written by khatabook | August 4, 2020

જીએસટી સંશોધન અધિનિયમ ૨૦૧૮ ની વિશેષ સમજૂતી

×

Table of Content


ભારત સરકારના નાણાં પ્રધાન શ્રી પિયુષ ગોયલે ૭ ઓગસ્ટ, ૨૦૧૮ ના રોજ લોકસભામાં સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ (સંશોધન) બિલ, ૨૦૧૮ રજૂ કર્યું હતું. જેમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) અધિનિયમ, ૨૦૧૭ બિલ અંતર્ગત કેટલાક સુધારા અંગેની માહિતી આપવામાં આવી છે.

આ અધિનિયમમાં કેન્દ્ર સરકાર કેવી રીતે રાજ્યો વચ્ચે માલ સામાન અને સેવાઓની સપ્લાય પર જીએસટી લાગુ કરશે અને કેવી રીતે એકત્રિત કરશે તેના માળખાની સંપૂર્ણ માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ૧ ફેબ્રુઆરી, ૨૦૧૯ થી મોટા ભાગની જોગવાઈઓ અમલમાં મૂકવામાં આવી છે. હવે તેમાં કરવામાં આવેલાં કેટલાક મુખ્ય સુધારાઓ પર એક નજર કરીશું.

વ્યાખ્યાઓ :

  1. સેંટ્રલ બોર્ડ ઓફ ઈંડાઇરેક્ટ ટેક્સિસ એંડ કસ્ટમ્સ (CBIC) નું સ્થાન સેંટ્રલ બોર્ડ ઓફ  એક્સાઇજ & કસ્ટમ્સ (CBEC) ને આપવામાં આવ્યું છે.
  2. આ અધિનિયમ ને લીધે વ્યાપાર વર્ટિકલની વ્યાખ્યા દૂર થઇ છે.
  3. આ સુધારા સભ્યપદની પ્રવૃત્તિઓને વ્યવસાયના કાર્યક્ષેત્રમાં લાવે છે. આ પ્રવૃત્તિઓ ટોટલાઈઝર (એક ઉપકરણ જે કરવામાં આવેલાં દાવાઓની સંખ્યા અને તેની વિગતો આપે છે, અને તે પછી વિજેતાઓ વચ્ચે કુલ સટ્ટેબાજીના પૈસાની વહેચણીની સુવિધા આપે છે) અથવા આવા ક્લબમાં લાઇસન્સ પ્રાપ્ત સટ્ટાબાજ લોકોની ગતિવિધિઓનો ઉપયોગ થઈ શકે છે.
  4. સુધારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે “સેવાઓ” નો અર્થ સિક્યુરીટીમાં લેવડ દેવડની સુવિધા પણ થશે.

કમ્પોઝિશન સ્કીમ :

અગાઉના સીજીએસટી(CGST) એક્ટ, ૨૦૧૭, હેઠળ જે કરદાતાઓનું વાર્ષિક ટર્ન ઓવર ૧ કરોડ રૂપિયા સુધીનું હતું તેમણે ગુડ્સ એન્ડ સર્વિસ (જીએસટી) ની કિંમતના બદલે ટર્ન ઓવર પર ટેકસ ચૂકવવો પડતો હતો. પરંતુ જીએસટી સંશોધન પ્રાવધાન હેઠળ સરકારે આ રકમ પર મર્યાદા વધારીને ૧.૫ કરોડ રૂપિયા કરી છે.

સેવાઓના સપ્લાયર્સ – પાત્રતા :

હાલના કાયદા હેઠળ, ફક્ત રેસ્ટોરન્ટ સેવા સપ્લાયર્સ (સર્વિસ સપ્લાયર્સ વચ્ચે) કંપોઝીશન સ્કીમ હેઠળ આવી શકતા હતાં. પરંતુ આ જીએસટી – ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુધારાને લીધે અન્ય સર્વિસ સપ્લાયર્સને પણ આ માટે પાત્રતા આપવામાં આવી છે. આ શરતને આધિન કે આ સેવાઓનું મૂલ્ય પાછલા નાણાકીય વર્ષમાં તેમના ટર્ન ઓવરના ૧૦ % કરતા ઓછું અથવા સમાન હોવું જોઈએ અને તે પણ રાજ્યની અંદર અથવા રૂપિયા ૫ લાખ – જે પણ ઓછું હોય તે.

રિવર્સ ચાર્જ :

એવું પણ બની શકે છે કે કોઈ રજીસ્ટર્ડ (જીએસટી હેઠળ) ન હોય તેવી વ્યક્તિ રજિસ્ટર્ડ વ્યક્તિને માલ સામાન અથવા સેવાઓ પ્રદાન કરે છે. આવા કિસ્સામાં, માલ અને સેવાઓ હેઠળ કરપાત્ર રહેશે. પરંતુ  રિવર્સ ચાર્જ, ચાર્જ ફક્ત તે જ માલ અને સેવાઓ પર લાગુ થશે જેને સરકાર સૂચિત કરશે.

જીએસટી નોંધણી (રજીસ્ટ્રેશન) :

સીજીએસટી(CGST) અધિનિયમ ૨૦૧૭ હેઠળ, એક જ રાજ્યની અંદર એક જ વ્યવસાય માટે એકથી વધુ નોંધણીઓ થઈ શકાતી નથી. તે ફક્ત ત્યારે જ આવું કરી શકે જો વ્યવસાયિક કાર્ય ક્ષેત્ર અલગ અલગ હોય. પરંતુ આ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ – જીએસટી સંશોધન હેઠળ, વેપારી એક જ રાજ્યની અંદર એક વ્યવસ્થા માટે બહુવિધ નોંધણીનો વિકલ્પ પસંદ કરી શકે છે. આવી દરેક નોંધણીને એક અલગ વ્યક્તિ માનવામાં આવશે. ઉપરાંત, જો કોઈ SEZ (સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન) માં વ્યવસાય એકમ ધરાવે છે, તો પછી વેપારીએ આ ચોક્કસ એકમ માટે અલગથી નોંધણી કરવાની જરૂર પડશે.

હાલના કાયદા હેઠળ ઇ- કોમર્સ ઉદ્યોગોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ નોંધણી કરાવવી ફરજિયાત હતી. સુધારા પછી, જો કે, તે ફક્ત તે લોકો માટે જ ફરજિયાત છે જેઓ સ્રોત પર ચુકવણી અને અતિરિક્ત ટેક્સ જમા કરે છે (જે મૂલ્યના <= ૧ % છે).

આ કાયદામાં કોઈ પણ વેપારી જેનું વાર્ષિક ટર્ન ઓવર રૂપિયા ૪૦ લાખથી વધુ હોય અને જો તે માલ સામાનની સપ્લાય અથવા રૂપિયા ૨૦ લાખની સેવા પૂરી પાડે તો તેણે નોંધણી કરાવવી જરૂરી છે. જો કે, વિશેષ કેટેગરીમાં આવતાં રાજ્યો સિવાય કે જમ્મુ અને કાશ્મીર માટે ૧૦ લાખ રૂપિયાની લિમિટ રાખવામાં આવી હતી. પરંતુ જીએસટી – ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં સુધારા સાથે, આ લિમિટ (થ્રેશહોલ્ડ) અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, સિક્કિમ અને ઉત્તરાખંડ માટે ૨૦ લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે. આ સુધારામાં એક એવી પણ જોગવાઈ છે, જે અંતર્ગત જીએસટી કાઉન્સિલ એક ખાસ કેટેગરી હેઠળ બાકીના રાજ્યો માટે ટોચ મર્યાદા વધારીને રૂપિયા ૨૦ લાખ કરી શકે છે.

ઇનપુટ ટેક્સ ક્રેડિટ – અવકાશ :

વર્તમાન અધિનિયમ હેઠળ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ  (Input Tax Credit – ITC) મોટર વાહનો અને ટ્રાન્સપોર્ટેશન (વાહન વ્યવહાર) ની અન્ય રીતો પર કે જેનાથી માલ સામાન પરિવહન સહિતના વિશિષ્ટ ઉદ્દેશો માટે ઉપયોગમાં લેવાય છે, તેના પર લાગુ પડતી હતી. જો કે, સુધારો મોટર વાહનો (જેમાં વધુમાં વધુ ૧૩ લોકો બેસે શકે તેવા) અને જહાજો અને વિમાનો વચ્ચે તફાવત બતાવે છે.

આ સુધારામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માલ સામાનના પરિવહન માટે માત્ર વાહનો અને વિમાનો જ ITC નો લાભ લઈ શકે છે. તે એ પણ સ્પષ્ટ કરે છે કે જે કર્મચારીઓને રજા પર અથવા ઘરની મુસાફરી પર છૂટ જેવી મુસાફરીનો લાભ મળતો હોય, તે ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મેળવી શકતા નથી – સિવાય કે કર્મચારી કાયદા દ્વારા આ લાભો પ્રદાન કરવાની સૂચના આપવામાં આવી હોય.

ફર્નિશિંગ રિટર્ન :

આ સુધારાએ નવી જોગવાઈ રજૂ કરી છે. આ અંતર્ગત, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ નોંધાયેલા વ્યક્તિઓ પોતાના રિટર્નમાં રજીસ્ટર્ડ સપ્લાયર દ્વારા રજીસ્ટર્ડ સપ્લાયની માહિતીને માન્ય, સંપાદિત (એડીટ) અથવા ડિલીટ પણ કરી શકે છે. આ ઉપરાંત, નોંધાયેલા વ્યક્તિઓની કેટલીક કેટેગરીમાં ત્રિમાસિક રિટર્ન ફાઇલિંગની સિસ્ટમ પણ પસંદ કરી શકે છે.

એકત્રિત નોંધ :

હાલના કાયદા હેઠળ, વધારે ટેક્સની પ્રાપ્તિ અથવા સપ્લાય કરેલા માલ સામાન અથવા સેવાઓ પરત કરવાની સ્થિતિમાં, નોંધાયેલા સપ્લાયરને દરેક ઈનવોઈસ માટે પ્રાપ્તકર્તાને અલગ ડેબિટ અથવા ક્રેડિટ નોટ્સ લેવી પડતી હતી. પરંતુ જીએસટી – ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુધારણા હેઠળ, સપ્લાયર એક કરતા વધારે ઇનવોઈસ (ચલાણ) માટે એકીકૃત નોંધ ઈશ્યુ કરી શકે છે.

સપ્લાયની જગ્યા :

જો કોઈ વેપારી ભારતની બહાર માલ સામાન પરિવહન કરે છે, તો કાયદો સપ્લાયની જગ્યાને માલનો અંતિમ મુકામ માને છે. આથી, આવા માલ સામાન જીએસટી – ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દાયરામાં આવતા નથી. ઉપરાંત, હાલના કાયદાની કલમ ૧૩ હેઠળ, જોગવાઈ હતી – જેના દ્વારા, જો સમારકામ માટે અસ્થાયી રૂપે માલ સામાનની આયાત કરવામાં આવે અને રિપેરિંગ પૂર્ણ કર્યા પછી વેપારી પ્રમુખ માલની નિકાસ કરે છે, તો આ માલ પર પણ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ  લાગુ નહીં પડે.

જો કે, સુધારણા મુજબ, આવી માલ સામાનની કોઈ પણ પ્રકારની સુવિધા અથવા પ્રક્રિયા (ફક્ત સમારકામ સુધી મર્યાદિત નથી) ને કર મુક્તિનો લાભ મળશે. આમ, જીએસટી સુધારામાં અનેક બાબતોમાં છૂટ આપવામાં આવી છે.

નિષ્કર્ષની વાત કરીએ તો જીએસટી– ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અમલ કરવાનો હેતુ ટેક્સ પ્રક્રિયાને સરળ બનાવવાનો અને સમસ્યાને ઘટાડવાનો હતો. તેને વ્યવસાય- ફ્રેન્ડલી બનાવવા માટે સતત ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આ સુધારો એ લક્ષ્ય તરફનું મહત્તવનું પગલું છે.

અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.