written by Khatabook | July 19, 2022

ખમણ ઢોકળાનો બિઝનેસ કેવી રીતે શરૂ કરવો?

×

Table of Content


ખમણ ઢોકળાનું નામ સાંભળીને જ મોંહમાં પાણી આવી જાય અને તરત  જ ખાવાનું મન થઈ જાય. ખરૂ ને? આ ભારત અને ખાસ કરીને ગુજરાતમાં સૌથી મનપસંદ સ્ટ્રીટ ફુડમાંથી એક છે. જો તમે તમારા વિસ્તારમાં ખમણ ઢોકળાનો બિઝનેસ શરૂ કરવાનો વિચાર કરી રહ્યાં છો, તો તમે યોગ્ય વિચાર કરી રહ્યા છો. આ આર્ટિકલમાં આપણે ખમણ ઢોકળાનો બિઝનેસ કેવી રીતે શરૂ કરવો અને શું આ બિઝનેસમાં તમે સારૂ કમાણી કરી શકશો કે નહીં તેના વિશે વિસ્તારથી ચર્ચા કરીશું. 

તમે ખમણ ઢોકળાથી પરિચિત હશો જ, સાથે ઘણી બધી વખત તમે તેના સ્વાદીષ્ટ ટેસ્ટનો આનંદ પણ માણ્યો જ હશે. ખમણ ઢોકળા કે જે સવારના નાસ્તામાં ખાય શકાય છે, અને સાંજે પણ તમે તેને ખાય શકો છો. ઘણા લોકોને તો દિવસમાં ગમે ત્યારે એ ચાલે છે. 

ખમણ ઢોકળાનો બિઝનેસ કેવી રીતે શરૂ કરવો?

ખમણ ઢોકળાનો જમવામાં ઉપયોગ ભારતના લગભગ બધા જ રાજ્યોમાં કરવામાં આવે છે. તમે તમારા ઘરેથી પણ નાના લેવલ પર આ બિઝનેસને શરૂ કરી શકો છો. ઘરેથી કે પછી નાના લેવલ પર બિઝનેસ શરૂ કરવા માટે તમને અંદાજે 5000 રૂપિયાની જરૂર પડશે. જરૂરી વસ્તુઓની સાથે તમે આ બિઝનેસની શરૂઆત કરી શકો છો. 

જ્યારે નાના સોપ રાખીને કે પછી થોડા મોટા લેવલ બિઝનેસ શરૂ કરવા માટે તમને ઓટોમેટિક મશીનો લેવા માટે તમને થોડા વધુ રૂપિયાની અને તમારી સાથે કામ કરી શકે તેવા માણસોની પણ જરૂર પડશે.

આ બિઝનેસને શરૂ કરવાની સ્ટેપ બાય સ્ટેપ તમને નીચે જોવા મળશે:

  • આ બિઝનેસ તમે તમારા વિસ્તાર પ્રમાણે રિટેલ અથવા હોલસેલ સ્વરૂપમાં શરૂ કરી શકો છો. જો તમે નાના લેવલ પર ઘરેથી આ બિઝનેસને શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે સૌથી પહેલા તમારી ખમણના બિઝનેસનું નામ વિચારી લો, તમે જોયુ પણ હશે કે આ પ્રકારનો વ્યવસાય કરનારનું નામ યુનિક હોય છે.
  • આ બિઝનેસ શરૂ કરવા માટે તમને વિજિટિંગ કાર્ડ કે પછી ટેમ્પલેટની જરૂર પડશે નહીં. પરંતુ જો તમારે બનાવવું હોય તો તમે બનાવી શકો છો. સાથે તમે ખમણ ઢોકળાનું એક મેનું કાર્ડ બનાવી શકો છો, જરૂરીયાત અનુસાર.
  • બિઝનેસ શરૂ કરતી વખતે તેનો ભાવ પણ તમારે નક્કી કરી લેવો જરૂરી છે. જે તમે તમારી દુકાન કે પછી સોપની બહાર લખી શકો છો કે પછી તેનું પોસ્ટર બનાવીને પણ લગાવી શકો છો. સામાન્ય રીતે ખમણ ઢોકળાની એક પ્લેટનો ભાવ 20 રૂપિયાથી લઈને 50 રૂપિયાની વચ્ચેનો હોય છે. જે તમે તમારા શહેર અને વિસ્તાર પ્રમાણે વધારી ઘટાડી શકો છો. 
  • બિઝનેસ શરૂ કરતાં સમયે તમે જરૂરી જ વસ્તુઓની ખરીદી કરજો તો ફાયદામાં રહેશે. ઘણીવાર યુવા બિઝનેસમેનો શરૂઆતમાં જરૂરીયાત કરતાં વધુ વસ્તુઓની ખરીદી કરીને વધુ રોકાણ સ્ટોકમાં કરી લેતા હોય છે. જેના કારણે તમને આગળ જતાં સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આ બિઝનેસમાં તમારે વસ્તુઓનો વધુ સ્ટોક કરવાનું જરૂર નથી, કારણકે તમને દરરોજનો સામાન દરરોજ રેગ્યુલર કિંમતો પર મળી રહેશે. 
  • આ બિઝનેસ શરૂ કરવા માટે તમે સારા માર્કેટ વિસ્તારમાં કે જ્યાં વધુ લોકોની અવર જવર હોય તેવી જગ્યા પર દુકાનની ખરીદી પણ કરી શકો છો અથવા ભાડે પર લઈને તમારો વ્યવસાય શરૂ કરી શકો છો. આ સિવાય તમે એક નાનકડુ સેટઅપ પણ ઉભુ કરી શકો છો, તમારા સ્કુટર કે પછી કારની મદદથી. 
  • ખમણ ઢોકળાનો બિઝનેસ તમે તમારા શહેરના કોઈપણ ચાર રસ્તાઓ પર, સ્કૂલ અને કોલેજની આસપાસ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન કે પછી કોઈપણ શોપિંગ મોલ કે માર્કેટ વિસ્તારમાં શરૂ કરી શકો છો, જ્યાં વધુ લોકોની અવર જવર તમારા બિઝનેસને આગળ વધારવામાં મદદ રૂપ થશે. અહીં એ વાતનું ધ્યાનમાં રાખવું જરૂરી છેકે તમારો આ બિઝનેસ વધુ લોકોની અવર જવર હોય તેવી જગ્યા પર હોવો જોઈએ.
  • આ બિઝનેસમાં તમારે ખમણ ઢોકળાના સ્વાદ પર વધુ ધ્યાન રાખવાની જરૂર પડશે, સાથે જ તમે જો તમારા કસ્ટમરને બેસવા માટેની જરૂરી જગ્યા આપશો તો વધુ લોકો તમારા તરફ આકર્ષિત થશે. સાથે તમે સોપ ભાડા પર લઈને પણ તમારૂ સેટઅપ ઉભુ કરી શકો છો.
  • આજકાલ ડિજિટલનો જમાનો છે એટલે તમે તમારા ખમણ ઢોકળાના બિઝનેસને વધુને વધુ લોકો સુધી પહોચાડવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલે કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ પર તમારા બિઝનેસનું પેજ બનાવી લો. જ્યાંથી તમે ઓનલાઈન માર્કેટિંગ કરીને તમારા બિઝનેસને વધુ આગળ વધારી શકો છો. 
  • જો તમારે તમારો ખમણ ઢોકળાનો બિઝનેસ ઓનલાઈન જ ચલાવવો છે તો તમે તેના માટે એક વેબસાઈટ પણ બનાવી શકો છો. અથવાનો એપ્લિકેશન પણ બનાવીને તમારા ઓનલાઈન વ્યવસાયને વિકસાવી શકો છો. જ્યાં તમે ઓનલાઈન ઓર્ડર લઈ શકો છો. અને હોમ ડિલિવરી સર્વિસ કસ્ટમરને આપી શકો છો.

ખમણ ઢોકળાની સાથે તમે સવારના કે પછી સાંજના નાસ્તા માટે બીજા નાસ્તાની આઈટમો પણ રાખી શકો છો. કસ્ટમરોને પણ વધુ વેરાઈટી મળી શકશે. જેમકે સેવ ખમણી, વગેરે. જેના કારણે તમે વધુ લોકોને પણ ટાર્ગેટ કરી શકો છો. અને તમારા રોજિંદાના કસ્ટમરોમાં પણ વધારો થઈ શકે છે. ખમણ ઢોકળાને તમે ચટણી કે પછી ચાની સાથે પણ સર્વ કરી શકો છો. 

આ બિઝનેસમાં કમાણીની ગણતરી

ખમણ ઢોકળાના બિઝનેસમાં તમારી આવક ધીમે-ધીમે વધતી જોવા મળશે

આ બધુ જ તમારા સ્વાદ અને તમારા વ્યવસાયના વિસ્તાર પર આધારિત છે. જો લોકોને તમારો સ્વાદ પસંદ આવી ગયો તો તમારો બિઝનેસ થોડા સમયમાં જ ઘણી સારી રીતે વિકસી શકે છે. 

જો તમે આ વ્યવસાય રિટેલમાં કરી રહ્યા છો તો તમારે ખમણ ઢોકળાનો ભાવ વ્યાજબી રાખવો જોઈએ. જેથી કરીને રસ્તાઓ પર પસાર થતાં લોકો તમારી સોપ કે સેટઅપ પર આવીને તમારા કસ્ટમર બની શકે. ખમણ ઢોકળાનો બિઝનેસ ઘણી જ શાનદાર રીતે કરી શકાય છે, આ બિઝનેસ કરવામાં કોઈપણ પ્રકારનું રિસ્ક કે જોખમ નથી. જેમ જેમ તમે આ બિઝનેસને વધારતાં જશો તે પ્રકારે તમે તેને મોટા લેવલ પર કરી શકો છો. 

ખમણ ઢોકળાના બિઝનેસમાં સ્વાદ મુખ્ય ભુમિકા ભજવે છે. જેથી તમારા સ્વાદ પર તમારે સૌથી વધુ ધ્યાન આપવાની જરૂર પડશે. જો તમારા ખમણ ઢોકળામાં સારો સ્વાદ હશે તો લોકો વધુ તમારે ત્યાં પ્રાયોરીટી આપશે. બિઝનેસ કરતાં સમયે તમે ઓનલાઈન પેમેન્ટ લેવાની પણ સુવિધા રાખી શકો છો. જેમ કે paytm, phone pe વગેરે. કારણ કે ઘણા એવા પણ કસ્ટમર હશે જે ઓનલાઈન પેમેન્ટ કરતાં હશે. જેમના માટે તમે એક સુવિધા રાખી શકો છો. 

જરૂરી સ્ટાફની ભરતી કરવી

ખમણ ઢોકળાનો બિઝનેસ જો તમે નાના લેવલ પર ઘરેથી કે પછી નાની જગ્યા પરથી કરી રહ્યા છો તો તમે તમારા પરિવાર કે મિત્રોની મદદથી સંભાળી શકો છો. પરંતુ જો તમે તમારા બિઝનેસને થોડા માટે લેવલ પર કરવાનો વિચાર કરી રહ્યા છો તો તમારે યોગ્ય સ્ટાફ કર્મચારીઓ રાખવાની જરૂર પડશે, કે જે તમને ખમણ ઢોકળાને જલ્દીથી અને વધુ પ્રમાણમાં બનાવવા માટે મદદરૂપ થશે. તમે તમારા બિઝનેસના આધારે કર્મચારીઓ અને કારીગરોની ભરતી કરી શકો છો.  

હોલસેલ બિઝનેસ કેવી રીતે કરી શકાય 

આ તમે નીચે પ્રમાણે જાણી શકો છો:

એકવાર તમારો બિઝનેસ સેટ થઈ ગયા પછી, તમે તમારા બિઝનેસને વધુ મોટા લેવલ પર આગળ વધારી શકો છો. જેમાં તમારે ખમણ ઢોકળા બનાવીને હોલસેલ વેપારીઓને મોકલી આપવાના રહેશે. ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં તેનું ઘણુ મોટુ ચલણ જોવા મળે છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મોટા ભાગે સુરતથી જ હોલસેલમાં ખમણ માંગાવામાં આવે છે. તમે કિલોના ભાવે તમારા ખમણનો હોલસેલમાં બિઝનેસ કરી શકો છો. 

હોલસેલમાં બિઝનેસ કરવા માટે તમારે વધુ પ્રમાણમાં તમારા ખમણ બનાવવાના રહેશે. જેના માટે તમારે મોટો ઓટોમિટેક મશીનોની જરૂર પડશે. સાથે યોગ્ય મોટા સારી જગ્યાની પણ જરૂર પડશે. કે જ્યાં તમે મશીનોની સાથે તમારા ખમણનો સ્ટોક સારી રીતે રાખીને અને તેને સરખી રીતે પેક કરી શકો. સ્ટીમ ઢોકળા બનાવીને તમે તમારા હોલસેલ વેપારીઓને દરરોજ મોકલીને સારૂ વેચાણ કરી શકો છો. સ્ટીમ ઢોકળા બનાવવા માટેના મશીનનો ખર્ચ તમને રૂપિયા 12 હજારથી લઈને 40 હજાર સુધીનો આવી શકે છે, જે તમારી જરૂરીયાત ઉપર નક્કી થાય છે.

વધુ પ્રમણમાં સ્ટીમ ઢોકળાને બનાવવા માટે તમારે પહેલા થોડા કાચા માલનો સ્ટોક કરવાની શરૂ પડશે. જેમકે ચણાની દાળ, બેસન, વગેરે. જેને તમે ઓટોમેટિક મશીનોમાં પીસીને ઢોકળાનો પેસ્ટ બનાવી શકે છો. આ સિવાય તમે તૈયાર બેસન લઈ શકો છો. ત્યાર બાદ તેને સ્ટીમ મશીનની મદદથી જલ્દીથી બનાવીને વેપારીઓ અને કસ્ટમરોને સારી સર્વિસ આપી શકો છો. 

નિષ્કર્ષ :

દુનિયા દિવસને દિવસે વિકસીત થઈ રહી છે, અને આપણે પણ થવાનું છે. આપણે આપણા બિઝનેસને સફળ બનાવવા માટે આ જ પ્રકારનો વિચાર કરવો જોઈએ. ખમણ ઢોકળાનો આ વ્યવસાય ઘણો લાભદાયક થઈ શકે છે, જે તમે તેને યોગ્ય રીતે કરશો તો. આશા રાખીએ છીએ કે તમને આ લેખમાં ખમણ ઢોકળાનો બિઝનેસ કેવી રીતે કરવો અને ક્યા પરિબળો તમને અવરોધશે તેની બધી જ માહિતી તમને મળી ગઈ હશે. 

નવીનતમ અપડેટ, સમાચાર બ્લોગ, અને માઈક્રો, નાના અને મધ્યમ વ્યવસાયો, બિઝનેસ ટિપ્સ, ઈન્કમ ટેક્સ, GST, સેલેરી અને એકાઉન્ટ સંબંધિત લેખો માટે Khatabook ને ફોલો કરો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રશ્ન: ખમણ ઢોકળાનો બિઝનેસ કઈ જગ્યા પર વધુ સારો ચાલશે?

જવાબ:

ખમણ ઢોકળાનો બિઝનેસ સ્કૂલ અથવા કોલેજની આસપાસ, બસ સ્ટેશન કે રેલ્વે સ્ટેશન પાસે, શોપિંગ મોલ કે માર્કેટ વિસ્તારોમાં કે પછી શહેરના કોઈપણ સારા ચાર રસ્તાઓ પર કે જ્યાં વધુ લોકોની અવર-જવર જોવા મળતી હોય ત્યાં કરી શકાય છે. બિઝનેસ શરૂ કરતા પહેલા યોગ્ય વિસ્તારની પસંદગી કરવી જરૂરી છે.

પ્રશ્ન: ખમણ ઢોકળાની એક પ્લેટનો ભાવ શું રાખી શકીએ ?

જવાબ:

ખમણ ઢોકળાની એક પ્લેટનો ભાવ તમે 20 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધી રાખી શકો છો. તમારા શહેર અને વિસ્તારને ધ્યાનમાં રાખીને તમે તમારો ભાવ સેટ કરી શકો છો.

પ્રશ્ન: ખમણ ઢોકળાનો બિઝનેસ બારે માસ ચાલી શકે છે?

જવાબ:

હા, બિલકુલ ખમણ ઢોકળાનો બિઝનેસ તમે બારે માસ કોઈપણ સિશનમાં કરી શકો છો. તમને બધી જ સિઝનમાં ખમણ ઢોકળાના કસ્ટમરો મળી જશે.

પ્રશ્ન: શું હું ખમણ ઢોકળાનો બિઝનેસ ઘરેથી કરી શકું ?

જવાબ:

નાના લેવલ પર ખમણ ઢોકળાનો બિઝનેસ તમે ઘરેથી પણ કરી શકો છો. જેના માટે તમારે શરૂઆતમાં વધુ રોકાણની પણ જરૂર પડશે નહીં. જરૂરી ચીજવસ્તુઓ સાથે તમે શરૂ કરી શકો છો.

પ્રશ્ન: ખમણ ઢોકળા બનાવવા માટેનું મશીન લેવા માટેનો ખર્ચ કેટલો થશે ?

જવાબ:

ખમણ ઢોકળાના મશીનની કિંમત 12,000 થી શરૂ થઈને 40,000 સુધીને છે. જેમાં તમે તમારી જરૂરીયાત પ્રમાણેના મશીનની પસંદગી કરી શકો છો.

અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.