ફર્નિચરનો વ્યવસાય કેવી રીતે શરૂ કરવો
ફર્નિચર નો ધંધો એક એવો ધંધો છે જેમાં તમારે લાંબી વિચાર દૃષ્ટિ ની જરૂર પડે છે. આ ધંધો શરૂ કરવામાં તમારે શું જોઈશે? કેટલા પ્રમાણમાં વપરાશ કરશો? ગ્રાહકો ને કેટલી રકમે આપશો? કેટલો નફો કરશો? કેટલા કામદાર રાખશો? જેવા અસંખ્ય પ્રશ્નો નો જવાબ શોધવા પડે છે. જેથી આ ધંધા માં ભવિષ્ય નો વિચાર ખૂબ જરૂરી છે. તમારે ફર્નિચર નો સ્ટોર શરૂ કરવા માં કેટલો ખર્ચો થઈ શકે છે સૌ પ્રથમ તે જાણવું જરૂરી છે અને ભવિષ્ય માં ફર્નિચર ના ધંધા માં કેટલો ખર્ચો કરવો પડી શકે છે. તમે કેટલો મોટો સ્ટોર ખોલવા માંગો છો. કેટલું ભાડું ચૂકવું પડી શકે છે. કેટલા પ્રમાણમાં વધારે કમાઈ શકો છો. વગેરે જેવા વિચારો કરી ને ફર્નિચર નો ધંધો શરૂ કરી શકો છો.
તમારે ફર્નિચર નો ધંધો શરૂ કરવા માટે સૌ પ્રથમ કાયદાકીય સત્તા ની જરૂર પડે છે. વિકાસશીલ દેશો માં તો ખાસ જરૂર પડે છે તમારે તમારા ફર્નિચર ના ધંધા ને કાયદાકીય રીતે ચલાવવા માટે કેટલીક પરવાનગી લેવી પડે છે. કે જે તમને તમારા દેશ ની સરકાર પાસેથી પ્રાપ્ત થાય છે. તમારે તમારા ધંધા ની શરૂઆત થી લઈને અંતિમ વિગતો દર્શાવી પડે છે અને જો તે અનુકૂળ હોય તો તમને ધંધો કરવાની પરવાનગી આપવામાં આવે છે. ફર્નિચર ના ધંધા માં વપરાતું ઈમારતી લાકડુ એ ગેર કાયદેસર રીતે તો કાપવા માં નથી આવતું ને? તે અગત્ય ની વાત નું ધ્યાન રાખીને જ તમને પરવાનગી આપવામાં આવે છે. ફર્નિચર ના ધંધા માં વાપરવામાં આવતું ઈમારતી લાકડુ અથવા અન્ય જંગલી લાકડા ગેર કાયદેસર કાપીને વાપરવા માં આવે છે. જેથી કેટલાક ફર્નિચર ના માલિકો નું લાઈસેંસ રદ કરવામાં આવે છે.
ફર્નિચર નો ધંધો કરવા માટે ટેક્સ ભરવો ખૂબ અગત્ય નો છે. તમે જે કઈ પણ ફર્નિચર ના ધંધા માંથી કમાવો છો તેનો અમુક ટકા ભાગ નો tex ભરવો પડે છે અને તમારે ટેક્સ ભરવા માટે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. જો તમે ટેક્સ ભરવામાં કોઈ પણ પ્રકારની ચોરી કરો છો અથવા ટેક્સ નથી ભરતા તો તમારા ધંધા નું લાઈસેંસ રદ પણ થઈ શકે છે. જેથી તમારે ટેક્સ રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જરૂરી છે. કોઈ પણ ધંધો શરૂ કરતાં પહેલાં તે ધંધા નું કોઈ ચોક્ક્સ નામ હોવું ખૂબ જરૂરી છે. તમારા ફર્નિચર સ્ટોર નું કોઈ અનન્ય નામ રાખો. જે અગાઉ કોઈ અન્ય ફર્નિચર નું નામ ન હોય. નામ નક્કી થયા પછી તમારે સ્ટોર નું બેંક એકાઉન્ટ અને ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ આવશ્યક છે. તમારા સ્ટોર ના નામ પર થી તમારા ધંધા નું એકાઉન્ટ બનવો. આ એકાઉન્ટ સાથે ધંધા ના માલિક ની વિગતો હોવી ખૂબ આવશ્યક છે જેથી સ્ટોર નો માલિક કોણ છે તેનો ખ્યાલ આવે. આ ધંધા ના એકાઉન્ટ નું ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ પોતાની સાથે રાખો. જેથી નાણાંકીય વ્યવહાર કરવા માં સરળતા રહે. ફર્નિચર ના ધંધા માં મોટા નાણાંકીય વહીવટ ની જરૂર પડે છે. જેથી સરળતા માટે શક્ય હોય તો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ સાથે રાખવા.
ફર્નિચર ના ધંધા માટે તેનો સારો એવો સ્ટોર હોવો જરૂરી છે. આ સ્ટોર બને તેટલો મોટો અને સુંદર રાખવો. જેથી ગ્રાહકો આકર્ષાય. તમારા ફર્નિચર સ્ટોર ની અંદર તમારૂ સૌથી સારું અને શ્રેઠ ફર્નિચર ગોઠવવું. સાથે સાથે થોડા ફર્નિચર સેમ્પલ પણ મૂકવા જેથી ગ્રાહકો ને પસંદ કરવામાં ખૂબ સરળતા રહે. અને ગ્રાહકો વધારે અટવાય નહીં. તમારા ફર્નિચર સ્ટોર ની ખૂબ સારી એવી ચોપડી બનાવો. જેમાં તમારા સ્ટોર ની બધી માહિતી વિગતવાર આપેલી હોય. સ્ટોર ના સ્થળ નું પણ ખાસ ધ્યાન રાખો જેથી ગ્રાહકો વધુ આકર્ષાય. સ્ટોર શરૂ થવાનો અને બંધ થવાનો કોઈ ચોક્ક્સ સમય નક્કી કરો. જેથી ગ્રાહકો ને તમારા store ની મુલાકાત લેવી સરળ પડે. ફર્નિચર ના ધંધા માં સફળ થવા માટે તમારે વધારે માં વધારે વસ્તુઓ બનાવની જરૂર છે.
આ ધંધા માં વધુ વિવિધતા રાખવાથી ગ્રાહકો ને નવી નવી વસ્તુઓ નો ખ્યાલ આવે છે. સ્ટોર, સોફા, બેડ, ડાઇનિંગ, સ્ટુડન્ટ ટેબલ, ટીવી યુનિટ, કોફી ટેબલ, સ્ટોરેજ, સોફા બેડ,શુ કેસ, ડેકોર વગેરે માં વિવિધતા રાખવાની જરૂર છે. આ ઉપરાંત ફર્નિચર ડિઝાઇન, થીમ વગેરે પર કામ કરવાની જરૂર છે. ફર્નિચર ના ધંધા માં તમારે ટ્રેન્ડ સાથે ચાલવું પડે છે. આ પ્રકાર ના ધંધા માં તમારે કામદાર ની ખૂબ જ જરૂરિયાત રહે છે તે ખૂબ જ મહત્વ નું છે કે તમારા ધંધા સાથે સંકળાયેલા કામદારો ખૂબ મહેનતુ અને આ આવડત ધરાવતા હોવા જોઈએ. તમારે કામ પ્રત્યે વફાદાર અને મહેનતુ કામદાર ની જરૂરિયાત રહે છે. તમે તમારા કામદારો ને વધારે પગાર ચૂકવીને સારું એવું કામ કરાવી શકો છો. ફર્નિચર ના ધંધા માં તમરાં ઓછામાં ઓછા 10 થી 15 કામદારો ની જરૂરિયાત રહે છે. આ કામદારો પાસેથી સારું એવું કામ કરાવવા માટે તેમને સારી સગવડ આપવાની જરૂરિયાત છે. કામદારો ની અગવડ સમજીને તેને પૂરી કરવાના પ્રયત્નો કરવા જોઈએ. કામદારો ને નવી નવી ડિઝાઈન સાથે તાલીમ આપવી જોઈએ. જેથી વધુ નફો થઈ શકે. તમારી પાસે ધંધા નું લાઈસેંસ અને પરવાનગી હોવી જરૂરી છે. સાથે સાથે તમારે ફર્નિચર ના ધંધા નો વીમો લેવો પણ અગત્યનો છે. ફર્નિચર ના ધંધા ની શરૂઆત સાથે જ વીમો લેવો જરૂરી છે. આ ધંધા માં તમારૂ અને તમારા કામદારો નું સ્વાસ્થ્ય પણ એટલું જ અગત્યનું છે. જો કોઈ કામ કરતા અચાનક મુશ્કેલી આવી પડે અને તમે અથવા તમારા કામદારો ને ઈજાઓ થઈ તે સમયે વીમો કામ આપે છે. કેટલીક ખાનગી અને સરકારી કંપની વીમા ની સેવા આપે છે. તેઓ પાસેથી વીમો લેવો જરૂરી છે. જેથી કોઈ મુશ્કેલી આવી પડે તો તમારા ધંધા પર કોઈ અસર ન થાય.
આજ ના ઓનલાઇન ના જમાના માં કોઈ પણ ધંધા ની વેબસાઇટ હોવી ખૂબ જરૂરી છે. આજના સમય માં લોકો ઘરે બેઠા બેઠા વસ્તુઓ પસંદ કરે છે. જેથી તેઓ ને કોઈ સ્થળે જઈ ને પસંદ નથી કરવું પડતું અને તેમનો સમય બચી જાય છે. તેથી તમારા ફર્નિચર ના ધંધા ની વેબસાઇટ મહત્વ ધરાવે છે. કોઈ સારી એવી કંપની પાસે તમારા ધંધા ની વેબસાઇટ બનાવી તેમાં તમારી વિવિધતા ધરાવતી વસ્તુઓ મૂકો. અને સમય સાથે તેને અપડેટ કરતા રહો. વેબસાઇટ પર તમારી વસ્તુઓ ની કિંમત, તેમાં વપરાતું મટીરીયલ્સ, સ્પેશિયલ ઓફર, તે વસ્તુ વાપરવાના ફાયદા વગેરે જેવી માહિતી આપતા રહો. જો કોઈ ફર્નિચર કે વસ્તુ માં ખામી સર્જાય તો તમારે કામદાર મોકલીને સમસ્યા દૂર કરવાની સેવા પણ આપવી જરૂરી છે. જેથી ગ્રાહકો ને તમારા ફર્નિચર પ્રત્યે સંતોષ થાય. ફર્નિચર નો ધંધો સફળતાપૂર્વક શરૂ કરવા માટે તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પણ જો તમારી ભવિષ્ય ની યોજના હોય તો તમે ફર્નિચર ના ધંધા માં સફળ થઈ શકશો અને વધુ ને વધુ સારી સેવા આપી શકશો. આ માટે તમારે ધંધા પ્રત્યે વફાદાર રહેવાની જરૂર છે.