ખેતલા આપા ટી ફ્રેન્ચાઇઝી કેવી રીતે શરૂ કરવી?
જ્યારથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા છે, ત્યારથી 'ચા વાળા' શબ્દને એક અલગ જ ઓળખ મળી છે. આજે આપણે આ આર્ટિકલમાં જે ચા વાળાની વાત કરવાના છીએ, તેમણે ચા વેચીને પોતાનું ગુજરાન તો ચલાવે છે સાથે સાથે તેને એક મોટા બિઝનેસમાં પણ કન્વર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આપણે વાત કરીશું ગુજરાતની સૌથી પ્રસિદ્ધ ચાની ફ્રેન્ચાઈઝીઓમાંની એક ખેતલા આપા ટી સ્ટોલ વિશે સાથે ચર્ચા કરશું તેની ફ્રેન્ચાઇઝી કિંમત, આઉટલેટ, નફા અને રિવ્યુ વિશે. અન્ય ચાની ફ્રેન્ચાઈઝીની સરખામણીમાં ખેતલા આપાની ચાને બનાવવાની પ્રક્રિયા ખૂબ જ યુનિક છે. લોકો તેમની ચા બનાવવાની પ્રક્રિયાને પણ જોવા માટે ખાસ આઉટલેટની મુલાકાત લેતા હોય છે. તો ચાલો આજે આપણે વાત કરીએ ખેતલા આપાની ચાના બિઝનેસ અને તેમના ફ્રેન્ચાઈઝી બિઝનેસ વિશે.
આ પ્રકારે થઈ શરૂઆત
1980માં સામત અને વિક્રમ ભાઈઓના પિતાએ રાજકોટમાં દુધ વેચવાની શરૂઆત કરી હતી. જેના થોડા વર્ષો બધા તેમણે ચાની કિટલીની શરૂઆત કરી. જે પછી ઘણા બધા લોકો કટિંગ ચા પીવા માટે તેમની ત્યાં પહોંચતા હતા. બિઝનેસમાં વધારો થતાં જોતા બંને ભાઈઓએ નરેન્દ્ર ગઢવી સાથે મળીને રાજકોટની એક ગલીમાં આ ટી સ્ટોલનો પાયો નાખ્યો. અને ટુંક જ સમયમાં શોપની આવકમાં સારો વધારો થવા લાગ્યો અને કાઉન્ટર વધતા ગયા.
ખેતલા આપાની હાલમાં 5 રાજ્યોના 50 સિટીમાં 150 કરતાં પણ વધુ ફ્રેન્ચાઈઝીઓ હાલ ચાલી રહી છે. ખેતલા આપાની ફ્રેન્ચાઈઝી લેવા માટે તમારે શરૂઆતી 13 લાખ રૂપિયાની જરૂર પડશે. જો કે અલગ અલગ લોકેશન પ્રમાણે આ ફ્રેન્ચાઈઝી કિંમતમાં ફેરફાર જોવા મળી શકે છે.
ખેતલાઆપાની ચા શું કામ એટલી લોકપ્રિય છે તેનું કારણ છે તેમની ચાની પત્તી, ખાંડ અને એલચી ચા બનાવવા માટે ઉમેરતાં પહેલી દુધને કેટલી માત્રામાં ઉકાળવું, તેના પર ચાનો સ્વાદ નક્કી થાય છે. જેના કારણે ખેતલાઆપાની આ પ્રોડક્ટ ઘણી વિશિષ્ટ છે અને તેમના સ્ટોલમાં ગ્રાહકોની સંખ્યા વધારે છે.
ગુજરાતમાં ચા પ્રેમી લોકો ખેતલાઆપાના ટી સ્ટોલ પર ચાની સાથે સાથે ગાંઠિયાનો સ્વાદ પણ માણે છે. તેમની ચાની અલગ વિશેષતાને લઈને ખેતલાઆપા એવો દાવો કરે છે કે તેમની ચા બનાવવા માટે તેઓ અમૂલ દુધ કરતાં પણ ઘટ્ટ દુધનો ઉપયોગ કરે છે અને તેઓ ક્યારે પણ તેમની ગુણવત્તા સાથે કોઈપણ બાંધછોડ કરતાં નથી.
ફ્રેન્ચાઈઝી મેળવવા માટેનો ખર્ચ
ખેતલા આપાની ફ્રેન્ચાઈઝી મેળવવા માટે ટિયર 1 શહેરોની ફી 5 લાખ રૂપિયા છે. ટિયર 2 અને 3 શહેરો માટે ફ્રેન્ચાઈઝી ફી 2.5 લાખ રૂપિયા છે. જ્યારે ગામ અથવા ગ્રામીણ વિસ્તારો માટે ફ્રેન્ચાઈઝી ફી 1 લાખ રૂપિયા છે.
ચાલો એક નજર કરીએ ખેતલાઆપાના ફ્રેન્ચાઈઝી રોકાણ પર -
એક્સપેન્સ |
કિંમત |
ફ્રેન્ચાઈઝી ફી |
5,00,000 રૂપિયા |
ફ્રેન્ચાઈઝી ફી પર GST |
90,000 રૂપિયા |
સિક્યોરિટી ડિપોઝિટ (રિફંડપાત્ર) |
3,00,000 રૂપિયા |
સેટઅપ ખર્ચ |
2,00,000 રૂપિયા |
આંતરિક અને સિવિલ વર્ક ખર્ચ |
1,30,000 રૂપિયા |
શરૂઆતી જરૂરી રો-મટીરિયલ |
30,000 રૂપિયા |
બીજા ખર્ચાઓ |
50,000 રૂપિયા |
કુલ રોકાણ |
13,00,000 રૂપિયા |
ખેતલા આપાનો ફ્રેન્ચાઇઝીનો કરાર 2 વર્ષનો હોય છે
-
• ફ્રેન્ચાઈઝી માટે જરૂરી ઓછામાં વિસ્તાર ઓછો 300 ચોરસ ફૂટ રાખવામાં આવેલ છે
• ફ્રેન્ચાઈઝીની રોયલ્ટી 10,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે
• તેના માટે જરૂરી રો-મટિરિયલ ફ્રેન્ચાઈઝર દ્વારા આપવામાં આવશે
• દરેક ચાના કપની કિંમત 15/20 રૂપિયા રહેશે
• ચા બનાવવા માટે તમે ફ્રેન્ચાઈઝરની મદદ લઈ શકો છો અથવા તમારા કર્મચારીઓને ટ્રેનિંગ માટે મોકલી શકો છો
• ફ્રેન્ચાઇઝર દ્વારા ઓફર કરવામાં આવતી ચા બનાવનારની કિંમત 15,000 રૂપિયા પ્રતિ કર્મચારી + તેમનો જરૂરી ખર્ચ છે
ચાલો ઉદાહરણની મદદથી ખેતલા આપા ટી ફ્રેન્ચાઈઝ પ્રોફિટ માર્જિનનું વિશ્લેષણ કરીએ.
હાલ અમે એવુ અનુમાન લગાવી રહ્યા છીએ કે ફ્રેન્ચાઇઝનું વેચાણ દરરોજનું 450 ટી કપ એટલે કે 6750 રૂપિયા પ્રતિ દિવસનું વેચાણ છે. જેના પ્રમાણે માસિક વેચાણ 2,00,000 રૂપિયા રહેશે.
હવે આપણે ફ્રેન્ચાઇઝીનો ક્લિયર પ્રોફિટ મેળવવા માટે કુલ વેચાણમાંથી બધા જ ખર્ચાઓ બાદ કરીશું -
એક્સપેન્સ |
કિંમત |
કુલ વેચાણ |
2,00,000 રૂપિયા |
રો-મટિરિયલ 45% |
90,000 રૂપિયા |
કર્મચારીની સેલેરી |
30,000 રૂપિયા |
રોયલ્ટી |
10,000 રૂપિયા |
રેન્ટ |
25,000 રૂપિયા |
ઈલેક્ટ્રીસિટી અને પાણીનો વપરાશ |
10,000 રૂપિયા |
બીજા ખર્ચાઓ |
5,000 રૂપિયા |
નેટ પ્રોફિટ |
30,000 રૂપિયા |
આ બધા પર વિચાર કરીને કહી શકીએ છીએ કે ખેતલા આપા ફ્રેન્ચાઇઝીના પ્રોફિટનું માર્જિન 2 લાખ રૂપિયાના વેચાણ માટે 15% છે. ઊંચા પ્રોફિટના માર્જિનનું મુખ્ય કારણ છે ચાની કિંમત 15 રૂપિયા. ફુડની ક્વાલિટી અને સેવાની સાથે ફ્રેન્ચાઈઝીની સફળતાનો રેટ નક્કી કરવામાં લોકેશન નિર્ણાયક ભુમિકા ભજવે છે.
ફ્રેન્ચાઈઝીનું લોકેશન એવા પબ્લિક પ્લેસમાં હોવુ જોઈએ જ્યાં લોકોની અવરજવર વધુ હોય, જેમ કે મુખ્ય માર્કેટમાં. તેમાં પણ જો તમારી કોર્નરની શોપ હોય તો એ વિકલ્પ સૌથી બેસ્ટ છે. જેના કારણે તમારી શોપ બંને તરફના રસ્તાઓ પર ચાલતાં લોકોની નજરમાં રહેશે જેના કારણે ગ્રાહકોની સંખ્યમાં વધારો થઈ શકે છે. આ સિવાય તમે નજીકની શાળા, કોલેજો, કોર્પોરેટ ઓફિસ, ગવર્મેન્ટ ઓફિસ,બેન્ક, મોલ્સ, હાઇવે અથવા કોઈપણ એવી જગ્યા ફ્રેન્ચાઈઝી ઓપન કરી શકો છો જ્યાં લોકોને ચા પીવાનું પસંદ હોય.
ભારતમાં ચાનું ઉત્પાદન અને વપરાશ
ટી બોર્ડ પાસેથી મળેલી માહિતી પર રિસર્ચ કરતાં નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન ભારતે તેના ચાના ઉત્પાદનના 89.24 ટકાનો વપરાશ કર્યો હતો. ટી બોર્ડના જણાવ્યા પ્રમાણે, ભારતનો વપરાશ 2020-21માં વધીને 1,145 મિલિયન કિગ્રા (mkg) થયો છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં 1,116 કિગ્રા (mkg) હતો. જે 2.60 ટકાનો વધારો દર્શાવે છે.
ટી બોર્ડે સ્પષ્ટતા કરી છે કે 'લોકડાઉનની સ્થિતિ અને ચાની ઉપલબ્ધતાને કારણે વાસ્તવિક વપરાશનો ડેટા બદલાઈ શકે છે'. ચાના ઉત્પાદકોનું માનવુ છેકે ચાએ ખાસ કરીને કોવિડ-19ની મહામારીમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી હોવાની સામાન્ય માન્યતાને કારણે ગયા નાણાકીય વર્ષમાં માંગમાં વધારો થયો હતો.
2020-21 દરમિયાન દેશમાં 1,283 mkg ઉત્પાદન થયું છે તે ધ્યાનમાં લેતા, વપરાશ ઉત્પાદનના 89.24 ટકા જેટલો છે. જેનાથી નિકાસ માટે 138 mkg બચ્યું પરંતુ ટી બોર્ડ દ્વારા દર્શાવેલ વાસ્તવિક નિકાસ 202 mkg હતી. નિકાસકારોએ જણાવ્યું હતું કે આયાત કરાયેલી કેટલીક ચાની પુન: નિકાસ કરવામાં આવી હતી અને પાછલા નાણાકીય વર્ષથી કેટલીક કેરી-ફોરવર્ડ પણ નિકાસ કરવામાં આવી હતી. તેથી જ કુલ નિકાસ દેશના ઉત્પાદનમાંથી ઘર વપરાશ પછી બાકી રહેલી સિલક કરતાં વધુ હતી. ટી બોર્ડે જણાવ્યું છે કે વપરાશના અંદાજો 'મેસર્સ ડેલોઈટ દ્વારા કરાયેલા અભ્યાસ' પર આધારિત છે. આ રિસર્ચ અને માહિતીના આધારે તમને ભારતમાં ચાનું ઉત્પાદન અને વપરાશનો અંદાજ આવી ગયો હશે.
ખેતલા આપા ફ્રેન્ચાઈઝી રિવ્યુ
- એવુ જરૂરી નથી કે એક સારી સ્થાનિક બ્રાન્ડ સાથેનું આઉટલેટ ચોક્કસપણે સફળ ફ્રેન્ચાઈઝી બિઝનેસ બનશે. ખેતલા આપનું ફ્રેન્ચાઈઝી મોડલ તેનું એક ઉદાહરણ છે.
- વેબસાઈટ યોગ્ય રીતે ઑપ્ટિમાઇઝ નથી, ફ્રેન્ચાઈઝ સપોર્ટ ખૂબ જ બિનપ્રોફેશનલ છે, માર્કેટિંગ પર કોઈ ખર્ચ નથી, સાથે મેનેજમેન્ટ પણ નબળુ જોવા મળશે. ફ્રેન્ચાઈઝર પાસે ફક્ત ગુજરાતમાં જ સારૂ બ્રાન્ડ નેમ છે.
- તેઓ (ફ્રેન્ચાઈઝર) માત્ર કર્મચારીઓને ટ્રેનિંગ અને તેમની ફ્રેન્ચાઈઝીને રો-મટિરિયલ આપશે.
- કોઈપણ સફળ ફ્રેન્ચાઇઝી ચલાવવા માટે રેસીપીએ એક સર્વપરી વિકલ્પ નથી.
- ખેતલાઆપાની ટિયર 1 શહેરો માટે ફ્રેન્ચાઈઝી ફી અને રોયલ્ટી ચાર્જ ઘણા વધારે છે.
- ખેતલાઆપાની ફ્રેન્ચાઈઝી કરાર માત્ર 2 વર્ષનો હોય છે. તેથી તમારે 2 વર્ષ પછી ફરીથી ફ્રેન્ચાઇઝી ફી ચૂકવવી પડશે. સામાન્ય રીતે આ સમયગાળો દરેક ફ્રેન્ચાઈઝીમાં 5 વર્ષનો હોય છે.
- ચાની ક્વૉન્ટિટી પ્રમાણે ચાની કિંમત મોંઘી છે. તેમની ફ્રેન્ચાઈઝી પર ચા નાના પેપર કપમાં આપવામાં આવે છે.
- આ સરખામણી નથી પરંતુ અન્ય બ્રાન્ડેડ ફ્રેન્ચાઇઝીસ ઓછા રોકાણમાં વધુ સારૂ રિટર્ન આપી રહી છે.
- ખેતલા આપાની ચાનો સ્વાદ અન્ય ચાની ફ્રેન્ચાઈઝી કરતાં અલગ હોય છે. તેમની ચામાં દૂધનું પ્રમાણ ઘણું વધારે હોય છે.
- જો તમે ગુજરાતમાં ફ્રેન્ચાઈઝી લેવાનું વિચારી રહ્યા હોય તો ખેતલા આપા ફ્રેન્ચાઈઝી ખૂબ જ રિકમેન્ડેડ છે. બીજા રાજ્યોમાં તેને હાલ રિકમેન્ડ કરી શકાશે નહીં.
ભારત એક એવો દેશ છે કે જ્યાં મેગાસિટી હોય કે નાનું સિટી દરેક ખૂણે તમને ચાનો સ્ટોર જોવા મળે છે. લોકો આ સ્ટોલ પર વાજબી ભાવે ચાનો આનંદ માણતા જોવા મળે છે. આજકાલ સ્વચ્છતા જાળવવા માટે લોકો સારું વાતાવરણ અને સુશોભિત ચાના સ્ટોરની મુલાકાત લેવાનું પસંદ કરે છે.
નિષ્કર્ષ
અમે આશા રાખીએ છીએ કે આ લેખ તમને ખેતલા આપા ફ્રેન્ચાઇઝી વિશે પૂરતી માહિતી મળી હશે. આપેલ માહિતી અને રિવ્યુને ધ્યાનમાં રાખીને તમે ખેતલાઆપા ફ્રેન્ચાઇઝી ઓપન કરી શકો છો. તેની સાથે સાથે તમારે એ ધ્યાનમાં રાખવુ જરૂરી છે કે તમારી પાસે શોપ ઓપન કરવા અને તેને મેનેજ કરવા માટે જરૂરી રોકાણ હોય.
નવીનતમ અપડેટ્સ, સમાચાર બ્લોગ્સ અને માઈક્રો, નાના અને મધ્યમ વ્યવસાયો (MSME), બિઝનેસ ટિપ્સ, ઈન્કમ ટેક્સ, GST, સેલેરી અને એકાઉન્ટિંગ સંબંધિત લેખો માટે Khatabook ફોલો કરો.