written by Khatabook | October 7, 2021

ટેલી ERP 9 માં બેંક સમાધાન શું છે

×

Table of Content


જેવી રીતે નામ સૂચવે છે તેમ, બેંક રેકન્સિલિએશન સ્ટેટમેન્ટ (BRS) એક નિવેદન છે, જે બેંક સ્ટેટમેન્ટ અને એકાઉન્ટિંગ ખાતાઓ વચ્ચે સંતુલનનું રેકન્સિલિએશન કરે છે. ઘણી વખત બેંક સ્ટેટમેન્ટ મુજબનું બેલેન્સ અને કેશ બુક મુજબનું બેલેન્સ મેળ ખાતું નથી, તેથી બેંક રેકન્સિલિએશન સ્ટેટમેન્ટ (BRS) ની ભૂમિકા સામે આવે છે.

ટેલીમાં બેંક રેકન્સિલિએશનનું મહત્વ શું છે?

જો કેશ બુક અને પાસબુક વચ્ચેનો તફાવત યોગ્ય નથી, તો ટેલીમાં BRS ઉચ્ચ મેનેજમેન્ટને બેંકમાંથી માહિતી મેળવવામાં મદદ કરે છે. બેંકે એ એન્ટ્રીઓ કરી હશે જે કંપનીની નથી. BRS સાથેના વ્યવહારોને સરળતાથી ટ્રેક કરી શકાય છે અને ઓડિટરને એ જાણવામાં મદદ કરે છે કે રેકન્સિલિએશન રકમ કેટલી જુની છે, જેથી તેમને વ્યવસાયની સંપૂર્ણ સમજણ મળી શકે. કેશિયર બેંક બેલેન્સ વધારવાનો પ્રયત્ન કરે તેવી પરિસ્થિતિઓમાં પણ ઓડિટર BRS ને જોઈને સાચી માહિતી મળી જાય છે.

BRS ને રેકન્સિલિએશન કરવાની ઘણી રીતો છે. બજારમાં વિવિધ સોફ્ટવેર ઉપલબ્ધ છે, જે બેંક રેકન્સિલિએશનની સુવિધાઓ પૂરી પાડે છે. પરિણામે આપણે BRS બનાવવાની મેન્યુઅલ પ્રક્રિયામાંથી ઇલેક્ટ્રોનિક પદ્ધતિમાં પરિવર્તન જોઈ રહ્યા છીએ. જોકે BRS બનાવવાનો સિદ્ધાંત હંમેશા એક જ રહે છે. ટ્રાન્ઝેક્શનના વધતાં વોલ્યુમને જોતા BRS જનરેટ કરવાની મેન્યુઅલ પ્રક્રિયામાં થોડા દિવસો લાગશે. BRS તૈયાર કરવા માટે Tally ERP 9 માં BRS જેવા સોફ્ટવેર ટુલ્સનો ઉપયોગ કરવો હંમેશા સારો વિકલ્પ છે.

બેંક રેકન્સિલિએશનમાં કયા તફાવતો હોઈ શકે છે?

1. ચેક (Cheque) : હોય શકે છેકે કંપનીએ ચેક જારી કર્યો હોય, પરંતુ વિક્રેતાએ તેને ચુકવણી માટે રજૂ કર્યો ન હોય. એવી જ રીતે, બેંકમાં જમા કરાયેલ ચેક પણ ક્લિયર ન થયો હોય. એક બેંકને ચેક ક્લિયર કરવા માટે મહત્તમ 3 દિવસ લાગે છે. વ્યવહારોના પુસ્તકોમાં એન્ટ્રીઓ બંધ કરી શકાતી નથી, કારણ કે એકાઉન્ટન્ટ એન્ટ્રીઓ પાસ કરવાનું ચાલુ રાખે છે. રેકન્સિલિએશન ન કરેલી રકમ પર નિયંત્રણ રાખવા માટે કેશિયર બેંક રેકન્સિલિએશન સ્ટેટમેન્ટ તૈયાર કરે છે.

એકવાર ચેક ક્લિયર થઈ જાય પછી, રકમ BRS માંથી ટ્રાન્ઝેક્શન એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે. વ્યવસાયિક જગ્યાઓ પર પોસ્ટ ડેટેડ ચેક આપવું એક સામાન્ય બાબત છે. પોસ્ટ ડેટેડ ચેકના સંદર્ભમાં એન્ટ્રીઓ ખાતામાં મોકલવામાં આવે છે. જો કે આ પોસ્ટ-ડેટેડ ચેક હોવાથી, તે બેંક સ્ટેટમેન્ટમાં દેખાશે નહીં જ્યાં સુધી તેની તારીખ ન આવી જાય. એટલા માટે આ ચેક BRS માં રેકન્સિલિએશન વગર રહે છે.

2. વ્યાજની એન્ટ્રી: બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજની આવક આપે છે. આ આવક ક્યારેક ખાતાઓમાં નોંધાયેલી આવક સાથે મેળ ખાતી નથી. એવુ પણ બની શકે છેકે, લોનની રકમ ઉપર પણ વ્યાજ મેળ ખાતું ના હોય. આવુ એટલા માટે થાય છેકે, બેંક પાસે વ્યાજની ગણતરી માટે અલગ પદ્ધતિ છે. આ પદ્ધતિ દરેક બેંકમાં અલગ હોય છે અને વ્યાજ માસિક અથવા દૈનિક નોંધાવામાં આવે છે.

3. બેંક ચાર્જ: બેંક તેના દ્વારા આપવામાં આવતી સેવા માટે ચાર્જ ઉઘરાવે છે. કંપનીનું મેનેજમેન્ટ આ ચાર્જીસ સાથે સહમત ના થાય, અને તેનો કોઈ ઉકેલ ન આવી જાય ત્યાં સુધી તે BRS માં જોવા મળી શકે છે.

4. નિર્દેશિત આદેશને ભૂલી જવું: કંપનીએ બેંકને કેટલીક સ્થાયી સૂચનાઓ આપી હશે. તેમાં જરૂરીયાત મુજબ અમુક ખાતાઓમાં ભંડોળ સ્થાનાંતરિત કરવાની સૂચનાઓનો સમાવેશ હોઈ શકે છે, પરંતુ એકાઉન્ટન્ટ એન્ટ્રી પાસ કરતી વખતે તે આદેશને ભૂલી શકે છે.

5. સ્ટેલ ચેક : કંપનીએ તેના વિક્રતાને ચેક આપ્યો હશે, પરંતુ જો વિક્રતા ચેકની તારીખથી 3 મહિનાની અંદર ચેક પાસ કરવામાં નિષ્ફળ જાય છે, તો તે આરબીઆઈના આદેશ મુજબ સ્ટેલ જાય છે. પરિણામે નવો ચેક આપવો પડશે. નહીંતર એકાઉન્ટન્ટને પેમેન્ટ એન્ટ્રી રિવર્સ કરવી પડશે અને સંબંધિત જવાબદારી રેકોર્ડ કરવી પડશે. આ એન્ટ્રી યોગ્ય લેજરની સામે પસાર થાય છે. જ્યાં સુધી રિવર્સ પ્રક્રિયા ન થાય ત્યાં સુધી પહેલાનું બેલેન્સ BRS માં જોવા મળશે.

બેંક રેકન્સિલિએશન સ્ટેટમેન્ટનું માળખું શું છે?

  • બેંક રેકન્સિલિએશન સ્ટેટમેન્ટ કેવી રીતે તૈયાર કરવું તે ધ્યાનમાં લેવાની પહેલી બાબત એ છેકે, ખાતાઓ પ્રમાણે અથવા બેંક સ્ટેટમેન્ટ મુજબ રોકડની બાકી રકમનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
  • ત્યારબાદ દરેક ટ્રાન્ઝેક્શનને મેચ કરવુ જરૂરી છે જે ખાતાઓ અને બેંક સ્ટેટમેન્ટમાં દર્શાવ્યા પ્રમાણે. જો તમે ખાતાઓ પ્રમાણે બેલેન્સિંગ પ્રક્રિયા શરૂ કરો છો તો બેંક સ્ટેટમેન્ટ મુજબ વાસ્તવિક રકમ સુધી પહોંચી શકો છો.
  • બીજી બાજુ, જો તમે બેંક સ્ટેટમેન્ટ મુજબ બેલેન્સની રકમથી શરૂઆત કરો છો તો ખાતાઓ મુજબ રકમનું બેલેન્સ કરો.

કેશિયર એ પ્રમાણે જ રકમને ઉમેરશે અથવા બાદ કરે છે. તે બેંક સ્ટેટમેન્ટ અને એકાઉન્ટ બુક બંનેમાં દર્શાવેલ દરેક ટ્રાન્ઝેક્શનને માર્ક કરે છે. રેકન્સિલિએશન પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રહે છે, જ્યાં સુધી ટાર્ગેટ બેલેન્સ મેચ ન થઈ જાય.

આપણને ટેલીની જરૂર શું કામ છે?

ટેલી એ એન્ટરપ્રાઈઝ રિસોર્સ પ્લાનિંગ (ERP) સોફ્ટવેર છે, સામાન્ય રીતે પુસ્તક રાખવા અને હિસાબ માટે વપરાય છે. તે વિન્ડોઝ પ્લેટફોર્મ સાથે કામ કરે છે અને તેનો ઉપયોગ પેરોલ મેનેજમેન્ટ, બેન્કિંગ, એકાઉન્ટિંગ, ઈન્વેન્ટરી મેનેજમેન્ટ, જીએસટી રેકન્સિલિએશન અને કંપનીની અન્ય ઘણી નાણાકીય જરૂરિયાતો માટે થાય છે. આ એક બહુહેતુક સોફ્ટવેર છે, જે પુસ્તક રાખવાની જરૂરિયાતોને સરળતાથી પૂરી કરવા માટે રચાયેલ છે, તેથી તેને વ્યવસાયની તમામ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ જરૂરિયાતો માટે વન-સ્ટોપ સોલ્યુશન તરીકે ગણી શકાય.

ટેલી ERP 9 નો ઉપયોગ કરીને BRS જનરેટ કરવાની મેન્યુઅલ પ્રક્રિયા સરળતાથી સુવ્યવસ્થિત કરી શકાય છે. ટેલી ERP 9 માં BRS ઉપયોગમાં સરળતા પૂરી પાડે છે. ખાસ કરીને જ્યારે મોટા પ્રમાણમાં વ્યવહારો હોય. જ્યારે વધુ લેવડ-દેવડ થતી હોય તો દરેક બેંક વ્યવહારોને મેચ કરવું એ એક મુશ્કેલ કાર્ય બની જાય છે. આ ઓટોમેટિક અને મેન્યુઅલ બંને રેકન્સિલિએશન સુવિધાઓ આપે છે. ટેલી ERP 9 બેંક રેકન્સિલિએશનની મદદથી BRS બનાવવું સરળ બને છે.

ટેલીમાં ઓટોમેટિક રેકન્સિલિએશન ફંક્શનનો ઉપયોગ કેવી રીતે કરવો?

ટેલી ERP 9 માં સૌથી પહેલા ઓટો બેંક રેકન્સિલિએશનને સક્રિય કરો.

સ્ટેપ 1 : ગેટવે ઓફ ટેલીથી શરૂ કરો. પછી એકાઉન્ટ્સ ઈન્ફોને પસંદ કરો.

ત્યારબાદ લેજર પર ક્લિક કરો. જો બેંક લેજર પહેલેથી જ બનેલુ હોય તો Alter પર ક્લિક કરો, નહીંતર ક્રિએટ પર ક્લિક કરો.

     

    

સ્ટેપ 2: ઓટો BRS કોન્ફિગરેશનને સેટ/બદલવા માટે વિકલ્પમાં હા પસંદ કરો.

સ્ટેપ 3: એન્ટર દબાવો અને જરૂરીયાત મુજબ ફેરફારો સ્વીકારો. તેના પછી સૌથી નીચે એક્સેપ્ટ બટન પર ક્લિક કરો.

ટેલીમાં બેંક રેકન્સિલિએશન તૈયાર કરવા માટે ઓટો બેંક રેકન્સિલિએશન સ્ટેટમેન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો?

સ્ટેપ 1: ગેટવે ઓફ ટેલીથી શરૂ કરો. પછી યુટિલિટી હેડમાં ઉપલબ્ધ વિકલ્પમાંથી બેન્કિંગ પસંદ કરો.

સ્ટેપ 2: પછી ઉપલબ્ધ વિકલ્પોમાંથી બેંક રેકન્સિલિએશન પર ક્લિક કરો.

   

સ્ટેપ 3: તમારી સ્ક્રીન પર બેન્કોની સૂચિ દેખાશે. જો સ્ક્રીન પર બેંકનું નામ ન દેખાય તો લેજર બનાવવામાં થોડી સમસ્યા આવી શકે છે. એવું પણ બની શકે છેકે, તમે સંબંધિત લેજરને બેંક ખાતા લેજર તરીકે સ્પષ્ટ કર્યુ ન હોય. ગેટવે ઓફ ટેલીથી અલ્ટર લેજર વિકલ્પ પર જાઓ. જરૂર મુજબ ફેરફાર કરો.

   

સ્ટેપ 4: તમારી જમણી બાજુએ બેંક સ્ટેટમેન્ટ બટન પર ક્લિક કરો. વૈકલ્પિક રીતે તમે Alt B બટન પણ દબાવી શકો છો. બંનેનો અર્થ એક જ છે.

   

સ્ટેપ 5: ડિરેક્ટરી પાથનો ઉલ્લેખ કરો. આ માર્ગ બેંક સ્ટેટમેન્ટનું સરનામું છે. ટોચ પર ફાઇલ પ્રકાર વિકલ્પમાંથી સપોર્ટેડ વિકલ્પ પસંદ કરો. આ ખાતરી કરશે કે ફક્ત સપોર્ટેડ વર્ઝન જ તમને બતાવવામાં આવશે.

  

સ્ટેપ 6: જ્યારે તમે સાચી ફાઇલ પસંદ કરી હોય, ત્યારે તેના પર ક્લિક કરો. તેના પછી ઓટો રન થશે. એકવાર રેકન્સિલિએશન થઈ જાય પછી, સફળ રેકન્સિલિએશનની સૂચના દેખાશે. સ્ક્રીનના નીચે નીચે મુજબ વિગતો દેખાશે.

કંપનીના ખાતાઓની બેલેન્સ: તાજેતરની હિસાબી તારીખ મુજબ, બેલેન્સ કંપનીના ખાતામાં દેખાશે.

બેંકમાં જોવા ન મળતી રકમો: એ રકમો જે આજ સુધી બેંક સ્ટેટમેન્ટમાં રિફ્લેક્ટ નથી થઈ. તે રિપોર્ટિંગ તારીખ પછી બેંક સ્ટેટમેન્ટમાં હોઈ શકે છે.

કંપનીના ખાતાઓમાં રિફ્લેક્ટ ન થયેલ રકમ: ખાતાઓમાં ગુમ થયેલ એન્ટ્રીઓ અને જે રિપોર્ટિંગ તારીખની અંદર છે તે અહીં દેખાશે.

બેંક પ્રમાણે બાકી રકમ: જો કોઈ મેળ ખાતો નથી, તો તે આ ખાતાઓની બાકી રકમ સાથે મેળ ખાતો હોવો જોઈએ.

સ્ટેપ 7: બેંક સ્ટેટમેન્ટ સાથે બેંક રેકન્સિલિએશન સ્ટેટમેન્ટ જોવા મળશે. તમે બેંક સ્ટેટમેન્ટમાંથી એ એન્ટ્રીઓની યાદી જોઈ શકશો જેની અત્યાર સુધી કંપનીના ખાતાઓમાં હિસાબ કરવામાં આવી નથી.

સ્ટેપ 8: બેંક સ્ટેટમેન્ટમાં ટ્રાન્ઝેક્શન એન્ટ્રી પાસ કરીને રેકન્સિલિએશન પ્રક્રિયા શરૂ કરો. જો તે એન્ટ્રી કંપની સંબંધિત નથી, તો તેને રેકન્સિલિએશન કર્યા વિના છોડી દો.

કંપનીના ખાતામાં જોવા ન મળતી રકમને પસંદ કરો. ત્યારબાદ રિકોન્સાઈલ અનલિન્ક્ડ બટન પર ક્લિક કરો. આ કંપનીના ખાતાઓના સૌથી જરૂરી વ્યવહારો બતાવશે. સ્પેસ બાર દ્વારા સૌથી જરૂરી વ્યવહાર પસંદ કરો અને એન્ટર બટન દબાવો. BRS રેકન્સિલિએશન થઈ જશે.

જો કંપનીના ખાતાઓમાં કોઈ ટ્રાન્ઝેક્શન નથી, તો તમારે અલગ વાઉચર એન્ટ્રી પાસ કરવી પડશે. આ કરવા માટે ક્રિએટ વાઉચર બટન અથવા Alt C પર ક્લિક કરો.

વૈકલ્પિક રીતે તમે ગેટવે ઓફ ટેલીના ડિસ્પ્લે મેનૂમાંથી યોગ્ય બેંક લેજર પસંદ કરી શકો છો.

  • તેના માટે ડિસ્પ્લે પર ક્લિક કરો અને એકાઉન્ટ બુક્સ પસંદ કરો. પછી લેજર વિકલ્પ પસંદ કરો.
  • એ બેંકને પસંદ કરો જેને તમે રેકન્સિલિએશન કરવા માંગો છો.
  • ત્યારબાદ તમારી ડાબી બાજુના રિકોન્સાઈલ બટન પર ક્લિક કરો. પરિણામે તમને તમારી સ્ક્રીન પર બેંક રેકન્સિલિએશન સ્ટેટમેન્ટ જોવા મળશે.
  • બેંક સ્ટેટમેન્ટમાંથી ક્લિયરિંગની તારીખ દાખલ કરો. તેને બેંક તારીખ કોલમમાં ભરો.

BRS વિગતો દાખલ કર્યા પછી કેવી રીતે બદલવી?

સ્ટેપ 1: ગેટવે ઓફ ટેલીમાંથી ડિસ્પ્લે વિકલ્પ પસંદ કરો. પછી એકાઉન્ટ બુક્સ પસંદ કરો. તે પછી કેશ/બેંક બુક પર ક્લિક કરો.

  

સ્ટેપ 2 : સ્ક્રીન પર દેખાતા ખાતાઓની યાદીમાંથી જરૂરી બેંક ખાતું પસંદ કરો. જરૂરી સમયગાળો પણ પસંદ કરો જેના માટે રેકન્સિલિએશન બદલવામાં આવશે. F5 બટન દબાવો. આ તમને રેકન્સિલિએશન સ્ક્રીન પર લઈ જશે.

સ્ટેપ 3: કોન્ફિગરેશન વિકલ્પ સુધી પહોચવા માટે F12 બટન દબાવો. ડાઈલોગની સામે "હા" પસંદ કરો.

રિકોન્સાઈલ કરેલ બધા વ્યવહારો પણ બતાવો .

સ્ટેપ 4: બેંક સાથે રેકન્સિલિએશન કરેલ વ્યવહાર ખુલશે. હવે તમે તમારી જરૂરિયાત મુજબ રેકન્સિલિએશન પેજમાં ફેરફાર કરી શકો છો.

ટેલી ERP 9 માં BRS નો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવા લાયક મહત્વપૂર્ણ મુદ્દાઓ

1. તમારે એ ખાતરી કરવી પડશે કે એક્સેલ ફાઇલ પહેલી હરોળથી કોલમ હેડિંગથી શરૂ થાય છે. અન્ય તમામ વિગતો કોઈપણ ખાલી જગ્યા વગર હોવી જોઈએ.

2. ઉપાડ અને જમા બંને માટે રકમ કોલમમાં ખાલી મૂલ્યો માટે NULL અથવા '0' હોવું આવશ્યક છે.

3. જો કોઈ વગર રિકોન્સાઈલ વાળી બાકી રકમ હોય તો તમારે તેમને મેન્યુઅલી મેચ કરવી પડશે.

ટેલીમાં BRS નું પ્રિન્ટિંગ

વપરાશકર્તા બેંક રેકન્સિલિએશન સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરી શકે છે. આ સામાન્ય રીતે રેકોર્ડ રાખવાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવે છે.

  • ટેલીને ટેલી ગેટવે ઓફ ટેલીથી શરૂ કરો.
  • ત્યારબાદ બેન્કિંગ પસંદ કરો.
  • ત્યારબાદ બેંક રેકન્સિલિએશનનો વિકલ્પ પસંદ કરો. સ્ક્રીન પર બેંકોની યાદી દેખાશે. રેકન્સિલિએશન માટે જરૂરી બેંક પસંદ કરો. તે બેંકનું બેંક રેકન્સિલિએશન સ્ટેટમેન્ટ સ્ક્રીન પર દેખાશે.
  • તેના પછી પ્રિન્ટ બટન પર ક્લિક કરો. વૈકલ્પિક રીતે, તમે Alt અને P બટનો પણ વારાફરથી દબાવી શકો છો. પછી પ્રિન્ટિંગ સ્ક્રીન દેખાશે.

  

ટેલીમાં BRS પ્રિન્ટ કરતા સમયે યાદ રાખવાના મહત્વના મુદ્દાઓ

સિલેક્ટ વાઉચર ટુ શોમાં, ઓલ વાઉચર પસંદ કરો. તમે તમારી જરૂરિયાતો પ્રમાણે કસ્ટમાઈઝ પણ કરી શકો છો. અન્ય ઘણા વિકલ્પો પણ ઉપલબ્ધ છે. જે આ પ્રમાણે છે:

શો નૈરેશન(નૈરેશન પણ બતાવો) : જો તમે પ્રિન્ટ રિજલ્ટમાં નૈરેશન પણ જોવા માંગતા હોય તો આ વિકલ્પ પસંદ કરો.

શો રીમાર્ક્સ ઓલ્સો (કોમેન્ટ પણ બતાવો): જો તમે અગાઉ કોઈ કોમેન્ટ આપી હોય અને તેને પ્રિન્ટ રિઝલ્ટમાં જોવા માંગતા હોય તો આ વિકલ્પને પસંદ કરો.

શો ફોરેક્સની ડિટેલ્સ ટુ (વિદેશી મુદ્રા વિવરણની વિગતો પણ બતાવો): જો તમારી પાસે તમારા વ્યવસાયમાં કોઈ ફોરેક્સ વ્યવહારો છે, તો તમે તેમને પ્રિન્ટ સ્ટેટમેન્ટમાં બતાવી શકો છો.

રેકન્સિલિએશન કરાયેલા વ્યવહારો પણ બતાવો: જો તમને રેકન્સિલિએશન કરેલ વાઉચરની યાદી જોઈતી હોય તો આ વિકલ્પ પસંદ કરો.

શો પેમેન્ટ રિસીવ્ડ ફોર્મ (મળેલ પેમેન્ટ બતાવો) : આ પ્રાપ્તકર્તાની વિગતો અને ચુકવણીનો સ્રોત આપે છે. જો તમે તેને જોવા માંગતા હો તો હા પર ક્લિક કરો.

નીચે જમણાં ખૂણામાં એક નાનું બોક્સ દેખાશે. આગળ વધવા માટે હા પર ક્લિક કરો.

નિષ્કર્ષ :

તમે BRS ના માધ્યમથી ખાતાઓ અને બેંક સ્ટેટમેન્ટ વચ્ચે કોઈપણ મિસ્મેચને એજ સમયે ટ્રેક કરી શકો છો જ્યારે બેંક બેલેન્સમાં દૈનિક વધઘટ થાય છે. જો જરૂરી હોય તો એકાઉન્ટન્ટ દૈનિક BRS તૈયાર કરી શકે છે, જેના દ્વારા રોકડમાં ચોરી અને તંગીને ટ્રેક કરી શકાય છે. આ બુક બેલેન્સ અને બેંક સ્ટેટમેન્ટ વચ્ચેનો તફાવત સમજાવે છે.

ટેલી ERP 9 માં બેંક રેકન્સિલિએશન વપરાશકર્તાઓને ઘણા બધા વિકલ્પો આપે છે. જેમાં ઓટો રેકન્સિલિએશન, ફરીથી તપાસ અને પાછલા વ્યવહારોમાં સુધારો અને ઘણા બધાનો સમાવેશ થાય છે. તમારા વ્યવસાયને વધુ કાર્યક્ષમ બનાવવા માટે હમણાં જ Biz Analyst એપ ડાઉનલોડ કરો. એ ટેલી વપરાશકર્તાઓને તેમના વ્યવસાય સાથે જોડાયેલા રહેવામાં અને તેમના વેચાણનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે, જે વ્યવસાયને વિકાસ તરફ દોરી જાય છે.

વારંવાર પુછાતા પ્રશ્નો:

1. ટેલી ERP 9 માં BRS માં બતાવવામાં આવેલી અસરકારક તારીખ શું છે?

અસરકારક તારીખ ખાતા ખોલવાની તારીખથી ગણવામાં આવે છે. આ તારીખથી જ રેકન્સિલિએશન થઈ શકે છે.

2. શું હું ઓટો રેકન્સિલિએશનનો વિકલ્પ પસંદ કર્યા પછી પણ મેન્યુઅલ રેકન્સિલિએશન પર સ્વિચ કરી શકું?

હા, તમે ફરીથી મેન્યુઅલ મોડ પર જઈ શકો છો. તેના માટે તમારે કોન્ફિગરેશન વિંડોમાંથી ઓટો રેકન્સિલિએશનને ડિસેબલ કરવાની જરૂર પડશે.

3. શું રોકડ આધારના હિસાબમાં BRS ની તૈયારી કરવાની પદ્ધતિમાં કોઈ ફેરફાર છે?

રોકડ હોય કે એક્યુઅલ હિસાબ હોય, પરંતુ BRS બનાવવાની પદ્ધતિ હંમેશા સમાન રહે છે.

4. શું ખાતાવહી અને બેંક ટેલી મુજબનું બેલેન્સ સરખું હોય તો શું BRS તૈયાર કરવું જરૂરી છે?

જો ખાતાવહીઓ અને બેંક ખાતામાં બેલેન્સ મેળ ખાતું હોય તો BRS તૈયાર કરવાની જરૂર નથી.

5. એક ટેલી સોફ્ટવેરને નામ આપો, જે BRS ના સંચાલનમાં મદદ કરી શકે.

Biz Analyst એપ એક એવી એપ્લિકેશન છે, જે બિઝનેસ માલિકોને BRS સહિત તેમના બિઝનેસના વિવિધ પાસાઓનું સંચાલન કરવામાં મદદ કરે છે. તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમારી વેચાણ ઉત્પાદકતાનું વિશ્લેષણ કરીને વેચાણની ઉત્પાદકતા વધારી શકો છો અને ખરાબ રોકડ પ્રવાહને ટાળી શકો છો.

અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.