આર્ટ ગેલેરી ખોલવા માટે ની માર્ગદર્શિકા
આર્ટ એક શોખ નો વિષય છે. આર્ટ ગેલેરી ચલાવવા માટે તમારે આર્ટ અને ક્રાફ્ટ વિશે ખૂબ જ ઊંડાણ પૂર્વક માહિતી હોવી જરૂરી છે. જો તમે આર્ટ ના શોખીન છો તો આર્ટ ગેલેરી શરૂ કરવી ખૂબ જ ફાયદેમંદ રહે છે. આર્ટ ગેલેરી શરૂ કરવા તમને ખૂબ મુશ્કેલી પડી શકે છે. પરંતુ તમારે ભવિષ્ય ની યોજના સાથે અને રોકાણ સાથે ગેલેરી શરૂ કરશો તો સફળ થઈ શકો છો. આર્ટ ગેલેરી શરૂ કરવા તમારે કઈ-કઈ વસ્તુઓ પર ધ્યાન આપવાની જરૂરિયાત છે તેની એક યાદી બનાવો અને ભવિષ્ય માં તમારી આર્ટ ગેલેરી માં કઈ વસ્તુ પર વધારે રોકાણ કરી શકો તેનો એક નકશો બનાવો. આ યાદી ને વળગી રહો. જેથી ભવિષ્ય માં આવી પડતી મુશ્કેલી નો સામનો સફળતાપૂર્વક કરી શકો.
આર્ટ ગેલેરી શરૂ કરવા માટે સૌ પ્રથમ પગલું તમારી બજાર ને જાણો. તમારી સ્થાનિક બજાર અથવા તો તમે જે સ્થળ પર ગેલેરી શરૂ કરવા માંગો છો તેનું વિવરણ કરો. આસપાસ ની આર્ટ ગેલેરી ની મુલાકાત લો અને તેનો સર્વે કરો અને તેમાંથી શીખવા મળતી વસ્તુઓ ને તમારા ભવિષ્ય ની યોજના માં સમાવો. જેથી બજાર માં મળતી સ્પર્ધા થી તમે સારી રીતે ઓળખાણ કરી શકો. તમારે આર્ટ અને ક્રાફટ પ્રત્યે વધુ ને વધુ ઊંડાણ પૂર્વક તપાસવા ની જરૂર છે. આ તપાસ તમને તમારી આર્ટ ગેલેરી ને સફળ થવામાં મદદ કરે છે. તમારી આસપાસ ની સફળ અથવા સર્જક આર્ટ ગેલેરી ની વસ્તુઓ થી પણ કઈ અલગ કરવાની જરૂર છે. આર્ટ એક એવો વિષય છે જેનો કોઈ અંત નથી. એ વાત ને ધ્યાન માં રાખીને નવી નવી વસ્તુઓ વિચારો અને તેને તમારી આર્ટ ગેલેરી માં દાખવો. આર્ટ ગેલેરી સફળ થવા પાછળ નું મુખ્ય કારણ સર્જનાત્મક છે. જો તમે અન્ય આર્ટ ગેલેરી કરતા કઈ નવું અને વધુ સારું આપવાની મહેનત કરશો તો ચોક્કસ સફળ થશો.
તમારી ગેલેરી માં તમારી પાસે રહેલા બધા પ્રકાર ના આર્ટ ને એક વિશિષ્ટ રીતે રજૂ કરો. કે જે આસપાસ ની કોઈ પણ આર્ટ ગેલેરી માં ન હોય. આર્ટ વિશે ઊંડાણ પૂર્વક માહિતી મેળવો અને તેમાં નિષ્ણાત બનો. તે તમને એક સફળ આર્ટ ગેલેરી માં ખૂબ જ ફાયદો કરાવશે. તમારા આસપાસ ના વિસ્તારો ની આર્ટ ગેલેરી ની રૂબરૂ અથવા તેના માલિકો સાથે મળીને ચર્ચા કરો. જેથી નવા નવા આર્ટ વિશે ખબર પડે. આર્ટ ગેલેરી ખોલતા પેહલા તમે આર્ટ ગેલેરી માંથી કેવી રીતે કમાઈ શકશો અથવા તેનો કેવી રીતે વ્યવસાય કરશો તે વિચારો. એક યોજના બનાવો કે જે તમારી ગેલેરી માં રહેલી વસ્તુઓ ને વ્યવસાય માં કઈ રીતે વાપરી શકો. વ્યવસાય માટે કોઈ ચોક્કસ માળખું હોવું જરૂરી છે. તેવી જ રીતે આર્ટ ગેલેરી માંથી કઈ રીતે તમે નફો કમાઈ શકો છો તે વિચારો. આર્ટ ગેલેરી નું કઈ રીતે સંચાલન થશે, કઈ રીતે રોકાણ થશે, કરવેરા કેટલા હશે. તેના વિશે ચોક્ક્સ બંધારણ ઊભું કરો અને તેને વળગી રહો. જેથી અન્ય આર્ટ ગેલેરી ની સરખામણી એ તમે વધુ ને વધુ પ્રચલિત બની શકો.
તમારૂ વ્યવસ્થાપન નું માળખું ખૂબ જરૂરી છે. આર્ટ ગેલેરી ની સફળતા પાછળ તમે કઈ જગ્યા પર શરૂ કરો છો તે પણ અગત્યનું છે. આર્ટ ગેલેરી માટે ચોક્ક્સ અનુકૂળ સ્થળ શોધો કે જ્યાં આસપાસ અન્ય ગ્રાહકો પણ મળી રહે. આર્ટ ગેલેરી ને પૂરતી જગ્યા ની ખૂબ જરૂર હોય છે. એ વાત નું ધ્યાન રાખો કે તમે જે સ્થળ પર આર્ટ ગેલેરી શરૂ કરો છો તે પૂરતી જગ્યા તો ધરાવે છે ને? વધુ માં તમારે રિસેપ્શન હોસ્ટ ની પણ જરૂર હોય છે. એવી સુવિધા અને સગવડ આપો કે જે અન્ય આસપાસ ની આર્ટ ગેલેરી માં પણ ન હોય. આર્ટ નો સંગ્રહ કરવા માટે પૂરતી જાગ્યા અથવા સ્ટોર રૂમ ની ખાસ આવશ્યકતા રહે છે. તે ભૂલશો નહીં. એવી જગ્યા પસંદ કરો કે જ્યાં ગ્રાહકો સરળતાથી ફરીને આર્ટ નિહાળી શકે. ધ્યાન રાખો કે તમારી આર્ટ ગેલેરી નું ઇન્ટિરિયર અને એકસ્ટીરીયર બાંધકામો થોડા ખર્ચો કરવો વધારે જરૂરી છે. જેથી ગ્રાહકો આકર્ષાય અને તમારી આર્ટ ગેલેરી ની મુલાકાત લેવાનું અવશ્ય વિચારે. તમારી આર્ટ ગેલેરી ની મુલાકાત લેતા ગ્રાહકો ને આર્ટ વિશે માહિતી આપવાનું શરૂ કરો. જે પણ તમારી પાસે માહિતી હોય તે ગ્રાહકો કે મુલાકાતીઓ ને સમજાવો. જેથી તેમના આર્ટ પ્રત્યે ના જ્ઞાન માં વધારો થાય. તમને જે આર્ટ વધારે પસંદ આવે તેને કોઈ એક ચોક્કસ જગ્યા પર વિશેષ રીતે પ્રદર્શિત કરો અને મુલાકાતી ને તેના મહત્વ વિશે વધારે ઊંડાણ પૂર્વક સમજાવો.
તમારી આર્ટ ગેલેરી સાથે સંકળાયેલા ચિત્રકાર અને અન્ય આર્ટિસ્ટ ના સંપર્ક માં રહો. તેમના આર્ટ નું વાસ્તવિક મૂલ્ય સમજો અને તેને પૂરતું પ્રોત્સાહન આપો. અન્ય ચિત્રકાર અને આર્ટિસ્ટ ના આર્ટ ને જેમ બને તેમ તમારી આર્ટ ગેલેરી માં રાખવાનો પ્રયત્ન કરો. વિવિધ પ્રકારના આર્ટ ને તમારી આર્ટ ગેલેરી માં સમાવો. આર્ટિસ્ટ સાથે ચર્ચા વિચારણા કરો અને નવા નવા આર્ટ ગેલેરી માં મુકાતા રહો. ગેલેરી ને સમય સાથે અપડેટ કરતા રહો જેથી કરીને નવા આર્ટ વિશે મુલાકાતી ઓ ને ખબર પડે. તમારી ગેલેરી માં રહેલા આર્ટ નું ખરેખર મૂલ્ય સમજો અને મુલાકાતી ઓ ને સમજાવો. આર્ટ નું કોઈ એક ચોક્ક્સ મૂલ્ય નક્કી કરો. આર્ટિસ્ટ સાથે મળીને આર્ટ ગેલેરી ને નવી ઊંચાઇ પર લઈ જઈ શકો છો. એક વાર તમારી ગેલેરી શરૂ થયા પછી તેને ઓનલાઇન પ્રચાર કરવાનું શરૂ કરો. તેના વિશે લોકો ને સમજાવો કે આર્ટ ગેલેરી ની મુલાકાત લીધા વખત ઘરે બેસીને પણ જોઈ શકે છે. અનુભવ ધરાવતી કંપની નો સંપર્ક કરો અને તેની પાસે આર્ટ ગેલેરી ની વેબસાઇટ બનાવો. આ વેબસાઇટ પર આર્ટ ગેલેરી ની સંપૂર્ણ માહિતી આપો મુલાકાતીઓ ને સમજાવો કે આર્ટ ગેલેરી ની મુલાકાત લીધા વગર દરરોજ નવા નવા ઘરે બેઠા જાણી શકે છે. તમારી આર્ટ ગેલેરી ની વેબસાઇટ ને સમય જતાં અપડેટ કરતા રહો. જેથી લોકો સરળતાથી આર્ટ વિશે સમજી શકે.
તમારી આર્ટ ગેલેરી માં રહેલી આર્ટ નું ઓનલાઇન વિતરણ અથવા તેનો પ્રદર્શન સમારોહ રાખો. અન્ય આર્ટ ગેલેરી ના સંપર્ક માં રહો અને તેમની સાથે મળીને આર્ટ ગેલેરી માં પ્રદર્શન સમારોહ નું આયોજન કરો. મોટા ભાગે આ સમારોહ કોઈ આર્ટ ગેલેરી માં રાખવામાં આવે છે આ પ્રદર્શન સમારોહ વિશે સમાચારો અને જાહેરાતો દ્વારા તમારા મુલાકાતી ઓ ને જણાવો. પ્રદર્શન સમારોહ માં તમારા શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ આર્ટ ને મૂકો અને તેનું વિતરણ કરવો. જેથી તમારી વ્યવસાય પણ સારી રીતે ચાલતો રહે અને તમે સારું એવું કમાઈ શકો. આવા પ્રદર્શન સમારોહ માં કોઈ એક નહીં પણ આસપાસ ના અન્ય આર્ટ ગેલેરી સાથે મળીને આયોજન કરો. આર્ટ ગેલેરી માં આર્ટ ની સાથે સાથે ઇન્ટિરિયર ડેકોરેટિવ વસ્તુઓ ને પણ સમાવો. કોઈ સારા એવા આર્ટિસ્ટ ની મદદ થી ડેકોરેશન ની વસ્તુઓ અને પેઇન્ટિંગ ને પણ તમારી આર્ટ ગેલેરી ma સમાવી શકો છો. તેમનું પણ પ્રદર્શન કરો. આર્ટ ગેલેરી માં સફળ થવા માટે તમને આર્ટ ની ઊંડાણ પૂર્વક માહિતી હોવી જરૂરી છે. આર્ટ ગેલેરી ને તમે વ્યવસાય માં કઈ રીતે ઉપયોગ કરો છો તે મહત્ત્વનું છે. આર્ટ ગેલેરી સાથે સંકળાયેલા આર્ટિસ્ટ અને તેમના આર્ટ નું ચોક્કસ મૂલ્ય અંકો અને તેમને નવા નવા આર્ટ વિશે પ્રોત્સાહન આપતા રહો. આર્ટ ને ચોક્કસ મહત્વ આપો અને તેનું પૂરતું મૂલ્ય સમજો અને તમારા મુલાકાતી ઓ ને સમજાવો.