written by Khatabook | July 15, 2021

ઈપીએફઓ-ઈ-સેવા-કર્મચારી-પ્રોવિડન્ટ ફંડ-સંગઠન

×

Table of Content


ઈપીએફઓ ઈ-સેવા કર્મચારી પ્રોવિડન્ટ ફંડ સંગઠન

તમે શું એક પગારદાર કર્મચારી છો? અને તમારે ઈપીએફઓ સંબંધિત પ્રશ્નો છે? અહીં તમને ઈપીએફઓની ઈ-સેવાને વિસ્તારથી સમજાવવામાં આવશે, જે તમારી દરેક મુજવણીને દર કરશે. ઈપીએફઓ ઈ-સેવા પોર્ટલ એક એવુ પ્લેટફોર્મ છેકે, જેનાથી તમે તમારી પ્રોવિડન્ટ ફંડનું સરળતાથી સંચાલન કરી શકો છો. 

વ્યાખ્યા:

ઈપીએફ: કોઈપણ કર્મચારીનું પ્રોવિડન્ટ ફંડએ તેમને નોકરીમાંથી નિવૃત્ત થયા પછી મળતાં લાભની યોજનાઓમાંથી એક છે. કર્મચારી પ્રોવિડન્ટ ફંડનું યોગદાન કર્મચારીની મૂળ સેલેરીના 12% હોય છે. નાણાકીય વર્ષ 2020-21 માટે કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ માટે લાગુ પડતા વ્યાજનો દર 8.5% છે. 

ઈપીએફઓ:

ઈપીએફઓ કર્મચારી પ્રોવિડન્ટ ફંડ સંગઠનને સંબંધિત છે. જે સરકાર દ્વારા બનાવવામાં આવેલ કાનુની સંસ્થા છે. જેની શરૂઆત 1951માં કરવામાં આવી હતી અને તે શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. ઈપીએફએ લોકોને નિવૃત્તિ સમયે બચત કરવા માટે પ્રેરિત કરે છે. 

કર્મચારી પ્રોવિડન્ટ ફંડનું સંચાલન સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવે છે. જે મુખ્યત્વે 3 યોજનાઓ હેઠળ કાર્ય કરે છે. જે યોજના છે - 

1. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ યોજના

2. કર્મચારી પેન્સન યોજના

3. કર્મચારી જમા વીમા યોજના

ઈપીએફઓએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કાર્ય કરતી સંસ્થા છે.

ઈપીએફઓ ઈ-સેવા 

ઈ-સેવા પોર્ટલ 

ઈ-સેવા પોર્ટલએ ઓનલાઈન પોર્ટલ છે, જે કર્મચારી પ્રોવિડન્ટ ફંડની વિનંતી માટે છે. આ પોર્ટલની મદદથી તમે ઈપીએફઓની ઓફિસે રૂબરૂ જોઈ શકતાં નથી પણ ઓનલાઈન તેનો ઉપયોગ કરી શકો છો. જ્યાં તમે અન્ય સુવિધાઓ સાથે યોગદાન વિશેની બધી જ વિગતો મેળવી શકો છો.  

સંસ્થા નોંધણી માટેની પ્રારંભિક મર્યાદા

પ્રોવિડન્ટ ફંડ નિયમ મુજબ, 20થી વધુ કર્મચારીઓવાળી સંસ્થાઓએ ઈપીએફઓમાં નોંધણી કરાવવી જરૂરી છે. 

નોંધણી કરવા માટેના સ્ટેપ્સ 

1. નિયોક્તાએ તેની સંસ્થાને ઈપીએફઓ ઈ-સેવા પોર્ટલ પર નોંધણી કરવી જોઈએ.

2. ઈપીએફઓ ઈ-સેવા પોર્ટલમાં નિયોક્તાએ લોગ-ઈન કરવા માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સિસ્ટમ જનરેટ કરેલ યુઝર નેમ અને પાસવર્ડ મોકલશે. આ કામચલાઉ યુઝરનેમ અને પાસવર્ડથી તમે લોગિન કરો અને તમારી કાયમી વપરાશકર્તા ID અને પાસવર્ડ સેટ કરો.

3. તેના પછી બધી જ જરૂરી માહિતી આપવી ત્યારબાદ ઓળખ, સરનામાનો પુરાવો અને અન્ય વિગતો ભરવી.

4. ત્યારબાદ તમે તમારી અરજીને સબમિટ કરો. સામાન્ય રીતે તમારી અરજી પર પ્રક્રિયા કરવા માટે એક અઠવાડિયાનો સમય લાગતો હોય છે.

5. એકવાર જ્યારે તમારી અરજી પ્રક્રિયા પુરી થઈ જાય અને તે માન્ય ગણાય જાય, પછી તમે તમારૂ રિટર્ન ફાઈલ કરવાનું શરૂ કરી શકો છો.

ઓનલાઈન નોંધણી કરવાના ફાયદાઓ

1. આ પ્રક્રિયા કરવા માટે કોઈપણ પેપરવર્ક કરવાની જરૂર પડતી નથી. આપેલ માહિતીને હાર્ડકોપીમાં બતાવીને ચેક કરવાની જરૂર રહેતી નથી, બધુ ઓનલાઈન અપલોડ કરવામાં આવે છે. જેનાથી તમારો સમય બચે છે. 

2. એક ઓનલાઈન સરળ ચુકવણી પ્રક્રિયા ઝડપથી ચુકવણી કરવામાં મદદરૂપ થાય છે. એ સિવાય તમે જે ચુકવણી કરો છો, તેની એસએમએસ દ્વારા પુષ્ટિ પણ કરવામાં આવે છે.

3. આ પ્રક્રિયા દ્વારા ઓનલાઈન ડેટાની ચકાસણી થઈ શકે છે. જે તે સમયે તે મદદરૂપ થઈ શકે છે. 

ઈપીએફઓ ઈ-સેવાનો ઉપયોગ

1. નોંધણીની પ્રક્રિયા પુરી થયા પછી, નિયોક્તા તેનું ઈલેક્ટ્રોનિક રિટર્ન અપલોડ કરી શકે છે.

2. નિયોક્તા દ્વારા અપલોડ કરવામાં આવેલ રિટર્નમાં ડિજિટલ સહી બતાવવામાં આવશે. અને સાથે તમે તેને પીડીએફ ફોર્મેટમાં સાચવી શકો છો. એક તમારા રેકોર્ડ માટે તેની હાર્ડ કોપી પણ કાઢી શકો છો.

3. એકવાર મંજુરી મળી ગયા બાદ, અપલોડ કરેલ રિટર્નના આધારે સ્ક્રીન પર એક ચલણ દેખાશે. 

4. નિયોક્તા ઈન્ટરનેટ બેકિંગની મદદથી તેની ચુકવણી કરી શકે છે. આ સિવાય ચલણની હાર્ડ કોપી કાઢીને બેંકમાં ચુકવણી કરવાનો વિકલ્પ પણ તમને મળે છે.

5. નિયોક્તાના સંદર્ભે અને દસ્તાવેજીકરણ માટે નિયોક્તાએ ચલણની એક હાર્ડ કોપી અને એક સોફ્ટ કોપી બંને રાખવી જોઈએ.

ઈ-રિટર્ન ટુલ ડાઉનલોડ કરવા માટેના સ્ટેપ્સ

1. ઈપીએફઓની વેબસાઈટ પર જાઓ.

2. ઈ-રિટર્ન સેક્શન પર જાઓ.

3. વિન્ડોઝ ઈન્ટોલર 3_5 જેવા જરૂરી કમ્પોનન્ટ ડાઉનલોડ કરો.

4. તમે વિવિધ સંસ્કરણોના 2 ટૂલ્સને ડાઉનલોડની લિંક જોઈ શકો છો. તમને જરૂરી લિંક પર ક્લિક કરીને તેને ડાઉનલોડ કરી શકો છો. 

5. ઉપર તમને સહાયક ફાઈલો અને સુચનાઓ હેઠળ, તમે ઈન્ટોલેશન અને અન્ય વારંવાર પુછાતા પ્રશ્નો માટે તમારી વપરાશકર્તા માર્ગદર્શન સુચનાઓ મેળવી શકો છો.

ઈ-ચલણ તૈયાર કરવાના સ્ટેપ્સ 

1. ઈ-સેવા પોર્ટલમાં લોગ-ઈન કરો.

2. તમારે ઈસીઆર અપલોડ કરવાનો વિકલ્પ પસંદ કરવો જોઈએ અને જનરેટ થયેલ ઈસીઆર અપલોડ કરવો જોઈએ. તમારે તેને મહિના અને વર્ષની ચકાસણી કરવી જોઈએ, કે જેના માટે ઈસીઆર અપલોડ કરવામાં આવ્યું છે.

3. ટેકસ્ટ ફાઈલને અપલોડ કર્યા બાદ સ્ક્રીન પર એક સમર્રી પેજ દેખાતુ જોવા મળશે. જેમાં કુલ ઈપીએફ નિરીક્ષણ ફી, કુલ ઈડીએલઆઈ યોગદાન અને નિરીક્ષણ માટે અલગ ફી દાખલ કરો. સામાન્ય રીતે 12% યોગદાનનો દર તેમા લાગુ પડે છે. પણ જો એ તમારી સંસ્થાને લાગુ પડે છે તો તમે તેને 10 % બદલી શકો છો. અને અંતે તમારા ઈસીઆરને સબમિટ કરો.

4. સાઈટ સ્ક્રીન પર ડિજિટલ સહી કરેલી ફાઈલ જોવા મળશે. તમારે એક એસએમએસની રાહ જોવી જોઈએ અને તેના પછી તમારે અપલોડ કરેલ ઈસીઆર ફાઈલની સાથે પીડીએફના ડેટાને ક્રોસ-ચેક કરવું જોઈએ.

5. ત્યારબાદ તમારે પીડીએફને પાસ કરી ચલણને તૈયાર કરવા માટે અપ્રૂવ બટનને ક્લિક કરવાનું રહેશે.

6. એકવાર ઈસીઆરની મંજુરી મળી જાય પછી વેબસાઈટ કામચલાઉ રિટર્ન રેફરાન્સ નંબર જનરેટ કરશે. જે ચલણની ફાઈલ અને સ્ક્રીન પર સ્વીકૃતિની પહોંચ બતાવશે. 

7. તમે ડાઉનલોડ વિકલ્પ પસંદ કરીને ચલણની પહોંચને ડાઉનલોડ કરી શકો છો. 

8. તમે ડાઉનલોડ કરેલ ચલણને ટીઆરઆરએન નંબરની સાથે પ્રિન્ટ કરો. 

9. માત્ર ઈન્સ્ટોલેશનના ઉપયોગ માટેના શીર્ષક હેઠળ વિગતોને મેન્યુઅલી અપલોડ કરો. 

10. તમે એસબીઆઈના ઓનલાઈન પોર્ટલની મદદથી ભારતીય સ્ટેટ બેંકમાં ઓનલાઈન ચુકવણી કરી શકો છો. તમે ડિમાન્ટ ડ્રાફ્ટ કે ચેકના માધ્યમથી પણ ચુકવણી કરી શકો છો. જે તમારે નિયમિત બેંકની શાખામાં જમા કરાવવુ જોઈએ.

11. એકવાર ચેકની ખાતરી થયા પછી ઈપીએફઓ તમને એક એસએમએસ મોકલશે. એક મહિનાની ઈસીઆરની ફાઈલિંગની પ્રક્રિયા અહીં પુરી થાય છે.

ઈલેક્ટ્રોનિક ચલણ કમ રિટર્ન (ઈસીઆર) તૈયારી કરવા માટે નીચેની પૂર્વ શરતો છે: 

1. નિયોક્તાએ પહેલેથી જ નિયોક્તા ઈ-સેવા પોર્ટલ પર સંસ્થાની નોંધણી કરવી જોઈએ.

2. તેઓએ ઈસીઆરને ડાઉનલોડ કર્યું છે.

3. પ્રક્રિયા વિશે સચોટ ખ્યાલ મેળવવા માટે નિયોક્તાએ વેબસાઈટ પર આપેલા પ્રશ્નો સાથે પરિચિત હોવા જોઈએ.

એન્ડ્રોઈડ એપ માટે યુએએન સભ્યની ઈ-સેવા:

1. યુનિવર્સલ એકાઉન્ટ નંબર(યુએએન),બાર આંકડાનો નંબર, ભારતના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે. જે ઈપીએફઓના તમામ સભ્યોને આપવામાં આવે છે. જેનાથી તેઓ સરળતાથી પીએફ એકાઉન્ટનું સંચાલન કરી શકે છે. 

2.  યુએએનએ દરેક વ્યક્તિગત લાભાર્થી માટે કર્મચારી પ્રોવિડન્ટ ફંડ(ઈપીએફ) તરીકે ઓળખાતી યોજના દ્વારા ફાળવવામાં આવે છે. જે વ્યક્તિ પગારદાર કર્મચારી છે અને ફરજિયાત યોગદાન આપવા માંગે છે તે ઈપીએફના સભ્યો બની શકે છે. 

3. યુએએન લોગિંન પોર્ટલ એક એવુ પ્લેટફોર્મ છે, જેની મદદથી કોઈપણ કર્મચારી તેના બધા જ પીએફ એકાઉન્ટ સાથે જોડાઈ રહે છે અને તેનું સંચાલન કરી શકે છે. પોર્ટલ પર ઈપીએફ સભ્યો માટે કેવાયસીની વિગતો, યુએન કાર્ડ અને સર્વિસ રેકોર્ડ જેવી વિવિધ વિગતો ઉપલબ્ધ હોય છે. ઈપીએફની ઈ-સેવાની મદદથી સભ્યોને પ્રોવિડન્ટ ફંડને લઈને બધી જ પ્રક્રિયા સરળ થઈ બની ગઈ છે. 

કર્મચારી માટે યુએએન સભ્ય પોર્ટલ 

1. સૌથી પહેલા તમારૂ યુએએન સક્રિય હોવુ જરૂરી છે. યુએએનને સક્રિય કરવા માટે તમારે ઈપીએફ સભ્ય પોર્ટલ ઓપન કરવાની જરૂર છે. અને ત્યારબાદ એક્ટિવેટ યુએએન વિકલ્પ પસંદ કરો. તમારૂ યુએએન, આધાર કાર્ડ નંબર,પાનકાર્ડ નંબર, સભ્ય આઈડી, મોબાઈલ નંબર,નામ ઈમેઈલ અને જન્મતારીખ વિશેની બધી જ માહિતી આપો. 

  2. ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પિન મેળવવા માટે ગેટ ઓથોરાઈઝેશન પિન પર ક્લિક કરો. ચકાસણી કરવા માટે તમે નોંધણી કરેલ મોબાઈલ નંબર પર મળેલ પિનને દાખલ કરો. 

3. અંતે યુએએન પોર્ટલ માટે તમારૂ વપરાશકર્તા નામ અને પાસવર્ડ બનાવો.

કર્મચારીઓ માટે યુએએન સભ્ય પોર્ટલ પર લોગ-ઈન કરવા માટે નીચે દર્શાવેલ સ્ટેપ જુઓ

1. ઈપીએફઓની વેબસાઈટ પર જાઓ.

2. અમારી સેવાઓ પર ક્લિક કરો અને પછી કર્મચારીઓ માટેના વિકલ્પને પસંદ કરો.

3. ત્યારબાદ સભ્ય યુએએન ઓનલાઈન સેવાઓ પર જાઓ.

4. રીડાયરેક્ટ પર યુએએન, પીએફ સભ્ય આઈડી, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જેવી જરૂરી માહિતી દાખલ કરો. 

5. આપેલ કેપ્ચાને ભરો.

6. ગેટ ઓથોરાઝેશન પિન પર ક્લિક કરો. 

7. હું સંમત છું પર ક્લિક કરો અને ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલ ઓટીપી દાખલ કરો.

8. હવે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મળેલ પાસવર્ડ દાખલ કરીને, તમે પોર્ટલ પર એક્સેસ કરી શકો છો. 

નિયોક્તા માટે યુએએન સભ્ય પોર્ટલ 

નિયોક્તા માટે ઈપીએફઓ પોર્ટલમાં લોગ-ઈન કરવુ કર્મચારી લોગ-ઈનની જેમજ સરખુ હોય છે. નિયોક્તા માટે યુએન સભ્ય પોર્ટલ પર લોગ-ઈન કરવાના સ્ટેપ નીચે આપેલ છે:

1. સૌથી પહેલા નિયોક્તાએ ઈપીએફઓની વેબસાઈટ ઓપન કરવી જોઈએ.

2. ઈપીએફઓ નિયોક્તા લોગ-ઈન પર ક્લિક કરો. પેજની જમણી બાજુએ સાઈન-ઈન કરવાનો વિકલ્પ બતાવશે.

3. ત્યારબાદ વપરાકર્તા નામ અને પાસવર્ડનો ઉપયોગ કરીને સાઈન ઈન કરો. 

4. જે પછી નિયોક્તા ઈપીએફઓ પોર્ટલના બીજા પેજ પર મોલવામાં આવશે. જ્યાં નિયોક્તાએ કેવાયસી વિગતો દાખલ કરવી જોઈએ.

યુએએન સભ્ય પોર્ટલ પર નોંધણી કેવી રીતે કરવી

યુએએન લોગ-ઈન પોર્ટલમાં લોગ-ઈન કરવા માટે તમારા યુએનને સક્રિય કરવા માટે નીચે દર્શાવેલ સ્ટેપ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

1. સૌથી પહેલા તમારે ઈપીએફ સભ્ય પોર્ટલ ઓપન કરવું જોઈએ.

2. અગત્યની લિંક્સ વિભાગમાં એક્ટિવેટ યુએએન વિકલ્પ પર ક્લિક કરો.

3. જે પછી બધી જ જરૂરી વિગતો ભરીને સબમિટ કરો અને ગેટ ઓથોરાઈઝેશન પિન પર ક્લિક કરો. 

4. ઈપીએફઓ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પિન મોકલશે.

5. તમારૂ યુએનએ એકાઉન્ટ સક્રિય કરવા માટે તમારે પિન દાખલ કરવો જોઈએ.

6. જે પછી ઈપીએફઓ પાસવર્ડ બનાવવા માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક એસએમએસ મોકલશે.

7. દરેક લોગ-ઈન સત્ર પુરી થયા પછી તમને પાસવર્ડ બદલવાની ભલામણ કરવામાં આવશે.

તમારું યુએએન સ્થિતિ જાણો

હાલમાં ઈપીએફ એકાઉન્ટ ધરાવતાં કર્મચારીની યુએન સ્થિતિ જાણવા માટે નીચે સ્ટેપ્સ આપેલ છે: 

1. www.epfoesewa.com વેબસાઈટ પર જાઓ.

2. તમારી સ્થિતી જાણોના વિકલ્પ પર ક્લિક કરો.

3. જે પછી સભ્ય આઈડી, પીએફ નંબર, પાન કાર્ડ, આધાર કાર્ડ વગેરે જેવી તમામ જરૂરી વિગતો દાખલ કરો.

4. સભ્ય આઈડી પર ક્લિક કરી રાજ્ય અને હાલની ઓફિસ અને સભ્ય આઈડી જેવી જરૂરી વિગતો ભરી તમારી સેલેરી સ્લીપમાં ઉલ્લેખ કરો. 

5. તમારૂ નામ, મોબાઈલ નંબર, જન્મ તારીખ અને અન્ય જરૂરી વિગતોને સબમિટ કરવાની જરૂર છે. ત્યારબાદ તમારે આપેલ કેપ્ચાને દાખલ કરવાનો રહેશે.

6. ગેટ ઓથોરાઈઝેશન પિન પર ક્લિક કરો.

7. ઓટીપી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. પછી તમારે ઓટીપી દાખલ કરી અને વેલિડ ઓટીપી પર ક્લીક કરો, જે પછી તમારો યુએએન નંબર તમને મળી જશે.

8. ઈપીએફઓ તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર તમારો યુએએન નંબર અને તેનું હાલનું સ્ટેટસ મોકલશે.

યુએએન સભ્ય પોર્ટલ પર પાસવર્ડ ફરીથી સેટ કેવી રીતે કરવો 

યુએએન સભ્ય પોર્ટલ પર પાસવર્ડ ફરીથી સેટ કરવા માટે નીચેના સ્ટેપ્સ દર્શાવેલ છે:

1. લોગ-ઈન પેજ પર જાઓ અને પાસવર્ડ ભુલાઈ ગયો છે તેના પર ક્લિક કરો. 

2. તમારો યુએએન નંબર સબમિટ કરો અને કેપ્ચાને દાખલ કરો.

3. સેન્ડ ઓટીપી પર ક્લિક કરો, પછી જ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે.

4. ઓટીપીને દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.

5. હવે તમે તમારો પાસવર્ડ ફરીથી સેટ કરી શકો છો.

નિયોક્તા માટે ઈ-સેવા પોર્ટલનો ઉપયોગ કરવાના ફાયદા

ઈપીએફ ઈ-સેવાના પોર્ટલમાં આ લાભોનો સમાવેશ થાય  છે:

1.નિયોક્તાને પેપર રિટર્ન નહીં કરવાનો વિકલ્પ મળે છે.

2. ફોર્મ 5/10/12A, 3A અને 6A હેઠળના અન્ય વળતર હવે સબમિટ કરવાની જરૂર નથી.

3. એકવાર ચુકવણી થઈ ગયા પછી ઈપીએફઓ એસએમએસ દ્વારા કોઈપણ મુશ્કેલી વિના પૃષ્ઠી થયેલ મોકલશે.

4. ઈપીએફનો ફાળો દર મહિને સભ્યના ખાતામાં જમા કરવામાં આવશે.

વારંવાર પુછાતા પ્રશ્નો(FAQ)

1. જો કોઈ નિયોક્તાએ ઈપીએફઓ ઈ-સેવા પર નોંધણી નહીં કરેલ હોય તો શું થશે?

ઈ-ચલણનું ઓનલાઈન જનરેશન ત્યારે જ શક્ય બનશે જ્યારે નિયોક્તાએ તેની સંસ્થાની નોંધણી કરી હશે. વપરાશકર્તા નામ અને પાસવર્ડ બનાવીને, તમે નિયોક્તા ઈપીએફઓ પોર્ટલનો ઉપયોગ કરી શકો છો.

2. ઓનલાઈન તૈયાર કરાયેલા ચલણની માન્યતા કેટલી છે?

ઓનલાઈન તૈયાર કરાયેલ ચલણની માન્યતા 12 દિવસની હોય છે.

3. શું નિયોક્તા એક કરતા વધુ સંસ્થાઓમાં લોગ-ઈન કરવા માટે સમાન વિગતોનો ઉપયોગ કરી શકે છે?

ના નિયોક્તા એક કરતા વધુ સંસ્થાઓમાં લોગ-ઈન કરવા માટે સમાન વિગતોનો ઉપયોગ કરી શકશે નહીં. તમારી પાસે અલગ અલગ સંસ્થાઓ માટે અલગ અલગ લોગ-ઈનની વિગતો હોવી જરૂરી છે. 

4. શું કોઈ સભ્ય પોતાનું ખાતું જોવા માટે ઈ-સેવા પોર્ટલ પર નોંધણી કરી શકે છે?

ના માત્ર ઈપીએફ નંબર ધરાવતી સંસ્થાઓ કે કર્મચારીઓ જ ખાતાને જોઈ શકે છે.

5. મોબાઈલ નંબર અને અન્ય વિગતો ભરવાથી શું ફાયદો થાય છે?

ઈપીએફઓ વેબસાઈટ પર પ્રોફાઈલની નોંધણી અને સંપાદન સિવાયની પ્રક્રિયાઓ માટે મોબાઈલ નંબર પર મેસેજ અને ઓટીપી મોકલવામાં આવે છે. 

6. કોઈપણ સંસ્થાની પ્રોફાઈલની વિગતોને કેવી રીતે બદલી શકાય?

1.સૌથી પહેલા તમારે નિયોક્તા પોર્ટલ પર લોગ-ઈન કરવુ પડશે. પ્રોફાઈલની અંદર તમારે પ્રોફાઈલ સંપાદિત કરો લેબલવાળી લિંક પર ક્લિક કરો. પછી તમે જરૂરી ફેરફાર કરી શકો છો અને પછી ગેટ પિન લિંક પર ક્લિક કરી શકો છો.

2. જે પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વિગતો મળશે.  આપવામાં આવેલ પિનને દાખલ કરો અને તમારી પ્રોફાઈલને અપડેટ કરો.

3. અંતે તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પૃષ્ઠીનો મેસેજ મળશે, જે તમારી પ્રોફાઈલ અપડેટ થઈ ગઈ છે તે દર્શાવશે.

અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.