written by Khatabook | February 21, 2022

ઘરે બેસીને આ 10 બિઝનેસ કરી શકે છે ગૃહિણીઓ

બજારો વિકસ્યા છે, અને એટલે પૈસા કમાવવાના વિચારો પણ આવ્યા છે. પ્રમાણપત્રો કરતાં કુશળતા અને અનુભવ કરતાં જ્ઞાનને પ્રાથમિકતા આપવામાં આવે છે. જથ્થા કરતાં ગુણવત્તા વધુ મહત્વની બની ગઈ છે. લોકો તેઓને જોઈતી ગુણવત્તા માટે ચૂકવણી કરવા તૈયાર છે. ટેકનોલોજી અને ઈન્ટરનેટના કારણે વ્યવસાયોએ ભૌગોલિક સીમાઓ ઓળંગી છે. વ્યવસાય શરૂ કરવા, ઓનલાઈન પૈસા કમાવવા, જ્ઞાન, કળા શેર કરવા અને જુસ્સાને પગલે આવકનો નવો પ્રવાહ શરૂ કરવાનો આ ઉત્તમ સમય છે. નાણાકીય સ્વતંત્રતા દરેક વ્યક્તિ દ્વારા માંગવામાં આવે છે, તેથી જો તમે ગૃહિણી છો અને તમારા જુસ્સાને અનુસરવા માંગતા હો, તો અહીં કેટલાક ગૃહિણી આવકના આઈડીયા છે જે તમને ઓછામાં ઓછા રોકાણ સાથે શ્રેષ્ઠ આવકનો સ્ત્રોત પ્રદાન કરશે. અને તમને આરામના સ્તર સાથે ઝડપથી વૃદ્ધિ કરવામાં મદદ કરશે.

 

ગૃહિણીઓ માટે 10 શ્રેષ્ઠ વર્ક ફ્રોમ હોમ વ્યવસાયના આઈડિયા

 

1. બેકરી અને કેક બનાવવાનો વ્યવસાય:

 

બેકરીએ એવા વ્યવસાયોમાંથી એક છે જેમાં મહામારી દરમિયાન તેજી જોવા મળી છે. કેકએ પ્રેમ અને ઉજવણીની અભિવ્યક્તિનો શ્રેષ્ઠ માર્ગ છે અને એ દરેક યાદગાર પ્રસંગ માટે સૌથી અગ્રણી પરિબળ છે. ન્યૂનતમ રોકાણ સાથે, વ્યક્તિ સરળતાથી બેકરી કુશળતા પ્રાપ્ત કરી શકે છે અને બેકરી ઉત્પાદનો માટે ઓર્ડર લેવાનું શરૂ કરી શકે છે. આ વ્યવસાયમાં ખૂબ ઓછા રોકાણની જરૂર છે અને તે ઘરેથી શરૂ કરી શકાય છે. 

 

ઉપરાંત, બેકરી ક્લાસનું આયોજન કરવું એ ગૃહિણીઓ માટે ઘરથી વ્યવસાયનો સારો વિચાર સાબિત થઈ શકે છે. કોઈપણ કેકની શણગાર અથવા મીઠી મીઠાઈઓ જેવા વિશિષ્ટતામા માસ્ટર બની શકે છે. નજીકના સંબંધીઓ, કુટુંબીજનો અને મિત્રો સાથે શરૂ કરીને, ગુણવત્તાયુક્ત ઉત્પાદનો, માઉથ પબ્લિસિટી અને સોશિયલ મીડિયા માર્કેટિંગની મદદથી વ્યક્તિ સરળતાથી બિઝનેસ આગળ વધારી શકે છે.

 

રોકાણ અને નફો: ગૃહિણીઓ માટે વર્ક ફ્રોમ હોમ આઈડિયા માટે ₹10,000 કરતા ઓછા રોકાણની જરૂર છે અને નફો વ્યવસાય કેટલો આગળ વધે છે તેના પર નિર્ભર છે.

 

2. હાથથી બનાવેલ સામાન

 

ગિફ્ટ્સ અને સરપ્રાઇઝએ વ્યક્તિગત ટચ તરફ નવો વળાંક લીધો છે. હવે એ દિવસો ગયા જ્યારે માત્ર તૈયાર ભેટ આપવામાં આવતી હતી. આજે લોકો સ્નેહ અને કાળજી બતાવવા માટે તેમના પ્રિયજનોને હાથથી બનાવેલી વસ્તુઓ આપવાનું પસંદ કરે છે. જો તમે કળા અને હસ્તકળામાં ઘણી કુશળતા ધરાવનાર વ્યક્તિ છો, તેવી ગૃહિણીઓને તેમના જુસ્સાને વ્યવસાયિકમાં ફેરવવાનો આ શ્રેષ્ઠ વિકલ્પ છે.

 

ખાસ પૅકેજિંગ સાથે ખાસ ડિઝાઇન કરાયેલા હાથથી બનાવેલા ઉત્પાદનોની સારી માંગ છે અને લોકો આ પ્રકારની વસ્તુઓ માટે સારૂ પેમેન્ટ આપવા માટે પણ તૈયાર હોય છે. પછી એ પેઇન્ટિંગ્સ, જ્વેલરી, મીણબત્તીઓ, ઘરની સજાવટ, કપડાં હોય શકે છે. ઘણી સાઇટ્સ તેમના ગ્રાહકોને તેમની પ્રોડક્ટને ઓનલાઇન પ્રદર્શિત કરવા, જાહેરાત કરવા અને વેચવામાં મદદ કરે છે, જ્યાં વધતી બજારો અને ગ્રાહકોની લાંબી પહોચ માટે ઘણા સારા અવસર છે. તમારી ક્રિએટીવિટીને આવકના સ્ત્રોતમાં ફેરવવાની આ શ્રેષ્ઠ રીત છે.

 

રોકાણ: રોકાણ વ્યવસાય માટે વપરાતી સામગ્રી પર આધારિત છે. જે ₹ 500/- જેટલા નીચાથી લઈને ₹ 10000/- સુધીનું હોય શકે છે. નફો ઉત્પાદનની ગુણવત્તા પર આધારિત છે. સામાન્ય રીતે, હાથથી બનાવેલા ઉત્પાદનોની કિંમત મોટી હોય છે, અને સારી રકમ મેળવી શકાય છે.

3. કેટરિંગ બિઝનેસ અથવા હોમ ડિલિવરી

 

જો રસોઈ બનાવવી એ તમારો શોખ છે, તો તેની આસપાસ કોઈ વ્યવસાય શરૂ કરવો કેટલો સારો રહેશે. ઝડપથી ચાલતાં કેરિયર-સંચાલિત યુગમાં, ઘણા પરિવારોના ઘરે જમવાનું બનાવવું અને રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવવા અથવા જંક ફૂડ ઓડર કરવા માટેનો પૂરતો સમય મળતો નથી. જેના કારણે મોટી સંખ્યામાં આડઅસર થાય છે. આવી પરિસ્થિતિઓ જેમાં આરોગ્ય વધુ સુસંગત કરે છે, લોકો નિયમિતપણે ઘરે બનાવેલ જમવાનું વધુ પસંદ કરે છે.

 

જેથી, તમે યોગ્ય કિંમતના બદલામાં અન્ય લોકો માટે હોમમેઇડ જમવાનું તૈયાર કરી શકો છો. ઓફિસ જનાર માટે ટિફિન તૈયાર કરવા અથવા તો તમારો પોતાનો કેટરિંગ બિઝનેસ શરૂ કરવાથી લઈને વ્યવસાયને આગળ વધારવાની પૂરતા કિંમત મળશે. હાલના સમયમાં રસોઈ ક્લાસિસની પણ ભારે માંગમાં છે અને ગૃહિણીઓ માટે આવકનો સારો સ્ત્રોત છે.

 

રોકાણ અને નફો: રોકાણમાં ઓછામાં ઓછા ₹ 1000/- અથવા તેનાથી ઓછાનો સમાવેશ થાય છે. ઉપયોગમાં લેવાતી સામગ્રી અને સામગ્રીના આધારે રોકાણ અને લાભો બદલાતા રહેશે.

 

4. ડેકેર સેન્ટર અને પેટ સીટીંગ સેવાઓ

 

આજકાલ ડેકેર સેન્ટરોની લોકપ્રિય માંગ છે. જે બાળકો ધરાવતા લોકો તેમના બાળકો અને કામ વચ્ચે તેમના સમયનું સંચાલન કરે છે. જો તમારી પાસે બાળકને સંભાળવાની અને યોગ્ય સંભાળ પૂરી પાડવાની આવડત હોય, તો ગૃહિણી માટે આ એક સારો ઘર આધારિત વ્યવસાય બની શકે છે. ડેકેર સેન્ટર માટે તમારે બેબી નેપ્કિન્સ, ટુવાલ, કપડાં, રમકડાં, ખાદ્ય ચીજવસ્તુઓ, ઘોડીયુ અને બેબીસિટીંગ માટે જરૂરી અન્ય વસ્તુઓની વ્યવસ્થા કરવાની જરૂર પડશે. રોકાણ અને કૌશલ્ય સાથે કોઈપણ વ્યક્તિ સરળતાથી સેન્ટરનું સંચાલન કરી શકે છે.

 

અન્ય પ્રકારની સેવાઓમાં તમે પેટકેર સેન્ટર શરૂ કરી શકો છો. આજકાલ, લોકો ઘણાં કારણોસર ઘરે પાળતુ પ્રાણી(પેટ) રાખવાનું પસંદ કરે છે, અને પાલતુ પ્રાણીઓની સંખ્યામાં વધારો થવાને કારણે પાલતુ સાર-સંભાળ સેન્ટરની જરૂરિયાત વધી રહી છે. આ પ્રકારના સેન્ટર બાળ સંભાળથી અલગ છે. જેમાં તમારે પાળતુ પ્રાણીની સંભાળ, તેમની જરૂરિયાતો, તેમની રહેવાની આદતો અને તેમની ખાવાની આદતો વિશેની સારી જાણકારી હોવી જરૂર છે. જે દરેક પશુમાં બદલાતી રહે છે, તેથી જો તમે પશુ પ્રેમી છો અથવા તમારી પાસે પાળતુ પશુ છે, તો તે એક બોનસ છે. રોકાણ વધારવા માટે તમારે દરેક પ્રાણી માટે અલગ ડબ્બા રાખવાની જરૂર પડી શકે છે. આ મેટ્રો શહેરોમાં વધી રહેલા વ્યવસાયોમાંનો એક છે જ્યાં પાળતું પ્રાણી પાળવું વધુ સામાન્ય બની રહ્યું છે.

 

રોકાણ: બાળકો માટેના ડેકેર સેન્ટર માટે, ઓછામાં ઓછા ₹10,000 થી 20,000/- ની જરૂરિયાત રહેશે અને નફાનું માર્જિન તમારી ફી અને તમે જે સાચવો છો તે બાળકોની સંખ્યા પર આધાર રાખે છે.

 

પેટ સર્વિસ માટે તમારે આશરે ₹20,000 થી 25,000 ની જરૂર પડશે અને તમારો નફો દર મહિને તમે કેટલા પાલતુ પ્રાણીઓની સંભાળ લેવા માટે મેળવો છો તેના પર આધાર રાખે છે.

 

5. ઓનલાઈન કન્સલ્ટેશન

 

આજે દરેક વ્યક્તિ દ્વારા કન્સલ્ટિંગ સેવાઓની ખૂબ જ માંગ છે. જે વ્યવસાય, આરોગ્ય, સંબંધો, કામ, મન, લગ્ન, શિક્ષણ, કુટુંબ, કારકિર્દી વગેરે સંબંધિત હોય છે. આજકાલ બધા જ લોકો બધા પ્રકારની જગ્યાઓ પર મદદની શોધમાં છે, અને તમે તે વ્યક્તિ બની શકો છો જેની એ વ્યક્તિઓને જરૂર છે. સારી સંચાર કૌશલ્ય, મનોવિજ્ઞાનની સમજ અને ક્ષેત્ર સંબંધિત જ્ઞાન આવી કાઉન્સેલિંગ સેવાઓ માટે માર્ગ મોકળો કરી શકે છે. અલબત્ત, વ્યાવસાયિક કન્સલ્ટિંગ સેવાઓ માટે ચોક્કસ ડિગ્રી અને પ્રમાણપત્રો જેમ કે તબીબી, નાણાકીય, કરવેરા વગેરેની જરૂર પડી શકે છે. આવી સેવાઓ શરૂ કરતી વખતે વ્યવસાયની જાણકારી અને તમામ પૂર્વ-જરૂરીયાતોનું ધ્યાન રાખવું જોઈએ. કોઈ વ્યક્તિ કોલ કરીને, વન-ટુ-વન એપોઇન્ટમેન્ટ કરીને અને વેબિનાર અથવા માસ્ટરક્લાસ યોજીને સેવા પ્રદાન કરી શકે છે.

 

જેમાં ઓનલાઈન અભ્યાસક્રમો(બુક્સ) વેચવાનો પણ સમાવેશ થઈ શકે છે જ્યાં જરૂરી જ્ઞાન ફેલાવવા માટે ઘણા વીડિયો અથવા ઑડિયો તૈયાર કરવામાં આવ્યા છે. જેઓ કૌશલ્ય મેળવવા ઈચ્છે છે તેમને ફી પેકેજના રૂપમાં આવી સામગ્રી આપવામાં આવે છે.

 

રોકાણ: આ પ્રકારના વ્યવસાયમાં રોકાણ શૂન્યથી શરૂ થઈને તમારા વ્યવસાયના સ્કેલના આધારે વધી શકે છે. ગ્રાહકોની સંખ્યા અને વસૂલવામાં આવતી ફીના આધારે નફોમાં ફેરફાર થતો રહે છે.

 

6. બ્લોગિંગ અથવા YouTube ચેનલ

 

હાલના સમયમાં કોન્ટેન્ટ એ રાજા છે, અને જ્ઞાન અને કૌશલ્ય ધરાવનાર કોઈપણ વ્યક્તિ પાસે તેમનું કોન્ટેન્ટ વિશ્વ સાથે શેર કરવા માટે ઇન્ટરનેટ પર એક ઓપન પ્લેટફોર્મ છે. જે બ્લોગિંગ કોન્ટેન્ટ લખીને અથવા YouTube ચેનલ દ્વારા લોકોને શિક્ષિત કરવાની શક્તિ ધરાવે છે. જે અલગ અલગ પ્રકારની ફિલ્ડનું હોય શકે છે, જેમ કે ટેકનોલોજી, આધ્યાત્મિક, પ્રેરક, આરોગ્ય, તંદુરસ્તી, શિક્ષણ, કૌશલ્ય, સ્વ-સહાય, કલા, સંસ્કૃતિ, ગાયન અને નૃત્ય વગેરે.

 

કૌશલ્યમાં નિપુણતા આ પ્રકારના કોન્ટેન્ટ પ્લેટફોર્મ પર આગળ વધવામાં મદદ કરી શકે છે. દર્શકો, ક્લાયન્ટ્સ, પેઇડ સપોર્ટ, જાહેરાતો વગેરે, જેથી ઘરે બેસીને મહિલાઓ માટે આ એક સારો વ્યવસાય છે.

 

રોકાણ અને નફો: અહીં જરૂરી ન્યૂનતમ રોકાણ સારું ઇન્ટરનેટ કનેક્શન અને જ્ઞાન છે. કોન્ટેન્ટની ગુણવત્તા અને તમે મેળવેલા ફોલોવર્સની સંખ્યાના આધારે નફામાં ફેરબદલ થતાં રહે છે.

 

7. ડિજિટલ માર્કેટિંગ, એફિલિએટ માર્કેટિંગ અને ફ્રીલાન્સિંગ

 

ઓનલાઈન માર્કેટિંગ અને બિઝનેસમાં વૃદ્ધિએ ઉત્પાદનો અને સેવાઓને વિશ્વના દરેક ખૂણે સુલભ બનાવ્યા છે. ડિજિટલ માર્કેટિંગ એક એવો વિકલ્પ છે જે આવું કરી શકે છે. લોકો નવા ઉત્પાદનો અને સેવાઓના પ્રયાસ કરવા માટે તૈયાર હોય છે, અને તેઓને એ આકર્ષક લાગે, ડિજિટલ માર્કેટિંગ બરાબર એ જ કરે છે. ટૂંકા પ્રમોશનલ વિડીયો, આકર્ષક આર્ટીકલ, પ્રોડક્ટ અને સેવાઓની ઓફર અને તેની જાહેરાત ઇન્ટરનેટ પર વિવિધ વેબ પેજ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કરવામાં આવે છે. તમે બીજા વ્યવસાયોના પ્રોડક્ટને પ્રમોટ કરવા માટે સંલગ્ન માર્કેટિંગ પણ કરી શકો છો અને તેના માટે સારી કિંમત મેળવી શકો છો. 

 

ફ્રીલાન્સિંગ એ આવકનો બીજો સ્ત્રોત અને એક ઉત્તમ ગૃહિણી વ્યવસાયિક વિચાર છે, જ્યાં વ્યક્તિ તેની કુશળતાનો ઉપયોગ કરી શકે છે અને તેના ગ્રાહકો માટે ગમે ત્યારે, ગમે ત્યાં સારી આવક મેળવી શકે છે. જે હાલ સૌથી ઝડપથી વિકસતું બજાર છે જ્યાં લોકો ઉકેલ-આધારિત કરારો શોધી રહ્યા છે અને અનુભવી સેવાઓ માટે સારી રકમ ચૂકવવા તૈયાર છે. 

 

રોકાણ અને નફો: આ કામ કરવા માટે બધાને સારા ઇન્ટરનેટ કનેક્શન અને જરૂરી કૌશલ્યની જરૂર છે. નફો તમારા ગ્રાહકોની સંખ્યા પર આધાર રાખે છે. તમે જે પ્રકારનું કામ કરો છો તેના આધારે આ દરેક ક્લાયન્ટ માટે ₹1 લાખ સુધીના નફા સુધી જઈ શકે છે.


 

8. યોગ તાલીમ

 

બદલાતા સમયની સાથે ફિટનેસનું ખૂબ મહત્વ વધુ ગયું છે. સાથે જ સ્વાસ્થ્યનું પણ. આજે યોગને જીવન જીવવાની કળા તરીકે જોવામાં આવે છે અને લોકો જીવન જીવવાની આ કળાને પ્રેક્ટિસ કરવા માટે સમય અને પૈસા ખર્ચવાનું પસંદ કરે છે. જો તમારી પાસે સ્વાસ્થ્ય અને ફિટનેસની ચિંતાઓ અંગે સારું જ્ઞાન અને અનુભવ હોય, તો તમે યોગ પ્રશિક્ષક તરીકે શરૂઆત કરી શકો છો કારણ કે તે ગૃહિણીઓ માટે ભારતમાં શ્રેષ્ઠ બિઝનેસ આઈડિયામાંનો એક છે. તમારે ફક્ત જ્ઞાન અને કૌશલ્યોની જરૂર છે, અને તમે ફિટનેસ ઉત્સાહીઓને વ્યક્તિગત તાલીમ આપી શકો છો. ઉપરાંત, ગ્રાહકો અને તમારા ફોલોવર્સ માટે ઑનલાઇન ક્લાસ અથવા YouTube ચેનલો પણ શરૂ કરી શકો છો.

 

રોકાણ અને નફો: આ પ્રકારના બિઝનેસમાં 500 રૂપિયાથી લઈને 5000 સુધીના રોકાણની જરૂર પડશે.

 

9. ઓનલાઈન ટ્યુશન

 

સમજી શકાય તેવું અને મનોરંજન સાથે સમજાવી શકવુ ખૂબ જ મુશ્કેલ છે, જો તમારી પાસે આ કુશળતા હોય, તો ઓનલાઈન ટ્યુટરિંગએ ગૃહિણીઓ માટે ઘરેથી બિઝનેસ કરવાનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે. મૂળભૂત રીતે તમે તમારા જુનિયર માટે ક્લાસિસ ચલાવી શકો છો. એકવાર તમે તેમાં નિપુણતા મેળવીને પછી, તમે સારા વિડિયો અને ઑડિઓ કોન્ટેન્ટ સાથેના અભ્યાસક્રમોનું પેકેજ બનાવી શકો છો અથવા વિવિધ પ્લેટફોર્મ પર લાઇવ ટ્યુટરિંગ ક્લાસ ચલાવી શકો છો.

 

રોકાણ અને નફો: રોકાણમાં શ્રેષ્ઠ ઓડિયો અને વિડિયો ફીચર્સ સાથેનું સારું ડિવાઈસ હોવું જોઈએ. જે ₹ 5000 થી શરૂ થઈ શકે છે. લાભો તમારી કુશળતા અને તમે મેળવેલા એડમિશન પર આધાર રાખે છે.

 

10. બ્યુટી પાર્લર અથવા સલૂન

 

સૌંદર્ય અને ત્વચા સંભાળના નવા ટ્રેન્ડની સાથે, જો તમારી પાસે જરૂરી યોગ્યતા હોય તો સૌંદર્ય સારવાર, મેકઅપ, હેરસ્ટાઇલ, ડ્રેપરીઝ માટે સલૂન ઓપન કરવું નફાકારક બની શકે છે. જેના માટે તમારે લાયસન્સની આવશ્યકતાઓથી વાકેફ રહેવુ પડશે અને વ્યવસાય શરૂ કરતા પહેલા એ મેળવી લેવુ પડશે. નાની ભાડાની જગ્યા અને અમુક પ્રકારના સાધનો સાથે, આ વ્યવસાય કરવા માટે સારો વિકલ્પ છે. ઉપરાંત, આકર્ષક પેકેજો ઓફર કરીને વિશિષ્ટ ક્લાયન્ટ ઓર્ડર મેળવી શકાય છે. ગૃહિણીઓ માટે આ એક શ્રેષ્ઠ વર્ક ફ્રોમ હોમ આઈડિયા છે. ઉપરાંત, બ્યુટી બ્લોગ્સ અને બ્યુટી ચેનલો આ વ્યવસાયને વેગ આપવા માટે મદદ કરી શકે છે. તમે ક્લાસિસ પણ ચલાવી શકો છો અને સારી આવક મેળવી શકો છો.

 

રોકાણ અને નફો: રોકાણમાં ઓછામાં ઓછા ₹ 50,000/-ની જરૂરી પડી શકે છે. ગ્રાહકોની સંખ્યાના આધારે નફામાં ફેરફાર થશે.

 

 

નિષ્કર્ષ

 

નાણાકીય રીતે સ્વતંત્ર બનવું એ પ્રમાણપત્રો અને અનુભવને બદલે કુશળતા અને જ્ઞાન પર વધુ નિર્ભર છે. ગૃહિણીઓ માટે મોટાભાગના ઓનલાઈન વ્યવસાયો સારા ઈન્ટરનેટ કનેક્શન અને ઉત્તમ જ્ઞાન અને કુશળતાની જરૂરીયાત દર્શાવે છે. તમારા જુસ્સાને સ્વીકારો, તમારું યોગ્ય સ્થાન પસંદ કરો અને તેના બજાર અને ટાર્ગેટ પ્રેક્ષકોનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરીને બિઝનેસ શરૂ કરો. જેઓ તેમની ક્ષમતાઓનો લાભ ઉઠાવી શકે છે તે તેમના ઘરની આરામથી કમાણી કરી શકે છે, જે આ યુગની સૌથી મોટી ગીફ્ટમાંની એક છે.

વધુ બિઝનેસ ટિપ્સ માટે Khatabook ડાઉનલોડ કરો

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રશ્ન: શું સ્પર્ધાને ધ્યાનમાં રાખીને ઓનલાઈન બિઝનેસ સેટ કરવો મુશ્કેલ છે?

જવાબ:

ઓનલાઈન ટ્રેડિંગની વિશાળ પહોંચ છે અને તે નવા પ્રવેશકર્તાઓ માટે ઓપન છે. જેથી તેમાં હંમેશા મજબુત સ્પર્ધા હોય છે. જે એક બીજાથી અલગ પડે છે તે ઓફર કરવામાં આવતી સેવાઓની ગુણવત્તા છે. કોઈપણ ગ્રાહક માટે ઓનલાઈન માર્કેટમાં કોઈ ચોક્કસ ગ્રાહકને ધ્યાનમાં લેવા માટે સમીક્ષાઓ, ટિપ્પણીઓ, પ્રશંસાપત્રો, રેટિંગ્સ સૌથી મહત્વપૂર્ણ છે.

પ્રશ્ન: શું ઓનલાઈન બિઝનેસ માટે મોટા રોકાણની જરૂર છે?

જવાબ:

ઓનલાઈન બિઝનેસ શરૂ કરવા માટે કોઈ મોટા નાણાકીય રોકાણની જરૂર નથી. તેને માત્ર કુશળતા અને જ્ઞાનની જરૂર છે. જો કોઈની પાસે આ છે, તો બાકીનું ખૂબ જ સરળ બની જાય છે. અલબત્ત, રોકાણનો આધાર વ્યવસાયના સ્કેલ અને પ્રકાર અને અન્ય જરૂરિયાતો જેમ કે ભાડે આપેલી જગ્યા, લાઇસન્સ અને મંજૂરીઓ, સાધનોની જરૂરિયાતો, સાધનો વગેરે પર આધારિત છે.

પ્રશ્ન: શું ઓનલાઈન બિઝનેસવની આવક કરપાત્ર છે?

જવાબ:

આવકની કરપાત્રતા આવકના સ્ત્રોત અને સેવાઓ જ્યાં આપવામાં આવે છે તેના પર આધાર રાખે છે. રાષ્ટ્રના મહેસૂલ કાયદા મુજબ, આવકના ચોક્કસ થ્રેશોલ્ડને પાર કર્યા પછી વ્યવસાયની નોંધણી કરવી જરૂરી છે. ઉપરાંત, જો આવક વેચનાર માટે મૂળભૂત છુટની મર્યાદા કરતાં વધી જાય, તો તે કરપાત્ર બને છે.

પ્રશ્ન: ઓનલાઈન પ્લેટફોર્મ પર વ્યવસાયને વેગ આપવા માટે કઈ કૌશલ્યોની જરૂર છે?

જવાબ:

સૌથી મહત્વની બાબત છે પ્રચાર અને જાહેરાત. સારી ગુણવત્તાની સેવાઓ એ પ્રાથમિક બાબત છે, પરંતુ જો યોગ્ય રીતે પ્રચાર અને માર્કેટિંગ ન કરવામાં આવે તો વધતી જતી સ્પર્ધા સાથે ચાલવું મુશ્કેલ છે. વ્યવસાયને શરૂ કરવા માટે વ્યક્તિએ ચોક્કસ પ્રેક્ષકો સુધી પહોંચવામાં સક્ષમ હોવું જોઈએ.

પ્રશ્ન: ગૃહિણીઓ માટે ઑનલાઇન બિઝનેસ શરૂ કરવા માટે શું જરૂરી છે?

જવાબ:

ઓનલાઈન બિઝનેસ માટે જરૂરી ક્ષેત્રમાં કુશળતા અને જ્ઞાન સાથે સારા સાધનો અને ઈન્ટરનેટ કનેક્શનની જરૂર હોય છે.

અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.