written by Khatabook | June 30, 2021

ગ્રોસ સેલેરી શું છે? ગ્રોસ સેલેરી અથવા સીટીસીની ગણતરી કેવી રીતે કરવી?

નવી ભરતી કરાયેલા કર્મચારીઓ અને કોર્પોરેટ જગતમાં નવા આવતા લોકો વારંવાર એવી ફરિયાદ કરતાં હોય છેકે, તેઓને જે પ્રોમિસ કરવામાં આવ્યું હતું, તેની સરખામણીમાં તેમને પગારની ઓછી રકમ આપવામાં આવે છે. આ ત્રણ શબ્દો ગ્રોસ સેલેરી, નેટ સેલેરી અને  કંપનીના ખર્ચ વચ્ચેના તફાવતને કારણે થાય છે. જોવામાં બધા એક સરખા લાગે છે, પરંતુ તેમના બધાના અર્થ અલગ છે.

કંપનીનો ખર્ચ કંપની સાથે જોડાયેલો છે, જ્યારે બીજી તરફ એક કર્મચારી તેની સેલેરીની રાશીને લઈને ચિંતિત જોવા મળતો હોય છે, જે તેના હાથમાં તેને મળવાની હોય છે. જો તમે પણ આ જ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યાં છો, તો અમે તમારી આ સમસ્યાને દુર કરવા માટે આપની મદદ કરી રહ્યા છીએ, જેથી તમે સમજી વિચારીને યોગ્ય નિર્ણય લઈ શકો.

ગ્રોસ સેલેરી શું છે?

 • ગ્રોસ સેલેરીનો મતબલ એ થાય છેકે, કર્મચારી પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી અને અન્ય કપાતની રકમ અને આવકવેરામાં કરવામાં આવેલ યોગદાન પહેલા તમને કંપની દ્વારા આપવામાં આપવામાં આવતી રાશી છે. 
 • કર્મચારી પ્રોવિડન્ટ ફંડએ નિવૃત્તિના લાભાર્થે આપવામાં આવતી યોજના છે. જેમાં કર્મચારી અને કંપની દર મહિને કુલ સેલેરી અને મોંઘવારી ભથ્થાના ઓછામાં ઓછામાં ઓછું 12% યોગદાન કરે છે. જે તમે જ્યારે સેવા નિવૃત થઈ જાવ ત્યારે તે પુરી રકમ ઉપાડી શકો છો.
 • ગ્રેચ્યુઈટી એ જ રાશી છે, જે તમે તમારા નોકરીના સમયગાળા દરિમયાન સેવાઓ આપેલ છે તેને કંપની તમારા નિવૃત્તિ સમયે ચુકવે છે. જો તમે કોઈપણ કંપનીમાં 5 વર્ષ નિરંતર સેવા આપી હશે,ત્યારે તમને ગેચ્યુઈટી આપવામાં આવે છે.
 • જો કે ઘણા કિસ્સાઓમાં કર્મચારીએ કંપનીમાં 5 વર્ષની સેવા પુરી ના કરી હોય તે છતાં પણ કંપનીઓ ગેચ્યુઈટીની રકમની ચુકવણી કરી દેતી હોય છે. જેમકે 5 વર્ષની સેવા પુરી થયા પહેલા કર્મચારીનું નિધન થઈ જાય કે પછી તે વિકલાંગ થઈ જાય તેવા કિસ્સાઓમાં. 

ગ્રોસ સેલેરીમાં શેનો સમાવેશ કરવામાં આવે છે?

તમને સારી રીતે સમજાઈ એટલા માટે ગ્રોસ સેલેરીના ભાગ બનનાર બધા જ લાભોને લઈને એક સંક્ષિપ્ત વિવરણ નીચે આપેલ છે.

1. મૂળભૂત સેલેરી - મૂળભૂત સેલેરીએ રકમ છે જે કર્મચારીને કરવામાં આવતી અન્ય ચુકવણી, જેમકે બોનસ, ભથ્થા વગેરે ઉમેર્યા પહેલા અને કોઈપણ યોગદાન કે ટેક્સની કપાત કર્યા પહેલાની રાશી.

2. મકાન ભાડાનું ભથ્થું- આ કર્મચારીને નોકરીના ભાગરૂપે તેના રહેણાક સ્થળેથી અન્ય સ્થળે રહેવા માટે ભાડાના મકાનના વળતર માટે ચૂકવવામાં આવતી રાશી છે. મકાન ભાડાના ભથ્થાને આવકવેરામાંથી છુટ આપવામાં આવી છે. આવકવેરામાંથી છુટ મળેલી એચઆરએની રકમની ગણતરી મૂળભૂત સેલેરીમાં કરવામાં આવે છે.

3. રજા-મુસાફરી ભથ્થું- આ કર્મચારીને કંપની દ્વારા રજાના સમયે કરેલી ઘરેલુ મુસાફરી દરમિયાન કરેલા મુસાફરી ખર્ચના માટે આપવામાં આવતુ ભથ્થુ છે. એલટીએની ચુકવણી માત્ર 4 વર્ષના બ્લોકમાં માત્ર 2 મુસાફરી માટે ચુકવવામાં આવે છે. જેમાં મુસારફરી ખર્ચ જેમકે બસનું ભાડુ, ટ્રેનની ટિકિટનો સમાવેશ થાય છે. એલટીએ પણ કર્મચારીને મળનારી ગ્રોસ સેલેરીનો એક ભાગ છે. 

4. ટેલિફોન અથવા મોબાઈલ ફોન ભથ્થું- કર્મચારીને મોબાઈલ અથવા ટેલિફોન ખર્ચાની ભરપાઈએ તેને ચૂકવવામાં આવતી ગ્રોસ સેલેરીનો એક ભાગ છે.

5. વાહન ભથ્થું- આ કર્મચારીઓને મૂળભૂત સેલેરી ઉપરાંત મુસાફરી ખર્ચ માટે વળતરરૂપ આપવામાં આવે છે, જેના લીધે તે કામના સ્થળે આવ-જાવ કરી શકે છે.

6. વિશેષ/અન્ય ભથ્થા- કંપની કર્મચારીને અમુક ખર્ચા પૂરા કરવા માટે અન્ય ભથ્થાઓ ચૂકવી શકે છે, જે બીજા ભથ્થાઓની અંદરમાં આવતા નથી. તેમનો વિશેષ/અન્ય ભથ્થામાં સમાવેશ કરવામાં આવે છે.

7. અનુલાભ- અનુલાભએ કર્મચારીઓને રાહત દરે કે પછી મફતમાં આપવામાં આવતા લાભો છે. જે ગ્રોસ સેલેરીનો એક ભાગ છે.

નેટ સેલેરી શું છે?

ગ્રોસ સેલેરી વિશે જાણીયાં બાદ, હવે 'નેટ સેલેરી' વિશે સમજીએ

 • નેટ સેલેરીએ તમારી સેલેરીનો એ ભાગ છે જે રોકડ રૂપમાં તમને મળે છે. નેટ સેલેરીની ગણતરી પેન્શન ફંડ, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી અને અન્ય વૈધાનિક કર અને આવકવેરા રાશી માટે કરવામાં આવેલ યોગદાનને ગ્રોસ સેલેરીમાંથી બાદ કરીને કરવામાં આવે છે. 
 • નેટ સેલેરીને ટેક હોમ સેલેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. જે બધી જ કપાત પછી તમને મળે છે. રોજગાર મેળવવા માટેની સહમતી પહેલા ટેક હોમ સેલેરી પર વાત કરી લેવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યાના ઉદભવે. જેવી તમને ખ્યાલ આવી શકશે કે નોકરીની આવક અને બચતો તમારા લક્ષ્યાંકો પુરા કરી શકશે કે નહીં.

કોસ્ટ ટૂ કંપની (સીટીસી) નો અર્થ શું છે?

સીટીસીનો અર્થ થાય છેકે, એક વર્ષમાં કંપની દ્વારા કર્મચારી પર કરવામાં આવતાં ખર્ચની કુલ રાશી. કંપની દ્વારા તેની કિંમતી સંપત્તિઓ એટલે કે કર્મચારીઓ પર કરવામાં આવતો ખર્ચ છે. કોઈપણ કંપનીનો તેની પાસે રહેલા નાણાંનો એક મહત્વપૂર્ણ ભાગ તેના કુશળ, લાયક અને સક્ષમ કર્મચારીઓને નોકરી પર રાખવા અને તેમને જાળવી રાખવા માટેના ખર્ચમાં જતો હોય છે. તમારી કંપનીમાં જોડાવા માટે નવા કર્મચારીઓને આકર્ષવા માટે કંપનીએ ઉત્તમ સેલેરીની ઓફર કરવી આવશ્યક છે.

 • કર્મચારીઓ તેમની ક્ષમતા, કુશળતા અને પોતાનો મૂલ્યવાન સમય કંપનીના કામમાં વ્યસ્ત રાખતાં હોય છે, તેથી તેઓ તેમના કામને લઈને યોગ્ય સેલેરીની ચુકવણી થાય તેવી અપેક્ષા રાખતાં હોય છે. કર્મચારીઓ કંપનીને આગળ વધારવા માટે પોતાનો વધુ સમય કંપનીના કામમાં લગાવતાં હોય છે, જેથી તેઓ એવી આશા રાખતાં હોય છેકે, કંપની પણ તેમની નિવૃતિ પછી ભવિષ્યમાં તેમની સંભાળ લેશે.  
 • આ જ કારણ છેકે, કંપની પણ કર્મચારીના પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ અને ગ્રેચ્યુઈટીમાં યોગદાન કરતી હોય છે. નિવૃત્તિ પછીનું આ લાભ યોજનાઓમાં કરવામાં આવેલ ફાળવણીનો પણ કંપનીના ખર્ચમાં પણ સમાવેશ કરવામાં આવે છે.
 • કર્મચારીઓ અને તેમના પરિવારોની સલામતી અને સારા સ્વાસ્થ્યની ખાતરી કરવી એ કંપનીની જવાબદારી છે.  આરોગ્ય વીમો, જીવન વીમો, તબીબી ખર્ચની ભરપાઈ અને અન્ય લાભો પણ કર્મચારીઓને પૂરા પાડવામાં આવે છે, આ લાભો પણ કંપનીના ખર્ચનો એક ભાગ છે.
 • કંપનીના ખર્ચમાં વાર્ષિક કામગીરીના આધારે કર્મચારીને ચૂકવવામાં આવતા બોનસ અથવા કમિશન જેવી રાશીનો પણ સમાવેશ કરવામાં આવે છે. પરિવર્તનશીલ ચૂકવણીની ગણતરી કર્મચારીની મૂળભૂત સેલેરીની ચોક્કસ ટકાવારીમાંથી કરવામાં આવે છે.
 • ઓફર લેટરમાં દર્શાવેલ ગ્રોસ સેલેરી કરતાં ઈન હેન્ડ સેલેરી હંમેશા ઓછી હોય છે. આ એટલા માટે હોય છે, કારણ કે કેટલાક ખર્ચાઓ કંપની કર્મચારીને સીધા આપવાને બદલે તેમના પરોક્ષ રીતે કરતી હોય છે. ભલે આ પ્રકારના ખર્ચાઓનો સમાવેશ સેલેરીના ચેકમાં ન થતાં હોય, પરંતુ તેમનો લાભ કર્મચારીઓને મળતો હોય છે.
 • કંપની અને તેના ખર્ચાઓની કિંમત અલગ-અલગ કંપનીઓમાં અલગ-અલગ જોવા મળતી હોય છે. ઉદાહરણ તરીકે, એક બેંકિંગ કંપની તેના કર્મચારીઓને રાહત દરે લોન પૂરી પાડે છે. કેટલીક અન્ય કંપનીઓ બપોરના જમવા માટે કુપન આપે છે. આમ, કંપનીનો આ ખર્ચ પણ કંપનીની દ્રષ્ટિએ કુલ ખર્ચ છે. જેમાં સાથે સાથે કર્મચારીની સેલેરી, વળતર, ભથ્થુ, ગેચ્યુઈટી, નિવૃતિ પછીના લાભો, વીમા અથવા અને અન્ય ખર્ચાઓની રાશીનો સમાવેશ થતો હોય છે. 

ચાલો, એક ઉદાહરણ દ્વારા સમજીએ, કુલ સેલેરી, નેટ સેલેરી અને કંપની ખર્ચની ગણતરી કેવી રીતે થાય છે.

મિસ્ટર A એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે, અને તેમને પ્રતિ વર્ષ 6,00,00 સેલેરી ગ્રોસ સેલેરી તરીકે મળે છે. અને તેમની ટેક હોમ સેલેરી 5,34,000 છે. તેના પગારના ઘટકો નીચે મુજબ છે

ક્રમાંક

આઈટમ

રાશી(રૂપિયામાં)

1   

મૂળભૂત સેલેરી

3,50,000

2

(+)મકાનભાડા ભથ્થુ

96,000

3

(+) રજા મુસાફરી ભથ્થુ

50,000

4

(+) વિશેષ ભથ્થુ

1,04,000

5

(=)ગ્રોસ સેલેરી

6,00,000

6

(-)પ્રોવિડન્ટ ફંડ

42,000

7

(-)ગ્રેચ્યુઈટી

18,000

8

(-)વીમા પ્રિમિયમ

3,500

9

(-)પ્રોફેશનલ ટેક્સ

2,500

10

(=) નેટ સેલેરી

5,34,000

11

કંપનીનો ખર્ચ(સીટીસી)  

(5+6+7+8) 

6,63,500

ઉપર દર્શાવેલ વિવરણના આધારે :-

 • ગ્રોસ સેલેરીની ગણતરી મૂળભૂત પગાર, મકાનભાડા ભથ્થું, રજા મુસાફરી ભથ્થું અને વિશેષ ભથ્થાને ઉમેરીને 6,00,000 રૂપિયા કરવામાં આવે છે.
 • ગ્રોસ સેલેરીમાંથી પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી, વીમા પ્રીમિયમ અને બિઝનેસ ટેક્સની રકમ બાદ કરીને નેટ સેલેરીની ગણતરી કરો. જેથી નેટ સેલેરી 5,34,000 રૂપિયા થશે.
 • આ ઉદાહરણમાં થયેલ કંપનીના ખર્ચાઓ બધા લાભોનો સરવાળો છે, જેમાં કર્મચારીને ચૂકવવામાં આવતી પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઈટી અને એક વર્ષમાં વીમા પ્રીમિયમની કપાતનો સમાવેશ થાય છે. જેથી સીટીસી 6,63,500 રૂપિયા છે.
 • કર્મચારીની ગ્રોસ સેલેરીમાંથી કાપવામાં આવેલ વ્યાવસાયિક કર કંપનીના ખર્ચનો ભાગ નથી. આ એટલા માટે નથી, કારણ કે, તે કર્મચારીની ચૂકવણી છે. કંપની વ્યવસાયિક કરની ચુકવણી માટે કર્મચારીને વળતર અથવા ફાળો આપતી નથી.
 • આ એક ખૂબ જ સામાન્ય પ્રથા છેકે, કંપનીઓ કર્મચારીને ચૂકવવામાં આવતી રકમ તરીકે ઓફર લેટરમાં કંપનીને થતાં ખર્ચનો પણ ઉલ્લેખ કરે છે. જે કંપનીના ખર્ચ સાથે સંબંધિત છે, જ્યારે કર્મચારી તેની ટેક-હોમ સેલેરી જાણવા માગે છે. કેટલીકવાર કર્મચારીઓ આ રકમને નેટ ટેક-હોમ સેલેરી તરીકે ખોટુ સમજતાં હોય છે અને ઓફરનો સ્વીકાર કરતાં હોય છે.
 • એટલા માટે જ સેલેરી બાબતની બધી જ ચર્ચાઓ કરતા પહેલા આ શરતોની મૂળભૂત માહિતી હોવી જરૂર છે. તમે સીટીસી અને ગ્રોસ સેલેરી વચ્ચેનો તફાવત શીખી લીધુ છે, અને સીટીસીમાંથી ગ્રોસ સેલેરીનું ગણતરી કેવી રીતે કરવી તે પણ શીખી લીધુ છે. હવે તમે ઓફર લેટરનો સ્વીકાર કર્યા પહેલા તમારી ટેક હોમ સેલેરીની ગણતરી કરી શકેશો. તમારી સેલેરીમાં ફેરફાર અને બીજા ઘટકો વિશેની સ્પષ્ટતા કંપની સાથે કરવી, જેની હંમેશાં સલાહ આપવામાં આવે છે. તમારા પગારના જુદા-જુદા ભાગો વિષેની જાણકારી હોવાને લીધે, તમે ભવિષ્યના રોકાણ અને નિવૃત્તિ પછીના પ્લાનિંગનો યોગ્ય રીતે સારો નિર્ણય લઈ શકો છો.

વારંવાર પૂછાતા પ્રશ્ન (FAQ)

શું હું ઓનલાઈન ગ્રોસ સેલેરીની ગણતરી કરી શકું?

ઘણી વેબસાઈટ્સ તમારી ગ્રોસ સેલેરી અને નેટ સેલેરીની સરળતાથી ગણતરી કરવા માટે ઓનલાઇન ગ્રોસ સેલેરી કેલ્ક્યુલેટર આપે છે. જેમાં તમારે માત્ર થોડી મૂળભૂત વિગતો નાખવાની હોય છે, જેમકે કંપનીના ખર્ચ અને બોનસ.

શું વ્યવસાયિક કર અને આવકવેરો પણ સીટીસીનો એક ભાગ છે?

ના, વ્યવસાયિક કર અને આવકવેરો અલગથી કર્મચારી દ્વારા ચૂકવવામાં આવે છે, અને કંપની દ્વારા આપવામાં આવતો નથી. તેથી તે કંપનીનો ખર્ચ ગણાતો નથી.

આવકવેરાના નિયમો મુજબ સેલેરીમાં કપાતનો માનદંડ શું છે?

નાણાકીય વર્ષ 2020-21 માટે, આવકવેરા નિયમ મુજબ તમામ પગારદાર કર્મચારીઓની ગ્રોસ સેલેરીમાંથી 50000 ની સ્ટાન્ડર્ડ કપાત કાપવામાં આવે છે. જો કે તમે આ કપાતનો લાભ ઉઠાવી શકતાં નથી.  જો આવકવેરાની ગણતરી નવા કર સ્લેબ દરોના આધારે કરવામાં આવે, જે ઓછા કર દરની જોગવાઈ કરે છે.

સેલેરીના ક્યા આવક સ્ત્રોત પર ટેક્સની કપાત કરાઈ છે?

સ્ત્રોત પર કર કપાત(ટીડીએસ)ની ગણતરી નેટ સેલેરીની રાશી પર કરવામાં આવે છે. નેટ સેલેરીની ગણતરી ગ્રોસ સેલેરીથી બધી આવકવેરાની કપાત, વ્યવસાયક કરને બાદ કરી કરવામાં આવે છે. નાણાકીય વર્ષ માટે નક્કી કરાયેલ આવક અને તેના પર કરના આધારે ટીડીએસ કાપવામાં આવે છે.

શું મારે આવકવેરા રીટર્ન ફાઈલ કરવા માટે મારા દ્વારા ચુકવાયેલ ગ્રોસ સેલેરી, નેટ સેલેરી અને કરની ગણતરી કરવી જરૂર છે?

કંપનીઓ તેમના કર્મચારીઓને નાણાકીય વર્ષ માટે ચૂકવવામાં આવતા તમામ સેલેરી અને સેલેરીના સ્ત્રોત પર કર કપાત સાથે ફોર્મ 16 આપે છે, તેથી તમારે આવકવેરા વળતર ફાઇલ કરવા માટેની ગણતરીઓની ચિંતા કરવાની જરૂર નથી. તેમ છતાં તમે ફોર્મ 16મા આપેલી વિગતો મુજબ તમારી જાણકારી માટે તમારી સેલેરીની ફરીથી ગણતરી કરી શકો છો.

વળતર અને આનુષંગિક લાભ વચ્ચે શું તફાવત છે?

વળતર(ભથ્થું) કંપની દ્વારા કર્મચારીને તેમની નોકરી સબંધિત પ્રવૃતિઓ તેઓ સારી કરી શકે, એટલા માટે ચુકવવામાં આવતી રાશી છે. જે દર મહિને કર્મચારીને કરવામાં આવતી ચુકવણી છે. ઉદાહરણ તરીકે વાહન ભથ્થું અને મકાન ભાડા ભથ્થુ વગેરે.બીજી તરફ આનુષંગિક લાભ એ કંપની દ્વારા કર્મચારીને આપવામાં આવતાં બિન નાણાંકીય લાભો છે. ઉદાહરણ તરીકે, ફ્રિમાં રહેવાની સુવિધા, કંપની સુધી આવા-જવા માટે કારની સુવિધા વગેરે. 

Related Posts

None

સ્ત્રોત પર કર કપાતને લગતી બધી જ માહિતી


None

ઈપીએફઓ-ઈ-સેવા-કર્મચારી-પ્રોવિડન્ટ ફંડ-સંગઠન


None

સેલેરી સ્લીપ શું છે? તેનું મહત્વ શું છે? તેનું ફોર્મેટ ક્યા પ્રકારનું હોય?