written by Khatabook | August 9, 2021

તમે સર્ટિફાઈડ GST પ્રેક્ટિશનર કેવી રીતે બનશો?

GST અથવા ગુડ્સ અને સર્વિસ નિયમ દેશભરમાં વસુલવામાં આવતાં અપ્રત્યેક્ષ ટેક્સો માટે એકમાત્ર નિયમ નક્કી કરે છે. જેના અંતર્ગત દરેક POC અથવા પોઈન્ટ ઓફ સેલ પર ટેક્સ લાગે છે. આ પ્રકારે 3 ટેક્સ છે. 

 • CGST અથવા કેન્દ્ર દ્વારા લગાડવામાં આવેલ GST.
 • SGST અથવા રાજ્ય દ્વારા લગાડવામાં આવેલ GST.
 •  IGST અથવા ઈન્ટિગ્રેટેડ GST જે આંતરરાજ્ય વેચાણ માટે લગાડવામાં આવે છે. 

2017 પછી GST નિયમોના આધાર પર 1 કરોડથી વધારે કરદાતાઓને રિફન્ડ માટે ફાઈલિંગ કરવા, રજિસ્ટ્રેશન કરવા વગેરે માટે શંકાઓનો સમાનો કરવો પડે છે. આ માટે સરકારે કરદાતાઓને ફાઈનિંગ અને અન્ય જરૂરિયાતોમાં મદદ કરવા માટે GST પ્રોક્ટિશનર્સ અને ફેસિલિએશન સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે. 

GST પ્રેક્ટિશનર

GSTP અથવા GST પ્રેક્ટિશનર કોણ છે?

GSTP અથવા GST પ્રેક્ટિશનરને કરદાતાઓ તરફથી નીચે દર્શાવેલ પ્રવૃતિઓ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મંજુરી આપવામાં આવે છે. 

 • યોગ્ય અરજીઓ સાથે નોંધણીમાં સુધારો અથવા રદ કરો.
 •  GST નિયમ હેઠળ નવી નોંધણીની અરજી ફાઈલ કરો.
 • GST માસિક, ત્રિમાસિક, વાર્ષિક રિટર્ન અને સુઘારેલ અથવા અંતિમ રિટર્ન જેવા ફોર્મ GSTR-1, ફોર્મ GSTR - 3B, ફોર્મ GSTR-9 વગેરે ફાઈલ કરો. 
 • આંતરીક અથવા બહારના પુરવઠાની વિગતો આપો.
 • મોડેથી ફાઈલ કરવા પર દંડ, ટેક્સ, વ્યાજ, ફી વગેરે જેવા અલગ હેડ હેઠળ કરવામાં આવેલ ચુકવણીને આપીને ઈલેક્ટ્રોનિક કેશ લેજર ક્રેડિટ બનાવી રાખો.
 • કરદાતાઓના અધિકૃત પ્રતિનિધિ તરીકે જવાબ આપો અને અપેલટ ટ્રિબ્યૂનલ અથવા ઓથોરિટી, વિભાગના અધિકારીઓ સમક્ષ હાજર રહો.
 • રિફન્ડ અથવા ક્લેમની અરજી ફાઈલ કરો.

ચાલો હવે એક નજર કરીએ GST પ્રોક્ટિશનર કેવી રીતે બને છે. ચાલો GST ટેક્સ પ્રેક્ટિશનર બનાવવા માટેની યોગ્યતા અને શરતો સાથે શરૂઆત કરીએ.

GSTP  યોગ્યતા અને શરતો :

એક GST  પ્રેક્ટિશનરને જોઈએ કે તે :

 • એક ભારતીય નાગરીક હોય.
 • તંદુરસ્ત માનસિક સ્વાસ્થ્યનો હોય.
 • તેની નાણાંકીય પરિસ્થિતી સારી હોય અથવા ક્યારે પણ નાદારી જાહેર ના કરી હોય.
 • એક સારૂ વ્યક્તિત્વ હોય અને 2 વર્ષથી વધુ સમય સુધી જેલમાં ન રહ્યો હોય.
 • GST પ્રેક્ટિશનર માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અથવા કામનો અનુભવ હોવો જોઈએ.

GST નિયમમાં GST પ્રેક્ટિશનર માટે દર્શાવેલ યોગ્યતા નીચે પ્રમાણે છે :-

 • નિવૃત અધિકારી જેમ કે ઓછામાં ઓછા 2 વર્ષના અનુભવ ધરાવતાં ગેજેટેડ ગ્રુપ B ના ઓફિસર, રાજ્ય સરકાર, કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ અથવા કસ્ટમ એક્સાઈજ બોર્ડના ઓફિસર.
 • કાયદા, વાણિજ્ય, બેંકિગ, બિઝનેસ મેનેજમેન્ટ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ઉચ્ચ ઓડિટ વગેરેમાં ડિગ્રી સાથે ભારતની યુનિવર્સિટીઓમાંથી સ્નાતક/ અનુસ્નાતક. 
 • GSTP તરીકે નિમણૂક થવા માટે સરકારી પરીક્ષા પાસ કરી છે.
 • ટેસ્ટ રિટર્ન પ્રીપેયરર્સ અથવા સેલ્સ ટેક્સ પ્રેક્ટિશનર તરીકે 5 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી વ્યક્તિ.
 • કોઈ વિદેશી/ભારતીય યુનિવર્સિટીની ડિગ્રી પરિક્ષાઓમાં સ્નાતક. 
 • નીચે દર્શાવેલ કોઈપણ પરીક્ષા પાસ કરી હોય.
 •  ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાની ફાઈનલ પરીક્ષા
 • ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાની ફાઈનલ પરીક્ષા
 • ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયાની ફાઈનલ પરીક્ષા

GSTPની મોટાભાગની નોંધણી અને પ્રેક્ટિસ માટે કોમ્પ્યુટર ઓપરેશન, એક્સેલ શીટ્સ, સ્પ્રેડશીટ્સ અને ફોર્મમાં સારી માહિતીની જરૂરીયાત હોય છે અને તમારી પાસે નીચે દર્શાવેલ ચીજો પણ હોવી જોઈએ. 

 • આધાર સાથે લિંક મોબાઈલ નંબર,
 • પાન કાર્ડ,
 • વ્યવસાયિક સરનામુ, 
 • આધાર કાર્ડ

GST પ્રેક્ટિશનર પરીક્ષા શું કામ મહત્વપૂર્ણ છે?

GST પ્રેક્ટિશનર પરીક્ષા બધા જ GST પ્રેક્ટિશનરો માટે ફરજિયાત છે. એ સાબિત કરે છેકે, તમે સક્ષમ છો અને કરદાતાઓનો વિશ્વાસ અને વિશ્વસનીયતા મેળવો છો. GST પ્રેક્ટિશનર તરીકે નોંધણી થયાના 2 વર્ષમાં પરીક્ષા પાસ કરી હોવી જોઈએ. 1 જુલાઈ 2018 પહેલા GSTP તરીકે નોંધાયેલ લોકોને GST પ્રેક્ટિશનર પરીક્ષા પાસ કરવા માટે 1 વર્ષ મળે છે. GST પ્રેક્ટિશનરનો પગાર પણ સારો છે, કારણ કે ભારતમાં સરેરાશ વાર્ષિક કમાણી રૂપિયા 6,40,000 છે.

GST પ્રેક્ટિશનર કેવી રીતે બનવું?

તમારે GST પોર્ટલ પર GSTP માટે નોંધણી કરવી જોઈએ અને જરૂરી GSTP પરીક્ષા પાસ કરવી જોઈએ. બે સ્ટેપની પ્રક્રિયા નીચે સમજાવી છે :- 

સ્ટેપ 1 :

ફોર્મ PCT -01 નો ઉપયોગ કરીને GST પોર્ટલ પર નોંધણી અને પ્રમાણપત્ર સાથે GST પ્રેક્ટિશનર તરીકે નોંધણી ફોર્મ PCT-02 ભરો. આ નોંધણી અને નોંઘણીની પ્રક્રિયા GST પોર્ટલ પર TRN અથવા કામચલાઉ રેફરન્સ નંબર જનરેટ કરવા માટે GST પોર્ટલ પર કરવામાં આવે છે. રજિસ્ટર્ડ મોબાઈલ નંબરને એક OTP મળે છે અને તમે બધા જ દસ્તાવેજો અપલોડ કરી શકો છો.

આ પ્રકારની નોંધણીના વેરિફિકેશનના 15 દિવસની અંદર એરોલમેન્ટ નંબર અને સટ્રિકેટ નોંઘણી મેલ આઈડી પર મોકલવામાં આવે છે. 

સ્ટેપ 2 :

GST પ્રેક્ટિશનર તરીકે પ્રમાણપત્ર માટે NACIN ની GSTP પરીક્ષામાં ક્વોલિફાઈ કરો. GST પ્રેક્ટિશનર પરીક્ષાનું રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્ર GSTP નોંધણીના 2 વર્ષમાં મેળવવુ જરૂરી છે. NACIN(નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ, ઈનડાયરેક્ટ ટેક્સેસ એન્ડ નારકોટિક્સ) GSTP પરીક્ષામાં પ્રમાણિત GST પ્રેક્ટિશનર તરીકે ક્વાલિફાઈ કરવા માટે 50% સ્કોરની જરૂર હોય છે. એકવાર લાયકાત મેળવ્યા પછી, એનરોલ્ડ પ્રેક્ટિશનરની યાદી GST પોર્ટલ પર દર્શાવવામાં આવે છે. જેથી કરદાતા તેની પસંદગીના GST પ્રેક્ટિશનરથી સંપર્ક કરી શકે. 

અહીં GST પોર્ટલ પર GST પ્રેક્ટિશનર પ્રમાણપત્રની નોંધણી અને રજીસ્ટ્રેશન માટેના સ્ટેપ નીચે દર્શાવવામાં આવ્યાં છે.

સ્ટેપ 1 :- GSTP નોંધણી માટેની ઓનલાઈન પ્રક્રિયા :

https://www.gst.gov.in/ લિંકનો ઉપયોગ કરીને વેબસાઈટ પર લોગઈન કરો.

“સર્વિસસ” ટેબ પર ક્લિક કરો. “રજિસ્ટ્રેશન” સિલેક્ટ કરો અને “ન્યુ રજિસ્ટ્રેશન” ટેબ પર ક્લિક કરો. 

અહીં નીચે દર્શાવેલ સ્ક્રીન જોવા મળશે.

 

 • તમારે ડ્રોપ ડાઉન "આઈએમએ" યાદીમાં GST પ્રેક્ટિશનર પસંદ કરવુ પડશે અને તમારૂ સરનામુ દર્શાવવા માટે ડ્રોપ ડાઉન બોક્સની યાદીમાંથી કેન્દ્રશાસિત પ્રદેશ/રાજ્ય/જિલ્લાને પસંદ કરો. 
 • કાનુની નામ હેઠળ તમે તમારા પાનકાર્ડ પર નામનો ઉપયોગ કરી શકો છો.
 • OTP મેળવવા માટે ઓથરાઈઝ સહી/ GSTP ની ઈમેઈલ આઈડી અને મોબાઈલ નંબર દાખલ કરો. 
 • કેપ્ચા ટેસ્ટમાં કોડ સાચો નાખી અને પછી પેજના નીચે પ્રોસીડ બટન પર ક્લિક કરો. જે પછી તે એ પેજ પર લઈ જશે જ્યાં પાન સાથે જોડાયલ GSTP આઈડી, પ્રોવિજનલ આઈડી/ GSTINs/ UIN દર્શાવેલ અને માન્ય હોય છે. ત્યારબાદ તમને OTP વેરિફિકેશન પેજ પર લઈ જવામાં આવશે. 
 • મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલ OTP દાખલ કરો અને પછી રજિસ્ટર્ડ ઈમેઈલ આઈડી પર મોકલવામાં આવેલ OTP દાખલ કરો. એકવાર તમને બંને OTP દાખલ કર્યા પછી પેજના અંતે પ્રોસીડ બટલ પર ક્લિક કરો.
 • હવે તમે આગળના પેજ પર પહોચી જશો, જ્યાં તમારે બધી માહિતી ભરવાની છે. દસ્તાવેજો અને બધી વિગતો અપલોડ કરવાની છે.
 • તમને ઈમેઈલ દ્વારા 15 અંકોનો કામચલાઉ રેફરન્સ નંબર મળશે. TRN નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો. જેના પછી પ્રોસીડ બટન પર ક્લિક કરો.
 • તમને 2 OTP મળશે, એક ફોન પર અને બીજો ઈમેઈલ આઈડી પર. આગળના પેજ પર ''માઈ સેવ એપ્લિકેશન'' પર OTP દાખલ કરો અને એક્શન હેઠળ એડિટ આઈકોન પર ક્લિક કરો.

નીચે આપવામાં આવેલ સામાન્ય વિગતો ભરો

 • ડ્રોપ ડાઉન યાદીથી યોગ્ય નોંધણી સત્તા માટે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ/કેન્દ્ર દાખલ કરો.
 • આપેલ બોક્સમાંથી સંસ્થા/વિશ્વવિદ્યાલયની વિગતો, સ્નાતકનું વર્ષ, યોગ્યતા ડિગ્રીની વિગતો અને પુરતા દસ્તાવેજના પ્રકાર અને તેની ડ્રોપ ડાઉન યાદી દાખલ કરો.
 • બધા જરૂરી દસ્તાવેજોને JPEG/PDF કમ્પ્રેસ્ડ ફોર્મેટમાં પસંદ કરી તેને અપલોડ કરો.
 • તેના પછી આગળ વધવા માટે 'સેવ અને કન્ટિન્યુ' બટનનો ઉપયોગ કરો.

અરજદારની બધી વિગતો ભરો 

 •  જન્મતારીખ
 • પહેલુ નામ, મધ્ય અને ઉપનામ/અટક
 • જાતી
 • આધાર સંખ્યા
 • JPEG ફોટોગ્રાફ અપલોડ કરો
 • આગળનું સ્ટેપ ભરવા માટે 'સેવ અને કન્ટિન્યુ' પર ક્લિક કરો.

વ્યવસાયિક સરનામુ ભરો

 •  જ્યાં પ્રેક્ટીસ કરી રહ્યા છો, ત્યાંનું પુરૂ સરનામુ પિનકોડ સાથે ભરો.
 • સરનામાના પ્રમાણ તરીકે દર્શાવેલ દસ્તાવેજ પસંદ કરો અને ફરી PDF/JPEG ફોર્મેટમાં દસ્તાવેજને અપલોડ કરો.
 • 'સેવ અને કન્ટિન્યુ' પર ક્લિક કરો.

કમ્પલીટ વેરિફિકેશન

 • વેરિફિકેશન સ્ટેટમેન્ટ ચેક બોક્સમાં ટિક કરો.
 • એનરોલમેન્ટ પ્લેસની વિગતો દાખલ કરો.
 • સબમિશન અને વેરિફિકેશન ફોર્મેટ જેવા E-sign, DSC અથવા EVC પસંદ કરવા માટે વેરિફિકેશન ઓપશન પર ક્લિક કરો. 

ઈ-સહીનો ઉપયોગ 

 • 'સબમિટ વિથ ઈ-સાઈન' બટન પસંદ કરો અને 'એગ્રી' બટન પર ક્લિક કરો.
 • SMS અને ઈમેઈલ દ્વારા મોકલવામાં આવેલ ઈ-સહી અને 2 OTP દાખલ કરો અને 'કન્ટિન્યુ' બટન પર ક્લિક કરો. 
 • સબમિશનની સ્વીકૃતિ 15 મિનિટની અંદર ઈ મેઈલ અને એસએમએસ દ્વારા જનરેટ થાય છે.

DSC નો ઉપયોગ કરવો

'સબિમટ વિથ DSC' બટનને પસંદ કરો અને DSC વિકલ્પનો ઉપયોગ કરી સબમિટ કરવા માટે પ્રોસિડ બટન પર ક્લિક કરો.

EVC ઈલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડનો ઉપયોગ કરવો

 • 'સબમિટ વિથ EVC' બટનને પસંદ કરો અને એગ્રી પર ક્લિક કરો.
 • આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલ OTP દાખલ કરો અને 'કન્ટિન્યુ' પર ક્લિક કરો.
 • ARN એપ્લિકેશન રેફરન્સ નંબર જનરેટ થશે અને 15 મિનિટની અંદર ઈમેઈલ અને એસએમએસના માધ્યમથી મોકલવામાં આવશે.

સ્ટેપ 2 : NACIN ના GSTP સર્ટિફિકેશન માટે ક્વાલિફાઈ કેવી રીતે કરવુ

GST પ્રેક્ટિશનર પરીક્ષા

બધી યોગ્ય ઉમેદવારોને જોઈએ :

1. યોગ્ય વેરિફિકેશન માટે સંબંધિત અધિકારીને મળો.

2. ફોર્મ PCT-01 નો ઉપયોગ કરીને GST પોર્ટલ પર નોંધણી કરો અને ફોર્મ PCT-02નો ઉપયોગ કરીને ARN નોંધણી નંબર મેળવો.

3.ઉમેદવારે GSTP તરીકે નોંધણી થયાના 2 વર્ષમાં GSTP પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલ હોવા જોઈએ.

અહીં દર્શાવવામાં આવ્યુ છેકે તમે GSTP પરીક્ષા કેવી રીતે આપશો.

અહીં પરીક્ષા સંબંધિત કેટલીક ઉપયોગી વિગતો આપેલ છે.

ઓપરેટિંગ ઓથોરિટી:

NACIN - નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ, ઈનડાયરેક્ટ ટેક્સ અને નારકોટિક્સ પરીક્ષા સરકાર દ્વારા GST પ્રેક્ટિશનર કોર્સને પ્રમાણિત કરવાની સત્તા આપેલ છે.

GST પ્રેક્ટિશનર પરીક્ષા તારીખ :

GSTP પરીક્ષા ભારતભરના નિયુક્ત કેન્ટ્રો પર અને GST પોર્ટલ, અખબારો અને NACIN દ્વારા GST કાઉન્સિલના સચિવાલય દ્વારા સુચિત તારીખો પર લેવામાં આવે છે.

GST પ્રેક્ટિશનર પરીક્ષા વેબસાઈટ વિગતો :

તમે GSTP પરીક્ષા માટે નોંધણી http://nacin.onlineregistrationform.org લિંક પર GST એનરોલમેન્ટ નંબરનો ઉપયોગ કરીને યુઝર આઈડી અને પાસવર્ડ તરીકે પાનની વિગતોનો ઉપયોગ કરી શકો છો.

GST પરીક્ષા ફીની વિગતો :

GST પ્રેક્ટિશનર પરીક્ષા ઓનલાઈન રજીસ્ટ્રેશન ફીની વિગતો NACIN વેબસાઈટ પર ચુકવણી વિકલ્પો સાથે ઉપલબ્ધ છે.

GSTP પરીક્ષા:

GST પ્રેક્ટિશનરના માટે પરીક્ષા ઓનલાઈન રાખવામાં આવે છે. જેમાં 100 MCQ સવાલોના જવાબ 2.5 કલાકમાં આપવાના હોય છે અને 50% માર્ક પાસ થવા માટે હોય છે. 2 વર્ષમાં પ્રયાસોની સંખ્યા પર કોઈ મર્યાદા નથી.

પરિણામોની જાહેરાત :

NACIN પરીક્ષાના 1 મહિનાની અંદર પોસ્ટ/ઈમેઈલની માધ્યમથી પરિણામની માહિતી આપે છે.

GST પ્રેક્ટિશનર કોર્સ પરીક્ષા અભ્યાસક્રમ :

GST પ્રેક્ટિશનર પરીક્ષા પ્રશ્નો 2017 નીચે આપેલા વિધાનોમાં દર્શાવેલ 'GST પ્રક્રિયાઓ અને કાયદાઓ' પર આધારિત છે.

 • IGST - ઈન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ
 • CGST - કેન્ટ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ
 • SGST - રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ
 •  રાજ્ય GST એક્ટ માટે વળતર
 • UTGST - કેન્દ્રશાસિત પ્રદેશ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ
 • કેન્ટ્રીય, સંકલિત ગુડ્સ એન્ડ સર્વિસ અને બધા જ રાજ્ય GST નિયમો
 • ઉપરોક્ત નિયમો અને અધિનિયમો હેઠળ જાહેર કરાયેલ આદેશ, અધિસુચીઓ, નિયમ અને આદેશ.

GSTP પરીક્ષામાં શું કરવુ અને શું ના કરવું

શું કરવું :

 • હંમેશા GSTP પરીક્ષા માટે અગાઉથી નોંધણી કરો અને સમયસર પરીક્ષા ફીની ચુકવણી કરો.
 • અભ્યાસક્રમમાં સમાવેશ થયેલ ફાઈલિંગ પ્રક્રિયાઓ, નિયમો, વિવિધ કાયદાઓ અને આદેશોનો અભ્યાસ કરો.
 • એડમિટ કાર્ડ, મતદાન આઈડી, પાનકાર્ડ,પાસપોર્ટ, આધાર કાર્ડ વગેરેની ઓરિજલન નકલ સાથે રાખવી.

શું ના કરવું :

 • પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલા ગેટ બંધ થવાને કારણે મોડા ના પહોચો. હંમેશા અડધી કલાક વહેલા પહોચવું.
 • હાજર સોફ્ટવેર/હાર્ડવેર સાથે છેડછાડ ન કરવી.
 • બ્લુટુથ ડિવાઈસ, મોબાઈલ ફોન વગેરે ના લઈ જવા, જરૂરી સાધનોનો ઉપયોગ કરવો. નકલ ના કરો અને દુરવ્યવહાર ન કરવો.

લાઈસન્સ માન્યતા:

GST પ્રેક્ટિશનર લાઈસન્સ જીવનભર માન્ય છે.જ્યાં સુધી અધિકારીઓ દ્વારા રદ્દ કરવામાં ન આવે ત્યાં સુધી તે માન્ય ગણાશે, અને માત્ર તે જ ક્ષેત્રમાં જેના માટે નોંધણી કરવામાં આવે છે.

GST પ્રેક્ટિશનર દ્વારા પ્રેક્ટિસ:

 • નોંધણી પર, GST પ્રેક્ટિશનર GST પ્રેક્ટિશનર લોગઈન માટે પોર્ટલ અને ઓથરાઈઝેશન માટે ફોર્મ GST PCT-05 નો ઉપયોગ કરીને ક્લાઈન્ટ માટે રિટર્ન ફાઈલ કરી શકો છો.
 • GSTP સમયબદ્ધ ધોરણે રિટર્ન યોગ્યતા અને ફાઈલ કરવા માટે બંધાયેલ છે અને યોગ્ય પરિશ્રમની સાથે એ નિશ્ચિત કરે છેકે, આ ફોર્મમાં GST ડિજીટલ સહી હોય.
 • ફાઈલ કરેલ GST રિટર્ન GST અધિકારી દ્વારા ચકાસવામાં આવે છે અને પ્રમાણિત કરવામાં આવે છે અને એસએમએસ-ઈમેઈલના માધ્યમથી ફાઈલ રિટર્નની પુષ્ટિ કરવા માટે નોંધણી રજિસ્ટર્ડ કરદાતાની જરૂર છે.
 • જો ગ્રાહક અંતિમ ફાઈલિંગ તારીખ પહેલા આ કરી શકતો નથી તો GSTP દ્વારા પ્રસ્તુત રિટર્નને અંતિમ રિટર્ન ગણવામાં આવશે.
 • જો કોઈ ગ્રાહક GSTP સેવાઓથી અસંતુષ્ઠ છે, તો તે GST પોર્ટલ પર જમા કરેલ ઓથરાઈજેશન ફોર્મને પાછુ લઈ શકે છે.
 • GST પ્રેક્ટિશનર્સની કથિત ગેરવર્તણૂક માટે GSTP પ્રેક્ટીસ લાયસન્સ રદ/ગેરલાયક ઠરાવવાની સતા અધિકારીઓ દ્વારા GSTPની નિષ્પક્ષ કરવાની જોગવાઈ છે.

GST પ્રેક્ટિશનર ફોર્મ :

GST પ્રેક્ટશનર માટે જરૂર ફોર્મ છે :

ફોર્મ GST PCT -1 

એનરોલમેન્ટ એપ્લિકેશન ફોર્મ

ફોર્મ GST PCT -2

GST અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલ GST પ્રેક્ટિશનર માટે એનરોલમેન્ટ સર્ટિફિકેશન ફોર્મ.

ફોર્મ GST PCT -3

એનરોલમેન્ટ એપ્લિકેશન/રિપોર્ટ કરેલ ગેરવર્તન પર GSTP ની વધારાની માહિતી મેળવવા માટે કારણ બતાઓ નોટિસ.

ફોર્મ GST PCT -4

ગેરવર્તનમાં એનરોલમેન્ટની અસ્વીકૃતિ/ ગેરવર્તનમાં GSTP ડિસક્વાલિફિકેશન પર ઓર્ડર.

પ્રેક્ટીસ કેવી રીતે થાય છે :

 • એક GST પ્રેક્ટિશનરની પ્રેક્ટીસ સામન્ય રીતે નીચે આપેલ સ્ટેપનો ઉપયોગ કરે છે:
 • ગ્રાહક ફોર્મ GST PCT-5 નો ઉપયોગ કરીને પોર્ટલ પર GSTP યાદીમાંથી GSTPને પસંદ કરે છે. અને GSTP ફોર્મ GST PCT-6નો ઉપયોગ કરીને રિટર્ન ફાઈલ કરવુ અને તૈયાર કરવા માટે અધિકૃત કરે છે. આ પ્રકારના ઓથરાઈજેશનને ફોર્મ GST PCT-7 ઉપયોગ કરીને પાછુ લઈ શકાય છે.
 • GST પ્રેક્ટિશનર GST પોર્ટલ પર તેની ઓળખ સાબિત કરવા માટે ડિજીટલ સહીનો ઉપયોગ કરીને રિટર્ન તૈયાર કરે છે. યોગ્યતાની ચકાસણી કરી અને ફાઈલ કરે છે.
 • રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખની અંદર ગ્રાહક પાસેથી એસએમએસ/ઈમેઈલ દ્વારા પૃષ્ઠિ કરવાની જરૂર પડે છે. જો આપવામાં ન આવે, તો પોર્ટલ પર એક્સેસ કરેલ અને GSTP દ્વારા દાખલ કરાયેલ રિટર્નને અંતિમ માનવામાં આવે છે.
 • કર યોગ્ય ગ્રાહકે હંમેશા સહી અને સાચી રીતે દાખલ કરેલ GSTP ની વિગતો ને ચકાસવી જોઈએ. કારણ કે સબમિટ કરેલ રિટર્નની જવાબદારી ગ્રાહકની હોય છે, નઈ કે GST પ્રેક્ટિશનરની.
 • GST પ્રેક્ટિશનર તરીકે પ્રેક્ટીસ શરૂ કરવા માટે નોંધણી અને પરીક્ષા માટે શુભકામનાઓ.

વારંવાર પુછાતા પ્રશ્નો :

1.  GST પ્રેક્ટિશનર કોણ છે?

GST પ્રેક્ટિશનર એક વ્યાવસાયિક છે, જે તમને ટેક્સ રિટર્ન અને અન્ય સંબંધિત પ્રવૃત્તિઓની તૈયારીઓ કરવામાં મદદ કરે છે.

2. શું હું મારા ક્લાયન્ટ માટે GST રિટર્ન ફાઇલ કરી શકું?

હા, તમે કરી શકો છો. જો કે, એવી ભલામણ કરવામાં આવે છેકે, તમે રજિસ્ટર્ડ GST પ્રેક્ટિશનર હોવા જોઈએ.

3. શું હું મારી GST પ્રેક્ટિશનર નોંધણી અરજીને સેવ કરી શકું જો હું તેને પુરી રીતે ભરી ના શક્યો હોય તો?

હા, તમે તમારી નોંધણી અરજી સેવ કરી શકો છો, પરંતુ તે તમારી TRN જનરેશનની તારીખથી માત્ર 15 દિવસ માટે માન્ય રહેશે.

4. શું મારે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં નોંધણી કરાવવી જોઈએ?

ઓલ ઈન્ડિયા બેસિસ પર પ્રેક્ટીસ કરવા માટે સિંગલ એનરોલમેન્ટ પૂરતું છે.

5. શું GSTN મને મારા ગ્રાહકોવતી કામ કરવા માટે અલગ યુઝર આઈડી અને પાસવર્ડ આપશે?

હા, GSTN તમને તમારા ગ્રાહકોવતી કામ કરવા માટે GSTP ને અલગ યુઝર આઈડી અને પાસવર્ડ આપે છે.

6. શું કરદાતાઓ GSTP બદલી શકે છે?

હા, કરદાતા GST પોર્ટલ પર પોતાનો GSTP બદલી શકે છે.

7. મારે GST પ્રેક્ટિશનરની પરીક્ષા માટે કેટલી ચૂકવણી કરવી પડશે?

GST પ્રેક્ટિશનરની પરીક્ષા ફી NACIN દ્વારા નક્કી કરવામાં આવે છે. હાલમાં, તે 500 રૂપિયા છે.

mail-box-lead-generation

Got a question ?

Let us know and we'll get you the answers

Please leave your name and phone number and we'll be happy to email you with information

Related Posts

None

જોબ વર્ક માટે એક્સેલ અને વર્ડમાં ડિલીવરી ચલણનું ફોર્મેટ


None

ભારતમાં GST ના પ્રકાર - CGST, SGST અને IGST શું છે?


None

ઈ-વે બિલ શું છે? ઈ-વે બિલ કેવી રીતે બનાવવું?


None

GST નંબર: દરેક વ્યવસાય ને જરૂરિ એવો ૧૫ અંકો નો નંબર

1 min read

None

ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓ કેવી રીતે નાના વ્યવસાયોને નફો આપે છે?

1 min read

None

GSTN (જીએસટીએન) - મહત્ત્વ, ફોર્મેટ & જીએસટી નંબર માટે કઇ રીતે અપ્લાઈ કરવું તે વિષે જાણીએ.

1 min read

None

જીએસટી અંતર્ગત કમ્પોસજીશન હેઠળ રજિસ્ટર કરવાના ફાયદાઓ?

1 min read

None

જીએસટી અંતર્ગત કમ્પોસજીશન સ્કીમ ની માહિતી?

1 min read

None

MahaGST – મહારાષ્ટ્ર માં જીએસટી નું ઓનલાઇન પોર્ટલ

1 min read