written by Khatabook | June 30, 2021

સેલેરી સ્લીપ શું છે? તેનું મહત્વ શું છે? તેનું ફોર્મેટ ક્યા પ્રકારનું હોય?

×

Table of Content


કોઈપણ કર્મચારી માટે એ જાણવું અને સમજવુ જરૂર છે,કે સેલેરી સ્લીપ શું છે? જો કોઈ કર્મચારીને એ બાબતની ખબર નથી કે, સેલેરી સ્લીપ શું છે, તો તેમને કામ માટે અને અન્ય જરૂરીયાત માટે અપ્લાઈ કરતાં સમયે ફોર્મ ભરવામાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે.  

સેલેરી સ્લીપ શું છે?

  • સેલેરી સ્લીપએ કંપની દ્વારા આપવામાં આવેલ એક અધિકૃત સ્ટેમ્પ્ડ કાગળ છે. સેલેરી સ્લીપમાં કર્મચારીની સેલેરી વિશેની વિગતો જણાવે છે. સેલેરી સ્લીપમાં એચઆરએ, ટીએ, બોનસ વગેરે અંગેની વિગતવાર માહિતી આપેલી હોય છે. સાથે તેમાં કપાત અંગેની પણ માહિતી આપવામાં આવે છે.
  • સેલેરી સ્લીપએ કંપની દ્વારા કર્મચારીને ચુકવવામાં આવતી સેલેરીના પુરાવા રૂપે નિયમિત આપવામાં આવે છે. માત્ર સેલેરી મેળવતાં કર્મચારીઓની પાસે તે હોય છે. અને કંપની કર્મચારીઓને દર મહિને તેમની સેલેરી સ્લીપની કોપી આપવા માટે બંધાયેલ છે.
  • કેટલાક નાની કંપનીઓ નિયમિત ધોરણે સેલેરી સ્લીપ આપતી નથી. તે પ્રકારના કિસ્સામાં તમે તમારી કંપની પાસેથી સેલેરીના પ્રમાણપત્રની માંગણી કરી શકો છો. જોકે મોટાભાગની કંપનીઓ હવે ડિજિટલ સેલેરી સ્લીપ આપે છે, કેટલાક કાગળની નકલો પણ આપે કરે છે.

ચાલો હવે આપણે પેટા વિભાગો વિશેની માહિતી મેળવીએ.

સેલેરી સ્લીપનું ફોર્મેટ

  • અહીં આપણે સેલેરી સ્લીપ ફોર્મેટને લઈને વાત કરીશું, સેલેરી સ્લીપ ફોર્મેટએ નાણાકીય વિગતોને રેકોર્ડ કરવા માટેનું માળખુ છે. જો તમે સેલેરી સ્લીપ કેવી રીતે બનાવવી એ જાણવા માંગતા હોય, તો અમે નીચે તમારી માટે એક ફોર્મેટ બતાવ્યું કર્યું છે.
  • સેલેરી સ્લીપનો પ્રકાર બધી કંપનીઓમાં અલગ હોય શકે છે. મૂળ સેલેરી, એલટીએ, એચઆરએ, પીએફ કપાત, મેડિકલ એલાઉન્સ અને પ્રોફેશનલ ટેક્સ, બધાનો સેલેરી સ્લીપ ફોર્મેટમાં સમાવેશ કરવો જરૂરી છે. સેલેરી સ્લીપમાં આવક અને કપાત બંને વિભાગો અલગ અલગ રહેતાં હોય છે. આ વિભાગો, તેની વ્યાખ્યાની સાથે, નીચે દર્શાવેલ છે.

કંપનીનું

  (સરનામુ)

   સેલેરી સ્લીપ

નિયોક્તાનું નામ  

પદ

 

મહિનો

 

વર્ષ

 

આવક

 

કપાત

 

મૂળભૂત અને ડી.એ

  -

પ્રોવિડન્ટ ફંડ

  -

એચ.આર.એ

  -

ઈ.એસ.આઈ

  -

વાહન

  -

લોન

  -

 

  

પ્રોફેશનલ ટેક્સ 

  -

 

  

ટીડીએસ

  -

કુલ આવક

  -

કુલ કપાત

  -

               નેટ સેલેરી  

                        ચેક નંબર.

 

                       તારીખ

 

                      બેંકનું નામ

 

                     કર્મચારીની સહી

 

 

અમારે સેલેરી સ્લીપની શું કામ જરૂર છે?

  • સામાન્ય રીતે બેંકો જેવી નાણાંકીય સંસ્થાઓ તેમના અજરદારોને સેલેરી સ્લીપ દર્શાવવાનું કહેતી હોય છે. જે અજરદારની નાણાંકીય સ્થિતી દર્શાવે છે. ગ્રાહકોની ક્રેડિટ લિમિટ તેમની સેલેરી સ્લીપ પર આધારીત હોય છે. સેલેરી સ્લીપ કે પછી પે સ્લીપએ એક ખુબ જ મહત્વપૂર્ણ કાનુની દસ્તાવેજ છે. ભવિષ્યની કોઈપણ આવશ્યકતાઓ માટે તમારી સેલેરીની સેલેરી સ્લીપ/રેકોર્ડને સાચવીની રાખવા જોઈએ.
  • કર્મચારીઓની સેલેરી સ્લીપએ મહત્વપૂર્ણ કાનુની દસ્તાવેજ છે, જે તેનું આવકનું પ્રમાણ દર્શાવે છે. જેથી જો કોઈ કંપની તમને સેલેરી સ્લીપ આપતી નથી, તો તમારી પાસે તેને વિનંતી કરવાનો કાનુની અધિકાર છે. જેના કારણે બધી જ કંપનીઓ માટે કર્મચારીઓને સેલેરી સ્લીપ આપવી જરૂરી બને છે. કેટલીક કંપનીઓ તેમના કર્મચારીઓને સેલેરી સ્લીપની એક કોપી આપતી હોય છે, અથવા તો તેની PDF ફાઈલ મેઈલ દ્વારા મોકલતી હોય છે. જેનો કર્મચારી કોઈપણ સમયે ઉપયોગ કરી શકે છે.

કર્મચારી સેલેરી સ્લીપનું મહત્વ

  • સેલેરી સ્લીપએ કંપની સાથે જોડાયેલ કાનુની દસ્તાવેજ છે. લોકોને ઘણીવાર નાણાંકીય સમસ્યાઓનો સમાનો કરવો પડતો હોય છે અથવા તેમને ઘર કે ગાડી ખરીદવા માટે વઘારાના રૂપિયાની જરૂરી પડતી હોય છે. આ પ્રકારની પરિસ્થિતીમાં કોઈપણ વ્યકિત બેંક કે નાણાંકીય સંસ્થાને લોન માટે અરજી કરી શકે છે. લોનની અરજી કરતા સમયે સેલેરી સ્લીપ તમારા કામ અને તમારા આવકના સ્ત્રોતની પુરતી કરે છે.
  • સેલેરી સ્લીપમાં કર્મચારી અને કંપની બંનેનું નામ દર્શાવેલ હોય છે. સેલેરી સ્લીપમાં કર્મચારીનું સરનામુ પણ દર્શાવેલ હોય છે. સેલેરી સ્લીપમાં સેલેરીની તારીખનો પણ ઉલ્લેખ કરેલો હોય છે. સેલેરી સ્લીપમાં બીજી બાબતો જેમ કે, કપાત, નેટ સેલેરી અને ગ્રોસ સેલેરી પણ દર્શાવેલ હોય છે.
  • પેસ્લીપમાં કપાતની અંગેની માહિતી આપેલ હોય છે. જે ચુકવણી કરવામાં આવતાં કરની રકમનો અંદાજો મેળવવા મદદ કરે છે. સાથે સાથે આવકવેરા રિફંડની ગણતરી કરવા માટે પણ મદદરૂપ થાય છે.
  • ક્રેડિટ કાર્ડ અને લોન વ્યક્તિની નાણાંકીય પરિસ્થિતિ પર આધારિત છે. અને સેલેરી એક સંકેત છે.
  • સાથે, તમારી છેલ્લી કંપનીની સેલેરી સ્લીપનો ઉપયોગ તમે ભવિષ્યની કંપની સાથે સારી સેલેરી અને લાભો મેળવવા માટેની વાત કરવા માટે કરી શકો છો.

સેલેરી સ્લીપના ઘટકો

બેઝિક સેલેરી - મૂળભૂત સેલેરી, જેને મુખ્ય સેલેરી પણ કહેવામાં આવે છે. કર્મચારીની નિયમિત સેલેરીમાં કોઈપણ પ્રકારનો ઉમેરો કે કપાત કર્યા પહેલાની રકમ છે. મૂળભૂત સેલેરીએ રાશી છે જે કર્મચારીઓને કોઈપણ પ્રકારના લાભો આપ્યા પહેલા કે પછી તેમની સેલેરીમાં કપાત કર્યા પહેલા આપવામાં આવે છે. કર્મચારીઓને અપાતાં ભથ્થાને મૂળભૂત સેલેરી સાથે જોડવામાં આવે છે. જેમ કે ઘરેથી કામ કરી રહેલ કર્મચારીઓને ઈન્ટરનેટ ભથ્થું કે ફોન કોલ કે ટેલિફોન ભથ્થું.

મોંઘવારી ભથ્થું - મોંઘવારી ભથ્થુએ કર્મચારીને અપાતી સેલેરીનો એક અલગ ભાગ છે. તેની ચુકવણી મુદ્રા સ્થિતીના પ્રભાવને ઓછી કરવા માટે આવે છે. તમે જ્યાં રહો છો તેના આધારે ડીએને નિયંત્રણમાં રાખવાના કાયદા કાનુન અલગ-અલગ હોય છે. ડીએએ સંપૂર્ણપણે ટેક્સ યોગ્ય લાભ છે. જેના 2 પ્રકારો છે.

1) ડીએની ચુકવણી રોજગારની શરતોને આધારે કરવામાં આવે છે.

2) રોજગારની શરતોને આધારે ડીએની ચુકવણી કરવામાં નથી આવી.

મકાનભાડા ભથ્થું -  મકાનભાડા ભથ્થુએ કર્મચારીની સેલેરીનો એક ભાગ છે. જેનો ભાડે લીધેલ ઘરના ભાડા તરીકે ચુકવવામાં આવે છે. જે કર્મચારીઓની ભાડામાં ગયેલ રાશીને મદદરૂપ થાય તેના માટે આપવામાં આવે છે. આ છુટ સેલેરી મેળવનાર લોકો માટે છે, જે ભાડામાં મકાનમાં રહે છે અને તેનો ઉપયોગ તેમની આવકવેરાની રકમને ઓછી કરવા માટે કરી શકે છે. જો તમે ભાડે મકાનમાં રહેતા નથી, તો આ કપાત સંપૂર્ણપણે કરપાત્ર છે.

મુસાફરી ભથ્થું - મુસાફરી ભથ્થુ જેને વાહન ભથ્થુ તરીકે પણ ઓળખવામાં આવે છે. કર્મચારીઓને તેમના ઘરેથી કંપની ઓફિસ સુધી આવતા અને જતાં લાગતો મુસાફરી ખર્ચ મુસાફરી ભથ્થા તરીકે આપવામાં આવે છે. નોટ :- 2020ના કેન્દ્ર બજેટમાં રૂપિયા 50,000ની રજુઆત કરાઈ હતી. કર્મચારીઓને સામાન્ય રીતે તેમની મૂળભૂત સેલેરીને આઘારે લાભ આપવામાં આવે છે, જે આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર હોઈ શકે છે અથવા નહીં.

રજા મુસાફરી છૂટછાટ - રજા મુસાફરી ભથ્થું કર મુક્તિ છે. કંપની કર્મચાર રજા પર હોય ત્યારે  તેમનો મુસાફરી ખર્ચ પૂરા કરવા માટે આપે છે. 1961 ના આવકવેરા અધિનિયમની કલમ 10 (5) પ્રમાણે રજા મુસાફરી ભથ્થાના રૂપમાં ચુકવેલ રકમને કરમાંથી છુટ આપવામાં આવી છે. ફક્ત ઘરેલું મુસાફરી એ રજા મુસાફરી ભથ્થા દ્વારા આવરી લેવામાં આવે છે, અને મુસાફરી પ્લેન, રેલવે અથવા જાહેર પરિવહન દ્વારા કરેલી હોવી જોઈએ.

તબીબી ભથ્થું - તબીબી ભથ્થું એ કંપનીના કર્મચારીઓને તેમના તબીબી ખર્ચ પૂરા કરવા માટે ચૂકવવામાં આવતી એક નક્કી કરેલ રકમ છે.

બોનસ ભથ્થું - કંપની કર્મચારીને તેના કામને આધારે બોનસ ચૂકવે છે. કર્મચારીઓને શક્ય તેટલું પ્રોત્સાહન આપવું મહત્વપૂર્ણ છે. પરિણામે, કર્મચારીને બોનસ તરીકે થોડી રકમ ચૂકવવામાં આવે છે, જે સંપૂર્ણ કરપાત્ર છે.

અન્ય ભથ્થાં- હોદ્દા અથવા નોકરીના આધારે તમને અન્ય ભથ્થા પણ મળી શકે છે. કેટલાકની મર્યાદા હોય છે, જ્યારે બીજા સંપૂર્ણ રીતે કરપાત્ર નથી.

સ્ટાન્ડર્ડ કપાત - સ્ટાન્ડર્ડ કપાતએ એક મોટી કપાત છે, જેનો તમે ઘણા નાના કપાતને બદલે દાવો કરી શકો છો. ઈંધણ ભથ્થા માફીના વિકલ્પ અને પરચુરણ તબીબી ખર્ચની ભરપાઈના વિકલ્પ તરીકે બજેટ 2018 માં આ અંગે સૌ પ્રથમ ચર્ચા કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2019-20 અને 2020-21 માટેનો સ્ટાન્ડર્ડ કપાત રૂપિયા 50,000 છે.

સેલેરી સ્લીપ હેઠળ કપાત

પેસ્લીપ કપાતની હેઠળ તમને નીચે દર્શાવેલ મુખ્ય બાબતો જોવા મળશે:

રોજગાર પ્રોવિડન્ટ ફંડ - જેમાં ભથ્થાઓ ઉપરાંત, ઘણી વસ્તુઓ, જે તમારી સેલેરી સ્લીપમાં સમાવેશ થાય છે. આમાં એ રકમનો સમાવેશ થાય છે જે તમારી સેલેરીમાંથી કાપવામાં આવે છે, જેમ કે પ્રોવિડન્ટ ફંડ્સમાં ફાળો. જે તમારી સેલેરીમાંથી કાપવામાં રાશી છે, જે સામાન્ય રીતે સેલેરીના 12 % હોય છે. જે તમને નિવૃત્તિ થયા પછી મળે છે. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ અને વિવિધ અધિનિયમ, 1952 આ યોજનાનું સંચાલન કરે છે. કર્મચારી અને કંપની બંને કર્મચારીનો મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થાના 12% નો ફાળો ઈપીએફમાં આપે છે. ઈપીએફની રકમ પર વર્તમાન વ્યાજ દર વાર્ષિક 8.50% છે.

વ્યાવસાયિક ટેક્સ - વ્યવસાયિક ટેક્સએ એક નિશ્ચિત રાશીથી વધુ કમાનાર બધા કર્મચારીઓ પર રાજ્ય સરકાર દ્વારા લગાડવામાં આવે છે. જે કોઈપણ વ્યક્તિને લગાડવામાં આવતો ટેક્સ છે, જેમાં કોઈપણ પગારદાર કર્મચારીની સાથે કોઈપણ માધ્યમથી જીવન નિર્વાહ કરી રહેલ વ્યક્તિનો સમાવેશ થાય છે. જો કે, પ્રમાણભૂત રકમ 250 રૂપિયા છે, પરંતુ હંમેશા એવું થતું નથી. તમારા દ્વારા કાપવામાં આવેલા વ્યાવસાયિક ટેક્સની રકમ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને આ રકમ રાજ્ય પ્રમાણે બદલાય છે.

ટીડીએસ - તે કર્મચારીઓ માટે ટીડીએસ કાપવામાં આવે છે જેમના પગાર કરપાત્ર મર્યાદા કરતા વધુ છે. કંપની કર્મચારીની સેલેરીમાંથી ટીડીએસ કાપીને સરકારને જમા કરે છે.

સેલેરી સ્લીપ માટે તમારે કોને પુછવુ જોઈએ

  • તમારી કંપનીના એચ. આર. વિભાગને, ફાયનાન્સ વિભાગ અથવા એડમિનિસ્ટ્રેશન વિભાગોને.
  • તમને સેવા પ્રદાન કરનાર કે જે આઉટસોર્સને આધારે  કર્મચારીઓની જાળવણી કરી છે.
  • જો તમારી સેલેરી સીધો તમારા બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે, તો તમારી બેંક તમને ચુકવણીની કાપલી(પહોચ) પણ આપશે.
  • જો કે, તે ફક્ત જણાવે છેકે, સેલેરી ટ્રાન્સફર કોઈપણ વધારાની વિગતો આપ્યા વિના થઈ છે. 

આ પણ વાંચો : ગ્રોસ સેલેરી શું છે? ગ્રોસ સેલેરી અથવા સીટીસીની ગણતરી કેવી રીતે કરવી?

નિષ્કર્ષ

સરળ શબ્દોમાં કહીએ તો, પેસ્લીપ અથવા સેલેરી સ્લીપ કંપની દ્વારા દર મહિને કર્મચારીને ચુકવવામાં આવતી રકમ છે. તેમાં સેલેરીની ગણતરી અને તમને કેવી રીતે મોકલવામાં આવી છે, તેની તમામ વિગતોનો સમાવેશ થાય છે. અમને આશા છે કે તમે સેલેરી સ્લીપ વિશે હવે બધું સમજી ગયા છો.

વારંવાર પૂછાતા પ્રશ્ન

1. ભથ્થાઓ શું છે?

ભથ્થુંએ આર્થિક લાભ છે, જે કંપની દ્વારા કર્મચારીને આપવામાં આવે છે. આમાંથી કેટલાક ભથ્થાઓ કર્મચારી દ્વારા સત્તાવાર ફરજ પર કરવામાં આવેલ ખર્ચ માટે હોય છે.

2. હું સેલેરી સ્લીપ કેવી રીતે મેળવી શકું?

તમે સામાન્ય રીતે નીચે દર્શાવેલ 2 રીતો માંથી એકમાં મેળવી શકો છો.

1. તમારી કંપનીના એચ. આર વિભાગ, ફાયનાન્સ અથવા વહીવટ વિભાગમાંથી સેલેરી સ્લીપ મેળવી શકો છો.

2. પેરોલ સેવા પ્રદાના કરનાર જે તમારી કંપનીના વેતનનું સંચાલન કરે છે.

3. સેલેરી સ્લીપ ગુમ થઈ જાય તો તમારે શું કરવું જોઈએ?

જો તમે સેલેરી સ્લીપ ગુમાવી બેસો છો, ત્યારે તમે એચ.આર. વિભાગને વિનંતી કરી બીજી સ્લીપની માંગ કરી શકો છો. જ્યારે તમે નવી નોકરીની શોધવા હોય, ત્યારે તમે તમારી જુની કંપની પાસેથી સેલેરી સ્લીપની વિનંતી કરી શકો છો. કંપની દ્વારા આપવામાં આવેલ સેલેરીનું પ્રમાણપત્ર પણ સેલેરી સ્લીપની બદલીમાં માન્ય ગણાય છે. 

4. સેલેરી સ્લીપ કોને મળી શકે?

દરેક કર્મચારીને સેલેરી સ્લીપ મળી શકે છે. હકીકતમાં, દરેક કર્મચારીને તેની કંપની પાસેથી સેલેરી સ્લીપની વિનંતી કરવાનો કાનુની અધિકાર છે. જે હાર્ડ કોપી અથવા સોફ્ટ કોપીમાં આપી શકે છે.

5. આવકવેરા કાયદાની કલમ 10 મુજબ સેલેરી સ્લીપમાં આપણને કેટલી છૂટ છે?

આવકવેરા કાયદાની કલમ 10 હેઠળ ભથ્થામાં મકાન ભાડું, રજા મુસાફરી ભથ્થા, સંશોધન અને શિષ્યવૃત્તિ ભથ્થાનો સમાવેશ થાય છે.

અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.