written by | October 11, 2021

વોટ્સએપ માર્કેટિંગ

×

Table of Content

વ્હોટ્સએપ માર્કેટિંગ શું છે અને વ્હોટ્સએપનો ઉપયોગ કરીને તમારા વ્યવસાયને કેવી રીતે વધારવો

આજ ના ઓનલાઇન ના જમાના માં કોઈ પણ વસ્તુ નું માર્કેટીંગ ખૂબ અગત્યનું છે. પછી ભલે તે નાના માં નાનો ધંધો હોય કે ખૂબ મોટો. તમારી વસ્તુ નું વેચાણ કરવા માટે તે ખૂબ અગત્યનું છે. તમે તમારી વસ્તુઓ નું માર્કેટીંગ કરવા માટે ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નો ઉપયોગ કરી શકો છો. તમારી વસ્તુ ના વેચાણ પેહલા લોકો ને વાત તરફ ધ્યાન દોરવું ખૂબ અગત્યનું છે કે તમે કઈ વસ્તુ નું વેચાણ કરી રહ્યા છો અને તેની શું ખાસિયત છે. શરૂઆત થી લઈને અંત સુધી ની માહિતી તમારે ગ્રાહકો ને આપવાની જરૂર છે. સોશિયલ મીડિયા પર એક કરતાં વધારે પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. જેની મારફતે તમે તમારા ધંધા નું માર્કેટીંગ કરી શકો છો. કોઈ પણ ધંધા નું માર્કેટીંગ કરતા પેહલા વાત નું ધ્યાન રાખવું જરૂરી છે કે માર્કેટીંગ કરતા તમને કેટલો ખર્ચો થઈ શકે છે કે તમારે કેટલા રોકાણ ની જરૂર છે. મોટા ભાગના ના ધંધા મિડિયમ કે નાના સાઈઝ ની કેટેગરી માં આવતા હોવાથી માર્કેટીંગ પ્રત્યે ખાસ ધ્યાન આપી શકતા નથી. ખર્ચો ખૂબ વધી જતો હોવાથી પોતાના ધંધા નું માર્કેટીંગ કરવાનું વિચારતા નથી. પરંતુ બજાર માં એવા કેટલાક સોફ્ટવેર ઉપલબ્ધ છે. જેના વડે તમારા ધંધા નું સારું એવું અને ઓછા ખર્ચે માર્કેટીંગ કરી શકો છો. એવા પણ કેટલાક સોફ્ટવેર કે એપ્સ ઉપલબ્ધ છે જેમાં તમે એક પણ પૈસા અથવા કોઈ ખર્ચો કર્યા સિવાય તમારા ધંધા નું માર્કેટીંગ આસાની થી કરી શકો છો. માર્કેટીંગ પાછળ થોડા ખર્ચો અને સમય ફાળવાથી તમારા ધંધા માં ફાયદો કરાવે છે. અન્ય સ્પર્ધાત્મક ધંધા ની સાથે તમે સ્પર્ધા કરી શકો છો અને તેમના કરતા વધારે નફો કમાઈ શકો છો.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલાક સોફ્ટવેર અને એપ્સ આસાની થી અને બિલકુલ મફત ઉપલબ્ધ છે. તેમાંની એક એપ્સ એટલે વ્હોટ્સએપ. દુનિયા ના લગભગ મોટા ભાગ ના લોકો એપ્સ થી પરિચિત હશે. ભણેલા હોય કે અભણ કોઈ પણ લોકો એપ્સ ને આસાની થી વાપરી શકે છે. શરૂઆત માં વ્હોટ્સએપ માત્ર એક મેસેન્જર કે સંદેશા ની આપ લે માટે પ્રચલિત હતું. પરંતુ સમય જતા તેમાં થોડા ઘણા બદલાવો કરીને આજે કેટલીય સેવા પૂરી પાડે છે અને તે પણ મફત. દુનિયા માં વાપરતા બધા સંદેશા ની આપલે કરતા એપ્સ કે સોફ્ટવેર માં વ્હોટ્સએપ સૌથી વધુ વપરાશ કર્તા ધરાવે છે. આજ ના દિવસે વ્હોટ્સએપ માં લગભગ 1.5 બિલિયન એકટિવ યુઝર્સ ધરાવે છે. આજે ઇન્ટરનેટ કનેકશન ની મારફતે તમારી ફાઈલો, ફોટા, વોઇસ મેસેજ, નાના વિડિયો વગેરે સેવાઓ પૂરી પાડે છે. એપ્સ ની ખાસ બાબત છે કે તમે તે કોઈ પણ એન્ડ્રોઇડ, બ્લેકબેરી, આઇ ફોન, વિન્ડોઝ વગેરે માં વાપરી શકો છો. એક વાર તે તમારા ડિવાઇસ માં ઈન્સટોલ કરી લો. પછી તમારે થોડી વિગતો દર્શાવવાની જરૂર છે. જેવી કે તમારો દેશ, મોબાઈલ નંબર, નામ વગેરે. એકવાર તમારી પ્રોફાઇલ બની જાય પછી તમે તમારા ફોન નંબર કે અન્ય જાણીતા નંબર સાથે વાતચીત કરી શકો છો. તેમાં તમે તમારી ઈચ્છા મુજબ સેટિંગ કે અંગત પ્રાઇવેટ સેટિંગ બદલી શકો છો. વન ટુ વન ચેટ, બ્રોડકાસ્ટ લિસ્ટ, અને ગ્રુપસ જેવી સગવડો મળે છે

વ્હોટ્સએપ પર તમારા ધંધા નું માર્કેટીંગ કરવા માટે તમારે સૌ પ્રથમ ધંધાના નામ પર થી વ્હોટ્સએપ એકાઉન્ટ બનવું જરૂરી છે. તમે કયો ધંધો કરો છો. કઈ કઈ સગવડો આપો છો. તે બધું દર્શાવવું અત્યંત જરૂરી છે. જેથી અન્ય વપરાશકર્તા અથવા ગ્રાહકો ને ખ્યાલ આવે. તમારે માત્ર ધંધા ના અર્થે વ્હોટ્સએપ પર માર્કેટીંગ કરવું હોય તો વ્હોટ્સએપ બિઝનેસ ની પણ સુવિધા પૂરી પાડે છે. તેમાં તમે ફક્ત તમારા ધંધાલક્ષી કામો કરી શકો છો અને તમારા ધંધા માટે થોડી વધારે સગવડો આપે છે. આજ ના સમયે લગભગ બધા લોકો તેનાથી પરિચિત હશે. વ્હોટ્સએપ બિઝનેસ પર તમારૂ એકાઉન્ટ બનાવ્યા પછી તેમાં તમારા ધંધાલક્ષી સંદેશાઓ, તમારી વસ્તુઓ ના ફોટા, તેમની કિંમતો વગેરે દર્શાવવાની જરૂર છે

તમારે ધંધા ની માર્કેટીંગ સ્ટેટરજી નક્કી કરવાની જરૂર છે. તમે કઈ રીતે તમારા ધંધા માં વપરાતી વસ્તુઓ અથવા તમે જે કઈ પણ વેચો છો અને તેને કઈ રીતે દર્શાવવો છો તે અગત્યનું છે. વ્હોટ્સએપ પર તમને ત્રણ અલગ અલગ રીતે સંદેશાઓ મોકલવાની સુવિધાઓ આપે છે. તેનો ઉપયોગ કરો. જેવી કે તમારા ગ્રાહકો સાથે વન ટુ વન સંદેશાઓ મોકલી શકો છો ફિચૅસ ની ખાસિયત છે કે તમારી અને તમારા ગ્રાહક વચ્ચે ની ધંધાલક્ષી વાતો અન્ય કોઈ વ્યક્તિ જોઈ કે સાંભળી શકતી નથી. તેથી તમારા ધંધાલક્ષી અગત્ય ના વહિવટ સુરક્ષિત જળવાઈ રહે છે. અન્ય બીજી સુવિધા માં તમે તમારા અન્ય બીજા ગ્રાહકો નું ગ્રુપ બનાવી શકો છો. વ્હોટ્સએપ ગ્રુપ માં વધુ માં વધુ 256 લોકો સમાવવા ની સુવિધા આપે છે. વ્હોટ્સએપ માર્કેટીંગ કરવા માટે સૌથી પ્રચલિત અને સારો ઉપાય છે. કારણકે તમે ધંધાલક્ષી વાતો એક સાથે 256 ગ્રાહકો સાથે ચર્ચા કરી શકો છો. ફિચૅસ ની મદદ થી તમારે એક એક ગ્રાહકો સાથે તમારા ધંધા ની વાતો કરવાની જરૂર નથી પડતી. જેથી તમારો અને ગ્રાહકો નો સમય બચી જાય. અન્ય બીજી સુવિધા માં બ્રોડકાસ્ટ ની સુવિધા આપે છે. જેના થકી તમારા ધંધા ની માહિતી એક સાથે તમારા મિત્રો અને સગા સંબંધી ને મોકલી શકો છો. ફિચૅસ નો ઉપયોગ કરવા માટે તમારે એક યાદી બનાવની જરૂર છે અને તેમાં તમે તમારા મિત્રો અને સગા સંબંધી ને સમાવી શકો છો

તમારા ધંધા ની વેચાણ ની વસ્તુઓ ના સારા એવા ફોટો, વિડિયો અથવા ફાઈલો અન્ય વ્હોટ્સએપ ગ્રાહકો ને મોકલી ne માર્કેટીંગ કરી શકો છો. તમે કોઈ એવી નાની કપડા ની દુકાન, ફેશન કે કરિયાણાની દુકાન નું માર્કેટીંગ વ્હોટ્સએપ પર આસાની થી કરી શકો છો. તે માટે તમારે તમારી વસ્તુ ની શરૂઆત થી લઈને અંત સુધીની વિગતો ની યાદી બનાવવાની જરૂર છે. ત્યાર બાદ તમે તેને વ્હોટ્સએપ પર સારું એવું સ્વરૂપ આપવાની જરૂર છે. વ્હોટ્સએપ હવે ઓનલાઇન રકમ ની સુકવણી ની આપ લે કરવાની સુવિધા પણ આપે છે. જેથી તમારો ધંધો સંપૂર્ણ પણે ઘરે બેઠા ચલાવી શકો છો

અન્ય માર્કેટીંગ ની સરખામણી વ્હોટ્સએપ માર્કેટીંગ ના ઘણા બધા ફાયદા છે. તેના વડે તમારા ધંધા ને વધારી શકો છો. અન્ય માર્કેટિંગ ની સરખામણી વ્હોટ્સએપ નો સૌથી મોટો ફાયદો એ છે કે તે બિલકુલ મફત માર્કેટીંગ ની સુવિધાઓ પૂરી પાડે છે. જ્યારે તમારે કોઈ અન્ય સોફ્ટવેર કંપનીઓ ને ખાસા એવા પૈસા ચુકવવા પડે છે. માર્કેટીંગ ને તમે જાતે ચલાવી શકો છો. અન્ય કોઈ કામદાર ની જરૂર રહેતી નથી. તેથી તમારા પૈસા બચે છે. તેનો મોટો ફાયદો છે કે તમે ઘરે બેઠા બેઠા દુનિયા ના કોઈ પણ ખૂણે માર્કેટીંગ કરી શકો છો. તેથી તમારી ધંધા ની આવક માં પણ નફો જોવા મળે છે. આજ ના જમાના માં ઓનલાઇન માર્કેટીંગ ખૂબ જોવા મળે છે. જેની સરખામણી તમે સ્પર્ધા માં ટકી રહેવા માટે વ્હોટ્સએપ માર્કેટીંગ નો ઉપયોગ કરો. જેના થકી તમે તમારો ધંધો સારો ચલાવી શકો અને ધંધા માં વૃદ્ધિ મેળવી શકો

અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.