written by Khatabook | September 2, 2021

ટેલી ERP 9 માં GST ઈન્વોઈસ કેવી રીતે જનરેટ, પ્રિન્ટ અને કસ્ટમાઈઝ કરવું?

×

Table of Content


ભારતમાં GST રજીસ્ટ્રેશન મેળવનાર કોઈપણ સપ્લાયરે માલ અથવા સેવાઓ સપ્લાય કરતી વખતે ઈન્વોઈઝ જારી કરવું પડશે. તમે GST ના નિયમો પ્રમાણે યોગ્ય ફોર્મેટમાં ટેલી GST ઈન્વોઈસનો ઉપયોગ કરી શકો છો.

આમ પ્રાપ્તકર્તાને પુરવઠો અથવા પ્રાપ્તકર્તાને સેવાઓ માટે ઉત્પાદન સંબંધિત કોઈપણ વ્યવસાયિક વ્યવહાર ફક્ત પ્રાપ્તકર્તાને GST ઈન્વોઈસ જારી કરીને કરી શકાય છે, પછી ભલે સપ્લાયર ઓનલાઈન કે ઓફલાઈન વ્યવસાય કરતો હોય.

ટેલીમાં GST ટેક્સ ઈન્વોઈસ શું છે?

ઈન્વોઈસએ વેચાણ પ્રક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. આ પ્રાથમિક દસ્તાવેજ છે, જે તમારી કંપની દ્વારા વેચવામાં આવેલ સેવાઓ કે ઉત્પાદીત માલના બિલના રૂપમાં કામ કરી છે.

દરેક GST ઈન્વોઈસમાં કઈ માહિતીનો સમાવેશ થવો જોઈએ?

ટેલી GST ઈન્વોઈસમાં નીચેની માહિતીનો સમાવેશ કરવો જોઈએ :

1. સપ્લાયરની વિગતો એટલે કે, સપ્લાયરનું નામ, સરનામુ અને GSTIN (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આઈડેન્ટિફિકેશન નંબર).

2. ઈન્વોઈસ સીરિયલ નંબરમાં 16થી વધારે કેરેક્ટર ન હોવા જોઈએ. જેમાં મૂળાક્ષરો અથવા આંકડાઓ અથવા કોઈપણ અન્ય અક્ષરો જેવા કે સ્લેશ અથવા ડેશ. જ્યાં સ્લેશને ક્રમશ: ''/'' અને ડેશને ''-'' તરીકે દર્શાવવામાં આવે છે. અને બીજા તેના પ્રમાણે બનાવેલ સંયોજન વિશેષરૂપથી એક નાણાંકીય વર્ષ માટે.

3. જ્યારે તે જારી કર્યું એ તારીખ.

4. મેળવનારનું નામ, સરનામુ અને જે તે રજિસ્ટર્ડ હોય તો, માલ અને સેવા ટેક્સ ઓળખ નંબર એટલેકે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આઈડેન્ટિફિકેશન નંબર અથવા યુનિક આઈડેન્ટિટી નંબર.

1. જો ખરીદદાર રજિસ્ટર્ડ નથી અને ટેક્સ યોગ્ય પુરવઠાની કિંમત રૂ. 50,000 કે તેથી વધુ હોય તો, મેળવનારનું નામ અને સરનામુ, ડિલિવરીનું સરનામુ અને રાજ્યનું નામ અને તેનો કોડ આપવો જોઈએ.

2. ધારો કે મેળવનાર રજિસ્ટર્ડ નથી અને ટેક્સ યોગ્ય પુરવઠાની કિંમત રૂ. 50000થી ઓછી છે અને મેળવનાર એવી માંગ કરે કે, આ પ્રકારની વિગતો ટેક્સ ઈન્વોઈસમાં દાખલ કરવામાં આવે. એ કિસ્સાઓમાં માલ માટે HSN સિસ્ટમ કોડ અને સર્વિસ માટે એકાઉન્ટિંગ કોડ, મેળવનારનું નામ અને સરનામુ અને રાજ્યનું નામ અને તેનો કોડ દાખલ કરવો જરૂરી છે.

5. ઉત્પાદન અથવા સેવાનું વર્ણન

1. કોમોડિટી, જથ્થો અથવા અનન્ય જથ્થા કોડના કિસ્સાઓમાં.

6. પુરો પાડવામાં આવેલ ઉત્પાદન અને સેવાઓની કુલ કિંમત થવા બંને.

7. કોઈપણ છુટ અથવા કપાત પછી માલ અથવા સેવાઓ અથવા બંનેની જોગવાઈની કરપાત્ર કિંમત.

8. CGST/SGST/IGST/UTGST અથવા સેસ જેવા ટેક્સનો દર.

9. કરપાત્ર પ્રોડક્ટસ અથવા સેવાઓ પર લાદવામાં આવેલ કરની રકમ CGST/SGST/IGST/UTGST અને સેસ.

10. રાજ્યની અંદર કરવામાં આવેલ સપ્લાઈના કિસ્સાઓમાં, વેપાર અથવા વાણિજ્ય, સપ્લાઈનું સ્થળ અને રાજ્યનું નામ ઉમેરવુ જોઈએ.

11. જ્યાં ડિલિવરીનું સરનામુ અને સપ્લાઈની સ્થળથી અલગ છે.

12. રિવર્સ ચાર્જના આધારે કર લાદવામાં આવે છેકે નહીં અને

13. સપ્લાયર અથવા તેના અધિકૃત પ્રતિનિધિની સહી અથવા ડિજિટલ સહી.

ટેલી ઈન્વોઈસિંગ માટે વેચાણના પ્રકારો અને લેજર(ખાતાવહી) બનાવવી

વેચાણના બે પ્રકાર છે -

1. સ્થાનિક કે લોકલ વેચાણ કે જે CGST અને SGST/UTGST ના અંતર્ગત છે.

2. એક રાજ્યથી બીજા રાજ્ય (ઈન્ટેસ્ટેટ) વચ્ચે થતુ વેચાણ જે IGST હેઠળ છે.

GST ઈન્વોઈસ બનાવવા માટે ટેલીમાં સેલ્સ એન્ટ્રી જનરેટ કરતા પહેલા સેલ્સ લેજર (ખાતાવહી) બનાવામાં આવે છે.

ખાતાનું નામ

ના અંતર્ગત

વિવરણ

સ્થાનિક વેચાણ/ આંતરરાજ્ય વેચાણ

વેચાણ ખાતાઓ

આંતરરાજ્ય વેચાણ એન્ટ્રી માટે

આંતરરાજ્ય વેચાણ

વેચાણ ખાતાઓ

આંતરરાજ્ય વેચાણ એન્ટ્રી માટે

SGST,CGST,UTGST,IGST

ફરજો અને ટેક્સ

CGST અને SGST/UTGST લેજરનો ઉપયોગ આંતરરાજ્ય વેચાણના કિસ્સાઓમાં કરવામાં આવે છે. જ્યારે IGST લેજરનો ઉપયોગ રાજ્યો વચ્ચે થતાં વેચાણ માટે થાય છે

વસ્તુનું નામ

ઈન્વેન્ટરી વસ્તુ બનાવવી અને ઈન્વેન્ટરી વાઉચરનો ઉપયોગ કરવો

નીચેની વિગતોનો સમાવેશ કરીને માલ અને સેવાઓની આયોજન કરો.

1. વસ્તુનું વિવરણ

2. વસ્તુઓ અને સેવા માટે HSN/SAC કોડ વિવરણ

3. GST ટેક્સ વર્ગીકરણ

4. ક્યાંથી લાગુ પડ્યુ

5. શું તે Non GST માલ છે?

6. કરપાત્રતા અને ટેક્સનો દર

7. શું રિવર્સ ચાર્જ લાગુ છે;

8. ટેક્સનો પ્રકાર:

IGST/CGST/SGST/સેસ

પાર્ટીનું લેજર

વિવિધ દેવાદાર અંતર્ગત

પાર્ટી એકાઉન્ટ હેઠળ ઉલ્લેખ કરો કે શું મેળવનાર એક સંયુક્ત એટલે વેપારી, ગ્રાહક રજિસ્ટર્ડ અથવા રજિસ્ટર્ડ વગરનો છે

 

ટેલીમાં GST ઈન્વોઈસ કેવી રીતે જનરેટ કરવું અને ERP 9 શું છે?

ટેલીમાં ઈન્વોઈસ પ્રક્રિયા માટે અહીં સ્ટેપ આપેલ છે:

ટેલી ગેટવે > એકાઉન્ટિંગ વાઉચર્સ (નેવિગેશન કીનો ઉપયોગ કરીને - એરો ઉપર/નીચે, ડાબી/જમણી)

શોર્ટકટ - ટેલી ગેટવેથી > એકાઉન્ટિંગ વાઉચર બુક સુધી પહોચવા માટે, કીપેડમાં V અક્ષરનો ઉપયોગ કરવો.

તમારે નીચે આપેલ સ્ટેપનું પાલન કરવું જોઈએ:

સ્ટેપ 1:

ટેલી ગેટવે > એકાઉન્ટિંગ વાઉચર્સ > F8 સેલ્સ. ઈન્વોઈસ નંબરની બાજુમાં બિલનો સીરિયલ નંબર લખો, ઉપર દર્શાવેલ ઈન્વોઈસિંગ જરૂરીયાતોનો ચુસ્તપણે પાલન કરો.

સ્ટેપ 2:

પાર્ટી એકાઉન્ટ નામના સ્તંભમાં પાર્ટી લેજર અથવા કેશ લેજરને પસંદ કરો. ધ્યાન આપો: જો પાર્ટી લેજરનો ઉપયોગ કરવામાં આવે અને મેળવનાર રજિસ્ટર્ડ ડીલર હોય, તો પ્રોડક્ટ એટલેકે પ્રોડક્ટના સચોટ GST ડેટાનો સમાવેશ કરવો જરૂરી છે.

સ્ટેપ 3:

યોગ્ય વેચાણ ખાતાવહી અથવા વેચાણ લેજર પસંદ કરો. ધ્યાન આપો : જો વેચાણ સ્થાનિક એટલેકે લોકલ છે, તો સ્થાનિક કરપાત્ર વેચાણ માટે વેચાણ ખાતાવહીને પસંદ કરો; જો તે એક રાજ્યથી બીજા રાજ્ય સાથે છે તો અંતરરાજ્ય વેચાણ માટે વેચાણ ખાતાવહી પસંદ કરો.

સ્ટેપ 4:

જરૂરી ઈન્ટવેન્ટરી આઈટમ પસંદ કરો અને જથ્થો અને દર દાખલ કરો.

સ્ટેપ 5:

સ્થાનિક એટલેકે લોકલ વેચાણ માટે કેન્દ્રીય અને રાજ્ય કર ખાતાવહી એટલે કે સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ટેક્સ લેજરને પસંદ કરો. જો વેચાણ રાજ્યો-રાજ્યો વચ્ચે છે તો ઈન્ટિગ્રેટેડ ટેક્સ લેજરને પસંદ કરો.

સ્ટેપ 6:

અંતે હા પર ક્લિક કરો અને બનાવેલ GST ઈન્વોઈસનો સ્વીકાર કરવા એન્ટર દબાવો.

એ જ રીતે પરિસ્થિતિના આધારે F12નો ઉપયોગ કરીને GST સર્વિસ ચાર્જમાં સમાવેશ કરી શકાય છે : ખરીદનારનો ઓર્ડર નંબર, ડિલીવરી નોટ નંબર, પ્રોડક્ટની વધારાની વિગતો એટલેકે વધારાના ઉત્પાદનના વર્ણન, ટેક્સ કોલમ, જેવા વગેરેને કોન્ફિગર કરો.

ટેલી GST ઈન્વોઈસ પ્રિન્ટિંગ

ટેલીમાં બિલિંગ કર્યા પછી વેચાણ વાઉચરને સ્વીકૃતિ આપ્યા પછી ટેલી તરત જ પ્રિન્ટ અથવા નહીં પ્રશ્ન સાથે પ્રિન્ટિંગ સેન્ટિંગ સ્ક્રીનમાં દર્શાવશે. જો તમે પ્રિન્ટ કર્યા વગર તેને જવા દો છો, ત્યારે પણ તમે વાઉચરને સંશોધન એટલેકે અલ્ટરેશન મોડમાં ફરી મેળવી શકો છો અથવા વેચાણ વાઉચરને સાચવીને તરત પેજ અપ બટન દબાવી શકો છો.

હવે તમે કાં તો પ્રિન્ટ બટન પર ક્લિક કરો અથવા શોર્ટકટ કી Alt A દબાવો. કોન્ફિગરેશન સ્ક્રીનમાં જરૂરી વધારાના ફેરફાર કરો. અહીં તમે પ્રિન્ટિંગ માટે મોકલવામાં આવતી સંખ્યાને સ્પષ્ટ કરી શકો છો. GST માર્ગદર્શિકા મુજબ જો તમે પરિવહન સાથે માલનું વેચાણ કરો છો, તો તમારે GST ઈન્વોઈસની 3 નકલો બનાવી પડશે: એક ખરીદનાર માટે, એક ટ્રાન્સપોર્ટ માટે અને એક પોતાના માટે.

ટેલી ઈન્વોઈસ પ્રિન્ટિંગ કસ્ટમાઈઝેશન

ટેલીમાં હવે ઈન્વોઈસિંગ માટે વધુ કસ્ટમાઈઝેશન વિકલ્પો છે.

1. અધિકૃત હસ્તાક્ષર સાથે વેચાણ ઈન્વોઈસની પ્રિટિંગ.

આ એડ- ઓન વિકલ્પ વપરાશકર્તાઓને પહેલાથી જ એડ કરેલ અધિકૃત હસ્તાક્ષર સાથે GST ટેક્સ ઈન્વોઈસને પ્રિન્ટ કરવાની મંજૂરી આપે છે.

ઈ-વે બિલ ડિસ્ટેન્સ ઓટો-ફિલ

આ એડ-ઓન વિકલ્પ વપરાશકર્તાઓને લેજર માસ્ટરમાં આ માહિતી સાચવવાની અને તેને ઈ-વે બિલમાં ઓટો-ફિલ કરવાની મંજૂરી આપે છે. આ સુવિધા ડેટાને ઝડપી અને કોઈપણ ભુલ વગર દાખલ કરશે.

GST ટેક્સ માટે ઈન્વોઈસ 6.4

આ એડ-ઓનની મદદથી કોઈપણ GST ટેક્સ ઈન્વોઈસને અસરકારક રીતે પ્રિન્ટ કરી શકાય છે. આ વસ્તુઓની દરેક આઈટમ માટે GST દર અને રકમ દર્શાવે છે, જેથી ખરીદનાર વસ્તુ પર લાગુ કરની ટકાવારી અને રકમ સમજી શકે.

કોઈ પાર્ટી માટે સ્ટોક આઈટમની નવીનતમ વેચાણ કિંમત 1.9

આ પ્રકારની એડ-ઓનની સાથે તમે છેલ્લા વેચાણની કિંમત અને ઈન્વોઈસ સમયે ચોક્કસ ગ્રાહકને સ્ટોકના આઈટમ પર આપવામાં આવેલી હાલની છૂટ વિશે જાણી શકો છો. નીચે આપેલી વિગતો પર વિચાર કરો: એક વેપારી ગ્રાહક ABCને આઈટમ વેચે છે. ગ્રાહક A 2 મહિના પછી ફરી ABC આઈટમની ખરીદી કરે છે. જ્યારે કોઈ વેપારી GST ઈન્વોઈસ રેકોર્ડ કરવા માટે ટેલી ERP સોલ્યુશનનો ઉપયોગ કરે છે, ત્યારે તે પાછલા વેચાણની કિંમત અને ડિસ્કાઉન્ટ વિશે જાણી શકે છે.

દરેક ઉત્પાદન માટે કુલ કરની રકમ પ્રિન્ટ

  • વપરાશકર્તા ઉત્પાદનના આધારે કરની રકમ પ્રિન્ટ કરી શકે છે.
  • ગ્રાહક માટે ઈન્વોઈસને સમજવુ સરળ છે.
  • આ એડ ઓનનો ઉપયોગ કરવો સરળ છે અને તમે તેને ટેલી માટે સરળતાથી કોન્ફિગર કરી શકો છો.

GST ઈન્વોઈસ સિવાય ઈન્વોઈસની શ્રેણીઓ નીચે પ્રમાણે છે :

બિલ ઓફ સપ્લાઈ ટેલી ERP 9માં GST ઈન્વોઈસ સમાન છે, સિવાય કે તેમા કરની કોઈ રકમનો સમાવેશ ન થયો હોય. કારણ કે વેચનારને ખરીદનાર પાસેથી GST ચાર્જ લેવાની મંજુરી નથી. આવા કિસ્સાઓમાં જ્યાં ટેક્સ લગાડવામા નથી આવતો, ત્યાં બિલ ઓફ સપ્લાઈ જારી કરી શકાય છે:

છુટવાળી વસ્તુઓ અથવા સેવાઓને વેચનાર એક રજિસ્ટર્ડ વ્યક્તિ અને કમ્પોઝિશન યોજના હેઠળ રજિસ્ટર્ડ વ્યક્તિ.

જો રજિસ્ટર્ડ વ્યક્તિ કોઈ બિનરજિસ્ટર્ડ વ્યક્તિને કર યોગ્યય અને છુટવાળી વસ્તુઓ અથવા સેવાઓ બંનેનો પુરવઠો પુરો પાડે છે. તો તે આવી તમામ ડિલિવરી માટે સિંગ્લ ઈન્વોઈસ કમ બિલ ઓફ સપ્લાઈ જારી કરી શકે છે.

એકથી વધુ ઈન્વોઈસોને એક સમગ્ર અથવા એગ્રીગેટ ઈન્વોઈસમાં સંયોજન: જો જુદા જુદા ઈન્વોઈસની કુલ રકમ રૂ 200થી ઓછી હોય અને ખરીદનાર બિનરજિસ્ટર્ડ હોય તો વેચનાર દિવસના અંતે એકથી વધુ ઈન્વોઈસ માટે એક કુલ દૈનિક અથવા બલ્કમાં ઈન્વોઈસ જારી કરી શકે છે.

ડેબિટ અને ક્રેડિટ નોટ્સ - જ્યારે પુરી પાડવામાં આવેલ વસ્તુઓને પરત કરવામાં આવે છે, અથવા માલ અથવા સેવાઓ ધોરણ પ્રમાણે ના હોવાને કારણે ઈન્વોઈસની કિંમતમાં સુધારો થાય છે, ત્યારે માલ અને સેવાઓના સપ્લાયર અને મેળવનાર ડેબિટ અને ક્રેડિટ નોટ જારી કરે છે. આવુ નીચેની બે પરિસ્થિતિઓમાં થાય છે: જ્યારે ખરીદનાર દ્વારા વેચનારને ચુકવવાની રકમ ઓછી થાય છે અથવા ખરીદનાર પાસેથી વેચનારની બાકી રહેલી રકમ વધુ છે.

નિષ્કર્ષ

એકવાર તમે પહેલુ અને સૌથી અગત્યનું પગલુ ભર્યા પછી, બાકીની GST પ્રક્રિયા યોગ્ય ઈન્વોઈસિંગ સાથે પ્રમાણમાં સરળ બની જાય છે. ટેલી ERP 9માં બિલિંગએ સંપૂર્ણપણે ઓટોમેટિક એક સ્ટેપ સોલ્યુશન છે. જે અન્ય બાબતોની સાથે ખાતરી આપે છેકે તમારૂ બિલિંગ કાયદેસર GST ઈન્વોઈસ આવશ્યકતાઓનું પાલન કરે છે. એ ખાતાધારક માસ્ટર તૈયાર કરતી વખતે ખરીદનાર રજિસ્ટર્ડ છેકે બિનરજિસ્ટર્ડ ડીલર છે તે પુછીને લાક્ષણિક b2b (બિઝનેસ ટુ બિઝનેસ) ઈન્વોઈસથી રિવર્સ ચાર્જ ઈન્વોઈસને અલગ કરે છે.

પરિણામે, બિઝનેસ ટુ બિઝનેસ અને બિઝનેસ ટુ ગ્રાહક ઈન્વોઈસ અલગ પાડવામાં સરળ છે. ટેલી ERP 9 તમામ ઈન્વોઈસ ઈનપુટ ફીડ્સને GST રિટર્ન્સમાં GST પોર્ટલ જેવા જ ફોર્મેટમાં રૂપાંતરિત કરે છે. જેનાથી GST રિટર્ન ભરવાનું સરળ બને છે.

Biz Analyst જોઓ, જે એક સુરક્ષિત મોબાઈલ એપ્લિકેશન છે. જ્યાં તમે સરળતાથી ટેલી ERP 9 થી તમારા તમામ વ્યવસાયિક ડેટાને એક્સેસ કરી શકો છો.

વારંવાર પુછાતા પ્રશ્નો

1. જ્યારે હું પ્રિન્ટ કરવાનો પ્રયત્ન કરૂ છું, ત્યારે ટેલી ERP 9 મને ફાઈલને સેવ કરવાની કહે છે, તો હું દસ્તાવેજ કેવી રીતે પ્રિન્ટ કરી શકું?

આવુ ત્યારે થાય છે જ્યારે પ્રિન્ટ ફોર્મેટ ડોટ મેટ્રિક્સ-ટાઈપ ફોર્મેટ અથવા ડ્રાફ્ટ ફોર્મટ પર સેટ કરવામાં આવે છે અને એક ફાઈલને પ્રિન્ટ કરવા અનેબલ કરવામાં આવે છે. કન્ટેન્ટને સીધા પ્રિન્ટરમાં પ્રિન્ટ કરવા માટે Alt P દબાવો અથવા P ક્લિક કરો. Alt S દબાવો અથવા S ક્લિક કરો: પ્રિન્ટર પસંદ કરો, પ્રિન્ટને ફાઈલ પર સેટ કરો અને પછી જરૂરી પ્રિન્ટરને પસંદ કરો. ટેલી હવે તમને જરૂરી માહિતી પ્રિન્ટ કરવાની મંજૂરી આપે છે.

2. શું હું રિપોર્ટના સમાન પેજ પ્રિન્ટ કરી શકું?

હા, તમે કોઈ રિપોર્ટના પેજ પણ પ્રિન્ટ કરી શકો છો. પ્રિન્ટ કરવા માટે P પર ક્લિક કરો અથવા Alt P દબાવો પછી પેજ રેન્જને પ્રિન્ટ સ્ક્રીન પર લાવવા માટે પેજ નંબર પર ક્લિક કરો. પેજ નંબરિંગ સ્ટાર્ટ ફોર્મ ફિલ્ડમાં અને પેજ રેન્જ ફિલ્ડમાં 1 દબાવો. હવે રિપોર્ટના પેજ પણ પ્રિન્ટ થઈ જશે.

3. હું એક પેજ પર એકથી વધુ વેચાણ ઈનવોઈસ અથવા સેલ્સ ઈન્વોઈસ પ્રિન્ટ કરવા માંગુ છું, શું હું ટેલી ERP 9 થી કરી શકું?

હા એક પેજ પર બે વેચાણ ઈન્વોઈસ પ્રિન્ટ કરી શકાય છે. પ્રિન્ટરને કોન્ફિગર કરવા માટે નીચે દર્શાવેલ સુચનોનું પાલન કરો:

1. પ્રિન્ટ કરવા માટે યોગ્ય રિપોર્ટ કે લેજરનો ઉપયોગ કરો.

2. પ્રિન્ટ પર ક્લિક કરો અથવા Alt P દબાવો.

3. S ક્લિક કરીને પ્રિન્ટર સિલેક્ટ કરો.

4. પ્રિન્ટરોની યાદીમાં જરૂરી પ્રિન્ટર પસંદ કરો.

5. પ્રિન્ટર ડોક્યુમેન્ટ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ ખુલે છે.

6. ફિનિશિંગ ટેબ પસંદ કરો.

7. ડ્રોપ-ડાઉન મેનૂમાંથી પેપર સાઇઝ પસંદ કરો.

8. શીટ દીઠ પેજ 2 પર સેટ થવા જોઈએ.

9. OK બટન પર ક્લિક કરો.

4. એક ટ્રાન્સપોર્ટર જે GST અંતર્ગત છે તેને કરવામાં આવેલ રોકડ ચુકવણી GSTR-1માં શું કામ નોંધવામાં આવતી નથી?

ટ્રાન્સપોર્ટની લેવડ-દેવડ રિવર્સ ચાર્જ અંતર્ગત આવે છે. સપ્લાયર પ્રોડક્ટસના શિપિંગનો ખર્ચ ઉઠાવે છે. રોકડ ચુકવણી એક ખરીદ લેવડ-દેવડ છે, અને ખરીદી GSTR1માં નોંધવામાં આવતી નથી. આ ખરીદી વ્યવહાર GSTR 3B વિભાગ 3.1Dમાં આવરી લેવામાં આવી છે.

5. શું ટેલિપ્રાઈમમાં મુળ એટલે કે ઓરિજનલ ઈન્વોઈસ માટે એક સંયુક્ત ડેબિટ અથવા ક્રેડિટ નોટ રેકોર્ડ બનાવી શકાય છે?

ડિપાર્ટમેન્ટની સાઈટ સંયુક્ત ડેબિટ અથવા ક્રેડિટ નોટ્સના માટે એક્સેલ ફોર્મેટને સપોર્ટ કરતી નથી. જો તમે રિટર્ન ફાઈલ કરવા માટે ટેલી પ્રાઈમનો ઉપયોગ કરો છો, તો દરેક ડેબિટ અથવા ક્રેડિટ નોટને માત્ર એક ઓરિજિનલ ઈન્વોઈસ સાથે લિંગ કરવાની જરૂર છે. જો તમે ટેલી પ્રાઈમનો ઉપયોગ માત્ર ટ્રાન્ઝેશન રેકોર્ડ કરવા માટે કરો છો અને રિટર્ન ફાઈલ કરવા માટે નહીં તો તમે બહુવિધ મૂળભૂત ઈન્વોઈસ માટે ડેબિટ અથવા ક્રેડિટ નોટ દાખલ કરી શકો છો. તમે ઘણા ઈન્વોઈસના ડેટાને મેન્યુઅલી દાખલ કરી શકો છો. જેના માટે સાઈટ પર રિટર્ન ફાઈલ કરતી વખતે ડેબિટ અથવા ક્રેડિટ નોટ દાખલ કરવામાં આવી હતી.

અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.