written by khatabook | December 4, 2019

GST ના ફાયદાઓ - ઉદાહરણ સાથે જીએસટી ના ફાયદાઓ જાણીએ

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સિસ્ટમ ભારતમાં ૧ જુલાઈ, ૨૦૧૭ થી અમલમાં આવી છે. આ કર પધ્ધતિનો અમલ ભારતમાં સૌથી યાદગાર આર્થિક સુધારામાંનો એક છે. આથી ‘એક રાષ્ટ્ર, એક કર’ સુધારણાને લીધે કેન્દ્ર અને રાજ્ય સ્તરે લાદવામાં આવતા મોટા ભાગના પરોક્ષ કરને ઘટાડવામાં અને કર વહીવટની દ્રષ્ટિએ એકરૂપતા લાવવામાં મદદ મળી છે. તો ચાલો, જીએસટીના ફાયદાઓ પર એક નજર કરીએ. ગૂડ્ઝ અને સર્વિસ ટેક્સ – જીએસટી પહેલાં ભારતની ટેક્સ સિસ્ટમ પર એક નજર કરીએ. જે નીચે આપવામાં આવી છે :

જીએસટીના ઘટકો :

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ લાગુ કરવામાં આવેલાં કર :

 • રાજ્ય ગુડ્ઝ અને સર્વિસિસ ટેક્સ (એસજીએસટી / SGST) : રાજ્ય સરકાર દ્વારા વસૂલાત
 • કેન્દ્રિય ગુડ્સ અને સર્વિસિસ ટેક્સ (સીજીએસટી / CGST) : કેન્દ્ર સરકાર દ્વારા એકત્રિત
 • ઇન્ટિગ્રેટેડ (એકીકૃત) ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (આઈજીએસટી / IGST) : કેન્દ્ર સરકાર દ્વારા ચીજ વસ્તુઓ અને સેવાઓની આંતર-રાજ્ય સપ્લાય પર લાગુ પડતો કર.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ – જીએસટીની રજૂઆતથી ભારતીય અર્થવ્યવસ્થા ને સકારાત્મક અસર થઈ છે. આ કર પધ્ધતિને લીધે વેપારમાં અડચણ ઊભી કરતાં આંતર-રાજ્ય અવરોધોને અલગ કરવામાં આવ્યા છે અને અર્થતંત્રને એકીકૃત બજારોમાં સાથે લાવવામાં સફળતા મળી છે. માત્ર ઉત્પાદકોને જ નહીં પરંતુ વેપારીઓ બંનેને આ પ્રકારના કર વેરાથી લાભ થઈ રહ્યો છે. અંતિમ ઉપભોક્તાઓએ ગુડ્ઝ અને સર્વિસ ટેક્સના અમલીકરણને લીધે અનેક રીતે લાભ પ્રાપ્ત કર્યા છે.

જાણો શું છે જીએસટીના ફાયદા :

 1. કરચોરીમાં ઘટાડો અને ભ્રષ્ટાચાર મુક્ત કરવેરા વહીવટ :

જીએસટી – ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમના અમલથી કરવેરાનો વહીવટ પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત બન્યો છે. કરવેરા ચોરીથી સરકારની આવક પર તેની નકારાત્મક અસર થતી હોય છે. જે કરદાતાઓ માટે સૌથી મોટો ગેરલાભ સાબિત થાય છે. કરચોરી પર અંકુશ લગાવવા માટે અધિકારીઓ દ્વારા વિવિધ પગલાંઓ હાથ ધરવામાં આવ્યા છે જે નીચે મુજબ આપવામાં આવ્યા છે :

 • જીએસટી નોંધણી (રજીસ્ટ્રેશન) અને PAN ને સિંક્રનાઇઝ કરવામાં આવી રહ્યું છે.
 • ચલાન સ્તર પર જાણ કરવી અને તેને મેચ કરવા.
 • ક્રેડિટ રિકંસીલીએશન.
 • ઈ પધ્ધતિથી બિલ.
 • માલ હિલચાલના ટ્રેકિંગ માટે ઇન્વેસ્ટિગેશન જીએસટી કમિશનરની નિમણૂંક
 • ડિરેક્ટોરેટ જનરલ એનાલિટિક્સ અને જોખમનું મેનેજમેન્ટ
 1. કાર્યવાહીકીય લાભો :

 • નોંધણી માટેની સામાન્ય પ્રક્રિયાઓ.
 • ઓછા કર ફાઇલિંગ્સ અને સમાન ફોર્મેટ્સ.
 • સ્પષ્ટ અને પારદર્શક નિયમો.
 • બુક જાળવવામાં સરળતા.
 • ઓછી રેવન્યુ ચોરી અને વધુ સારી આવક.
 • કરોનું રીફંડ.
 • સામાન્ય કર આધાર.
 • માલ અને સેવાઓના વર્ગીકરણની એક સમાન સિસ્ટમ.
 1. વ્યાપક પ્રભાવને દૂર કરવો :

જીએસટી – ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલીકરણ થયા પહેલાંના સમયગાળા દરમિયાન કરોનો વ્યાપક પ્રભાવ જોવા મળતો હતો. જે હવે જીએસટીના અમલ પછી લગભગ સમાપ્ત જ થઈ ચૂક્યો છે. જીએસટીને લીધે માલ અને સેવાઓ પર લાગતાં કરવેરાની વ્યાપક અસરને લગભગ પૂર્ણ કરી દીધી છે. તેની પાંખ હેઠળ તમામ પરોક્ષ કરને સમાવી લેવામાં આવ્યા છે જેને લીધે જીએસટી સિસ્ટમ માલ અને સેવાઓનો ખર્ચ ઘટાડવામાં ઘણી સફળ રહ્યી છે. આમ જીએસટી – ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ કરની એકરૂપતા તેના નિર્ણાયક ફાયદાઓમાંનો એક છે.

 1. ટેક્નોલોજીથી પ્રેરિત અને ટેકનોલોજીથી સંચાલિત :

આ કર પધ્ધતિ ટેક્નોલોજીથી પ્રેરિત અને ટેકનોલોજીથી સંચાલિત હોવાને લીધે રજીસ્ટ્રેશન (નોંધણી) અને રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. તે સુનિશ્ચિત કરે છે કે પ્રક્રિયા સુવ્યવસ્થિત છે અને વેરાની વસૂલાત કાયદેસર રીતે કરવામાં આવી રહી છે. ઓનલાઇન જીએસટી – ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પોર્ટલ નીચેની પ્રવૃત્તિઓને ટેકો આપે છે :

 • નોંધણી (રજીસ્ટ્રેશન)
 • રિટર્ન ફાઇલિંગ
 • અરજી
 • નોટિસના જવાબ
 • ગ્રાહકોની ફરિયાદો
 1. મર્યાદિત પાલન :

અલગ અલગ કરોની સંખ્યા જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) પધ્ધતિના અમલ પછી ઓછી થઈ ગઈ છે. અગાઉ VAT, એકસાઈઝ અને સેવા કરના ફાઇલિંગ અને પાલનનું પોતાનું અલગ શેડ્યૂલ રહેતું હતું. આ હોલ્ડિંગની પ્રકૃતિના આધારે તે માસિક અથવા ત્રિમાસિક રહેતું હતું. જો કે, જીએસટી દાખલ કરવા માટે એક જ રિટર્ન ફાઇલ કરવાની રહે છે. તેમાં લગભગ ૧૧ રિટર્ન હોય છે, પરંતુ તેમાંથી મૂળભૂત રીતે માત્ર ૪ જ રિટર્ન હોય છે જે કરપાત્ર વ્યક્તિએ ફાઈલ કરવાની જરૂરીયાત રહે છે.

 1. ઉચ્ચ સીમા મર્યાદા :

જીએસટી – ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ (પરિષદ) એ માલના વેચાણ માટેની સીમા મર્યાદા વધારીને રૂપિયા ૪૦ લાખ કરી દેવામાં આવી છે. પૂર્વોત્તર રાજ્યો માટે છૂટની મર્યાદા ૨૦ લાખ રૂપિયા છે. તો ખાસ રાજ્યોને બાદ કરતાં તમામ રાજ્યો માટે ૨૦ લાખ છે. ૧ એપ્રિલ, ૨૦૧૯ થી કંપોઝીંગ વાર્ષિક કારોબાર સ્કિમને ૧ કરોડથી વધારીને ૧.૫ કરોડ રૂપિયા કરવામાં આવી છે. ૧.૦ કરોડથી ઓછું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતાં કરદાતા આ કમ્પોઝિશન સ્કીમનો વિકલ્પ પસંદ કરી શકે છે. ઉત્તર-પૂર્વી રાજ્યો અને હિમાચલ પ્રદેશ માટે આ મર્યાદા રૂ. ૭૫ લાખ રૂપિયા છે. આ યોજના નાના કરદાતાઓને કંટાળાજનક જીએસટી ઔચારિકતાથી મુક્ત કરે છે. આ સિસ્ટમ અંતર્ગત જીએસટી –ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ટર્ન ઓવરના નિશ્ચિત દરે ચૂકવી શકાય છે. CGST (કેન્દ્રિય ગુડ્સ અને સર્વિસિસ ટેક્સ) (સુધારા) અધિનિયમ, ૨૦૧૮ કે જે ફેબ્રુઆરી, ૨૦૧૯ થી અમલમાં મૂકવામાં આવ્યું તેના અનુસાર, આ યોજનામાં વાર્ષિક ટર્ન ઓવર અથવા ૫ લાખ રૂપિયા આ બેમાંથી જે ઊંચુ હોય તેની ૧૦ % સુધીની સેવાઓ સપ્લાય કરી શકે છે. આ યોજના અંતર્ગત, સમાન PAN નંબર હેઠળ નોંધાયેલા વિવિધ વ્યવસાયોને ધ્યાનમાં લેવામાં આવે છે. એક પછી એક અપાતી છૂટને લીધે આ પગલું નાના ઉદ્યોગો માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

 1. જીએસટી અને મેક ઇન ઇન્ડિયા :

આયાત પર જીએસટી – ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થવાની સાથે સાથે બિનજરૂરી ખર્ચમાં ઘટાડાને લીધે ઉત્પાદનને વેગ મળે છે, જે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ માટે કરોડરજ્જુ સમાન સાબિત થાય છે. વ્યવસાયિક ચેક પોસ્ટ્ની નાબૂદી સાથે રાજ્યની સરહદ દ્વારા વ્યવહારની સરળતા અને માલનો મુક્ત પ્રવાહ તેનો બીજો ફાયદો છે. મનસ્વી કરવેરા પ્રણાલીને બદલીને, જીએસટી મોડેલે ભારતીય બજારનું એકીકરણ કર્યું છે. લોજિસ્ટિક્સના ખર્ચમાં ઘટાડો, પરિવહનના ઓછા કલાકો અને નિકાસ વેરા અને રિફંડમાંથી રાહતને કારણે ઉત્પાદનને નોંધપાત્ર વેગ મળ્યો છે.

 1. ઇ- કોમર્સ ઉદ્યોગો માટે સરળ કામગીરી :

શરૂઆતમાં, ઇ- કોમર્સ ઉદ્યોગો માટે, સરહદ પારના માલની સપ્લાય કર કાયદા હેઠળ આવતી હતી. સરહદ પાર કરવામાં આવતી ડિલિવરી ટ્રકને VAT ની ઘોષણા અને નોંધણી નંબર સાથે જરૂરી દસ્તાવેજો તૈયાર કરવા જરૂરી હતા. જરૂરી દસ્તાવેજો ન હોય તો માલ જપ્ત કરી લેવામાં આવતો. જીએસટીએ આવી બધી જટિલતાઓને નાબૂદ કરી અને સરળ લેવડ દેવડનો માર્ગ મોકળો કર્યો છે.

નિષ્કર્ષ :

જીએસટી – ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલીકરણથી દેશમાં એક ખૂબ જ પારદર્શક સિસ્ટમ આવી છે જે ભ્રષ્ટાચાર મુક્ત સાબિત થઈ છે. તેના ફાયદા લાંબા ગાળાના છે અને તે ફક્ત વ્યવસાય- ફ્રેન્ડલી જ નહીં પરંતુ ગ્રાહક- ફ્રેન્ડલી પણ છે. કરવેરાની આ પ્રણાલીથી દેશને આંતરરાષ્ટ્રીય વેપારમાં સારી સ્થિતિ મળી છે. ભારતીય બજાર પહેલાના સમયની તુલનામાં ઘણું સ્થિર છે. જીએસટીની અરજી સાથે, ભારત આંતરરાષ્ટ્રીય બજારોમાં વધુ સારી સ્થિતિમાં છે, જેણે અર્થવ્યવસ્થાને સકારાત્મક રીતે પ્રભાવિત કરી છે.

mail-box-lead-generation

Got a question ?

Let us know and we'll get you the answers

Please leave your name and phone number and we'll be happy to email you with information

Related Posts

None

GST: ત્રિમાસિક રિટર્ન ફાઈલિંગ અને ટેક્સની માસિક ચુકવણી (QRMP)


None

GST હેઠળ માલના સપ્લાયનું સ્થળ


None

GST પોર્ટલ પર શૂન્ય GSTR 1 રિટર્ન કેવી રીતે ફાઈલ કરવું


None

GST હેઠળ ITC રિવર્સલ વિશે જાણો


None

જોબ વર્ક માટે એક્સેલ અને વર્ડમાં ડિલીવરી ચલણનું ફોર્મેટ


None

ભારતમાં GST ના પ્રકાર - CGST, SGST અને IGST શું છે?


None

તમે સર્ટિફાઈડ GST પ્રેક્ટિશનર કેવી રીતે બનશો?


None

ઈ-વે બિલ શું છે? ઈ-વે બિલ કેવી રીતે બનાવવું?


None

GST નંબર: દરેક વ્યવસાય ને જરૂરિ એવો ૧૫ અંકો નો નંબર

1 min read