written by Khatabook | November 7, 2021

GST હેઠળ માલના સપ્લાયનું સ્થળ

×

Table of Content


ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અથવા GST માલ અથવા સેવાઓના ઉત્પતિ પર વસૂલવામાં આવતો નથી. આ મોકલવાની અથવા સપ્લાયના સ્થળ પર આધાર રાખે છે, જ્યાં સેવાઓ અથવા માલનો વપરાશ થાય છે. એટલા માટે જ એ સ્થળ આધારિત જીએસટી ટેક્સ અથવા ડેસ્ટિનેશન-સેન્ટ્રિક ટેક્સ છે અને જે રાજ્યમાં સેવાઓ/માલનો વપરાશ થાય છે તેને જીએસટી કરવેરાનો અધિકાર ધરાવે છે.

GST હેઠળ સપ્લાયનું સ્થાન શું છે?

GST ટેક્સેશનમાં સપ્લાયનું સ્થાન મહત્વનું છે, કારણ કે તે એ પણ નક્કી કરે છે કે વ્યવહારને આંતરરાજ્ય કે એકથી બીજા રાજ્ય તરીકે ગણવા જોઈએ અને 3 GST કરમાંથી કયો કર એકત્ર કરવો જોઈએ. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST), ઈન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસિસ (IGST) અને સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST)

જ્યારે માલની અવરજવર ચાલુ હોય ત્યારે GST હેઠળ માલના પુરવઠા અને પુરવઠાની જગ્યા વચ્ચેનો તફાવત

ચાલો આપણે શરૂઆતમાં જ ઝડપથી જાણી લઈએ કે જ્યારે માલસામાનની લે-વેચ થતી હોય ત્યારે માલની સપ્લાઈ અને માલના પુરવઠાની જગ્યાનો અર્થ શું થાય છે.

માલ અથવા સેવાઓનો પુરવઠો

GST માં માલ અથવા સેવાઓના પુરવઠાનું સ્થાન

માલ અથવા સેવાઓના પુરવઠાનો આ શબ્દ ખરીદનાર, સપ્લાયર અથવા અન્ય લોકો દ્વારા માલ અથવા સેવાઓની આવક-જાવકનો ઉલ્લેખ કરે છે.

પુરવઠાનું સ્થળએ માલ અથવા સેવાઓનું સ્થાન છે જ્યારે માલસામાનની આવક-જાવક માલ/સેવાઓ પ્રાપ્ત કરનાર પ્રાપ્તકર્તા સાથે પુરી થાય છે.

આના અંતર્ગત, માલસામાનની આપૂર્તિ ત્યારે કરવામાં આવે છે,જ્યારે વેચનાર પાસેથી ખરીદદારને માલ અથવા સેવા આપવામાં આવે છે. તેમાં માલની હેરફેર દરમિયાન અથવા એ પહેલા એજન્ટ જેવા ત્રીજા પક્ષનો સમાવેશ થાય છે અને સામાન્ય રીતે ટ્રાન્સફર સાથે થાય છે.

એવું માનવામાં આવે છે કે ત્રીજી વ્યક્તિએ માલ મેળવ્યો છે અને તેથી માલના સપ્લાયનું GST સ્થળ ત્રીજા પક્ષના વ્યવસાયનું મુખ્ય સ્થળ હશે.

 

સપ્લાય નિયમોના GST સ્થાન અને તેના પરના કરવેરા સમજવા માટે ચાલો કેટલાક ઉદાહરણો જોઈએ.

ઈન્ટ્રા સ્ટેટ જીએસટી ઉદાહરણ:

મુંબઈમાં એબીસી એન્ટરપ્રાઈઝના શ્રી મોહનનું ઉદાહરણ લઈએ, જે મહારાષ્ટ્રના પુણેમાં શ્રી ભાસ્કરને 20 લેપટોપ સપ્લાય કરે છે. માલની સપ્લાયનું મુખ્ય સ્થળ અને સપ્લાય સ્થળ બંને મહારાષ્ટ્રમાં હોવાથી મુંબઈમાં લેવડ-દેવડ પર SGST લાગે છે.

GST માં આંતરરાજ્ય ખરીદીનું ઉદાહરણ:

ચાલો એક જ ઉદાહરણને ઉત્પતિ પરિવર્તન સાથે લઈએ. મુંબઈમાં એબીસી એન્ટરપ્રાઈઝના શ્રી મોહનના લેવડ-દેવડને ધ્યાનમાં લઈએ કે જેઓ કર્ણાટકના બેંગ્લોરમાં શ્રી ભાસ્કરને 20 લેપટોપ સપ્લાય કરે છે. આ કિસ્સામાં, તે આંતરરાજ્ય પુરવઠો છે અને તેથી ટ્રાન્ઝેક્શન પર IGST લગાડવામાં આવે છે.

સૂચનાઓ હેઠળ ત્રીજા પક્ષને વિતરણનું ઉદાહરણ:

હવે ચાલો કોઈ ત્રીજા પક્ષના હસ્તક્ષેપ સાથે ઉદાહરણનો ઉપયોગ કરીએ. મૈસુરના શ્રી વૈભવ મુંબઈમાં એબીસી એન્ટરપ્રાઈઝના શ્રી મોહન પાસેથી 20 લેપટોપ ખરીદે છે અને તેમને મહારાષ્ટ્રના પુણેમાં શ્રી ભાસ્કરને આપવા વિનંતી કરે છે. આ કિસ્સામાં એવું માનવામાં આવે છે કે માલ કર્ણાટક રાજ્યના મૈસૂરમાં શ્રી વૈભવને પરત કરવામાં આવ્યો છે. જેથી GST હેઠળ માલના પુરવઠાનું સ્થળ મૈસુર, કર્ણાટક GST છે, તેમ છતાં લેપટોપની ઉત્પત્તિ અને ડિલિવરીની જગ્યા મહારાષ્ટ્ર રાજ્યની અંદર છે. કરવેરા આ કિસ્સામાં આંતરરાજ્ય વ્યવહાર તરીકે ગણવામાં આવશે અને કર્ણાટક માટે GST નિયમો અનુસાર એકત્રિત કરવામાં આવશે.

રીસીવર દ્વારા માલની એક્સ-ફેક્ટરી ડિલિવરીનું ઉદાહરણ:

ઉદાહરણ તરીકે, GSTમાં સપ્લાયની જગ્યાનો વિચાર કરો, જ્યાં મુંબઈ, મહારાષ્ટ્રના શ્રી વૈભવને તમિલનાડુના મદુરાઈમાં ડિજીટેક એન્ટરપ્રાઈઝિસ તરફથી 150 લેપટોપના સપ્લાયનો ઓર્ડર મળે છે. ડિજીટેક ઉલ્લેખ કરે છે કે તે મદુરાઈ સુધી પરિવહનની વ્યવસ્થા કરવા માંગે છે અને મુંબઈમાં શ્રી વૈભવની જુની ફેક્ટરીમાંથી સામાન લેવા માંગે છે. અહીં, સપ્લાયનું સ્થાન તમિલનાડુમાં મદુરાઈ છે, ભલે ઉત્પતિ અને વિતરણ મુંબઈ મહારાષ્ટ્રમાં છે, તેથી સપ્લાયના સ્થાન પર લાગુ IGST વસૂલવામાં આવશે જે તમિલનાડુમાં મદુરાઈ છે.

ઈ-કોમર્સ વેચાણનું ઉદાહરણ:

ધ્યાનમા રાખો કે મહારાષ્ટ્રમાં મુંબઈના શ્રી મોહને ડિજીટેક એન્ટરપ્રાઈઝને 54 ઈંચના સ્માર્ટ ટીવીનો ઓર્ડર આપ્યો છે અને તેમની 30મી મેરેજ એનિવર્સરી પર ભેટ તરીકે કર્ણાટકના બેંગ્લોરમાં તેમના પિતા શ્રી રામને મોકવાનું કહે છે. ચેન્નાઈ તમિલનાડુમાં રજિસ્ટર્ડ ડિલિવરી એજન્ટ ક્વિક ડિલિવરી ડિજીટેક એન્ટરપ્રાઈઝના બિલ હેઠળ શ્રી રામને ટીવીની પ્રોસેસિંગ અને ડિલિવરી સોંપવાનું કામ આપવામાં આવ્યું છે.

આ કિસ્સામાં ચાલો માની લઈએ કે ડિજીટેક એન્ટરપ્રાઈઝિસએ મહારાષ્ટ્રના મુંબઈથી શ્રી મોહનને સામાન પહોંચાડ્યો છે. બેંગલોર કર્ણાટકમાં શ્રી રામ તેમની 30મી મેરેજ એનિવર્સરી પર ભેટ તરીકે ટીવી મેળવે છે અને ચેન્નાઈ તમિલનાડુમાં ક્વિક ડિલિવરી રજિસ્ટર્ડ ડિલિવરી એજન્ટ છે. આ કિસ્સામાં સપ્લાયનું સ્થળ મુંબઈ, મહારાષ્ટ્ર હશે અને GST ડેસ્ટિનેશન આધારિત ટેક્સ IGST કાયદા મુજબ એકત્રિત કરવામાં આવશે.

'સામાનનો પુરવઠો' અને 'માલની અવરજવર ન હોય ત્યારે માલનો પુરવઠો' વચ્ચે શું તફાવત છે?

હવે ચાલો જોઈએ કે જ્યારે માલસામાનની અવરજવર ન હોય ત્યારે સપ્લાયની જગ્યા કેવી રીતે પ્રભાવિત થાય છે.

માલના પુરવઠાનો પ્રકાર

માલના પુરવઠાની જગ્યા

આ પ્રકારના માલના પુરવઠામાં, પ્રાપ્તકર્તા અથવા સપ્લાયર દ્વારા GST હેઠળ માલની કોઈ લેવડ-દેવડ થતી નથી.

સપ્લાયનું સ્થાન ડિલિવરી અથવા માલિકીના સ્થાનાંતરણ સમયે માલ મેળવનારના હાથમાં માલનું સ્થાન માનવામાં આવે છે.

સામાનને સાઈટ પર ઈન્સ્ટોલ અને એસેમ્બલ કરવામાં આવે છે.

આ કિસ્સામાં માલના પુરવઠાની જગ્યા એ એસેમ્બલી અથવા ઈન્સ્ટોલેશનની જગ્યા અથવા સ્થાન છે.

 

ચાલો સપ્લાયની જગ્યા અને તેના પર લાગતા ટેક્સને સમજવા માટે કેટલાક ઉદાહરણો જોઈએ.

જ્યારે માલની કોઈ લેવડ-દેવડ થતી ન હોય:

ચેન્નાઈ તમિલનાડુ સ્થિત ડિજીટેક લિમિટેડના ઉદાહરણનો વિચાર કરો, જે બેંગ્લોર કર્ણાટકમાં શોરૂમ ખોલે છે. તેઓ બેંગ્લોર કર્ણાટકમાં મેસર્સ અકાઈ રિયલ્ટર્સ પાસેથી પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ સાથેના શોરૂમ ખરીદે છે. માલની ડિલિવરી બેંગ્લોર કર્ણાટકમાં હોવાથી ત્યાં માલની લેવડ-દેવડ નથી.

આ ધ્યાનમાં રાખવુ અગત્યનું છે કે બિલ્ડિંગની ખરીદી પર GST ચૂકવવાપાત્ર છે અને માત્ર કોમર્શિયલ પ્રોપર્ટીના ભાડા પર GST લાગુ પડે છે. પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ સાથેના વર્કસ્ટેશનો પહેલેથી જ મિલકત પર છે અને તે અચલ મિલકત છે, તેથી GST હેઠળ સપ્લાયનું સ્થળ બેંગ્લોર કર્ણાટક હશે. એટલે બેંગ્લોરમાં SGST અને CGST બંનેના કરવેરા સાથે GST લાગુ પડશે.

GST વિભાગના કોનસેપ્ટમાં પુરવઠાના ઉપરના સ્થાનને સ્પષ્ટ કરવા માટે અહીં એક કોષ્ટક છે.

એક જ રાજ્યમાં ડિલિવરી કરાયેલા સામાન પરંતુ બીજા રાજ્યમાં બિલિંગ સરનામા પર GST કેવી રીતે લાગુ થશે?

સપ્લાયનો પ્રકાર

સપ્લાયર સ્થાન

પ્રાપ્તકર્તા રજિસ્ટર્ડ ઓફિસ સ્થાન

સ્થાપના અથવા એસેમ્બલી માટે સાઈટ સ્થાન

સપ્લાયનું સ્થળ

GST

સામાનને સાઈટ પર ઈન્સ્ટોલ અથવા એસેમ્બલ કરવામાં આવે છે

ઓડિશા

બેંગ્લોર

હૈદરાબાદ

હૈદરાબાદ GST

CGST

SGST

મુંબઈ

મુંબઈ

મુંબઈ

મુંબઈ GST

(હૈદરાબાદ)

ઝારખંડ

ઝારખંડ

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર

CGST

SGST

તમિલનાડુ

તમિલનાડુ

કર્ણાટક

કર્ણાટક

(મુંબઈ)

તમિલનાડુ

કર્ણાટક

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર

CGST

SGST

જહાજ પર પૂરી પાડવામાં આવતી વસ્તુઓ:

હવે ચાલો ધ્યાનમાં લઈએ કે GST હેઠળ પુરવઠાના નિયમોની જગ્યા માટે માલની હેરફેર વાહન અથવા જહાજ દ્વારા થાય છે.

માલના સપ્લાયનો પ્રકાર

સપ્લાયની જગ્યા

માલ વાહન અથવા જહાજ અથવા ટ્રેન અથવા એરક્રાફ્ટ અથવા મોટર વાહન પર જઈ રહ્યો છે.

એ જગ્યા જ્યાં આ માલ બોર્ડ પર લેવામાં આવે છે.

જહાજમાં મુસાફરી કરતા માલસામાનનું ઉદાહરણ:

ધ્યાનમાં રાખો કે શ્રી રાજ મુંબઈથી બેંગલોર હવાઈ માર્ગે મુસાફરી કરે છે અને નાસ્તો, કોફી અને ઘડિયાળનો ઓર્ડર આપે છે. એરલાઈન બેંગ્લોર અને મુંબઈ બંનેમાં રજિસ્ટર્ડ છે. આ કિસ્સામાં બોર્ડિંગનું સ્થળ મુંબઈ હોવાથી, માલ મુંબઈનો છે અને તેથી સપ્લાયનું સ્થળ મુંબઈ GST છે અને SGST અને CGST બંને વસૂલવામાં આવશે.

નોંધ: ટ્રેન અથવા હવાઈ મુસાફરી કરતી વખતે સપ્લાયનું સ્થાન એ હશે જ્યાં જમવાનું પહોંચાડવામાં આવ્યો હતો. ઉપરાંત, એરલાઇન્સ અને ટ્રેન સેવાઓની સામાન્ય રીતે સમગ્ર ભારતમાં હાજરી હોવાથી GST હેઠળ માલની હેરફેર લાગુ પડે છે અને SGST અને CGST બંને સપ્લાયના સ્થળના આધારે વસૂલવામાં આવે છે.

એમેક્સ એન્ટરપ્રાઈઝિસ, બેંગ્લોરના શ્રી મોહનનું બીજું ઉદાહરણ ધ્યાનમાં લઈએ, જેઓ આગ્રાથી દિલ્હી-લખનૌ-બેંગ્લોર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે. બપોરનું જમવાનું દિલ્હીમાં ઓડર કર્યુ હતું, અને તેઓ આગ્રામાં પ્રવેશ કરે છે અને તરત જ લંચનો ઓર્ડર આપે છે. કારણ કે ટ્રેનો પણ સમગ્ર ભારતમાં ઉપસ્થિત છે અને પ્રાપ્તકર્તા અથવા એમેક્સ એન્ટરપ્રાઈઝનું રજીસ્ટ્રેશન બેંગ્લોર છે સપ્લાયનું સ્થળ એ સ્થાન છે જ્યાં જમવાનું ઓફર કરવામાં આવ્યું હતું. આ કેસમાં તેઓને દિલ્હીમાં બેસાડવામાં આવ્યા હતા. દિલ્હી GST માટે સપ્લાયનું સ્થાન દિલ્હીને માનવામાં આવે છે અને UTGST અને CGST બંને વસૂલવામાં આવશે.

નોંધ: જો સપ્લાયનું સ્થળ અસ્પષ્ટ હોય, તો તે GST કાઉન્સિલની ભલામણો અને સંસદના નિયમો અનુસાર નક્કી કરવામાં આવશે.

નિકાસ/આયાત સપ્લાયનું સ્થાન:

આ કિસ્સામાં માલના સપ્લાયનું સ્થાન નીચે આપેલા નિયમોનું પાલન કરે છે:

1. જો માલ ભારતમાં આયાત કરવામાં આવે છે, તો સપ્લાયનું સ્થાન આયાતકારનું સ્થાન માનવામાં આવે છે.

2. જો ભારતમાંથી માલની નિકાસ કરવામાં આવે છે, તો સપ્લાયનું સ્થાન ભારતની બહાર આયાતકારની જગ્યા તરીકે લેવામાં આવે છે.

માલના સપ્લાયનો પ્રકાર

સપ્લાયની જગ્યા

GST કરવેરા

ભારતમાં આયાત કરાયેલ માલ

આયાતકારનું સ્થાન

IGST હંમેશા આયાત પર વસૂલવામાં આવે છે

ભારતમાંથી નિકાસ કરવામાં આવે છે

ભારતની બહાર આયાતકારનું સ્થાન

નિકાસ પરનો જીએસટી રિફંડપાત્ર છે.

આ પણ વાંચો: જીએસટી ટ્રેકિંગ - તમારી એપ્લિકેશન સ્થિતિને ઓનલાઇન ટ્રેક કરો

આયાત/નિકાસ ઉદાહરણ:

બેંગ્લોર કર્ણાટકમાં રજિસ્ટર્ડ મેસર્સ એબીસી એન્ટરપ્રાઈઝ, ચીનમાંથી 500 રમકડાં આયાત કરે છે. સપ્લાયનું સ્થાન કર્ણાટક GST છે અને IGST વસૂલવામાં આવે છે.

ધ્યાનમાં લો કે કર્ણાટકમાં નોંધાયેલ મેસર્સ મૈસુર અગરબત્તી ઈન્ડોનેશિયામાં અગરબત્તીઓના 1000 પેકેટોની નિકાસ કરે છે. સપ્લાયનું સ્થળ એ ભારતની બહાર આયાત કરનારનું સ્થાન છે. નિકાસકાર સ્થાન મૈસૂર, કર્ણાટકને GSTમાં સપ્લાયનું સ્થળ માનવામાં આવે છે, પરંતુ જો ચુકવણી કરવામાં આવે તો GST મુક્ત અથવા રિફંડપાત્ર છે.

નિષ્કર્ષ:

GST નું પાલન કરવું ફરજિયાત છે અને તે ખૂબ જ ગૂંચવણભર્યું હોઈ શકે છે. તેથી અમે આશા રાખીએ છીએ કે આ લેખ દ્વારા અમે GST અથવા GST ડેસ્ટિનેશન આધારિત કરમાં સપ્લાયના સ્થાનના કોન્સેપ્ટને સ્પષ્ટ કર્યો છે. GST વિશે વધુ જાણવા માટે Khatabook ની મુલાકાત લો. GST અને વ્યવસાય વિશે ઉપયોગી માહિતી ઉપરાંત આ નાના વેપારીઓને તેમના ખાતાઓને મેનેજ કરવા માટે અને GST આદેશનું પાલન કરવામાં મદદ કરે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો:

1. GST ને ડેસ્ટિનેશન ટેક્સ કેમ કહેવામાં આવે છે?

માલ કે સેવાઓની ઉત્પતિ પર GST લાગતો નથી. એ ડેસ્ટિનેશન અથવા સપ્લાયના સ્થળ પર આધાર રાખે છે જ્યાં સેવાઓ અથવા માલનો વપરાશ થાય છે. આથી એ ડેસ્ટિનેશન-કેન્દ્રિત કર છે અને જે રાજ્યમાં માલ કે સેવાઓનો વપરાશ થાય છે તે GSTનો દાવો કરવા માટે હકદાર છે.

2. જો હું નાનો નિકાસકાર હોય તો GST ટેક્સનું શું થશે?

માલ અથવા સેવાઓની નિકાસને શૂન્ય-રેટેડ સપ્લાય હેઠળ ગણવામાં આવે છે, જેથી નાના નિકાસકાર દ્વારા GST ચૂકવવાની જરૂર રહેશે નહીં.

3. જો હું ચીનમાંથી કારના પાર્ટ્સ આયાત કરું છું અને દિલ્હીમાં GST રજીસ્ટર થયેલું છું, તો શું હું GST ચૂકવવા માટે જવાબદાર છું?

હા, માલના સપ્લાયનું સ્થળ આ કિસ્સામાં, આયાતકારનું સ્થાન હશે, અને તમે UTGST અને CGST ચૂકવવા માટે જવાબદાર છો કારણ કે સપ્લાયનું સ્થાન દિલ્હી, દિલ્હી UTGST છે.

4. હું બેંગ્લોરથી હવાઈ માર્ગે અવારનવાર મુસાફરી કરું છું અને બેંગલોરમાં મારી કંપની મારો ખર્ચ ઉઠાવે છે. પ્લેનમાં આપવામાં આવતા ભોજન પર કેટલો GST ચૂકવવો પડશે?

ટ્રેન અથવા હવાઈ મુસાફરી કરતી વખતે, સપ્લાયનું સ્થાન તે હશે જ્યાં જમવાનું પહોંચાડવામાં આવ્યું હતું. ઉપરાંત, એરલાઇન્સ અને ટ્રેન સેવાઓની સામાન્ય રીતે સમગ્ર ભારતમાં હોવાથી, SGST અને CGST બંને સપ્લાયના સ્થળના આધારે લેવામાં આવે છે. તમારા કિસ્સામાં સપ્લાયનું સ્થાન બેંગ્લોર, કર્ણાટક GST હશે, ધારો કે તમે બેંગ્લોરમાં બોર્ડ કરો છો અને ખાદ્યપદાર્થો પણ બેંગ્લોરમાં બોર્ડ કરે છે. જો તમારી રિટર્ન ફ્લાઈટ મુંબઈથી છે અને ખાદ્યપદાર્થો પણ મુંબઈમાં છે, તો સપ્લાયનું સ્થળ મુંબઈ છે અને મુંબઈ GST લાગુ થશે. બંને કિસ્સાઓમાં, SGST અને CGST એકત્રિત કરવામાં આવે છે.

5. હું વિદ્યુત પેનલ્સ સપ્લાય કરું છું જે સાઈટ પર ઈન્સ્ટોલ અને એસેમ્બલ છે. હું બેંગ્લોરમાં રજિસ્ટર્ડ છું, અને મારા ખરીદનાર મુંબઈમાં રજિસ્ટર્ડ છે. જો કે, સાઈટનું સ્થાન અમદાવાદ ગુજરાતમાં છે. GST ની ગણતરી કેવી રીતે થાય છે?

આ કિસ્સામાં સાઈટનું સ્થાન સપ્લાયના સ્થાન તરીકે ગણવામાં આવે છે. તમારા કિસ્સામાં સપ્લાયનું સ્થાન અમદાવાદ છે અને અમદાવાદ GST લાગુ છે. CGST અને SGST બંને લાગુ થશે. તમે અમદાવાદ અથવા ગુજરાતમાં GST હેઠળ રજિસ્ટર્ડ છો તેની ખાતરી કરો. તમે ગુજરાત GST હેઠળ આ ઓર્ડર માટે કેઝ્યુઅલ કરદાતા તરીકે પણ નોંધણી કરાવી શકો છો, જે તમને તમારું કાર્ય પૂર્ણ કરવા માટે 90 દિવસનો સમય આપે છે. જો તે અધૂરું હોય, તો તમે બીજા 90 દિવસનું કારણ આપીને એક્સટેન્શનની વિનંતી કરી શકો છો.

અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.