written by Khatabook | August 26, 2021

ટેલી EPR 9 શું છે અને હું તેનો ઉપયોગ કેવી રીતે કરી શકું?

×

Table of Content


ટેલીએ એક કંપનીના રોજિંદા બિઝનેસના ડેટાના દસ્તાવેજીકરણ કરવા માટેનો એક એકાઉન્ટિંગ સોફ્ટવેર પ્રોગ્રામ છે. ટેલી EPR 9 એ ભારતમાં સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતો એકાઉન્ટિંગ પ્રોગ્રામ છે. તેનો ઓલ-ઈન-વન એન્ટરપ્રાઈઝ સોફ્ટવેર નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ઉપયોગી છે. ટેલી EPR 9 એક સારા બિઝનેસ મેનેજમેન્ટ સિસ્ટમ અને GST સોફ્ટવેર છે, જે કંટ્રોલ અને ઈન-બિલ્ટ કસ્ટમાઈઝેશન ફંક્શનને જોડે છે. ટેલી EPR 9 ટેલીનું લેટેસ્ટ વર્ઝન છે.

ERP 9 શું છે?

ટેલી ERP 9 એક શક્તિશાળી એકાઉન્ટિંગ પ્રોગ્રામ છે જે વેચાણ, ખરીદી, ઈન્વેન્ટરી, ફાઈનાન્સ, પેરોલ અને બધાની સાથે અન્ય કોર્પોરેટ સિસ્ટમને એકીકૃત કરે છે. 

ઘણા વ્યવસાયો હવે સમય બચાવવા માટે સચોટ ગણતરી કરવા માટે ટેલીનો ઉપયોગ કરે છે. જે તેમને એકીકૃત ધંધાથી વ્યવહારો કરવા માટે મદદરૂપ થાય છે.

ERP 9 નો ઉપયોગ કેવી રીતે કરવો?

ટેલી ડિજિટલ બેંકિંગ કરતાં થોડું વધારે છે. તમે અમારા એકાઉન્ટ પર નજર રાખવા માટે મેન્યુઅલ પુસ્તકોમાં ડેબિટ અને ક્રેડિટ જેવી એકાઉન્ટિંગ એન્ટ્રી દાખલ કરી શકો છો. તે એક વિન્ડોઝ પ્રોગ્રામ છે, જે ભારતીય વેટ, સર્વિસ ટેક્સ અને ટીડીએસની ગણતરી કરે છે.

ઈન્સ્ટોલેશન

ટેલી વેબસાઈટ પરથી તમે ટેલી સોફ્ટવેરની ખરીદી અને તેને ઈન્સ્ટોલ કરી શકો છો. જો હજુ પણ તમે નક્કી કરી શક્યા નથી કે તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં, તો તમે તેનું 30 દિવસનું ટ્રાયલ વર્ઝન પણ મેળવી શકો છો. ટેલી ERP 9 વિન્ડોઝ સાથે જોડાયેલ છે. ટેલી ERP 9 વિશે માહિતી મેળવવા માટે વપરાશકર્તાઓ શૈક્ષણિક મોડમાં ટેલીનો ઉપયોગ કરી શકે છે અને લાયસન્સ મેળવ્યા વગર સોફ્ટવેરનો ઉપયોગ કરી શકે છે. 

માર્ગદર્શક

ટેલીનો ઉપયોગ કરવા માટે કી બોર્ડએ ERP 9 માં માર્ગદર્શકનું પ્રાથિમક સાધન છે. જો કે આપણે એક વિકલ્પની પસંદગી કરી શકીએ છીએ, ટેલીમાં લગભગ દરેક વસ્તુ માટે કી બોર્ડ શોર્ટકટ છે. દરેક વૈકલ્પિક સંસાધન હેઠળ દેખાતી ચાવીને શોર્ટકટ તરીકે ઓળખવામાં આવે છે. જો તમે કીબોર્ડનો શોર્ટકટ રીતે ઉપયોગ કરવાનું શીખી લો છો તો તે વધુ કાર્યકુશળ રહેશે. 

એક કંપની બનાવવી

ટેલીનો ઉપયોગ શરૂ કરવા માટે, તમારે પ્રોગ્રામમાં એક કંપની બનાવવાની રહેશે. જો તમે ટેલીનો વ્યાવસાયિક રીતે ઉપયોગ કરતા નથી તો પણ તમારે ટેલી ERP 9 નો ઉપયોગ કરવા માટે એક કંપની બનાવવી પડશે.  નીચે આપેલ સ્ટેપની મદદથી તમે આ કરી શકો છો :

1. સ્ટેપ 1 : મુખ્ય મેનુમાંથી 'કંપની બનાવો' ઓપશનને પસંદ કરો.

2. સ્ટેપ 2 : તમારી કંપની વિશેની નીચેની માહિતીઓ ભરો :

                   A) ફોર્મનું નામ એવી જ રીતે લખો જેવું બેંક રેકોર્ડમાં લખ્યું હોય.

                  B) કંપનીનું સરનામુ, કાનુની પાલન, ફોન નંબર અને ઈ-મેઈલ પણ ઉમેરો.

3. સ્ટેપ 3 : 'ઓટો બેકઅપ'નો ચાલુ રાખો જેથી ઓરિજનલ માહિતી જતી રહે તો પણ તેને તમે ફરી મેળવી શકો.

4. સ્ટેપ 4 : ચલણી નાણાની પસંદગી કરો.

5. સ્ટેપ 5 : જો તમે તમારા એકાઉન્ટસને મેનેજ કરવા માટે જ ટેલીનો ઉપયોગ કરી રહ્યા છો, તો મેન્ટેનન્સ મેનુમાંથી 'એકાઉન્ટ અલોન'ને પસંદ કરો. જો તમે તમારી ઈન્વેન્ટ્રીને હેન્ડલ કરવા માટે ટેલીનો ઉપયોગ કરી રહ્યા છો, તો 'ઈન્વેન્ટ્રી સાથે એકાઉન્ટ'ના ઓપશનને પસંદ કરો.

6. સ્ટેપ 6 : તમારા નાણાકીય વર્ષની શરૂઆત અને બુકકીપિંગ શરૂ કરવાની તારીખને દાખલ કરો. 

લેજર્સ બનાવો

ટેલી લેજરએ ચોક્કસ ખાતાની બધી જ પ્રવૃત્તિઓનો ટ્રેક રાખે છે. દરેક ખાતા માટે જેની સાથે તમે વેપાર કરો છો, તમારે એક ખાતાવહી બનાવવાની જરૂર પડશે. ટેલી ERP મુળભૂત રીતે 2 લેજર સાથે આવે છે : 'રોકડ' અને 'નફા અને નુકસાન ખાતું'. તમે નીચે આપેલ સ્ટેપની મદદથી વધારાના લેસર બનાવી શકો છો: 

1. સ્ટેપ 1 : લેજર બનાવવા માટે વિન્ડો ઓપન કરવા માટે આ સુચનાઓનું પાલન કરો: ટેલી ગેટવે > એકાઉન્ટ માહિતી > લેજર > બનાવો.

2. સ્ટેપ 2 : એક ગ્રુપને પસંદ કરો. આ વિભાગમાં લેજરને કઈ શ્રેણીમાં મુકવામાં આવશે તેને પણ પસંદ કરો. યોગ્ય ગ્રુપ પસંદ કરવુ જરૂરી છે, કારણ કે તે આંકડા અને વેચાણના સરવાળા પર પછી અસર કરશે.

3. સ્ટેપ 3 : લેજરને એક નામ આપો. લેજરને ઓપન કર્યા વગર, તેમા રહેલ માહિતીની જાણકારી મેળવવા માટે તેને એક નામ આપો.

4. સ્ટેપ 4 : શરૂઆતી બેલેન્સ (જો કરી હોય તો)ની ગણતરી કરો. આ તમારા બેંક એકાઉન્ટની રકમ હોય શકે છે, જો તમે તેને માટે ખાતાવહી શરૂ કરી રહ્યા હોય તો. જો તમે વિક્રતાને પૈસાની ચુકવણી માટે ખાતાવહી શરૂ કરી રહ્યા છો, તો શરૂઆતી તમારી બાકી રકમ રહેશે.

વાઉચરના કાર્યને ઓળખો : વાઉચર એક દસ્તાવેજ છે, જે નાણાકીય વ્યવહારો વિશેની માહિતી આપે છે. વેચાણથી ડિપોઝિટ સુધી વેપારી પેઢીના દરેક ભાગમાં તેનો ઉપયોગ થાય છે. ટેલી ERP 9માં ઘણી સામાન્ય શ્રેણીઓ માટે પૂર્વ રૂપરેખાકિંત વાઉચર્સનો સમાવેશ થાય છે.

ટેલી ERP 9ની ઉપયોગી સુવિધાઓ

ટેલીની કેટલીક ઉપયોગી સુવિધાઓ નીચે મુજબ છે :-

1. ઓડિટિંગની સુવિધા, ઓડિટ સુવિધાની સાથે, તમે રેકોર્ડ કરેલા વાઉચરમાં ફેરફાર કરી શકો છો અને જરૂરી માહિતીને બદલી શકો છો.

2. ટેલી ERP 9 મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં વેચાયેલા માલની કિંમતની ગણતરી માટે ઉપયોગી છે.

3. વિદેશી ચલણનો ઉપયોગ કરીને વિદેશી નફા અને નુકસાનની ગણતરી ટેલી ERP 9માં થઈ શકે છે.

4. કોઈપણ ચોક્કસ ડેટાને એક કંપનીમાંથી બીજી કંપનીમાં આયાત કે નિકાસ કરી શકાય છે. 

5. યુનિટ રેટ વિશ્લેષણ માટે અન્ય જરૂરી ખર્ચ અને શ્રેણી દ્વારા વિશ્લેષણ છે.

6. રોકડ પ્રવાહ, ભંડોળનો પ્રવાહ અને ગુણોત્તપનું વિશ્લેપણ.

7. ઈ- ક્ષમતાઓ

8. બજેટ

ટેલીની સુવિધાઓ

1. ટેલી ERP 9 એ એક બહુભાષી(ઘણી બધી ભાષાઓ સાથેનો) સોફ્ટવેર છે, કારણ કે તે ઘણી બધી ભાષાઓને સ્વીકારે છે. એકાઉન્ટને કોઈ એક ભાષામાં રાખી શકાય અને રીપોર્ટને બીજી ભાષામાં વાંચી શકાય છે. 

2. તમે તમારા એકાઉન્ટમાં 99,999 કંપનીઓને ઉમેરી શકો છો.

3. તમે પેરોલ સુવિધા સાથે કર્મચારીઓના રેકોર્ડ્સ વહીવટને ઓટોમેટિક કરી શકો છો. 

4. ટેલી એક સુમેળ ક્ષમતા પુરી પાડે છે, જે ઘણી બધી કચેરીઓમાંથી વ્યવહારોને ઓટોમેટીક અપડેટ કરવાની મંજુરી આપે છે. 

5. કંપનીની જરૂરીયાતો પ્રમાણે એકીકૃત નાણાકીય નિવેદનો તૈયાર કરો.

6. સિંગલ અને મલ્ટીપલ કલસ્ટરોનું સંચાલન કરવાની ટેલીની ક્ષમતા મહત્વની છે. 

ટેલીના વર્ઝનો

1. ટેલી 4.5 એ પહેલુ વર્ઝન હતું. અને 1990માં માર્કેટમાં લાવવામાં આવ્યું હતું. જે એક MS- Dos આધારિત પ્રોગ્રામ છે.  

2. ટેલી 5.4 એ ટેલીનું બીજુ વર્ઝન છે. અને તે 1996માં  આવ્યુ હતું. આ વર્ઝન ગ્રાફિકલ યુઝર ઈન્ટરફેસ સાથે હતું.

3. ટેલી 6.2 એ તેના પછી આવેલુ વર્ઝન છે. જે 2001માં આવ્યું હતું. જે વિન્ડો આધારિત વર્ઝન છે જે પ્રિન્ટ કરવાની મંજુરી આપે છે. અને વેટ- સાથે જોડાયેલ છે(વેલ્યુ એડેડે ટેક્સ).

4. ટેલી 7.2 વર્ઝનએ 2005માં બહાર આવ્યુ હતું. આ વર્ઝનમાં વધારાની સુવિધાઓનો સમાવેશ થાય છે. જેમ કે રાજ્ય પર કાયદાથી અધિકૃત કોમ્પ્લિમન્ટરી અને વેટ કાયદા.

5. ટેલી 8.1 એ તેના પછીનું વર્ઝન છે. જેમા સંપૂર્ણપણે નવું ડેટા સ્ટ્રક્ચર હતું. આ વર્ઝનમાં પોઈન્ટ ઓફ સેલ અને પેરોલ ફંકશનનો સમાવેશ થયા છે.

6. 2006માં ખામીઓ અને ભુલોને કારણે, ટેલી 9નું નવીનતમ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું. જેમાં પેરોલ, ટીડીએસ, એફબીટી, ઈ-ટીડીએસ ફાઈલિંગ અને અન્ય સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો.

7. ટેલી ERP 9 ટેલીનું લેટેસ્ટ વર્ઝન છે. જે 2009માં લોન્ચ કરવામાં આવ્યું. આ નવા ટેલી ERP 9 પેકેજમાં નાના અને મોટા ઉદ્યોગોના વ્યવહારોને સાચવવાની ક્ષમતા છે. તેમા નવી GST સુવિધાઓનો સમાવેશ કરવા માટે અપગ્રેટ કરવામાં આવ્યું હતું. 

ટેલી ERP 9 નો ઉપયોગ ક્યાં ક્ષેત્રોમાં કરવામાં આવે છે?

  • સંસ્થાઓ
  • પરિવહન
  • વ્યાપાર ક્ષેત્રે
  • સેવા ક્ષેત્રે
  • ડોક્ટરો
  • ચેરિટેબલ ટ્રસ્ટ
  • એન્ટરપ્રાઈઝ
  • વકિલ
  • ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ
  • બિલ્ડર્સ
  • ગેસ સ્ટેશન
  • સુપરમાર્કેટ
  • વ્યક્તિઓ
  • દવાઓ

ટેલી ERP ના લાભો

1. ટેલી ERP 9 સોફ્ટવેરની માલિકીની કુલ કિમત ઓછી છે, અને તેને ઈન્સ્ટોલ અને કસ્ટમાઈઝ કરવુ સરળ છે.

2. આ વિન્ડોઝ અને લિનક્સ સહિત વિવિધ ઓપરેટિંગ સિસ્ટમો સાથે કામ કરે છે અને  તેને કોઈપણ કોમ્યુટરમાં ડાઉનલોડ કરી શકાય છે.

3. ટેલી સોફ્ટવેર ઈન્સ્ટોલ કર્યા પછી ઓછી જગ્યા રોકે છે અને તેની પ્રક્રિયા સરળ છે.

4. તેમાં બિલ્ટ ઈન બેકઅપ અને પુન:પ્રાપ્તીની ક્ષમતા છે. જે વપરાશકર્તાને તેની સિસ્ટમ ડિસ્કમાં એક ફાઈલમાં કંપનીના બધા ડેટાને સરળતાથી બેકઅપ અને પુન:પ્રાપ્તી માટેની મંજુરી આપે છે.

5. ટેલી ERP 9 માં HTTP, HTTPS, FTP, SMTP,ODBC અને અન્ય પ્રોટોકોલને સપોર્ટ કરે છે.

6. તેમાં 9 ભારતીય ભાષાઓની સાથે બીજી ઘણી બધી ભાષાઓનો સમાવેશ થાય છે. ડેટાને એક ભાષામાં દાખલ કરી શકાય છે, જ્યારે ચલણ, ખરીદીના ઓર્ડર, ડિલિવરી નોંધ અને અન્ય દસ્તાવેજોને બીજી ભાષામાં મેળવી શકાય છે.

7. તે બિઝ એનાલિસ્ટ જેવી મોબાઈલ એપ્લિકેશન સાથે સરળતાથી જોડાઈ શકે છે. જેનાથી તમે તમારી આંગણીના ટેરવેથી સુવિધાઓ મેળવી શકો છો. 

ટેલી ERP 9 કેવી રીતે ખરીદવું

1. સૌથી પહેલા ટેલી સોલ્યુસનની વેબસાઈટ https://tallysolutions.com પર જાઓ.

2. મેનુમાંથી 'હમણાં ખરીદો' વિકલ્પ પસંદ કરો.

3. તમારી જગ્યા પ્રમાણે લાયસન્સ વિકલ્પ પસંદ કરો. જો તમે આંતરરાષ્ટ્રીય સ્તર પર છો, તો તમે આંતરરાષ્ટ્રીય વિકલ્પને પસંદ કરી શકો છો. આ સિવાય તમે આંતરિક વિકલ્પ પણ પસંદ કરી શકો છો.

4. તે દેશની કિંમત જાણવા માટે તમારા દેશ અને ક્ષેત્રની પસંદગી કરો.

5. યુઝર્સ માટે હવે ટેલીને ખરીદવા માટેના 3 વિકલ્પો છે, જે :

  •   નવું લાયસન્સ ખરીદવા માટે 'નવા લાયસન્સ' વિકલ્પને પસંદ કરો.
  • તમારા ટેલી લાયસન્સને અપગ્રેડ અથવા રિન્યુ કરવા માટે 'અપગ્રેડ/રિન્યુ' વિકલ્પની પસંદગી કરો.
  • ટેલી લાયસન્સના ભાડા માટેનો સમય પણ તમે સિલેક્ટ કરી શકો છો, જેમકે 1 મહિનો, 3 મહિના અથવા 1 વર્ષ.

6. જરૂરી લાયસન્સને પસંદ કર્યા પછી 'બાય નાઉ' પર ક્લિક કરો.

7. જરૂરી બિલિંગની માહિતી ભરો અને ચુકવણીની પદ્ધતિ પસંદ કરો.

8. પોલિસીનો સ્વીકાર કરો અને 'પે નાઉ'ના વિકલ્પને પસંદ કરો.

9. ત્યાર બાદ તમારી ચુકવણી માહિતીને ઉમેરો અને તમારા ટેલી લાયસન્સ માટે ચુકવણી કરો.


નિષ્કર્ષ

ટેલીએ સૌથી વધુ ઉપયોગમાં લેવાતુ અને અસરકારક એકાઉન્ટિંગ સોફ્ટવેર છે. જે એકાઉન્ટન્ટનું કામ સરળ કરે છે. એકાઉન્ટિંગ ક્ષેત્રમાં પ્રવેશવા માટે અને એકાઉન્ટિંગમાં સફળ કારકિર્દી બનાવવા ઈચ્છતા કોઈપણ વ્યક્તિએ ટેલી શિખવુ જોઈએ. આ લેખમાં દર્શાવવામાં આવ્યુ છેકે, ટેલી કેવી રીતે કામ કરે છે અને ટેલી ERP 9 ની મહત્વની માહિતી પુરી પાડે છે. ટેલી ERP 9 એ ટેલીનો ઉપયોગ કરવાના ફાયદામાંથી એક છે. આ સોફ્ટવેરની મદદથી નાના અને મોટા બધા જ ઉદ્યોગનો ફાયદો થશે. આ સિવાય ઉપયોગ પણ સરળ હોવાથી નાણકીય ડેટાના ગ્રાહકોને તેમના સાહસ માટે સક્રિય રીતે ERP સિસ્ટમ તરીકે ટેલીના ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

તો હવે તમે કોની રાહ જોઈ રહ્યા છો? હવે Biz Analyst ની મદદથી કોઈપણ સમસ્યા વગર ટેલી ERP 9 નો ઉપયોગ કરો.

વારંવાર પુછાતાં પ્રશ્નો

1.  ટેલી ERP 9 ચાલુ કરવા માટેના સ્ટેપ ક્યા છે?

-  ટેલીનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરો જે ટેલી ERP 9 છે.

-  Setup.exe ફાઈલને રન કરને ટેલી ERP 9 ઈન્સ્ટોલ કરો.

-  ટેલી ERP 9 ને ઓપન કરો. એક કંપની બનાવો અને વેટ સક્રિય કરો.

-  દેશની પસંદગી કરો અને આગળ વધો.

2. ટેલી ERP 9 કરવા માટે Biz Analyst એપનો ઉપયોગ કરવાના શું ફાયદા છે?

Biz Analyst ટેલી ERP 9 નો ઉપયોગ તમારા વ્યવસાય સાથે જોડાયેલ રહેવા, વિશ્લેષણ કરવા અને તમારા વેચાણને ઝડપથી વધારવા માટે કરી શકાય છે. તે સચોટ ડેટા એન્ટ્રી, સેલ્સ ટીમની ઉત્પાદકતા વધારવા અને ચુકવણી રિમાઇન્ડર્સ મોકલવામાં પણ મદદ કરે છે, જેથી તમે ઝડપથી ચૂકવણી કરી શકો.

3. શું ટેલી ERP 9 અને ટેલી પ્રાઇમ વચ્ચે કોઈ તફાવત છે?

ટેલી ERP 9 અને ટેલી પ્રાઈમ બંને સરખા નથી. ટેલી ERP 9 માં મલ્ટીટાસ્કીંગ શક્ય નથી. જ્યારે ટેલી પ્રાઈમમાં ઘણા રિપોર્ટ્સ અથવા વાઉચર્સ ખોલવા માટે એક સાથે મલ્ટીટાસ્કીંગ થઈ શકે છે.

4. શું ટેલી પ્રાઈમમાં અપગ્રેડ કરવું જરૂરી છે?

ના, ટેલી પ્રાઈમમાં અપગ્રેડ કરવું જરૂરી નથી. ટેલી પ્રાઈમમાં વધુ સુવિધાઓ છે, પરંતુ ટેલી ERP 9 માં કેટલીક ઉપયોગી વસ્તુઓ પણ છે, અને જ્યાં સુધી તે તમારી જરૂરિયાતોને પુરી કરે ત્યાં સુધી તમે તેનો ઉપયોગ કરી શકો છો.

5. ટેલી ERP 9 સૌથી સારૂ કેમ છે?

-  ટેલી ERP 9 એ વપરાશકર્તા માટે અનુકુળ સાધન છે, જેનો ઉપયોગ કરવો સરળ છે.

-  તે ખુબ ઝડપી, પાવર અને વર્સેટિલિટી આપે છે.

-  તે વાસ્તવિક સમયમાં કાર્ય કરે છે અને તેમાં કોઈ જટિલ કોડનો સમાવેશ થતો નથી.

6. ટેલી ERP 9 બેસિક એકાઉન્ટિંગ માટે સૌથી સારો વિકલ્પ શું કામ છે?

નીચે દર્શાવેલ વિવિધ કારણોને કારણે તે શ્રેષ્ઠ છે :

  1. ટેલી ERP 9 તમને એન્ટરપ્રાઈઝની બધી જ પ્રવૃત્તિઓનું બર્ડ આઈ વ્યુ આપે છે.
  2. તે સંપૂર્ણ બુકકીપિંગ, સામાન્ય ખાતાવહી જાળવણી, પ્રાપ્ય ખાતાઓ અને ચુકવવાપાત્ર ખાતાઓ, ચેક અને વાઉચર્સ પ્રિન્ટિંગ માટે એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે.
  3. ટેલી ERP 9 નો ઉપયોગ યોગ્ય વાઉચર નંબરિંગ, બેંક સમાધાન વગેરે માટે પણ થઈ શકે છે.

7. ટેકનોલોજીની દ્રષ્ટિએ ટેલી ERP 9 ના ફાયદા શું છે?

ડેટાની વિશ્વસનીયતા, ડેટાની આયાત અને નિકાસ, ડેટા સુરક્ષા, અમર્યાદિત સંખ્યામાં વપરાશકર્તાઓ માટે સપોર્ટ, ફર્મ મેનેજમેન્ટ અને મલ્ટિ-ડિરેક્ટરી તરીકે સેવા આપવા માટે.

8. જો ટેલી ERP 9 સમય સમાપ્ત થાય તો શું થાય?

તમામ પ્રોડક્ટ સુધારાઓ અને સુવિધાઓ સાથે ચાલુ રાખવા માટે, તમારે Tally ERP 9 સમાપ્ત થાય તે પહેલા તેને રિન્યુ કરવું જરૂરી છે. માન્ય ટેલી ERP 9 સાથે તમે ઉત્પાદન અપડેટ્સ, નાણાકીય સેવાઓ, દૂરસ્થ વપરાશકર્તા બનાવટ, જાળવણી અને ડેટા સુમેળ મેળવી શકો છો.

9. ટેલી ERP 9 નો ઉપયોગ કરીને કયા પ્રકારનું ટેલી વેટ સમાધાન રિપોર્ટ જનરેટ કરી શકાય છે? 

જ્યારે જરૂરી હોય ત્યારે ટેલી ERP 9 એ એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન તરીકે કામ કરે છે. જે તમામ વેટ સંબંધિત કાર્યો માટે પરિમાણો તૈયાર કરે છે. ટેલી ERP 9 તમને નીચેના વેટ રિપોર્ટ્સ જનરેટ કરવાની મંજૂરી આપે છે : 

-  કસ્ટમ્સને ચૂકવવામાં આવેલા વેટ પર રિપોર્ટ

-  રિવર્સ ચાર્જ પર રિપોર્ટ

- FAF- સંયુક્ત આરબ અમીરાત માટે ફેડરલ ઓડિટ ફાઈલ

-  એડવાન્સ રસીદો પર રિપોર્ટ

-  UAE અને KSA વેટ રિટર્ન ફોર્મ

10.  શું અંગ્રેજી અને અરબી બંનેમાં ચલણ બનાવવું શક્ય છે?

-તમે ટેલી ERP 9 નો ઉપયોગ કરીને POS અને ટેક્સ ઈન્વોઇસ જનરેટ કરી શકો છો. તમે સાઉદી અરેબિયા અને અન્ય GCC દેશોમાં અરબી અને અંગ્રેજીમાં ઈન્વોઈસ પ્રિન્ટ કરી શકો છો.

11. હું ટેલી ERP 9 માં મારા સ્ટોકનો હિસાબ કેવી રીતે રાખી શકું?

-તૈયાર કરેલ માલની દૈનિક ઈન્વેન્ટરી સ્ટોક રજિસ્ટરમાં રાખવામાં આવે છે. આ રિપોર્ટમાં ઉત્પાદિત/ઉત્પાદિત માલનું વર્ણન, ઓપનિંગ બેલેન્સ, ઉત્પાદિત અથવા ઉત્પાદિત જથ્થો અને કુલ જથ્થા જેવી માહિતી હોય છે.

12. શું ટેલી ERP બંને કોડેડ અને નોન-કોડેડ એકાઉન્ટિંગ સાથે જોડાયેલ છે?

-હા, ટેલી ERP 9 તમને કોડ સાથેના અને કોડ વગરના બંને એકાઉન્ટને મેનેજ કરવાની મંજૂરી આપે છે.

13. શું ટેલી ERP 9 ચોક્કસ વ્યવસાય ક્ષેત્ર માટે તૈયાર કરવામાં આવ્યું છે?

-ના, ટેલી ERP 9 એ કોઈપણ વ્યવસાયની જરૂરિયાતોને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યું છે. અને પ્રોગ્રામને અનુરૂપ કંપનીને તેની ઓપરેટિંગ શૈલીને વ્યવસ્થિત કરવા માટેની જરૂરિયાત ઘટાડે છે.

14. ટેલી ERP 9 માં સ્ટોક રજીસ્ટર શું છે?

-દૈનિક સ્ટોક રજિસ્ટર તૈયાર માલનો રેકોર્ડ છે. આ રિપોર્ટમાં ઉત્પાદિત અને ઉત્પાદિત માલની વિગતો અને ઉત્પાદિત જથ્થો, ઓપનિંગ બેલેન્સ અને કુલ જથ્થો જેવી માહિતીનો સમાવેશ કરે છે.

15.  શું ટેલી ERP 9 સારો પ્રોગ્રામ છે?

-ટેલી ERP 9 ને વ્યાપક રીતે શ્રેષ્ઠ બિઝનેસ મેનેજમેન્ટ પ્લેટફોર્મ તરીકે ગણવામાં આવે છે. કારણ કે, તે ઝડપથી ચાલતું અને વાપરવા માટે સરળ, વૈવિધ્યસભર, મજબૂત અને શક્તિશાળી પ્લેટફોર્મ છે. તેને કોઈ કોડની જરૂર નથી અને સંપૂર્ણ નિષ્ણાંત મદદ પુરી પાડે છે, અને વાસ્તવિક સમયમાં કાર્ય કરે છે.

અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.