જીએસટી મારી કિરાનાની દુકાન પર કેવી અસર કરશે
કોઈ પણ દેશ ની પ્રજા ને પોતાની કમાણી માંથી અમુક ટકા હિસ્સા ની ટેક્સ ભરવો પડતો હોય છે. આ ટેક્સ દરેક દેશો ની પ્રજા માટે અલગ અલગ હોય છે. ભારત માં પણ એવું જ છે. અહીં કોઈ પણ નાનો વેપારી હોય કે અન્ય કોઈ મોટો બિઝનેસ મેન તેને પોતાના ધંધા ની આવક અને કમાણી પ્રમાણે અમુક ટકા ટેક્સ ભરવો પડતો હોય છે. ભારત માં પણ એવી જ એક ટેક્સ ની સીસ્ટમ કાર્યરત છે. કે જે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તરીકે ઓળખાય છે. થોડા વર્ષો પહેલા અમલ માં આવેલી આ સીસ્ટમ એ ટેક્સ ભરવામાં લોકો ને જાગૃત કર્યા છે. આ ટેક્સ ની મદદ થી આપના દેશ નું દેવું ધણું ઓછું થયું છે અને ભારત એક સમૃદ્ધ દેશ બન્યો છે. પરંતુ આ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બધા પ્રકાર ના ધંધા માટે કારગાર નીવડતો નથી. કારણકે નાના વેપારીઓ ની કમાણી પણ તેના ધંધા પ્રમાણે ઓછી હોય છે. અને ઉપર થી આ પ્રકાર નો ટેક્સ ભરવો પડતો હોય છે. જેથી સીધી તેમની કમાણી પર અસર પડે છે અને તેમનાં જીવન ધોરણ પર સીધી અસર વર્તાય છે.
આ પ્રકાર નો ટેક્સ દરેક પ્રકારની વસ્તુઓ કે જે વેચાણ માટે ઉપલબ્ધ છે તેના પર લાગે છે. પછી ભલે તે નાની વસ્તુ હોય કે મોટી. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ની કિંમતો દરેક વસ્તુ માટે અલગ અલગ હોય છે. આ પ્રકાર ના ટેક્સ માં દરેક વસ્તુઓ પર લાગતી ટકાવારી ને અલગ અલગ 5 ભાગો માં વહેંચવામાં આવે છે. જે 0%,5%,12%,18%, અને 28% છે.
કરિયાણાની દુકાન કે જેમાં એક કરતાં વધારે જુદી જુદી વસ્તુઓ મળી રહે છે. તેના માટે આ ટેક્સ ખૂબ મોટો છે. કરિયાણાની દુકાન માં મોટે ભાગે ઘર માં વાપરતી વસ્તુઓ મળી રહે છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ની ફોરમ મેં નક્કી કરેલી ટકાવારી આ વસ્તુઓ પર અલગ અલગ લાગે છે. આ ટેક્સ લાગવાથી જે-તે વસ્તુઓ ની કિંમતો વધે છે અને તેની અસર સ્ટોર ચલાવતા માલિકો પર થાય છે. કરિયાણાની દુકાન ચલાવતા માલિકો ને એક કરતાં વધારે વસ્તુઓ તેની દુકાન માં રાખવી પડતી હોવાથી તે જુદા-જુદા વેપારીઓ પાસે થી વસ્તુઓ ખરીદતા હોય છે. કોઈ પણ વસ્તુઓ તેની દુકાન પર આયાત કરે ત્યારે વેપારી પાસેથી તે વસ્તુ નું બિલ મળતું હોય છે. તેમાં તે વસ્તુ પર કેટલો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગેલો છે તેની માહિતી દર્શાવેલી હોય છે. તે ટકાવારી પ્રમાણે વસ્તુ પર ટેક્સ ભરવો પડતો હોય છે. જેથી વસ્તુઓ ની કિંમત માં પણ વધારો થાય છે. આ સર્વિસ ટેક્સ ની અસર થી વસ્તુઓ ની કિંમત માં વધારો થતો હોવાથી ગ્રાહકો ને તે વસ્તુ થોડા મોંઘા ભાવે મળે છે.
કરિયાણાની દુકાન માં મોટા ભાગે સૂકા મસાલા, કઠોળ, મરી-મસાલા, અને રોજ બરોજ ના દિવસો માં વપરાતી વસ્તુઓ મળે છે. તેના આધારે તેના પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગે છે. જેનાથી કરિયાણાની દુકાન ના માલિકો તે વસ્તુ ને જથ્થાબંધ મંગાવી ને પોતાની દુકાન માં સાચવે છે. જેથી વધુ વસ્તુ ના જથ્થા સાથે તેને ફાયદો થાય. હવે જ્યારે ગ્રાહકો આ વસ્તુઓ ખરીદે છે ત્યારે તે વસ્તુ પર ટેક્સ લાગેલો હોવાથી તેને વસ્તુ પડતર કિંમત કરતાં થોડી મોંઘી મળે છે. જેના દ્વારા કરિયાણાની દુકાન ના માલિકો ને થોડા ફાયદો મળી રહે. કરિયાણાની દુકાન પર મળતા દૂધ ના પેકેટ, તાજા શાકભાજી, તેલ, મીઠું, દૂધ માંથી બનતી વાનગીઓ પર 0% ટેક્સ લાગે છે. જેથી આ વસ્તુઓ ની ખરીદી પર કરિયાણાની દુકાન ના માલિકો ને કોઈ ટેક્સ ભરવો પડતો નથી. અને ગ્રાહકો ને છાપેલી વસ્તુઓ ની કિંમતો પર જ વસ્તુઓ મળી રહે છે. જ્યારે અન્ય વસ્તુઓ જેવી કે ચા, અગરબત્તી, વેજિટેબલ ઓઈલ, અનાજ નો લોટ, ફૂટવેર વગેરે પર 5% સુધી નો ટેક્સ લાગે છે. આ બધી વસ્તુઓ કે જે જુદી-જુદી કંપનીઓ પેકિંગ કરી ને વેચે છે. આ વસ્તુ ની ખરીદી પર 5% ટેક્સ ભરવો પડે છે. જયારે સૂકા મેવા, બટર, ઘી અને ફળ કે શાકભાજી માંથી બનેલી વસ્તુઓ કે જે પેકિંગ ધરાવે છે તેના પર 12% ટેક્સ લાગે છે. આ ઉપરાંત માથામાં નાખવાનું તેલ, ટૂથપેસ્ટ, પાસ્તા, આઈસ ક્રીમ વગેરે પર 18% સુધી નો ટેક્સ ભરવો પડે છે.
આ બધા ટેક્સ પોતાના કરિયાણાની દુકાન ની કમાણી અથવા તો નફા પર અસર ન થાય તે માટે છૂટક ખરીદવાની વસ્તુ જેવી કે છૂટક અનાજ, કઠોળ, તેલ વગેરે વસ્તુઓ થોડા મોંઘા ભાવે વેચે છે. કરિયાણાની દુકાન માં થોડું વધારે રોકાણ કરવું પડે છે. જેથી અન્ય લાગતા સામાન્ય ટેક્સ ની સરખામણી એ વસ્તુઓ મોંધી થવા માંડે છે. કરિયાણાની દુકાન માં વપરાતી આ બધી વસ્તુઓ કોઈ એક વેપારી પાસેથી નહીં પરંતુ જુદા-જુદા વેપારી ઓ પાસેથી ખરીદવી પડે છે. તેથી ખરીદી ના અંતે બનતા બિલ માં તમારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ભરવો પડે છે. તમે જો કરિયાણાની દુકાન ચલાવતા હોય તો તમારે રજિસ્ટ્રેશન કરાવી ને તે નંબર મેળવવો આવશ્યક છે. એટલે જો કરિયાણાની દુકાન ચલાવતા માલિકે રજિસ્ટ્રેશન ન કરાવેલું હોય અને દુકાન ચલાવતો હોય તો તેને દંડ ભરવો પડી શકે છે. કેટલાક કરિયાણાની દુકાન ના માલિકો ટેક્સ ભરવામાં ચોરી કરતા હોય છે અને જે વસ્તુઓ મંગાવી તેના પર ટેક્સ ભરતા નથી. તેથી કોઈ પણ વસ્તુ ખરીદતા બિલ મેળવવું જરૂરી છે. તેના દ્વારા વેપારી પાસેથી તમે કેટલી વસ્તુ ખરીદી અને કેટલી વેચી તેનો ખ્યાલ આવે છે. કોઈ માલિકો ચોરી કરી શકતા નથી.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ની અસર નાની દુકાન ચલાવતા માલિકો પર વધારે જોવા મળે છે. તેઓ ને પોતાની દુકાન પર મંગાવવામાં આવતી દરેક વસ્તુ પર ટેક્સ ભરવો પડતો હોય છે. આ ટેક્સ દરેક વસ્તુઓ પર અલગ અલગ હોવાથી તે સીધી તેની કમાણી પર અસર કરે છે. તેની કમાણી માંથી અમુક ટકા નો ટેક્સ ભરવો પડે છે. જ્યારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અમલ માં ન હતો ત્યારે પોતાની કમાણી કે આયાત કરેલી વસ્તુઓ પર આ ટેક્સ ભરવો પડતો ન હતો. અને દુકાન ના માલિકો પર અસર થતી નહીં. જેથી નાની કરિયાણાની દુકાન ચલાવતાં માલિકો ને પેહલા કરતા થોડો ઓછો નફો કમાવવા મળે છે. કેટલીક કરિયાણાની દુકાન ના માલિકો પોતાનો નફો વધારવા માટે વસ્તુઓ પડતર કિંમત કરતાં વધારે ભાવે વેચે છે. તેથી વસ્તુ મોંધી મળતી હોવા ના કારણે તે વસ્તુ લેવાનું ટાળે છે. તેથી તેની કમાણી પર વધારે અસર જોવા મળે છે. આ વેપારી ઓ ને પેહલા ના સમય કરતાં થોડા ઓછો નફો કમાવવા મળે છે. તેની સીધી અસર નાની કરિયાણાની દુકાન ના માલિકો ના જીવન ધોરણ પર જોવા મળે છે. વધુ માં પેહલા ની સરખામણી એ તેઓ પોતાની કરિયાણાની દુકાન માં રોકાણ કરવાનું વિચારતાં નથી. તેથી તેઓ પોતાનો ધંધો મર્યાદિત કમાણી પૂરતો સીમિત થઈ જાય છે. તમે જો કરિયાણાની નાની એવી દુકાન ના માલિક છો તો તમારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ની કિંમતો ને ધ્યાન માં રાખવાની જરૂર છે. જેથી ભવિષ્ય માં તમારે અન્ય કોઈ મુશ્કેલી નો સામનો ન કરવો પડી શકો. અને તમારો ધંધો તમારી ઈચ્છા મુજબ સરળતાથી ચલાવી શકો અને તમારા જીવન ધોરણ પર વધારે અસર જોવા મળે નહીં.