written by | October 11, 2021

ગિફ્ટ શોપનો ધંધો

×

Table of Content

ભારતમાં ગિફ્ટ શોપનો સફળ વ્યવસાય કેવી રીતે શરૂ કરવો 

કોઈ પણ સફળ વ્યાપાર પાછળ નું મુખ્ય કારણ વિચાર દૃષ્ટિ હોય છે. કોઈ પણ સફળ વ્યાપાર શરૂઆત ના તબક્કા માં નાનો હોય છે. પછી તે કોઈ પણ પ્રકાર નો વ્યાપાર હોય. સફળ વ્યાપાર ની શરૂઆત નું મુખ્ય પગલું વ્યાપારીક વિચાર છે. ગિફ્ટ શોપ ના વ્યાપાર માં પણ એવું છે. તમે કઈ રીતે તમારા પૈસા ને વ્યાપાર માં વાપરો અગત્ય નું છે. નાનો વ્યાપાર કરવા માટે રોકાણ ખૂબ જરૂરી છે. તમે નક્કી કરો કે તમારે કેટલા પૈસા ની જરૂર છે અને તે તમે કઈ રીતે મેળવશો. જો જરૂર પડે તો બેંક પાસેથી લોન લઈ શકો અને વધુ જરૂર જણાય તો અંગત રોકાણકારો પણ શોધી શકો. તે નક્કી કરો કે તમારે કેટલા પૈસા કઈ જગ્યાએ વાપરશો? અને કેટલા વાપરશો?

તમારી શોપ કયા સ્થળ પર છે તે ખૂબ મહત્વ નું છે. કોઈ એક ચોક્કસ સ્થળ નક્કી કરો કે જ્યાં ગ્રાહકો સરળતાથી મળી રહે. કોઈ મોટી બજાર અથવા તો મલ્ટિપ્લિકેસ મોલ ને વધુ પસંદ કરો. નહીં કે સામાન્ય બજાર કે એપાર્ટમેન્ટ. એવી જગ્યા પસંદ કરો કે જ્યાં વધારે માં વધારે ગ્રાહકો ની ભીડ હોય. તેવી જગ્યા પસંદ કરો કે જ્યાં વધારે માં વધારે વેચાણ ની સંભાવના અને વધારે નફો કમાવાની શકયતા હોય. ઓછા માં ઓછી સ્પર્ધા મળી રહે. જેથી કરીને વધુ ને વધુ ગ્રાહકો તમારી દુકાન તરફ આકર્ષાય. જે તમને વધુ મદદ કરશે સફળ થવામાં

તમારી શોપ નો એક ચોક્કસ સમય નક્કી કરી રાખો. શોપ ખોલવાનો અને બંધ થવાનો ચોક્કસ સમય હોવા જોઈએ. જેથી કરીને ગ્રાહકો ને ખ્યાલ આવશે કે કયા સમય પર તમારી શોપ ની મુલાકાત લેવી. રજા ના દિવસો માં ખાસ કરીને તમારી શોપ શરૂ રાખો. જેથી કરીને વધારે માં વધારે ગ્રાહકો તમારી શોપ તરફ આકર્ષાય. તહેવારો ના સમયે તમારી શોપ નો સમય વધારો અને તહેવારો ના સમયે અગાઉ થી તૈયાર રહો. ગિફ્ટ શોપ નો ધંધો વધારે માં વધારે રજા ના દિવસો અને તહેવારો ના દિવસે ચાલે છે. તે ધ્યાન માં રાખો. તમારી શોપ નું એક અનન્ય અથવા સર્જનાત્મક નામ રાખો. જે અન્ય કોઈ પણ શોપ નું નામ ના હોય. જેથી કરીને એક ટ્રેડમાર્ક બને અને તમારી શોપ અન્ય શોપ કરતા અલગ દેખાય આવે. 

તમારી શોપ ના ઇન્ટિરિયર અને એકસ્ટીરીયર ભાગો માં વધારે ખર્ચો કરો જેથી ગ્રાહકો આકર્ષાય. તમારી શોપ માં ખાલી જગ્યા પર પૂરતું ધ્યાન આપો જેથી કોઈ ગ્રાહકો ને તકલીફ ના પડે. તમારી શોપ ને ઇલેક્ટ્રિક, ડિજિટલ અને ક્રિએટિવીટી ની મદદ થી સજાવો. તમારી શોપ ની ડિસ્પ્લે ને તહેવારો પ્રમાણે બદલતા રહો. શોપ ને વ્યવસ્થિત રાખો. જરૂર પૂરતી જ વસ્તુઓ બહાર રાખો જેથી ગ્રાહકો ને પૂરતી જાગ્યા મળી રહે. એક સફળ ગિફ્ટ શોપ ની ખાસિયત એ છે કે તેમાં વિવિધતા ધરાવતી વસ્તુઓ હોય અને પૂરતો જથ્થો હોવાથી ગ્રાહકો આ પ્રકાર ની શોપ ને વધુ પસંદ કરે છે. એક કરતા વધારે વેપારી અથવા તો વેચાણકર્તા પાસેથી વસ્તુ નો જથ્થો ખરીદવાનો રાખો. જેથી કરીને મોટા ભાગની વસ્તુઓ તમારી શોપ માં હજાર રહે. તમારા નજીક ની વિવિધ અન્ય શોપ ની મુલાકાત લો અને તે પ્રકાર ની વસ્તુઓ વિકસાવો. ઓનલાઇન વેબસાઇટ પર વધુ સમય વીતવો જેથી કરીને કઈ વસ્તુ ટ્રેન્ડ માં છે તેનો ખ્યાલ આવે. વેપારી પાસેથી નવી-નવી વસ્તુઓ ની માંગ કરતા રહો. ગિફ્ટ શોપ માં સામાન્ય રીતે કઈ વસ્તુઓ વેચાય છે તેની એક યાદી બનાવો અને તેને તમારી શોપ માં વેચો. તમારી શોપ નો પ્રકાર ધ્યાન માં રાખી ને વસ્તુ ખરીદો. 

બને તેટલી વધુ ને વધુ ગિફ્ટ તમારી શોપ માં રાખવાનો પ્રયત્ન કરો. ખાસ ધ્યાન રાખો કે વેડીંગ ગિફ્ટ, એનિવર્સરી ગિફ્ટ, બર્થડે ગિફ્ટ, ટ્રેડિં ગિફ્ટ અવશ્ય તમારી શોપ માં રાખો. સામાન્ય રીતે ગિફ્ટ શોપ માં રાખવામાં આવતી વસ્તુઓ જેવી કે શો-પીસ, કપલ ગિફ્ટ, વોલેટ, પર્સ, પરફ્યુમ, કલોક, વોલ ડેકોરેશન, કોફી મગ, હેન્ડલૂમ ગિફ્ટ, નાના અને મોટા ગિફ્ટ, ટેડીબિયર, ફોટો ફ્રેમસ, ગિફ્ટ બેગ, પેકિંગ વસ્તુઓ વગેરે. આ વસ્તુઓ ને તહેવારો સાથે અપડેટ કરતા રહો. તમારી નજીક ની અન્ય ગિફ્ટ શોપ ની મુલાકાત લો. અન્ય ગિફ્ટ શોપ ના માલિક સાથે ચર્ચા કરો અને તેમાંથી કોઈ ચોક્કસ વસ્તુઓ ને શીખો. અન્ય ગિફ્ટ શોપ માં રહેલી વિવિધ વસ્તુઓ અથવા અન્ય ઇન્ટિરિયર પર ધ્યાન આપો અને તેમાંથી શીખો. તમારા સ્પર્ધાનાત્મક વ્યક્તિ પાસેથી શીખો અને તેને તમારી શોપ માં ઉપયોગ કરો. તેમના પાસેથી ધંધા ના કલાકો, સ્થળ, વિવિધ વસ્તુઓ, ટ્રેન્ડ, સિઝનેબલ વગેરે વસ્તુઓ શીખો. તેઓ કેવા પ્રકાર ની સેવા, સુવિધાઓ આપે છે તે ધ્યાન માં લઈને તમારી શોપ માં પણ તેવી સેવા અને સુવિધાઓ શરૂ કરો. 

તહેવારો ના સમય માં અમૂક ચોક્કસ વસ્તુઓ પર સેલ રાખો. જેથી વધુ ને વધુ ગ્રાહકો આકર્ષાય અને વેપાર વધે. તેવી વસ્તુઓ પર ભાર આપો કે જે તેઓ પહેલી જ વખત ખરીદતા હોય. કેટલીક સેલ પર મૂકવાનો ફાયદો એ છે કે ગ્રાહકો એ વસ્તુ તરફ આકર્ષાય. નજીક ના તહેવારો માં વાપરતી અથવા ગિફ્ટ અપાતી વસ્તુઓ ને ચોક્કસ સેલ પર મૂકો. વેચાણ ની કિંમત કરતાં અમુક ટકા ઓછા ભાવે વસ્તુઓ આપો. તહેવારો પર વસ્તુઓ સેલ પર રાખવાનો એક સારો એવો ફાયદો ગ્રાહકો ને આકર્ષવા નો છે. જ્યારે તમે નવો ધંધો શરૂ કરો છો ત્યારે તમારૂ બજેટ મર્યાદિત હોય છે. જેથી કરીને ઓછા પૈસા હોવાના કારણે તમે કામદાર રાખી શકાતા નથી. જો તમારી ગિફ્ટ શોપ વધારે બજેટ ધરાવતી હોય તો તમે વધારે કામદાર રાખી શકો છો અને વધારાની મદદ મેળવી શકો છો. જેથી રજાના અને તહેવારો ના દિવસે વધારે ગ્રાહકો એક સાથે સચવાય જાય છે અને ગ્રાહકો ને પ્રતીક્ષા કરવી પડતી નથી. તમે તમારા કામદાર ને વધુ પગાર આપીને તેની પાસે થી વધુ સારું કામ કરાવી શકો છો. જેથી તમારો ધંધો વધુ ને વધુ સારો ચાલે. 

આજના સમયમાં ધંધો વધારવાનો સૌથી મોટો રસ્તો પ્રચાર કરવાનો છે. તમારી ગિફ્ટ શોપ નો પ્રચાર અથવા તો જાહેરાત કે વિજ્ઞાાપન કરીને વધુ ગ્રાહકો ને તમારી ગિફ્ટ શોપ વિશે જણાવી શકો છો. સમાચાર પત્રો અથવા ઓનલાઇન વિજ્ઞાાપન કરવાથી દરેક લોકોને તમારા શોપ ની મુલાકાત લેવાનું અવશ્ય વિચારે છે. જો તમારી શોપ વધારે અન્ય સ્પર્ધાત્મક ગિફ્ટ શોપ ના માલિકો ની સરખામણી એ વધુ કમાઈ શકો છો અને તમારો ધંધો સફળ જાય છે. કોઈ પણ ધંધો સફળ થવા માટે વધુ ને વધુ નફો અને ગ્રાહકો નો સંતોષ જરૂરી છે. તમારા ધંધા વિશે વધુ ગ્રાહકો ને જણાવો અને તમે જે વસ્તુઓ ગ્રાહકો ને વેચો છો તેનો ફાયદો સમજાવો. તેનું શું મૂલ્ય છે તે જણાવો. જેથી ગ્રાહકો તમારા પર વિશ્ર્વાસ કરશે અને તમારી શોપ પરથી જ વસ્તુઓ ખરીદવા નો આગ્રહ રાખશે અને પોતાના સગા-સંબંધીઓ ને પણ તમારી શોપ પરથી ખરીદી કરવાનો આગ્રહ રાખશે. એક સફળ ગિફ્ટ શોપ પાછળ નું તે મુખ્ય કારણ છે. 

અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.