written by Khatabook | July 31, 2022

ઈ-વે બિલની વેલિડિટીની વિગતો વિશેની માહિતી

×

Table of Content


ઈ-વે બિલએ માલના ટ્રાન્સપોર્ટેશનને સક્ષમ બનાવે છે. તમે તેને ઓફિશિયલ ઈ-વે બિલ જનરેશન પોર્ટલ પર જનરેટ કરી શકો છો. ટેક્નોલોજીએ આ બિલને એન્ડ્રોઇડ એપ્લિકેશન દ્વારા અથવા તો શોર્ટ મેસેજ સર્વિસ (SMS) દ્વારા જનરેટ કરવાનું વધુ અનુકૂળ બનાવ્યું છે. તમે તેના માટે એપ્લીકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ (API) ની પણ મદદ લઈ શકો છો. એકવાર બિલ જનરેટ થઈ જાય પછી, મેળવનારને ઈ-વે બિલ નંબર આપવામાં આવે છે. જનરેટ થયેલ દરેક ઈ-વે બિલ નંબર યુનિક હોય છે. ઈ-વે બિલ ત્યારે જ ફરજિયાત બને છે, જ્યારે ટ્રાન્સપોર્ટ કરવામાં આવતા માલની કિંમત ₹50,000 કરતાં વધુ હોય અને તમે GST-રજિસ્ટર્ડ વ્યક્તિ હોય. આ બિલના બે પ્રાથમિક ઉદ્દેશ્યો છે:

  • GST રકમની ગણતરી કરવા માટે કે જે વ્યક્તિ તમારા વેપારી માલનું ટ્રાન્સપોર્ટ કરે છે તેના પર વસૂલવામાં આવે છે.
  • વેપારી માલની બધી જ આંતર-રાજ્ય આવક-જાવક પર ધ્યાન રાખો કે જેના પર 

ટેક્સ લાગે છે, તેમજ ચોક્કસ રાજ્ય-પ્રદેશમાં ટ્રાન્સપોર્ટ કરવામાં આવતા વેપારી માલનું નિરીક્ષણ કરો.

ઈ-વે બિલની વેલિડિટીએ અંતર પર નિર્ભર છે કે જ્યાં માલ ખસેડવામાં આવે છે. જેથી જો મુસાફરી કરેલ અંતર 100 કિમીથી વધુ ન હોય, તો વેલિડિટી ટ્રાન્સપોર્ટની શરૂઆતની તારીખથી માત્ર 24 કલાક માટે જ લાગુ પડે છે. આ ઉપરાંત, વેલિડિટી શરૂઆતી ટ્રાન્સપોર્ટની તારીખથી બીજા 24 વધારાના કલાકો સુધી લંબાય છે. 

તમને ખબર છે? કે ઈ-વે બિલ કરચોરી કરનારાઓને શોધવા માટે અત્યંત અસરકારક સાધન તરીકે કામ કરે છે?

ઈ-વે બિલની વેલિડિટી નક્કી કરવી

ઈ-વે બિલની વેલિડિટીના નિર્ધારકો ક્યાં છે?

  • ઈ-વે બિલની વેલિડિટીનો સમયગાળો માલના ટ્રાન્સપોર્ટર દ્વારા આવરી લેવામાં આવેલા અંતર પર આધારિત છે.
  • ઈ-વે બિલમાં બે ભાગોનો સમાવેશ થાય છે, ભાગ A અને ભાગ B. ભાગ Aમાં વિવિધ વિગતોનો સમાવેશ થાય છે, જેમાંથી કેટલીક વિગતો નીચે પ્રમાણેની હોય છે:
  • ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહેલા પ્રોડક્ટનો જથ્થો
  • પ્રોડક્ટની કિંમત
  • GSTIN વિગતો (સામાન મેળવનારની સાથે)
  • ઇન્વોઇસ નંબરની વિગતો
  • માલસામાન અથવા રેલ્વે રસીદ નંબર અથવા તો લેડીંગનું બિલ તેમજ એરવે બિલ નંબર
  • માલના ટ્રાન્સપોર્ટીંગનું કારણ
  • માલસામાનની કુલ કિંમત
  • HSN કોડ
  • ભાગ B માં નીચેની વિગતોનો સમાવેશ થાય છે:
  • માલનું ટ્રાન્સપોર્ટ કરનાર વ્યક્તિનો વાહન નંબર
  • ડોક્યુમેન્ટ નંબર
  • ડોક્યુમેન્ટ તારીખ

ઈ-વે બિલની માન્યતા એ દિવસે જ શરૂ થાય છે, જ્યારે ઈ-વે બિલના ભાગ Bમાં કન્સાઈનમેન્ટની વિગતો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોડ અપડેટ કરવામાં આવે છે. ઈ-વે બિલની વેલિડિટી બીજા દિવસની મધ્યરાત્રિએ પુરી થાય છે (કુલ 24 કલાક).

ક્રમાંક

માલનો પ્રકાર

કુલ અંતર

વેલિડિટી

1

નિયમિત માલ

100 કિમી સુધી

વધારાનો દિવસ (24 કલાક)

2

દરેક વધારાના 100 કિમી અથવા 100 કિમીથી ઓછા અંતર માટે

વધારાનો દિવસ (24 કલાક)

3

સામાન જે વાહનના ડેકથી વધુ છે જ્યાં તે લોડ થાય છે

20 કિમી સુધી

વધારાનો દિવસ (24 કલાક)

4

દરેક વધારાના 20 કિમી અથવા 20 કિમીથી ઓછા અંતર માટે

વધારાનો દિવસ (24 કલાક)

એકવાર ઈ-વે બિલ જનરેટ થઈ જાય પછી, ઈ-વે બિલની વેલિડિટી સમય બીજા દિવસની મધ્યરાત્રી સુધી ગણવામાં આવે છે (બરાબર 24 કલાક પછી). ચાલો એક ઉદાહરણ દ્વારા તેને આપણે સમજીએ. જો 100 કિમીથી ઓછા અંતરમાં માલસામાનના ટ્રાન્સપોર્ટ માટે 1 જૂન 2019ના રોજ ઈ-વે બિલ જનરેટ થાય છે, તો બિલની માન્યતા 2 જૂન 2019ની મધ્યરાત્રી સુધી લંબાવાય છે.

જો કે, આ વેલિડિટીમાં 1 જાન્યુઆરી 2021 થી સુધારો કરવામાં આવ્યો છે. જેની વિગતો નીચે આપેલ છે:

ક્રમાંક

ટ્રાવેલનું અંતર

વાહનનો પ્રકાર

વેલિડિટીનો સમય

1

200 કિલોમીટર સુધી

રેગ્યુલર વાહન

એક દિવસ

2

શરૂઆતમાં જણાવેલ અંતર પછી બીજા 200 કે 200 થી ઓછા કિ.મી. માટે

રેગ્યુલર વાહન

વધારાનો દિવસ (24 કલાક)

3

20 કિલોમીટર સુધી

સામાન જે વાહનના ડેકથી વધુ છે, જ્યાં તે લોડ થાય છે

એક દિવસ

4

શરૂઆતમાં જણાવેલ અંતર પછી બીજા 20 કે 20 થી ઓછા કિ.મી. માટે

સામાન જે વાહનના ડેકથી વધુ છે, જ્યાં તે લોડ થાય છે

વધારાનો દિવસ (24 કલાક)

ઈ-વે બિલની વેલિડિટીના સમયમાં વધારો

ઘણી વ્યક્તિઓ માટે ઈ-વે બિલની વેલિડિટીને વધારવાનો નિર્ણય હંમેશા મુશ્કેલ રહ્યો છે. ઈ-વે બિલની વેલિડિટી અલગ અલગ પરિસ્થિતિઓમાં વધારી શકાય છે. જેમાંથી કેટલાક નીચે આપેલ છે:

  •  અલગ અલગ અણધાર્યા આકસ્મિક પરિસ્થિતિઓને કારણે ઈ-વે બિલની વેલિડિટીના સમયની અંદર માલનું કથિત કન્સાઈનમેન્ટ જ્યાં પહોંચવું જોઈએ ત્યાં પહોંચતું નથી. જે કાયદા અને વ્યવસ્થામાં અચાનક વિક્ષેપ, ભારે વરસાદ અથવા પૂર જેવા વાતાવરણીય સંજોગો, અકસ્માત અથવા તો માલસામાનની અવરજવરમાં વિલંબ કરતી અડચણ હોઈ શકે છે.
  • જ્યારે માલ ટ્રાન્સપોર્ટ કરતા વાહનની મશીનરીમાં કોઈ ખરાબી હોય અથવા બીજી કોઈ પ્રકારની ખરાબી હોય, જેના કારણે માલના ટ્રાન્સપોર્ટમાં વિલંબ થાય છે
  • જો કોઈ કારણોસર, પરિસ્થિતિને કારણે ઉપરોક્ત ટ્રાન્સપોર્ટ માટે વાહન બદલવાની જરૂર પડે છે ત્યારે
  • કન્સાઇનમેન્ટના હાલના કેરિયર પાસે ઈ-વે બિલની વેલિડિટીનો સમય  લંબાવવાની સ્વતંત્રતા છે

ઇ-વે બિલની વેલિડિટી વધારવાના પગલાં

તમે બિલની વેલિડિટી પુરી થાય તે સમયમર્યાદાના આઠ કલાક પહેલાં અથવા આઠ કલાક પછી ઇ-વે બિલને લંબાવવાની વિનંતી કરી શકો છો.

ઈ-વે બિલની વેલિડિટી વધારવાની પ્રક્રિયામાં સામેલ વિવિધ પગલાંઓ નીચે આપેલા છે:

  • શરૂઆતમાં, તમારે ઇ-વે બિલિંગ પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ, www.ewaybillgst.gov.in પર લોગ-ઇન કરવું પડશે. તમામ સંબંધિત વિગતો જેમ કે તમારું યુઝર નેમ, લિંક્ડ પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરો અને પછી 'લોગ-ઈન' ટેબ પર ક્લિક કરો.
  • એક નવી સ્ક્રીન દેખાશે. સ્ક્રીનની ડાબી બાજુએ, તમે વિવિધ વિકલ્પો જોશો. 'એક્સ્ટેન્ડ વેલિડિટી' દર્શાવતા વિકલ્પ પર ક્લિક કરો.3. તમારે હવે જે ઈ-વે બિલ માટે તમે એક્સ્ટેંશન માંગી રહ્યા છો તે નંબરને કી કરવો પડશે.
  • 'હા' અને 'ના' સાથેના તમને બે વિકલ્પો દેખાશે
  • 'હા' વિકલ્પ પર ક્લિક કરો. તમને એક્સ્ટેંશન મેળવવાના કારણો આપવા માટે કહેવામાં આવશે.
  • માલ વહન કરતા વાહનના નંબર અને અન્ય વિગતોની કી
  • એક ડ્રોપ-ડાઉન મેનુ દેખાશે. ડ્રોપ-ડાઉન મેનૂની જરૂરિયાતો સામેના કારણોમાં મુખ્ય
  • જલદી તમે આ ઔપચારિકતાઓ પૂર્ણ કરો, સિસ્ટમ તમને ઈ-વે બિલ વેલિડિટી એક્સ્ટેંશન પ્રદાન કરશે. એક્સ્ટેંશન, જો કે, તે સમય સુધી આવરી લેવામાં આવેલ અંતર પર નિર્ભર રહેશે.

ઈ-વે બિલની વેલિડિટી માટે યાદ રાખવાના મુદ્દાઓ

 ઈ-વે બિલની વેલિડિટી અલગ પરિસ્થિતિઓમાં શક્ય છે. જે માર્ગ અકસ્માત, કાયદો અને વ્યવસ્થામાં અણધાર્યા સંજોગો, આત્યંતિક આબોહવાની પરિસ્થિતિઓ અથવા વાહન ખરાબીને કારણે વિલંબ હોઈ શકે છે.

  • ઉપરોક્ત માલના ટ્રાન્સપોર્ટ માટે સોપેલ વ્યક્તિ ઈ-વે બિલના વિસ્તરણ માટે અરજી કરવા માટે અધિકૃત છે
  • ઈ-વે બિલ જનરેટ થયા પછી તેમાં ફેરફાર, ફેરફાર કે રદ કરી શકાતાં નથી. એકમાત્ર વિભાગ જે અપડેટ કરી શકાય છે તે ભાગ B છે. જેમા માલ ટ્રાન્સપોર્ટ કરતા વાહનની વિગતોનો સમાવેશ થાય છે, તેથી જો વાહનમાં ફેરફાર થાય, તો તે આ વિભાગમાં અપડેટ કરવામાં આવે છે.
  • જો તમે ઈ-વે બિલમાં ખોટી વિગતો આપી હોય, તો તમારે તેને રદ કરીને નવા માટે અરજી કરવી પડશે. આ પ્રક્રિયા ઈ-વે બિલના જનરેશનના 24 કલાકની અંદર પુરી કરવાની રહેશે.
  • દરેક ઈ-વે બિલની વેલિડિટી તરત જ શરૂ થાય છે કે જેમણે ઉપરોક્ત વાહનનો નંબર સામાનનો સપ્લાય કરી રહ્યો છે અથવા જે સામાન લેવા જઈ રહ્યો છે તેના દ્વારા પૂરા પાડવામાં આવેલ ઓફિશિયલ દસ્તાવેજમાં વિગતવાર છે.
  • પહેલા દિવસની વેલિડિટી મધ્યરાત્રિ અથવા બીજા દિવસના ઝીરો કલાક સુધીમાં પુરી થાય છે
  • દરેક ઇન્વૉઇસની સાથે સિંગલ ઈ-વે બિલ હોય છે. તમે ઘણા બધા ઇન્વૉઇસ માટે ઈ-વે બિલ જનરેટ કરી શકતા નથી

નિષ્કર્ષ :

આ લેખ તમને ઈ-વે બિલની વેલિડિટી અંગેની સ્પષ્ટતા આપે છે. આ લેખ તમને ઈ-વે બિલની વેલિડિટી શું નક્કી કરે છે અને વિશિષ્ટ પરિસ્થિતિઓમાં તેને કેવી રીતે વિસ્તૃત કરી શકાય તેની સમજ આપે છે. તમને ઈ-વે બિલની વેલિડિટી વધારવા માટે અરજી કરવા માટે અલગ અલગ પગલાઓની સમજ પણ મળે છે. શું તમને પેમેન્ટ મેનેજમેન્ટ અને GST સાથેની સમસ્યાઓ છે? ઈન્કમ ટેક્સ અથવા GST ફાઇલિંગ, કર્મચારી મેનેજમેન્ટ અને અને એ સિવાયની બીજી સમસ્યાઓ માટે તમારા જરૂરિયાતવાળા મિત્ર અને વન-સ્ટોપ સોલ્યુશન એટલે કે Khatabook એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો. આજે જ ડાઉનલોડ કરો!

વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રશ્ન: જો ઈ-વે બિલની વેલિડિટી પુરી થઈ ગઈ હોય તો શું કરવું?

જવાબ:

જો ઈ-વે બિલની વેલિડિટી પુરી થઈ ગઈ હોય, તો તમે હંમેશા ઓફિશિયલ પોર્ટલ પર એક્સ્ટેંશન માટે અરજી કરી શકો છો. જો કે, આ બિલની વેલિડિટી પુરી થાય તે સમયમર્યાદાના આઠ કલાક પછી હોવું જોઈએ. તમે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકો છો, તમારા યુઝરનેમ અને પાસવર્ડ સાથે લૉગ-ઇન કરી શકો છો અને સરળ પગલાઓનું પાલન કરી શકો છો. જેમાં ઇ-વે બિલ વેલિડિટી એક્સટેન્શન મેળવવાનો સમાવેશ થાય છે. તમે જણાવેલી ઔપચારિકતાઓ પુરી કરી લો તે પછી, તમને એક નવો નંબર આપવામાં આવશે.

પ્રશ્ન: ધારો કે માલના ટ્રાન્સફરમાં સંખ્યાબંધ ટ્રાન્સપોર્ટરો સંકળાયેલા છે. શું તેને અલગ-અલગ ઈ-વે બિલ બનાવવાની જરૂર છે?

જવાબ:

ના, એક ઈ-વે બિલ પૂરતું છે. જ્યારે ઘણા ટ્રાન્સપોર્ટરો સામેલ હોય છે, ત્યારે પ્રક્રિયાને 'ટ્રાન્સ-શિપમેન્ટ' તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્નમાં ટ્રાન્સપોર્ટર તે જ કન્સાઈનમેન્ટ બીજા ટ્રાન્સપોર્ટરને પણ સોંપી શકે છે. આ ફેરફારો અધિકૃત ઈ-વે બિલિંગ પોર્ટલ પર તરત જ કરવાના રહેશે.

પ્રશ્ન: શું સેવાઓની સપ્લાઈ માટેના કિસ્સામાં કોઈને ઈ-વે બિલ જનરેટ કરવાની જરૂર છે?

જવાબ:

ના. તમને સેવા આધારિત કોઈપણ વ્યવહારો માટે ઈ-વે બિલની જરૂર નથી.

પ્રશ્ન: ઈ-વે વેલિડિટીનો સમયગાળો શું છે?

જવાબ:

વેલિડિટીએ અંતર પર આધારિત છે કે જ્યાંથી માલનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. તે માલના ટ્રાન્સફર માટે કાર્યરત વાહનના પ્રકાર પર પણ નિર્ભર છે.

અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.