેટ (એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં) સપ્લાઈ પર CGST અને SGST લાગુ પડે છે. તેના વિપરીતમાં માલસામગ્રી અને સેવાઓની આંતરરાજ્ય સપ્લાઈ પર IGST લાગુ પડે છે.
- આમ IGST ના દર CGST અને SGSTના દરોનું સંયોજન છે.
GSTના ઉદ્દેશો
GSTના મુખ્ય ઉદ્દેશો આ પ્રકારે છે:
- અન્ય કરોની નાબુદી - GST નિયમની શરૂઆત અન્ય અપ્રત્યેક્ષ કરોની જગ્યાએ કરવામાં આવી છે. મોટા કરોને GST હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.
- સુસંગતતામાં વધારો કરે છે - MSME અથવા નાના ઉદ્યોગો માટે કરનું પાલનને સરળ બનાવે છે. આ ઉપરાંત, એક જ કરની હાજરીના કારણે રિટર્ન ફાઈલ કરવામાં પણ સરળતા રહે છે.
- પારદર્શિતામાં વધારો કરે છે - GST ભ્રષ્ટાચારની શક્યતાને ઘટાડે છે અને પારદર્શિતા વધારે છે. ઉદાહરણ તરીકે, વ્યવસાયોમાં ખોટા ઈનપુટ ટેક્સ ક્રેડિટની સંભાવના ઓછી કરે છે.
- ભાવમાં ઘટાડો - GST બિલ ખાસ કરીને સચોટ મુલ્યવાળા ભાગ પર ટેક્સ વસુલ કરે છે, કરવેરાનો અગાઉનો ટેક્સ દુર કરે છે અને માલની કિંમતોમાં ઘટાડો કરે છે.
- દેશની આવકમાં વધારો કરવો - ટેક્સ-ટુ- GDP રેશિયો સરકારની આવકમાં થતો વધારો સુચવે છે, જે અર્થતંત્રમાં વૃદ્ધિ દર્શાવે છે. આ ઉપરાંત કરનો વ્યાપક આધાર અને વધુ કર પાલન GSTની કામગીરીથી સરકારની આવકમાં વધારો કરી શકે છે.
- ઉચ્ચ કાર્યક્ષમતા અને ઉત્પાદકતા - ભારતમાં GSTનો હેતુ ઈનપુટ ટેક્સ ક્રેડિટ માટે લોજિસ્ટિક પ્રતિબંધો અને વધુ સમય લેતી ફાઈલિંગ પ્રક્રિયા દુર કરવાનો છે. આ ઉપરાંત એન્ટ્રી ટેક્સ નાબુદ થવાથી ઉદ્યોગોના ઉત્પાદન સ્તરોમાં વધારો થવાની સંભાવના છે.
વધુ વાંચો: તમે સર્ટિફાઈડ GST પ્રેક્ટિશનર કેવી રીતે બનશો?
GSTની જરૂરીયાત શું કામ પડી?
- GST એ ભારતનો સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ કર સુધારો છે. GSTમાં વિવિધ અપ્રત્યક્ષ કરોનો સમાવેશ કરવાથી ઉત્પાદન અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે અને દેશના આર્થિક વિકાસમાં પણ મદદ મળે છે.
- વેટના દરો રાજ્ય પ્રમાણે અલગ અલગ છે, સાથે એ પણ જોવા મળ્યુ છેકે રાજ્યો ઘણીવાર રોકાણકારોને આકર્ષવા માટે દરમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરતાં હોય છે. જેના કારણે કેન્દ્ર સરકારની સાથે સાથે અન્ય રાજ્ય સરકાર બંનેને કરોમાં નુકસાની થતી હતી.
બીજી તરફ GST બધા રાજ્યોમાં સ્ટાન્ડર્ડ કર નિયમોને લાગુ કરે છે. જેમાં વ્યવસાયોની એક વિસ્તૃત શ્રેણીનો સમાવેશ છે, જેમા બધા જ વ્યાપરને આવરી લેવામાં આવ્યા છે. પૂર્વ નિર્ધારિત અને પૂર્વ મંજૂર ફોર્મુલાને આધારે, આ કિસ્સાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે કરનું વિતરણ કરવામાં આવે છે. આ સિવાય તેમા વધારાનો કોઈ રાજ્ય કર લાગુ પડતો નથી, જેથી પુરા દેશમાં માલસામગ્રી અને સેવાઓને એક સરખી રીતે વેચવાનું ખુબ જ સરળ બની જાય છે.
GSTની સુવિધાઓ
- GST હેઠળ નોંધણી કરાયેલ દરેક વ્યવસાયને જીએસટી નિયમ અંતર્ગત માલ અને સેવા ટેક્સ ઓળખ નંબર(GSTIN) અથવા GST નંબર મળે છે. આ GSTIN GST નંબર અધિકારીઓને GSTની બાકીની રકમ અને તેની લેવડ-દેવડ પર નજર રાખવા માટે મદદરૂપ થાય છે.
- કોઈપણ વ્યવસાય અથવા સંગઠન GST અંતર્ગત નોંઘણી કર્યા વગર કાર્ય કરી શકશે નહીં. અધુરૂ GST રિટર્ન ફાઈલિંગ ભરવાથી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળતુ નથી અને દંડ પણ થાય છે.
- GSTIN આવશ્યકપણે માન્યતાને સુચવે છે, તે ગ્રાહકો, ઈ-કોમર્સ પ્લેટફોર્મ, જાહેર ટેન્ડર, નાણાકીય કંપનીઓ, કોર્પોરેટસ અને અન્ય માટે તમારી બ્રાન્ડની ઓળખ માટે મહત્વપૂર્ણ ફાળો આપે છે.
- GST એક સરળ રજીસ્ટ્રેશન યોજના પુરી પાડે છે, જેને કમ્પોઝિશન સ્કીમ તરીકે ઓળખાય છે. વ્યક્તિગત વ્યવસાયો માટે આ એક સરળ અને સીધી યોજના છે. જે વધુ સમય લેતી GSTની આવશ્યકતાઓને દુર કરે છે, અને ટર્નઓવરની પૂર્વ નિર્ઘારિત દરને આધારે GST ચુકવે છે.
- ભારતમાં GSTના કારણે કેટલાક ગેરફાયદાઓ પણ થયા છે, જેમકે ખર્ચમાં વધારો. ખાસ કરીને સોફ્ટવેર ઉદ્યોગોના સંચાલનમાં ખર્ચ. જેના કારણે વ્યવસાયિક કામગીરીની જટિલતામાં વધારો થયો છે.
નિષ્કર્ષ
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)એ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વસુલવામાં આવતાં લગભગ 17 અપ્રત્યક્ષ કરોની જગ્યાએ લેવામાં આવે છે. જોકે, દરેક રાજ્યોના કરવેરા નિયમોના જુદા-જુદા સેટને કારણે કર પ્રણાલીમાં એકરૂપતાનો અભાવ જોવા મળતો હતો, જેને પરિણામે આંતરિક વ્યાપાર અને વાણિજ્ય જોખમમાં મુકાયુ હતુ અને કરની ચોરીએ ચિંતાજનક વિષય હતો. GSTના અમલીકરણને કારણે આ બધી જ સમસ્યાઓ દુર થઈ ગઈ છે.
વારંવાર પુછાતા પ્રશ્નો
1. ભારતમાં કેટલા પ્રકારના GST છે?
ભારતમાં GSTને 3 પ્રકારોમાં વિભાજીત કરવામાં આવ્યુ છે. જે CGST (કેન્દ્રીય માલ અને સેવા કર), SGST (રાજ્ય માલ અને સેવા કર)/ UGST (કેન્દ્રશાસિત પ્રદેશ માલ અને સેવા કર), અને IGST (એકીકૃત માલ અને સેવા કર) છે.
2. શું ભારતમાં બધી જ GSTની કેટેગરી લાગુ છે?
હા, ભારતમાં બધી જ GSTની કેટેગરી લાગુ છે.
3. શું એવા કેટલાક માલસામાન છે કે જેને GSTમાંથી છુટ આપવામાં આવી હોય?
હા, કેટલા સામાન અને સુવિધાઓ જેવી કે, પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ અને હાઈ સ્પીડ ડીજલ GST અંતર્ગત નથી.
4. શું GST ફાઈલ કરવુ જરૂરી છે?
હા, વ્યવસાયોને GST રીટર્ન ફાઈલ કરવુ ફરજીયાત છે. ભલે પછી નિશ્ચિત સમયગાળામાં લેવડ-દેવડ ઓછી કરી હોય કે ના કરી હોય તો પણ તમારી રીટર્ન ફાઈલ કરવુ પડશે. નહિંતર એ પેનલ્ટીના પરિણામે આગામી રીટર્ન ફાઈલ કરવામાં સમસ્યા ઉભી કરી શકે છે અને તેના પરિણામ સ્વરૂપ પેનલ્ટી પણ લાગી શકે છે.
5. CGST, SGST, UGST અને IGSTનું ફુલ ફોર્મ શું છે?
CGSTનું સેન્ટ્રલ ગુડ્સ અને સર્વિસિઝ ટેક્સ છે, SGST નો મતલબ સ્ટેટ ગુડ્સ અને સર્વિસિઝ ટેક્સ છે, UGSTનો મતલબ યુનિયન ટેરિટરી ગુડ્સ અને સર્વિસિઝ ટેક્સ, અને IGSTનો મતલબ ઈન્ટિગ્રેટેડ ગુડ્સ અને સર્વિસિઝ ટેક્સ છે.
6. GST રીટર્ન ક્યારે ફાઈલ કરવું જોઈએ?
GST રીટર્ન અથવા GSTR એક રેકોર્ડ છે, જે કરદાતાઓએ નિશ્ચિત કરેલ તારીખ અંતર્ગત ફાઈલ કરવાનો રહે છે. રેકોર્ડમાં આવક, ખરીદી અને ખર્ચ વિશેની માહિતીનો સમાવેશ હોય છે, અને તે કોઈ વ્યક્તિના ટેક્સ ભારણની ગણતરીમાં અસરકારક સાબિત થાય છે.
7. GST ની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?
ભારતમાં GST ચાર્જ કરવા યોગ્ય, ઈનબાઉન્ડ અને આઉટબાઉન્ડ માલસામર્ગ્રી અને સેવાઓ પર ચુકવવાપાત્ર GSTના સરવાળો તરીકે નક્કી કરવામાં આવે છે. તે દરેક મહિના માટે અલગથી નક્કી કરવામાં આવે છે અને તમારે દર મહિને GST રીટર્ન ફાઈલ કરતી વખતે કરની ગણતરીની રકમ ચુકવવાની રહેશે.