સ્ત્રોત પર કર કપાત, જે નામ પરથી જ ખ્યાલ આવી જાય છેકે આવકના સ્ત્રોતમાંથી કર કપાત કરવામાં આવશે. આ એક એવી પ્રક્રિયા છે, જેના દ્વારા એક વ્યક્તિ(ચુકવણી કરનાર) ભાડુ, વ્યાજ, પગાર વગેરેની ચુકવણી બીજા વ્યક્તિને કરે છે. બીજા વ્યક્તિને આવકવેરા વિભાગ દ્વારા નક્કી કરેલ કરની ચોક્કસ ટકાવારી કાપવાની રહેશે. ચુકવનારે ટીડીએસ નક્કી કરેલ તારીખ પહેલા કેન્દ્ર સરકાર પાસે જમા કરાવવો પડશે.
તમે ચુકવણીની સ્થિતિને ધ્યાનમાં લીધા વગર ટીડીએસની ચુકવણી કરી શકો છો. રોકડ અથવા ચેક અથવા ક્રેડિટ. ચુકવણી કરનારે ચુકવેલી ટીડીએસની રકમ તેને ક્રેડિટ મેળવવા પાત્ર છે. મેળવનાર ફોર્મ 26એએસ અથવા કપાતકર્તા દ્વારા જાહેર કરેલ ટીડીએસ પ્રમાણપત્રના માધ્યમથી તે દાવો કરી શકે છે. જો કે, આવક અને કપાત કરનારાઓની વિવિધ પ્રકારને આધારે ટીડીએસ દર 1% થી લઈને 30% સુધીનો હોય છે.
ટીડીએસ શું કેમ દાખલ કરવામાં આવ્યો?
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ, આવકવેરા કાયદા 1961 હેઠળ ટીડીએસની જોગવાઈને નિયંત્રિત કરે છે. આવકવેરાના નિયમો મુજબ જોઈએ તો ટીડીએસએ પ્રત્યેક્ષ ટેક્સ છે અને એડવાન્સ ટેક્સ પણ છે. કરદાતાએ તેને આવકવેરા વિભાગ પાસે દર્શાવીને જમા કરાવવાનું રહેશે. નીચેના કારણોને આધારે ટીડીએસની રજુઆત કરવામાં આવી છે:
- આવકની પ્રાપ્તિ અને કરની વાસ્તવિક ચુકવણી વચ્ચેનો સમયગાળો ઘટાડવા માટે
- સરકારના ધનની નિયમિત પ્રવાહની ખાતરી કરવા માટે
- વ્યક્તિ અથવા તો કંપનીઓ દ્વારા કરવામાં આવતી કરચોરીની ખાતરી કરવા માટે.
- જ્યારે કરદાતા કોઈ આવક મેળવે છે, ત્યારે ચુકવણી કરવાની સંભાવનાને રજુ કરીને વર્ષના અંતે કરદાતા પર ભારે કરના બોજને ઘટાડવા.
- ટેક્સની વસુલાત કરતી એજન્સીઓનો પણ ભાર ઓછો કરવા.
પગાર અને બિન-પગાર ચુકવણી પર લાગુ સ્ત્રોત દરો પર વિવિધ કર કપાત
ચુકવણીનો પ્રકાર |
વર્તમાન ટીડીએસ દર |
પગાર |
10% |
સિક્યુરિટીઝ પર મળેલ વ્યાજ |
10% |
મ્યુચ્યુઅલ ફંડ્સથી અને કંપનીના શેરથી મળતા લાભ |
10% |
ફિક્સ ડિપોઝીટ વ્યાજ |
10% |
લોટરીમાં જીત |
30% |
ઘોડા રેસિંગમાં જીત |
30% |
વ્યક્તિગત મળતો વીમા આયોગ |
5% |
સંપતિની ખરીદી કરતી વખતે કરાતી ચુકવણી |
1% |
પ્લાન્ટ અને મશીનરી માટે ભાડુ |
2% |
નિશ્ચિત સંપતિ પર ભાડુ |
2% |
વ્યક્તિગત અથવા હિન્દુ અવિભાજિત પરિવાર દ્વારા દર મહિને 50000 રૂપિયાથી વધુ ભાડાની ચુકવણી |
5% |
20 લાખ અથવા 1 કરોડ રૂપિયાથી વધુની રોકડ ઉપાડ, જેવા કિસ્સાઓ હોય શકે |
2% |
ટીડીએસ કોણે કાપવો જોઈએ
નીચે મુજબના વ્યક્તિ કે એ વર્ગના વ્યક્તિએ ટીડીએસ કાપવો જોઈએ
- કોઈપણ વ્યક્તિ કે વર્ગના વ્યક્તિએ આવકવેરાના કાયદા હેઠળ તેના ખાતાઓની ઓડિટ કરવી જોઈએ, અને એવી કોઈપણ ચુકવણી કરતાં સમયે ટીડીએસ કાપવો જોઈએ.
- મહિને રૂપિયા 50,000થી વઘુનુ ભાડુ ચુકવનાર વ્યક્તિ કે વર્ગે 5% ટીડીએસ કાપવાનો રહે છે. તેમના ખાતાની ઓડિટ કરવામાં ના આવે તો પણ આ લાગુ પડે છે.
- દરેક નિયોક્તા નાણાંકીય વર્ષ સંબંધિત આવકવેરા સ્લેબના દરોને આધારે કર કપાત કરે છે. પરંતુ જો નિયોક્તાએ બેંકને પાન નંબર નહીં આપ્યો હોય તો બેંક 20% ના દરે ટીડીએસની કપાત કરશે.
- દરેક બેંક કે જેમા તમારૂ એફડી(ફિક્સ ડિપોઝિટ) અને આરડી(રિકરિંગ ખાતુ) ખાતુ છે, તે 10% ટીડીએસ કાપશે, જ્યારે તમે તેને પાન નંબર આપેલ હોય ત્યારે, નહીંતર પાન નંબર આપેલ ના હોવાથી બેંક 20% ટીડીએસ કાપશે.
- સાથે સાથે જો તમે બેંકને જાણ કરો છો કે, તમે આવકવેરા દર પ્રમાણે કર માટે જવાબદાર નથી, તો બેંક તમારી કોઈપણ વ્યાજની આવક પર ટીડીએસ કાપશે નહીં. તમે આ પ્રકારની માહિતી ફોર્મ 15જી અને 15એચમાં દાખલ કરી શકો છો.
- બેંકે પહેલાથી જ ટીડીએસ કાપી લીધુ હોય અને તમે સમયસર નિયોક્તાની સાથે આવકનો પુરાવો ફાઈલ કરેલ નથી તેવા કિસ્સાઓમાં તમે રિફંડ માટે પણ ફાઈલ કરી શકો છો.
ટીડીએસ પ્રમાણપત્ર શું છે?
સરકાર દ્વારા નીચે દર્શાવેલ કર કપાત પ્રમાણપત્ર જાહેર કરવામાં આવ્યું છે. ફોર્મ 16, ફોર્મ 16એ, ફોર્મ 16બી. ચુકવનારે ટીડીએસ જમા કરાવ્યા પછી આ પ્રમાણપત્ર આપે છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં પ્રમાણપત્ર આપવુ જરૂરી નથી. જ્યારે ચુકવણી કરનાર છુટછાટ કે કેટલીક કપાતનો દાવો કરે ત્યારે એવા કિસ્સાઓમાં સ્ત્રો પર કોઈપણ કર લાગતો નથી અને તેના માટે ટીડીએસ પ્રમાણપત્રની પણ જરૂર નથી.
એ સિવાયના બીજા કિસ્સાઓમાં ટીડીએસ પ્રમાણપત્ર જાહેર કરવુ જરૂરી છે. જો કપાત કરતાએ કરવામાં નિષ્ફળ રહે, તો તે જાહેર થતાં સુધીમાં પ્રતિ દિવસ 100 રૂપિયાની પેનલ્ટી માટે જવાબદાર છે. પરંતુ કાપવામાં આવતી પેનલ્ટી ટીડીએસની રકમ કરતાં વધુ હશે નહીં.
સ્ત્રોત પ્રમાણપત્ર પર વિવિધ પ્રકારના કર કપાત:-
ફોર્મ 16 :- આ પગારની ચુકવણી પર વાર્ષિક ધોરણે આપવામાં આવતું ટીડીએસનું પ્રમાણપત્ર છે. જેની જાહેર કરવાની અંતિમ તારીખ 31 મે છે. જો કોઈ કર્મચારીની કુલ કરપાત્ર આવક રૂપિયા 2,50,000 કરતાં ઓછી હોય તો નિયોક્તા ટીડીએસ કાપતો નથી. અને એટલે નિયોક્તા આ પ્રકારના કર્મચારીને ફોર્મ16 આપતાં નથી.
ફોર્મ 16A :- આ એક પ્રકારનું ટીડીએસ પ્રમાણપત્ર છે, જે પગારની ચુકવણી નહીં કરવાના કિસ્સાઓમાં આપવામાં આવે છે. ચુકવણીકાર ત્રિમાસિક ધોરણે તેને બહાર પાડે છે. ચુકવનારે તેને રિટર્ન ફાઈલ કરવાની નિશ્ચિત તારીખથી 15 દિવસની અંદર તેને જાહેર કરવાનું રહેશે. બેંકમાં સ્થિર થાપણો કરતી વખતે થાપણદાર મળેલ વ્યાજ પર બેંક તેને બહાર પાડે છે. તે વીમા પર મળેલ કમિશન ઉપર પણ બહાર પાડવામાં આવે છે.
ફોર્મ 16B :- ચુકવણી કરતાં સંપતિની લે-વેચ પર આ ટીડીએસ પ્રમાણપત્ર આપે છે. ફોર્મ 16એની જેમ, ચુકવનારે તેને રિટર્ન ફાઈલ કરવાની નિશ્ચિત તારીખથી 15 દિવસની અંદર તેને જાહેર કરવાનું રહેશે.
ફોર્મ 16C:- ચુકવણીકાર ભાડાની ચુકવણી પર કપાત માટે ફોર્મ 16સી બહાર પાડે છે. ચુકવણીકારે રિટર્ન ફાઈલ કરવાની નિશ્ચિત તારીખના 15 દિવસની અંદર આ ફોર્મ આપવુ પડે છે.
ટીડીએસ રિટર્ન ફોર્મના પ્રકાર
આવકના પ્રકાર અને કપાતકરના પ્રકારને આધારે ટીડીએસ રિટર્ન ફાઈલ કરવા માટે સરકારને વિવિધ ફોર્મ ભરવા જરૂરી છે. અહીં ટીડીએસ રિટર્નના 4 મહત્વપૂર્ણ પ્રકારો આપવામાં આવેલ છે.
ફોર્મ 24Q :- પગારની ચુકવણીમાંથી ટીડીએસ માટે આ ટીડીએસ રિટર્ન ફોર્મ છે. કપાતકર્તાએ તેને ત્રિમાસિક ફાઈલ કરવું પડે છે. જેમાં કર્મચારીના પગાર વિશેની બધી માહિતી અને નિયોક્તા દ્વારા તેના પર કાપવામાં આવેલ ટીડીએસની બધી માહિતી આપવામાં આવે છે.
ફોર્મ 26Q :- આ ટીડીએસ રિટર્ન ફોર્મ ટીડીએસ માટેની ચુકવણીનું એક વિવરણ છે, જેમા ડિવિડન્ટ સિક્યોરિટીઝ, સિક્યોરિટીઝ પર વ્યાજ, વ્યવસાયિક ફી અથવા સંચાલકના પગાર જેવી અન્ય બાબતો. કપાતકર્તાએ તેને દર 3 મહિને ફાઈલ કરવુ પડશે.
ફોર્મ 27Q :- જ્યારે ડિવિડન્ટ, બોનસ, વ્યાજ અથવા અન્ય કોઈ ચુકવણીની રકમ વિદેશી અથવા એનઆરઆઈને ચુકવણી થાય ત્યારે ટીડીએસ રિટર્ન ફોર્મ ભરવુ ફરજીયાત છે. બીજા શબ્દોમાં કહીએ તો ચુકવણી કરનાર વિદેશી લોકો અને બિન ભારતીય માટે આ વળતર ફાઈલ કરે છે.
ફોર્મ 27EQ :- આ ફોર્મ સ્ત્રોત પરના કર માટેનું વિવરણ છે. નામ સૂચવે છે, તે મુજબ સ્રોત પર કર વસૂલવામાં આવે છે, જે વેચનાર દ્વારા એકત્રિત કર છે. કલેક્ટરે દર ક્વાર્ટરમાં તેને સબમિટ કરવાનો રહે છે.
ટીડીએસની ચુકવણી માટેની નિશ્ચિત તારીખ
- જ્યારે તમે સ્ત્રોત પર કર કપાતની ચુકવણી કરો છો અથવા ચલણ વગર તેને જમા કરો છો, ત્યારે તમારે ચુકવણીની તારીખે જ ટીડીએસ જમા કરવો પડશે.
- જ્યારે તમે સ્ત્રોત પર કપાત કરની ચુકવણી કરો છો અથવા તેને ચલણ સાથે સબમિટ કરો છો, ત્યારે તમારે તે પછીના મહિનાની 7મી તારીખે અથવા તે પહેલા ટીડીએસ જમા કરાવો પડે.
નાણાકીય વર્ષ 2020-21 માટે ટીડીએસ રિટર્ન ફાઇલ કરવું
ક્વાર્ટરનો સમયગાળો |
ફાઈલ કરવા માટેની નિશ્ચિત તારીખ |
એપ્રિલ થી જુન |
31 માર્ચ |
જુલાઈ થી સપ્ટેમ્બર |
31 માર્ચ |
ઓક્ટોમ્બર થી ડિસેમ્બર |
31 ડિસેમ્બર |
જાન્યુઆરી થી માર્ચ સુધી |
31 મે |
ઈલેક્ટ્રોનિક રીતે રિટર્ન ફાઈલ કરવા માટે કોણ જવાબદાર છે?
નીચે દર્શાવેલને ક્વાર્ટરના આધારે ઈલેક્ટ્રોનિક રીતે સ્ત્રોત પર કર કપાત ફાઈલ કરવુ ફરજિયાત છે:
- એવા નક્કી કરેલ ખાતાઓ જેની ઓડિટ કલમ 44એબી અંતર્ગત કરવામાં આવે છે.
- સરકારી કર્મચારી
- કંપનીઓ
ટીડીએસ રિટર્ન ફાઈલ કરતાં સમયે ધ્યાન પર રાખવા લાયક બાબતો
- ઈ- ફાયલિંગ માટે ખાતરી કરો કે તમારી પાસે માન્ય અને રજિસ્ટર્ડ કર કપાત અને સંગ્રહ એકાઉન્ટ નંબર(TAN) છે. તમારે તેને ફોર્મ 27એમાં ફાઈલ કરવાની જરૂર છે.
- કંપનીઓ અને સરકાર સાથે સંકળાયેલે ઈલેક્ટ્રોનિક રીતે પોતાનો ટીડીએસ રિટર્ન કરવો ફરજિયાત છે. જો કે એ સિવાયના પણ કપાતકર્તાએ પ્રત્યક્ષ કે ઈલેક્ટ્રોનિક રીતે ફાઈલ કરી શકે છે.
- ઈ- ફાયલિંગ પોર્ટલ પર તમારૂ રિટર્ન અપલોડ કરવા માટે તમારે માન્ય હસ્તાક્ષરની જરૂર પડે છે. ઈ-રિટર્ન આવકવેરા વિભાગ અને એનએસડીએલ(નેશનલ સેક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ) દ્વારા પુરા પાડવામાં આવતાં ઈલેક્ટ્રોનિક ફોર્મેટમાં હોવુ જોઈએ. આ ફોર્મેટનું પાલન કરવુ હિતાવહ છે. કારણ કે તે વધુ સારી કાર્યક્ષમતા અને સુસંગતતા આપે છે.
- ઈ-ટીડીએસ રિટર્ન ફાઈલ કરતી વખતે 7 આંકડા વાળા બેંક શાખાના કોડનો ઉલ્લેખ કરવો જોઈએ.
- અધિકૃત સહી દ્વારા ફોર્મ 27એ સબમિટ કરો. ફોર્મ 27એ જનરેટ કરવા માટે તમે ફાઈલ વેલિડેશન યુટિલિટીનો ઉપયોગ કરી શકો છો. જ્યારે પણ કોઈ ભુલ થાય ત્યારે ફાઈલ વેલિડેશન તમને નોટિફિકેશનથી સુચિત કરશે. તમે ટિન- એનએસડીએલ વેબસાઈટ પરથી ફાઈલ વેલિડેશન યુટિલિટિને ડાઉનલોડ કરી શકો છો.
- સામાન્ય રીતે, તમે કપાતકર્તા અને કપાત કરનારના પાન, સરકારને ચુકવણી કરવામાં માટે કરની રકમ અને સ્ત્રોત પર કર કપાતની વિવરણ સાથે રિટર્ન ફાઈલ કરીએ છીએ. જો કે તમારે ઈ-ટીડીએસ રિટર્ન સાથે બેંક ચલણ અથવા ટીડીએસ પ્રમાણપત્રની નકલ ફાઈલ કરવાની જરૂર નથી.
- જ્યારે ઈ-રિટર્ન ફરજિયાત નથી, તો એસેસમેન્ટ હંમેશા દેશભરમાં ઉપલબ્ધ વિવિધ એનએસડીએલ માન્ય ટીએન-એફસી પર ટીડીએસ રિટર્ન ફાઈલ કરી શકાય છે.
- જ્યારે તમે ટીડીએસ ફોર્મ ભરી રહ્યા છો, તો એકવાર ખાતરી કરી લેવી કે, ફોર્મમાં બીજુ કાંઈ પણ લખ્યુ ના હોય અને તે ક્લીન હોય.
- જો રિટર્ન ઈલેક્ટ્રોનિક રીતે ફાઈલ કરવામા આવે તો, તમે સીધા ટીએન- એનએસડીએલની વેબસાઈટ પર ફાઈલ કરી શકો છો. જેમાં તમારે ડિજિટલ સહી સાથે રિટર્ન ફાઈલ કરવાનું રહેશે.
- એકવાર ચેક કરી લેવુ કે, જે ટીડીએસ ફાઈલનું ફોર્મેટ પસંદ કરવામાં આવ્યું છે, તે ફાઈલનું એક્ટેંશન ‘txt’ હોય. ઈ-રિટર્ન ફાઈલ કરતા સમયે તમારી પાસે ક્લિયર ટેક્સ્ટ ફોર્મેટ હોવુ જોઈએ. એમએસ એક્સેલ અથવા ટેલી અથવા એનએસડીએલની વેબસાઈટ પર અન્ય કોઈ સોફ્ટવેર ઈ-રિટર્ન ફાઈલ કરવા.
- રિટર્ન સબમિટ કરતી વખતે બધી જ માહિતીને બે વખત તપાસી લેવી અને જરૂરી દસ્તાવેજ યોગ્ય રીતે અપલોડ કરવા જોઈએ.
- જ્યારે રિટર્ન સ્વીકારવામાં ન આવે તેવા કિસ્સાઓમાં આવકવેરા વિભાગ અસ્વીકારના કારણ સાથેનો મેમો જાહેર કરે છે.
વધુ વાંચો : ચાલો આપણે આજે જાણીએ ઈપીએફઓ-ઈ-સેવા વિશે
ટીડીએસ રિટર્નમાં વિલંબ અને ફાઈલ ન કરવા પર દંડ
ટીડીએસ રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ
વિલંબ થવો એટલે નક્કી કરાયેલ તારીખ સુધીમાં સ્ત્રોત પર કપાત કરની ચુકવણી ન થવી. ડિફોલ્ટમાં ચાલુ રાખવા માટે કરદાતાને પેનલ્ટીના પ્રત્યેક દિવસના 200 રૂપિયા દંડ આપવો પડશે. જો કે આ દંડ ટીડીએસની રકમ કરતા વધુ નહી હોય.
કંપની દ્વારા ટીડીએસ કાપવામાં વિલંબ
જો કોઈ કંપની ટીડીએસ રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ કરે છે, તો કપાતની તારીખથી ટીડીએસ જમા કરવાની તારીખ સુધી દર મહિને 1% ના વ્યાજ આપવુ પડશે.
ટીડીએસ રિટર્ન ફાઈલ કરતી વખતે અથવા ફાઈલ ન કરતા સમયે ખોટી માહિતી
જો કરદાતા રિટર્ન ફાઈલ કરવાની નિશ્ચિત તારીખથી એક વર્ષ પછી પણ સ્ત્રોત પર કપાત કરવેરાનું રિટર્ન ફાઈલ નથી કરતો અથવા ખોટી માહિતી આપે છે, તો કરદાતા દંડ માટે જવાબદાર છે. જેનો દંડ ઓછામાં ઓછો 10,000 અને વધુમાં વધુ 1,00,000 રૂપિયા છે.
સમયસર ટીડીએસ ભરવામાં નિષ્ફળતા
જો કોઈ કંપની ટીડીએસની કપાત કરી છે, પરંતુ નિશ્ચિત તારીખ પહેલા તેની ચુકવણી કરી નથી. ત્યારે ટીડીએસ પર વ્યાજ લાગે છે. જે તારીખથી તેણે ટીડીએસની કપાત કરી છે એ તારીખથી, ચુકવણી કરવાની તારીખ સુધી દર મહિને 1.5% જેટલુ વ્યાજ ચુકવવા માટે જવાબદાર છે.
ટીડીએસ રિફંડ
સામાન્ય રીતે વાસ્તવિક કર સ્ત્રોત પર કર કપાત કરતા વધુ હોય છે, ત્યારે કરદાતાએ બાકીની રકમની ચુકવણી કરવાની હોય છે. પરંતુ જ્યારે વાસ્તવિક કર સ્ત્રોત કર કરતાં ઓછો હોય ત્યારે તે સ્ત્રોત પર કપાત કરવા માટે જવાબદાર છે. આવકવેરા વિભાગ કરદાતાને આ પ્રકારના વધારાના કરની કપાતને 3 થી 6 મહિનાની વચ્ચે પરત કરે છે. જે કરદાતાએ આવકવેરા રિટર્ન ફર્યુ છેકે નહીં તેના પર નિર્ભર કરે છે.
આ પ્રકારના ટીડીએસ રિફંડની સ્વીકૃત્તિ કરદાતાના રજિસ્ટર્ડ મેઈલ આઈડી પર પણ મોકલવામાં આવે છે. જો કરદાતાને તેની કોઈ આવી ખાતરી ના મળે તો તે ઈન્કમટેક્સ સાઈટની મુલાકાત લઈ શકે છે અને રિફંડ માટે ફાઈલ કરવા અથવા રિફંડની સ્થિતિની જાણકારી મેળવવા તેના પાનનો ઉપયોગ કરી શકે છે. એ સિવાય કરદાતા 3 થી 6 મહિનાની અંદર ટીડીએસ રિફંડ ના મળે તો, આવકવેરા વિભાગે તેની રિફંડની રકમ પર પ્રતિ વર્ષ 6% વ્યાજ ચુકવવુ પડશે. પરંતુ જો વાસ્તવિક કર 10% થી ઓછો હોય તો વ્યાજ ચુકવવુ પડશે નહીં.
નિષ્કર્ષ
સ્ત્રોત પર કર કપાતએ સરકાર માટે માત્ર આવકને ઉભી કરવા માટે જ ફાયદો કરતું નથી, પરંતુ કરદાતાઓ માટે ફાયદાકારક છે. કોઈપણ કરદાતાએ એક કે બીજી રીતે કરની ચુકવણી કરવી પડે છે. ટીડીએસની શરૂઆતએ કરદાતા માટે સરળ સુવિધા બની ગઈ છે.
વારંવાર પુછાતા પ્રશ્નો
1. શું ટીડીએસની રિટર્ન ફાઈલ કરતાં સમયે કરદાતા અને કરની કપાત કરનાર બંને માટે પાન ફરજિયાત છે?
હા સ્ત્રોત પર કપાત કરનુ રિટર્ન ફાઈલ કરતી વખતે બંનેના પાન ફરજિયાત છે.
2. ટીડીએસ રિટર્ન ફાઈલ કરી દીધા પછી શું તેમા સુધારો કરી શકાય?
હા તમે જરૂરી સુધારા-વધારા સી1 અને સી5 ફોર્મની મદદથી ટીડીએસ રિટર્ન સુધારી શકો છો.
3. હું કેટલીવાર સુધારેલ ટીડીએસ રિટર્ન ફાઈલ કરી શકું છું?
તમે કોઈપણ નવા ફેરફાર, સુધારા-વધારા ઘણી બધી વખત ટીડીએસ ફાઈલ કરીને કરી શકો છો. પરંતુ તમારે તેનુ ધ્યાન રાખવુ પડશે કે, તમે સુધારેલ રિટર્ન ત્યારે જ ફાઈલ કરી શકશો, જ્યારે તમે મુળ રિટર્ન ફાઈલ કરેલ હશે.
4. શું હું ઓનલાઈન ફાઈલ કરેલ ટીડીએસ રિટર્નની ચકાસણી કરી શકું?
હા, કોઈપણ વ્યક્તિ એનએસડીએલ વેબસાઈટનો ઉપયોગ કરી શકે છે. અને પાન અથવા ટોકન નંબરની આપીને તમે ટીડીએસ રિટર્નની સ્થિતીની ચકાસણી કરી શકો છો.
5. શું મારે ઈ-ટીડીએસ રિટર્ન ફાઈલ કરતા વખતે કોઈ ફી ચુકવવાની રહેશે?
હા તમારા ટીડીએસ રિટર્નના રેકોર્ડની સંખ્યાને આધારે તમારે તમારા ઈ-ટીડીએસ રિટર્ન પર ફી ચુકવવી પડશે. વધુ વિગતો નીચે ટેબલમાં આપેલ છે.
ઈ-ટીડીએસ/ટીસીએસ રિટર્નમાં કપાત રેકોર્ડની સંખ્યા |
અપલોડ ફી(જીએસટીને છોડીને)*જીએસટી લાગુ સમયે |
100 જેટલા રેકોર્ડ પર રિટર્ન |
રૂપિયા 42.37 |
101 થી 1000 સુધી રેકોર્ડવાળા રિટર્ન |
રૂપિયા 178.00 |
1000થી વઘુ રેકોર્ડ ધરાવતા પર રિટર્ન |
રૂપિયા 578.50 |
*જીએસટીના અમલીકરણ મુજબ