નફાકારકતા વધારવા માટે કરિયાણા સ્ટોર માટેના 5 વ્યવસાય મંત્ર
કોઈ પણ ધંધો શરૂ કરવાનું મુખ્ય કારણ વધુ નફો, ગ્રાહકો નો સંતોષ, અને એની સ્પર્ધાત્મક ધંધા ઓ સાથે સ્પર્ધા માં ટકી રહેવાનો હોય છે. ધંધો શરૂ કરતી વખતે તમારે ભવિષ્ય માં કેટલી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે. તેનું ધ્યાન રાખીને તમે વધુ નફો કમાઈ શકો છો. શરૂઆત ના સમયે વધુ નફા પર ધ્યાન આપવાને બદલે ગ્રાહકો ની માંગ પૂરી કરવી અને તેનો સંતોષ જાળવવો જરૂરી છે. જેથી તે જ ગ્રાહકો તમને ભવિષ્ય માં તમારા ધંધા માં વધુ નફો કમાવવા માં મદદ કરે છે. આજના દિવસે કોઈ પણ ધંધા માં વધારે પડતી સ્પર્ધા નો સામનો કરવો પડે છે. નાના ધંધા થી લઈને ખૂબ મોટી કંપની ઓ માં પણ સારી એવી સ્પર્ધા નો સામનો કરવો પડે છે.
કરિયાણાની દુકાન નો ધંધાનો માઈક્રો કે નાના ધંધા ની હરોળ માં સ્થાન ધરાવે છે. આ ધંધા માં પણ ખૂબ જ સ્પર્ધા નો સામનો કરવો પડે છે. કોઈ એક જ બજાર માં એક કરતાં વધારે કે ઘણી બધી કરિયાણાની દુકાન જોવા મળે છે. એક કરતાં વધારે દુકાન મળી રહેવાને કારણે ગ્રાહકો એક બીજી દુકાન સાથે સરખામણી કરે છે કે કઈ દુકાન માં સારી ગુણવત્તાની અને સસ્તી કરિયાણાની વસ્તુઓ મળી રહે છે. તેઓ એ પણ નક્કી કરે છે કે કઈ-કઈ દુકાન વધારે સારી સુવિધાઓ આપે છે. તેથી તમારા કરિયાણાના ધંધા ને વધારવા માટે તમારી દુકાન નું આધુનિકતા નું સ્વરૂપ આપવું જરૂરી છે. તમારી દુકાન નો નફો વધારવા માટે તમારે અન્ય દુકાનો ની સરખામણી એ વધુ સારી સુવિધા, સગવડો અને પ્રમાણ માં સસ્તી વસ્તુઓ વેચવાની જરૂર છે. અહીં કેટલાક નિયમો આપ્યા છે. જેની મદદ થી તમે તમારી કરિયાણાની દુકાન નો નફો અન્ય દુકાનો ની સરખામણીમાં વધારી શકો છો. આજ ના સમય માં લોકો તેના વ્યસ્ત ટાઈમ ટેબલ માંથી નવારા નથી રહેતા. તેઓ પોતાના પરિવાર ને પણ પૂરતો સમય આપી શકતા નથી. મોટા ભાગ ના લોકો ઓનલાઇન વસ્તુઓ ખરીદવાનું પસંદ કરે છે.
કરિયાણાની દુકાન નું ઓનલાઇન સ્વરૂપ.
આજના સમયે તમે કોઈ પણ વસ્તુઓ ઓનલાઇન ખરીદી શકો છો. તે પછી મોટી કાર હોય કે નાની એવી સોય. તમારી કરિયાણાની દુકાન ને ઓનલાઇન ચલાવવાનું શરૂ કરો. તમારી દુકાન ની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ઓનલાઇન વસ્તુઓ પહોંચાડવાનું રાખો. ઓનલાઇન કરિયાણાની દુકાન શરૂ કરવાથી ગ્રાહકો નો સમય બચી જાય છે. તેથી તમારી દુકાન સાથે આસપાસ ના વિસ્તારો માં વસ્તુઓ ઘરે ઘરે વસ્તુઓ પહોચાડવાથી અન્ય દુકાન કરતા વધારે નફો કમાઈ શકો છો. તમારી દુકાન નો ઓનલાઇન ધંધો વિકસાવવા માટે તમે સોશિયલ મીડિયા પર તેને પ્રોત્સાહન આપી શકો છો અથવા કોઈ બ્લોગ નો પ્રારંભ કરી શકો છો. જેના મદદ થી અન્ય સ્પર્ધાત્મક કરિયાણાની દુકાન કરતા વધારે નફો કમાઈ શકો છો.
તમારી દુકાન ની વેબસાઇટ.
આજના સમયે સોશિયલ મીડિયા પર ઘણી બધી વેબસાઇટ જોવા મળે છે. કે જેઓ તમને તમારી દુકાન ઓનલાઇન ચલાવવાની બદલે તમારી પાસેથી પૈસા વસૂલ કરે છે. તમારે આવી કેટલીક વેબસાઇટ પસંદ કરીને તે વેબસાઇટ પર ઓનલાઇન ધંધો ચલાવી શકો છો. પ્રખ્યાત વેબસાઇટ જેવી કે એમેઝોન, ફલિપકાટૅ, જીઓ માર્ટ વગેરે પર તમારી ઓનલાઇન દુકાન ચલાવી શકો છો. આ બધી વેબસાઇટ પર કોઈ એક ચોક્કસ વેબસાઇટ ના બદલે એક કરતાં વધારે પ્લેટફોર્મ પર દુકાન ચલાવી શકો છો. જેની મદદ થી તમારી કમાણી વધે છે. જુદી-જુદી વેબસાઇટ પર તમારી વેચાણ ની વસ્તુઓ ના સારા એવા ફોટા, વિડિયો, માહિતી, કિંમતો વગેરે દર્શાવી શકો છો. જેથી ઓનલાઇન ખરીદી કરતા ગ્રાહકો ને તમારી વસ્તુઓ ની ગુણવત્તા નો ખ્યાલ આવે અને તમારી ઓનલાઇન કરિયાણાની દુકાન પરથી વસ્તુઓ ખરીદે.
સ્પર્ધા અને સ્પર્ધકો.
અગાઉ જણાવ્યા મુજબ કોઈ પણ ધંધા માં સારી એવી સ્પર્ધા નો સામનો કરવો પડે છે. કરિયાણાની દુકાન માં તમારે અન્ય સ્પર્ધકો કરતા કેવી સારી રીતે દુકાન ચલાવી શકાય તે જાણી ને તમારે ધંધો શરૂ કરવાની જરૂર છે. તમારા સ્પર્ધકો ની સરખામણી કરાવવા માટે તમારા ગ્રાહકો ને તેમના કરતાં વધારે સારી સુવિધા અને સગવડો આપવાની જરૂર છે. અન્ય કરિયાણાની દુકાન ની મુલાકાત લો. તેઓ કઈ કઈ વસ્તુઓ વેચે છે, તેમના ગ્રાહકો કેવી રીતે સાચવે છે, કેવી સગવડો આપે છે, કેટલા ભાવે વસ્તુઓ વેચે છે. તે જાણો. અને તેમનાં કરતા વધારે સારી વસ્તુઓ તમારી દુકાન માં સમાવો. આસપાસ ની કરિયાણાની દુકાન માં રહેલી વસ્તુઓ નું નિરીક્ષણ કરો. તેમાં રહેલી વસ્તુઓ કરતાં તમે કેટલી વધારે વસ્તુઓ તમારી કરિયાણાની દુકાન માં સમાવી શકો છો તેની યાદી બનાવો અને તેને તમારી કરિયાણાની દુકાન માં સમાવો. જેથી કરીને તમારી કરિયાણાની દુકાન ની મુલાકાત લેતા ગ્રાહકો ને અન્ય કોઈ બીજી દુકાન ની મુલાકાત ન લેવી પડે.
ગ્રાહક ની પસંદગી.
તમારા ગ્રાહકો ની પસંદગી સમજવી એ ખૂબ જ અગત્યનું છે. મોટા ભાગ ના ગ્રાહકો કે જે તમારી દુકાન ની મુલાકાત લે છે. તેઓ સારી પ્રોડક્ટ ને વધુ પસંદ કરે છે. નહીં કે કોઈ કંપની ની બ્રાન્ડ ને. ટૂંક માં તેઓ વધુ સારી ગુણવત્તા ધરાવતી વસ્તુઓ ને પ્રથમ પસંદગી આપે છે. તમારી કરિયાણાની દુકાન ની મુલાકાત લેતા ગ્રાહકો વધારે કઈ વસ્તુઓ ખરીદે છે અથવા કઈ કઈ કંપની ની વસ્તુઓ ખરીદે છે તેનું ધ્યાન રાખો. અને તે વસ્તુ ને તમારી દુકાન માં પેહલી પસંદગી આપો. તમારી મનગમતી વસ્તુઓ અથવા કંપનીઓ ને બદલે ગ્રાહકો કયા પ્રકારની વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખે છે તેના પર ભાર આપો. ગ્રાહક ની માંગણી મુજબ વસ્તુઓ આયાત કરવાની રાખો. જો તમે ગ્રાહકો ની પસંદગી મુજબ ની વસ્તુઓ આપો છો. તો ગ્રાહકો ને સંતોષ થશે અને તે તમારી દુકાન ની કમાણી પર સારી એવી અસર કરે છે.
ગ્રાહકો ની સુવિધાઓ.
કેટલીક વધારા ની સુવિધાઓ જેવી કે ગ્રાહકો ની વસ્તુઓ ની પસંદગી માટે ની સુવિધાઓ, વધારે સમય માટે કરિયાણાની દુકાન શરૂ રાખવી. જેવી અગત્યની સુવિધા ને તમારી દુકાન માં અવશ્ય સ્થાન આપો. જો ગ્રાહકો ને તમારી કોઈ વસ્તુઓ થી સંતોષ ન હોય અથવા ગ્રાહકો ને તે વસ્તુઓ ખરાબ ગુણવત્તા ની લાગે તો તે પરત કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવો. તેથી તેની ગ્રાહકો પર સારી એવી અસર થશે. ગ્રાહકો ને ઓનલાઇન, ઓફલાઇન કે મોબાઈલ ની સુવિધા પણ પૂરી પાડો. જેથી તમારો અને ગ્રાહકો નો કિંમતી સમય વેડફાય નહીં. ઉપરોક્ત દર્શાવેલા કેટલાક નિયમો તમારી કરિયાણાની દુકાન માં સમાવવાથી અન્ય સ્પર્ધાત્મક કરિયાણાની દુકાન ના માલિકો કરતા તમે વધારે કમાણી કરી શકો છો. અન્ય કરિયાણાની દુકાન ની સરખામણીએ થોડી એવી વધારે સુવિધાઓ આપવાથી તમે તમારા ધંધામાં સફળ થઈ શકો છો.
આવા અન્ય કેટલાક વધારે નિયમો તમારા ધંધા ના પ્રકાર ને આધારે પણ તમે તમારી કરિયાણાની દુકાન માં સમાવી શકો છો. જેવા કે તહેવારો કે રજાના દિવસે દુકાન શરૂ રાખવી, તહેવાર ના સમયે તમારી દુકાન ની વસ્તુઓ સેલ પર મૂકવી, કામદારો રાખીને ગ્રાહકો ને વધુ સગવડો આપવી, ગ્રાહકો ને ઘરે બેઠા વસ્તુઓ મોકલવી, ગ્રાહકો ની ઈચ્છા મુજબ ની વસ્તુઓ મંગાવી આપવી વગેરે જેવા અન્ય તમારી દુકાન ને લાયક નિયમો પર પણ ધ્યાન આપવું એટલું જ જરૂરી છે. જો તમારે તમારી કરિયાણાની દુકાન ને અન્ય દુકાન કરતા વધારે સારી એવી ચલાવવી હોય તો ગ્રાહક ની માંગણી પર વધુ ધ્યાન આપો. ગ્રાહક જ બજાર નો રાજા છે તે સમજી ને તમારા ગ્રાહકો ને વધારે માન આપવું. જેથી તમે તમારી કરિયાણાની દુકાન નો ધંધો વધારી શકો.