વિશ્વ બેંકના 2020 ના વ્યવસાયમાં સરળતા અંગેના અહેવાલ મુજબ, વિશ્વના 190 દેશોમાં ભારતનો ક્રમ 63માં ક્રમે છે. ભારતે 5 વર્ષ (2014-2019) માં 79ની પોઝિશનમાંથી રેન્કિંગમાં સુધારો કર્યો છે. રેન્કિંગમાં આ સુધારાનું પ્રાથમિક કારણ નાદારી અને બેંકરપ્સી કોડ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલીકરણને આભારી છે.
વૈશ્વિક સ્તરે ચીન ઉપરાંત ભારત વેપાર કરવા માટે એક નવા મુકામ તરીકે ઉભરી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સુધારો, વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં વિકાસ, નવીનતા, કુશળતા, અંગ્રેજી ભાષા બોલતા અને સસ્તા મજૂર વર્ગને કારણે ભારતમાં વેપાર કરવા માટે વિદેશી કંપનીઓ આકર્ષાય છે. જેના કારણે ભારત વિદેશી સીધા રોકાણો (એફડીઆઈ) ના નવા બજાર તરીકે ઉભરી રહ્યું છે. યુએનસીટીએડીના 2020 ના વિશ્વ રોકાણ અહેવાલ મુજબ, એફડીઆઈનો પ્રવાહ 2018 ની તુલનામાં 20% વધીને 2019 માં 51 અબજ ડોલરની સર્વાધિક ઉચ્ચ સપાટીએ પહોંચ્યો છે.
વ્યવસાયો માટે સારી જગ્યા શા માટે જરૂરી છે?
કોઈપણ વ્યવસાય શરૂ કરવાની જગ્યા હંમેશા ત્યાંના યોગ્ય પ્રતિભાશાળી કર્મચારીઓ, કાચી માલસામગ્રી, રોકાણકારો વગેરે લોકોની વૃદ્ધિ અને વિસ્તરણની સંભાવના નક્કી કરે છે. જો તમે ભારતમાં કોઈ વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો ભારતમાં વેપાર કરવા માટેના ટોચના 10 શહેરોની સૂચિ અહીં છે.
1. મુંબઈ
- મુંબઇમાં વ્યવસાય શરૂ કરવાથી નાણાં વ્યવસ્થા, એક પ્રતિભાશાળી કર્મચારી વર્ગ અને પહેલાથી જ વિકસિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમને મળી રહેશે.
- મુંબઈમાં બધી જ સ્થાપિત બેંકોની હેડ ઓફિસો આવેલી છે. જ્યાં વ્યવસાય લગતી ઝડપી લોન (ટૂંકી અથવા લાંબા ગાળાની) પ્રક્રિયાની અરજી કરી શકાય છે.
- મુસાફરી અને જોડાણ માટે મુંબઈમાં છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવેલ છે, જે ભારતનું બીજું વ્યસ્ત એરપોર્ટ ગણવામાં આવે છે. મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને જવાહરલાલ નહેરુ બંદર ટ્રસ્ટ એ 2 મોટા બંદરો છે, જે ભારતમાંથી માલની આયાત અને નિકાસ કરવામાં મદદ કરે છે.
- મુંબઈમાં વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગ આવેલ છે, જેમ કે 6 માર્ગીય મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે, બાન્દ્રા-વરલી સી લિંક બ્રિજ સાથે જોડાયેલ છે, જે માર્ગ પરિવહનની સવલતો પૂરી પાડે છે.
- મુંબઈમાં આઈઆઈટી-બોમ્બે, નરસી મોંજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને અન્ય કેટલીક સંસ્થાઓ કુશળ અને પ્રતિભાશાળી કર્મચારી વર્ગ પ્રદાન કરશે.
- બીજી તરફ જોવા જઈએ તો મુંબઈમાં વ્યવસ્યાય કરવા માટે ઘણા પડકારો પણ બાધારૂપ સાબિત થાય છે. જેમ કે વસ્તી વધારો, ઝડપથી વધતાં મિલકતોના ભાવ વધારા, રોજિંદાના વિવિધ ખર્ચાઓ વગેરે.
- જ્યાં પડકારો આવે છે ત્યાં નવી તકોનો પણ આવે છે. અને મુંબઈ તો ભારતની આર્થિક રાજધાની હોવાથી તે દરેક સમાસ્યાનું સમાધાન કરી આપે છે. જેના કારણે ભારતમાં વ્યવસાય કરવા માટે મુંબઈને ટોચના શહેરોમાંનું એક શહેર ગણવામાં આવે છે. મુંબઈમાં શરૂ થયેલ સફળ સ્ટાર્ટઅપ્સમાં ક્વિકર, બુકમાયશો.કોમ અને નાયકા વગેરેનો સમાવેશ થાય છે.
2. પુણે
- પુણે મહારાષ્ટ્રમાં સ્થિત છે અને મુંબઈથી નજીકમાં આવેલ છે. વેપારી ઉદ્યોગો પુણેમાં હોવાની એક સારી તક મળી રહે છે. પુણેમાં મુડી બજારો, ગ્રાહક વર્ગ અને મુંબઈના સપ્લાયર્સની સાથે જોડાયેલ રહી શકો છો.
- પુણેમાં વ્યવસાય કરી શકાય છે, કારણ કે મુંબઈ-પુણે 6 લાઈન એક્સપ્રેસ હાઈવેના કારણે તમે મુંબઈ સાથે જોડાયેલ રહી શકો છો.
- પુણેમાં મિલકતોની કિંમતો વધુ ના હોવાથી ત્યાં વ્યવસાયો ઓછી કિંમતોમાં થઈ શકે છે. પુણે બીજા ઘણા બધા મોટા શહેરો જેમકે બેંગ્લોર, મુંબઈ, ગોવા અને હૈદરાબાદ સાથે પણ જોડાયેલુ છે. પુણેનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લોહેગાંવ સ્થિત છે, જે પુણે શહેરીથી 10 કિ.મી. દુર આવેલ છે.
- પુણેમાં સારી કોલેજો અને સંસ્થાઓ જેવી કે ડેક્કન કોલેજ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ, ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ એજ્યુકેશન અને રીસર્ચ, સિમ્બાયોસિસ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી આવેલ છે. જે સારા અને પ્રતિભાશાળી કર્મચારી વર્ગ પ્રદાન કરે છે.
- મહારાષ્ટ્રમાં એફડીઆઈને પ્રોત્સાહન આપવા માટે મહારાષ્ટ્ર સરકારે ઘણી યોજનાઓ બહાર પાડી છે, જેમ કે પુણામાં વ્યવસાય શરૂ કરવા માટે ઉદ્યોગસાહસિકો માટે મહાપરવણ (મેગા પરવાનગી) યોજના ઉપલબ્ધ છે. આ બધાને કારણે પુણેને ભારતમાં વ્યવસાય કરવા માટે મોટા શહેરોમાંથી એક માનવામાં આવે છે.
3. બેંગ્લોર
- બેંગ્લોર શહેરને ટેક્નોલોજીનું શહેર અથવા ભારતના સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે. બેંગ્લોર કર્ણાટક રાજ્યનું પાટનગર છે, જે 5 મિલિયન લોકોની વસ્તી ધરાવે છે, જે ભારતની 3જા નંબરની સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. ભારતમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની નિકાસ કરવામાં બેંગ્લોર ટોચનું સ્થાન ધરાવે છે. ભારતની કુલ નિકાસમાં તે 1/3 ભાગ ધરાવે છે. બેંગ્લોરમાં ટોચની આઈટી કંપનીઓની જેવી કે ઈન્ફોસીસ, એક્સેન્ચર, વિપ્રો, સિસ્કો આવેલ છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા પણ બેંગ્લોર શહેરમાં સ્થિત છે.
- બેંગ્લોરનું કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતનું 4 નંબરનું વ્યસ્ત એરપોર્ટ છે. બેંગ્લોર ભારતીય રેલ્વે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો સાથે જોડાયેલું છે. જે માલ સામર્ગ્રીની સપ્લાઇ અને પરિવહન માટે ઉપોયોગી થાય છે.
- આઈઆઈએમ- બેંગ્લોર, ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, નેશનલ સેન્ટર ફોર બાયોલોજીકલ સાયન્સ, અને જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચ બેંગ્લોર શહેરની કેટલીક મોટી સંસ્થાઓ છે, જે પ્રતિભાશાળી અને કુશળ કર્મચારી વર્ગ પ્રદાન કરે છે.
- અર્બનલેડર, હેક્ટર બેવરેજીસ, ઝૂમ કાર જેવા કેટલાક અગ્રણી સ્ટાર્ટઅપ્સ બેંગ્લોરમાં તેમનો વ્યવસાય શરૂ કર્યો હતો. ટેક્નોલોજી પર આધારીત વ્યવસાયો માટે બેંગ્લોર યોગ્ય વિકલ્પ છે. જે કંપનીઓ મુખ્યત્વે ટેક્નોલોજી પર આધારીત નથી તેઓ પણ બેંગ્લોર સ્થિચ છે અને પોતાનો વિકાસ કરી રહી છે.
4. દિલ્હી
- દેશની રાજધાની સિવાય, દિલ્હી પણ મુંબઈની જેમ, તેની આબોહવા માટે જાણીતું છે. ભારતમાં મેટ્રો પ્રોજેક્ટ્સ શરૂ કરનાર દિલ્હી પ્રથમ રાજ્ય હતું. દિલ્હી મેટ્રો 280થી વધુ સ્ટેશનો સાથે જોડાયેલ છે. જેમ કે નોઈડા, ગાઝિયાબાદ, ગુડગાંવ, ફરીદાબાદ વગેરે. દિલ્હી રાષ્ટ્રીયમાર્ગો અને રેલ્વે નેટવર્ક સાથે પણ જોડાયેલ છે. દિલ્હીની વસ્તી મુંબઇની વસ્તીની નજીક છે, પરંતુ તે મુંબઈની જેમ ગીચ વસ્તી ધરાવતુ નથી, જેના કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધુ સુલભ સાબિત થાય છે.
- દિલ્હી શહેરમાં આઈઆઈટી દિલ્હી, જવાહરલાલ નહેરુ ઈન્સ્ટિટ્યુટ, નવી દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને શૈક્ષણિક અને શ્રેષ્ઠતા માટે જાણીતી વિવિધ અન્ય સંસ્થાઓ આવેલ છે. દિલ્હી શહેરને સરકારી પ્રોજેક્ટ વિકસિત વ્યવસાયો માટેનું ઘર ગણવામાં આવે છે.
- દિલ્હી શહેરમાં વ્યવસાય કરવા માટેના ઘણા પડકારો છે, જેવા કે હવાનું પ્રદૂષણ, મહિલાઓની સુરક્ષા અને સ્થળાંતર કરતો કર્મચારી વર્ગ. નેશનલ મીડિયા હાઉસ, મંજૂરી માટે સરકારી કચેરીઓ દિલ્હીમાં વ્યવસાય કરવા માટે ફાયદાકારક છે,જે દિલ્હીને ભારતમાં વેપાર કરવા માટે ટોચના શહેરોમાંનું એક બનાવે છે.
5. હૈદરાબાદ
- હૈદરાબાદ એ તેલંગાણા રાજ્યનું પાટનગર છે અને તે પોતાના પ્રતિભાશાળી કર્મચારીઓ અને આઈટી કલ્ચર માટે જાણીતું છે. બેંગ્લોર ભારતનું ટેક્નિકલ સેન્ટર બનતા પહેલા, હૈદરાબાદ ભારતનું મુખ્ય ઈન્ફર્મેશન ટેક્નોલોજીનું સેન્ટર હતું. ડો.રેડ્ડીસ લેબ, ડિવિસ લેબ જેવા ફાર્માસ્યુટિકલ કોર્પોરેશન માટે આ શહેર વધુ જાણીતું છે.
- તાજેતરના સમયમાં જીનોમ વેલી, નેનો ટેકનોલોજી પાર્ક અને ફેબ સિટી સહિતના વિવિધ બાયોટેકનોલોજી પાર્ક વિકસિત અને સ્થાપિત કરવામાં આવ્યા છે. માઈક્રોસોફ્ટ, એમેઝોન, બેન્ક ઓફ અમેરિકા, ફેસબુક જેવી ટેક જાયન્ટ્સ કંપનીઓ ભારતમાં તેમના વ્યવસાય માટે હૈદરાબાદનો પરિચય કરાવે છે.
- હૈદરાબાદ શહેર એક પ્રતિભાશાળી કર્મચારી વર્ગ, રાજ્યનું પાટનગર, તેમજ વ્યવસાય શરૂ કરવા અને વિકાસ માટે સરકારનો સહયોગ જેવા કારણો વ્યવસાય ઉદ્યોગોને ઘણા ફાયદા કરે છે. ભારતીય શૈક્ષણીક સંસ્થાઓ જેવી કે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી હૈદરાબાદ, ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ, એનએમઆઈએમએસ જેવી સંસ્થાઓ હૈદરાબાદની નામચીન સંસ્થાઓ છે, જે સ્થાનિક પ્રતિભાશાળી કર્મચારી વર્ગ પ્રદાન કરે છે.
- રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હૈદરાબાદ શહેરમાં આવેલું છે, જે માલસામગ્રીની અવરજવર, વ્યવસાયને લગતી મિટિંગ્સ અને વિશ્વના કોઈપણ ભાગમાં સરળતાથી પહોંચમાં ઉપયોગી સાબિત થાય છે.
- મોટાભાગના ઉદ્યોગ સર્વિસ ઉદ્યોગ જેવા કે ફાર્માસ્યુટિકલ્સ, બાયોટેક અને ટેકનોલોજી સાથે સંકળાયેલા છે. તેથી જો તમારો વ્યવસાય સેવા ઉદ્યોગમાં છે, તો તમારા માટે હૈદરાબાદ એક સારો વિકલ્પ રહેશે.
6. ચેન્નાઈ
- દેશની લગભગ 30% ઓટો જરૂરિયાત ચેન્નાઈ પુરી પાડે છે અને સાથે દેશની 60% ઓટો નિકાસ ચેન્નાઈમાંથી થાય છે. મુખ્યકાર ઉત્પાદક કંપનીઓ, જેમ કે હ્યુન્ડાઈ, ફોર્ડ, બીએમડબ્લ્યુ વગેરે જેવી કંપનીઓ ચેન્નાઈમાં આવેલી છે.
- ચેન્નાઈ શહેર ભારતના સૌથી મોટા કાર મેન્યુફેક્ચરિંગ શહેર તરીકે ઉભરી રહ્યું છે. ભારતીય રેલ્વેના ઇન્ટિગ્રેટેડ કોચનું ઉત્પાદન પણ ચેન્નાઈમાં થાય છે.
- ચેન્નાઈમાં ટેલિકમ્યુનિકેશન ઉદ્યોગો તેમ જ ઇન્ફર્મેશન ટેકનોલોજી ઉદ્યોગો પણ આવેલા છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, સિટી બેંક, વર્લ્ડ બેંક જેવા ટોચના ફાયનાન્સ કોર્પોરેશનોની ઓફિસો પણ ચેન્નાઈ ખાતે આવેલ છે.
- ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શહેરથી આશરે 21 કિ.મી.ના અંતરે આવેલ છે, જે માલસામગ્રીની અવરજવર અને પરિવહનની સુવિધાઓ પ્રદાન કરે છે. ચેન્નાઈનું સીપોર્ટ દેશનો સૌથી વ્યસ્ત સીપોર્ટ છે, જે ઓટોમોટિવ અને ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટની નિકાસ માટે ઉપયોગી સાબિત થાય છે.
- આઈઆઈટી- મદ્રાસ, તમિલનાડુ ઓપન યુનિવર્સિટી જેવી સંસ્થાઓ ચેન્નાઈની મોટી શૈક્ષણીક સંસ્થાઓ છે. ઉપરાંત, શહેરમાં 80% થી વધુનો સાક્ષરતા દર છે, જે પ્રતિભા કર્મચારીઓ શોધવામાં મદદરૂપ બને છે. આ બધા કારણો ચેન્નાઈને ભારતમાં વેપાર કરવા માટે ટોચના શહેરોની સૂચિમાં સારો વિકલ્પ ગણાવે છે.
7. કોલકાતા
- કોલકાતાને અગાઉ કલકત્તા તરીકે ઓળખવામાં આવતુ હતું. તે પશ્ચિમ બંગાળ રાજ્યનું પાટનગર છે. કોલકાતાને ગામા શહેર માનવામાં આવે છે. ઉદ્યોગ ક્ષેત્રે તાજેતરમાં થયેલા વિકાસોને કારણે કોલકાતાનો આ સૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેને પૂર્વ ભારતનું વ્યાપારી તેમજ નાણાકીય કેન્દ્ર માનવામાં આવે છે.
- ઈન્ફોર્મેશન ટેકનોલોજીની નોંધપાત્ર ઝડપી વૃદ્ધિને કારણે MNC કંપનીઓની જરૂરિયાતો પુરી થઈ રહી છે અને તેઓ પૂર્વ ભારતમાં આવી રહી છે, સાથે પોતાના વ્યવસાયની શરૂઆત અને વૃદ્ધિ કરી રહી છે. કોલકતામાં સ્થાપિત થયેલ આઈટીસી લિમિટેડ, બ્રિટાનિયા લિમિટેડ, જાણીતી બેંકો જેવી કે બેંક ઓફ ઈન્ડિયા, યુકો બેંક વગેરે, એ સિવાય જુતે,સુગરકેન વગેરે જેવી અન્ય ઈન્ડસ્ટ્રીઝ જાણીતી છે.
- દમ દમ પર સ્થિત નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કોલકાતામાં પરિવહનની જરૂરિયાતોને પૂર્ણ કરે છે, જે શહેરથી 15 કિ.મી. દુર આવેલ છે. હલ્દીયા બંદર એ શહેરની આયાત અને નિકાસની જરૂરિયાતોને પૂરી કરતું મુખ્ય બંદર છે.
- આઈઆઈટી કલકત્તા, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એ શહેરની કેટલીક નોંધપાત્ર સંસ્થાઓ છે, જે કર્મચારીઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે નવી પ્રતિભા પ્રદાન કરે છે. કોલકત્તા કુદરતી સંસાધનોથી ભરેલું છે અને ત્યાં વસવાટ કરવો ખૂબ સસ્તો છે, તેથી આ શહેરમાં વિવિધ વ્યવસાયિક એકમો આકર્ષાયા છે.
8. ઈન્દોર
- ઈન્દોર એ મધ્ય પ્રદેશ રાજ્યનું સૌથી મોટું શહેર અને કોમર્સિયલ પાટનગર છે. શહેરના મોટા ઉદ્યોગો મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ્સ અને કાપડ છે. ઈન્દોરમાં વિવિધ ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગો, પીઠમપુર સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, સેનવર ઇન્ડસ્ટ્રીયલ એકમો સહિતના ઉત્પાદનના વિવિધ ઉદ્યોગો છે. 2020 માં હાથ ધરવામાં આવેલા એક સર્વે મુજબ, ઈન્દોરને ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્થાન આપવામાં આવે છે.
- આઈઆઈએમ ઈન્દોર, ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે, જે વ્યવસાયિક જરૂરિયાતો માટે પ્રતિભાશાળી અને કુશળ કર્મચારી વર્ગ પ્રદાન કરે છે. ઈન્દોરએ મુંબઈ અને દિલ્હી વચ્ચે એક સ્ટ્રટીજિક સ્થાન ધરાવતુ હોવાને કારણે તે આઈટી, ટેકનોલોજી, ફેક્ટરી અને મધ્ય ઓફિસ ઓપરેટર્સના વ્યવસાય સ્થાપિત કરવા માટે તમારું ધ્યાન આકર્ષિત કરે છે.
- ઈન્દોર શહેરથી 8 કિમી દૂર આવેલું દેવી અહિલ્યા બાઈ હોલકર એરપોર્ટ મુખ્યત્વે ઈન્દોર તેમજ નજીકના શહેરની વ્યવસાયિક જરૂરિયાતોને પૂર્ણ કરે છે.
- ઈન્દોર શહેર મુખ્યત્વે ભોપાલ, ઉજ્જૈન, રતલામ વગેરેને જોડતા નાના શહેરો સાથે જોડાયેલું છે, ઉપરાંત, ઈન્દોર શહેર ભારતીય રેલ્વે સાથે જોડાયેલું છે, જે માલસામાન તેમજ લોકોની અવરજવરને મદદરૂપ થાય છે.
9. અમદાવાદ
- અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર, વ્યાપારનું આર્થિક પાટનગર છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રે વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર વિકાસ થવાને કારણે અમદાવાદ એક નવા વ્યવસાય હબ તરીકે વિકાસ કરી રહ્યું છે. કુશળ કર્મચારી વર્ગ અને આર્થિક મૂડી ઉપલબ્ધતામાં વધારાને લીધે, ઘણા વ્યવસાયિક એકમો અમદાવાદને સૌરાષ્ટ્રની વધતી માંગને પહોંચી વળવા માટેનું નવું ઘર ગણાવી રહ્યા છે.
- ઝાયડસ કેડિલા અને ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ અહીં સ્થિત હોવાથી આ શહેર તેના ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ્સ ઉદ્યોગ માટે જાણીતું છે. નિર્મા અને અદાણી ગ્રુપના મુખ્ય મથક અમદાવાદમાં આવેલા છે.
- દેશમાં ડેનિમ કપડાની મુખ્ય આવશ્યકતાઓ અમદાવાદ પુરી કરે છે. આ શહેર રત્ન અને અન્ય ઝવેરાતની નિકાસકારે છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદ તેમજ ગાંધીનગર શહેરમાં વ્યવસાયિક જરૂરિયાતોને પુરી કરે છે. રેલ્વે નેટવર્ક શહેરને મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈથી જોડે છે. રાજ્ય પરિવહન બસો કર્મચારીઓના પરિવહન માટે ઉપયોગી સાબિત થાય છે.
- આઈઆઈએમ અમદાવાદ, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, મુદ્રા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કમ્યુનિકેશન્સ એ શહેરની કેટલીક પ્રતિષ્ઠિત અને નોંધપાત્ર સંસ્થાઓ છે, જે ઉદ્યોગો માટે પ્રતિભાશાળી કર્મચારી વર્ગ પ્રદાન કરે છે. ટેક્નોલોજીની સુવિધાની સાથે અમદાવાદ વિવિધ વૈવિધ્યસભર શહેર છે. અમદાવાદ શહેર વ્યવસાય શરૂ કરવા માટે યોગ્ય વિકલ્પમાંથી એક છે.
10. નાગપુર
- નાગપુર એ મધ્ય ભારતનું સૌથી મોટું શહેર છે અને મહારાષ્ટ્ર રાજ્યમાં વસ્તીના આધારે ત્રીજા નંબરનું સૌથી મોટું શહેર છે. આ શહેર મહારાષ્ટ્ર રાજ્યના વિદર્ભ ક્ષેત્રનું વ્યાપાર, રાજકીય અને નાણાકીય કેન્દ્ર છે. નાગપુર શહેર નારંગી, કેરી જેવા ફળો માટે ખૂબ જ પ્રખ્યાત છે, જો કે આ શહેરમાં ઘણી વ્યવસાયિક તકો ઉપલબ્ધ છે.
- મધ્ય નાગપુરમાં સીતાબુલ્ડી બજાર શહેરના હ્રદય તરીકે જાણીતું છે. આ શહેર સિન્થેટીક પોલિએસ્ટર યાર્ન માટે પ્રખ્યાત છે. શહેરમાં 2 થર્મલ સ્ટેશનો પણ છે, જે કોરાડી થર્મલ સ્ટેશન અને ખાપરખેડા થર્મલ સ્ટેશન તરીકે ઓળખાય છે. જે શહેરને વિજળી પ્રદાન કરે છે.
- હિંગના ઔદ્યોગિક વસાહતમાં 900 થી વધુ એમએસએમઈ છે. મુખ્ય ઉત્પાદક એકમોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો જૂથના ટ્રેક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. ડ્રાય ફૂડ ઉત્પાદક હલ્દીરામ અને આયુર્વેદિક ઉત્પાદક કંપની વિક્કો આ શહેરમાં સ્થિત છે.
- શહેરમાં મલ્ટીમોડલ કાર્ગો હબ અને એરપોર્ટ પણ છે, જે ઉત્પાદન કંપનીઓને નાગપુરમાં વ્યવસાય સ્થાપિત કરવા માટે મદદરૂપ બને છે.
- આઈઆઈટી નાગપુર, આઈઆઈએમ નાગપુર એ શહેરની કેટલીક પ્રતિષ્ઠિત અને નોંધપાત્ર સંસ્થાઓ છે, જે વ્યવસાયિક જરૂરિયાતો માટે કર્મચારી વર્ગ પ્રદાન કરે છે.
11. સુરત
- ગુજરાતમાં આવેલ આ વિશાળ શહેરમાં વ્યાપાર કરવાની ઘણી સારી સંભાવના છે. એક સર્વે અનુસાર સુરતમાં જીડીપીનો સૌથી વધુ વિકાસ દર 11.5% છે અને તે વિશ્વનું સૌથી ઝડપથી વિકસિત શહેર બનશે. સુરત ભારતની ડાયમંડ રાજધાની તરીકે પણ જાણીતું છે. જ્યાં વિશ્વના 92% ડાયમંડ તૈયાર થાય છે અને વેચાણ માટે બહાર જાય છે. મોટાભાગના પોલિશિંગ અને કટિંગ માટેના સ્ટોન નાના હોવાથી, ઔદ્યોગિક એકમો તેમની ક્ષમતાઓમાં વધારો કરી રહ્યા છે અને તેમના વેપાર માટેની યોજના કરી રહ્યા છે.
- સુરતમાં બીજો ઝડપથી વિકસિત ઉદ્યોગ ટેક્સટાઇલ અને સિલ્ક ઉત્પાદનનો છે. સુરતમાં સૌથી જુનો વ્યવસાય જરીનો છે, જેમાં 80000 થી વધુ એમ્બ્રોઇડરી મશીનો છે. આ સિવાય એસ્સાર, એલ એન્ડ ટી એન્જિનિયરિંગ અને રિલાયન્સ પેટ્રોકેમિકલ સુરતમાં સ્થિત છે.
- સુરત હાઈવે ભારતના અન્ય મોટા શહેરોને જોડે છે, સાથે સુરતમાં નવો એક્સપ્રેસ હાઈવે બનાવવામાં આવ્યો છે. સુરતનું રેલ્વે સ્ટેશન એ ભારતનું એક મોટું સ્ટેશન છે, જે અન્ય શહેરો અને રાજ્યોને જોડે છે. અમદાવાદ પછી સુરત એરપોર્ટ ગુજરાતનું બીજું વ્યસ્ત એરપોર્ટ છે. શહેરમાં એક બંદર પણ છે.
12. જયપુર
- જયપુર શહેરનું નિર્માણ 17 મી સદીની શરૂઆતમાં કરવામાં આવ્યું હતું, અને તે સૌથી પ્રાચીન શહેરમાનું એક છે. બનાસ અને બાણગંગા નદી શહેરમાંથી પસાર થાય છે. જયપુરમાં વાતાવરણ જુન અને સપ્ટેમ્બર મહિનામાં ગરમ અને અર્ધ-શુષ્ક હવામાન રહેતુ હોય છે. જયપુર તેના પૂર્વ-આધુનિક આર્કિટેક્ચર માટે જાણીતું છે, સાથે તેને પિંક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની પાછળનું કારણ એ છેકે, પ્રવાસી પ્રિન્સ ઓફ વેલ્સના સ્વાગત માટે પુરા શહેરને ગુલાબી રંગથી રંગવામાં આવ્યું હતું.
- જયપુરમાં મુખ્ય ઈન્ડસ્ટ્રીઝ મેટલ્સ અને માર્બલ્સની જોવા મળે છે. આ શહેર આધુનિક તેમજ પરંપરાગત ઉદ્યોગોનું મુખ્ય કેન્દ્ર છે. જેનપેક્ટ, ઈન્ફોસિસ જેવા સર્વિસ ઉદ્યોગોની શહેરમાં ઓફિસો આવેલ છે. શહેરની કેટલીક પ્રખ્યાત કંપનીઓ આઈબીએમ, કોકા-કોલા, ટીસીએસ, વિપ્રો, ટેક મહિન્દ્રા છે. ભારતનો સૌથી મોટો આઈટી સેઝ મહિન્દ્રા વર્લ્ડ સિટી જયપુરમાં સ્થિત છે.
- જયપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટએ મુસાફરીની સાથે-સાથે શહેરમાં પરિવહનની જરૂરિયાતોને પૂર્ણ કરતું એરપોર્ટ છે. જયપુરએ એકીકૃત માર્ગની સાથે ભારતીય રેલ્વેની મદદથી ભારતના મુખ્ય શહેરોથી જોડાયેલ છે.
આ પણ વાંચો: સરકારી કર્મચારી કોને કહેવાય છે અને તેઓ પોતાનો વ્યવસાય ચલાવી શકે છે? તે વિશે જાણો
તમારા વ્યવસાયને અનુરૂપ શહેરની પસંદગી કરો.ગાઝિયાબાદ, નોઈડા, વિશાખાપટ્ટનમ જેવા બીજા ઘણા શહેરો છે, જે તેમના પોતાના વિશિષ્ટ ઈન્ડસ્ટ્રીઝ માટે જાણીતાં છે. ઔદ્યોગિક એકમોએ તેમના સંબંધિત શહેરોના લોકોની જરૂરિયાતોને સમજવી અને તેમની સિસ્ટમોને સપોર્ટ આપવો જોઈએ. શહેરમાં કંપનીની પ્રોડક્સ, મજૂર વર્ગ, કાચો માલ, ગ્રાહકો, બજારની ગતિશીલતા, પડકારો જેવા ઘણા મહત્ત્વપૂર્ણ વિષયો પર વિચારણા કરવી પડશે. કારણ કે, તે કંપનીની ભાવિ વૃદ્ધિ અને વિકાસ નિર્ધારિત કરશે.
કંપનીએ તેમની ક્ષમતાઓથી જે તે શહેરની ઈકોસિસ્ટમનું સાવચેતીપૂર્ણ મુલ્યાંકન કરવુ જરૂરી છે. કોઈ વ્યવસાયની શરૂઆત કરતા પહેલા આ સલાહ આપવામાં આવે છે કે, જે સ્થાનિક, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય બજારોને અનુકૂળ હોય. વ્યવસાયક એકમો કંપનીની જરૂરિયાત મુજબ જુદા જુદા શહેરોમાં જુદા જુદા વ્યાપાર ઉભા કરી શકે છે, અને ઉપલબ્ધ સંસાધનોમાંથી શ્રેષ્ઠ શોધ કરી શકે છે. જેનાથી ભારતમાં વેપાર કરવા માટે ટોચના શહેરોમાં વ્યવસાયક એકમો આવી શકે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
વ્યવસાય કરવા માટે તમે શહેરોની કેવી રીતે પસંદ કરો છો?
વ્યવસાયક એકમોએ જરૂરી સંસાધનોના પ્રકાર વિશે, કે જે વ્યાપારની માંગ છે, તેમના ઉત્પાદનો અને સેવાઓ પર આધારીત માનવબળની આવશ્યકતાઓ વિશે સ્પષ્ટ વિચારવું જરૂરી છે. આ પરિમાણોના આધારે વ્યવસાયોએ તેમની જરૂરિયાતોને અનુરૂપ એવા શહેરોને શોર્ટલિસ્ટ કરવું જોઈએ. ખર્ચને ધ્યાનમાં રાખીને વિકલ્પની પસંદગી કરવી. તે ઉપરાંત જગ્યા ભવિષ્યની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને નક્કી કરવું જોઈએ.
મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સ્થાપવા માટે શ્રેષ્ઠ શહેર કયુ છે?
મેન્યુફેક્ચરીંગ યુનિટ માટે પસંદ કરેલ જગ્યા એ શહેરની બહાર હશે, જ્યાં મિલકતની કિંમતો ઓછી હોય અને પ્રતિભાશાળી કર્મચારી વર્ગ ઉપલબ્ધ હોય. જેથી તેના આધારે ચેન્નાઈ, નાગપુર અથવા કોલકાતા વધુ સારા વિકલ્પો રહેશે.
ઈન્ફોર્મેન્સ અને ટેકનોલોજી ક્ષેત્ર માટે શ્રેષ્ઠ શહેર કયું છે?
ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મૂડી, સંસાધન તેમજ એક પ્રતિભાશાળી કર્મચારીની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી પુણે અને હૈદરાબાદ પછી ભારતનું સિલિકોન વેલી એટલે કે બેંગ્લોર શ્રેષ્ઠ રહેશે.
નાણાકીય રોકાણ સલાહકારો અથવા સલાહકારો માટે શ્રેષ્ઠ શહેર કયુ છે?
મુંબઈ ભારતની આર્થિક રાજધાની છે. સાથે બીએસઈ અને એનએસઈ પણ મુંબઈમાં સ્થિત છે. તે રોકાણ સલાહકારો અને સલાહકારો માટે એક સારૂ શહેર રહેશે.
મુંબઈમાં વ્યવસાયકોને ક્યા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે?
મુંબઈમાં સૌથી મોટી મુશ્કેલી છે, મિલકતોના ભાવમાં વધારો. જેનો યોગ્ય વિકલ્પ એ છેકે, પૂણેમાં વ્યવસાય કરવો અને મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવેથી મુંબઈ શહેર સાથે કનેક્ટ રહેવું. આ સિવાય બીજો મોટો પડકાર છે, વસ્તીમાં વધારો. જે એક પ્રતિસ્પર્ધી કિંમતે પ્રતિભાશાળી કર્મચારીઓ પણ આપે છે.