જીએસટી કમ્પોઝિશન સ્કીમ એ વરદાન છે કે શ્રાપ છે? જ્યારે યોજના સામે આવી ત્યારે તે એક ચર્ચાનો વિષય બની હતી અને આજે પણ આ ચર્ચા ચાલુ જ છે. પરંતુ, આ અંગે વાત કરીએ તો, જીએસટી કાઉન્સિલ (પરિષદ) આ સ્કીમથી ઉદ્યોગોને મહત્તમ ફાયદો થાય તે માટે ચોવીસે કલાક કામ કરી રહી છે – જેથી આ યોજના વેપારીઓના ચહેરા પર સ્મિત લાવે.
તો શું છે જીએસટી કમ્પોઝિશન સ્કીમ? :
કમ્પોઝીશન સ્કીમ હેઠળ, જીએસટીના માળખામાં ચોક્કસ જોગવાઈઓ છે. તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે નાના કરદાતાઓના ખભા પર લદાયેલા કરનું પાલન કરવાનો ભાર ઓછો થાય. એક અંંદાજ મુજબ, લગભગ ૮ મિલિયન કરદાતાઓ જીએસટી તરફ વળશે, જો કે એ સંભવ છે કે આમાંના ઘણા વ્યવસાયિકોનું વાર્ષિક ટર્નઓવર ઘણું ઓછું હશે. આ ઉપરાંત જીએસટી સિસ્ટમ માટે જરૂરી કાર્યવાહી સમજવા અને અમલમાં મૂકવાનો પણ અભાવ હશે.
અહીંથી જીએસટી કમ્પોઝિશન સ્કીમના ફાયદા સ્પષ્ટ થાય છે. કરદાતાઓ માટે જીએસટી – ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ફાયદાઓને સમજવું ઘણું સરળ છે. આ યોજના કંટાળાજનક અને જટિલ કર ઔપચારિકતાઓને દૂર કરે છે અને કરદાતાઓને ટર્ન ઓવરના પૂર્વનિર્ધારિત દરે વેરો ચૂકવવા માટે સક્ષમ બનાવે છે. જો તમે વાર્ષિક ટર્ન ઓવર ૧-૫ કરોડ રૂપિયાથી ઓછું (ઉત્તર-પૂર્વી રાજ્યો માટે ૭૫ લાખ રૂપિયા) ધરાવતા કરદાતા છો, તો તમે કમ્પોઝિશન સ્કીમ હેઠળ જીએસટી અંતર્ગત નોંધણી માટેનો વિકલ્પ પસંદ કરી શકો છો. તેમ છતાં તમે ટેક્સ ઇન્વોઇસ ઈશ્યુ કરી શકશો નહીં, તેમજ તમે પરિણામી ઇનપુટ કરના ક્રેડિટનો ઉપયોગ પણ નહીં કરી શકો જેની તમે ચૂકવણી કરી છે. આ ઉપરાંત, જો તમારા વ્યવસાયમાં આંતર-રાજ્ય સપ્લાય શામેલ હોય અથવા જો તમે આઈસ્ક્રીમ અથવા તમાકુ ઉત્પાદનોના ઉત્પાદક છો, તો તમે આ યોજના માટે અયોગ્ય સાબિત થશો. આ યોજના હેઠળ ક્રૂડ પેટ્રોલિયમ, હાઇ સ્પીડ ડીઝલ, મોટર સ્પિરિટ, નેચરલ ગેસ, ઉડ્ડયન ટર્બાઇન ફ્યુઅલ અને આલ્કોહોલ જેવા ઉત્પાદનો પણ ગેરલાયક ઠરે છે. સર્વિસ પ્રોવાઇડર્સ (સેવાઓ પૂરી પાડતાં વેપારીઓ) પણ આ યોજના હેઠળ આવી શકે છે અને જીએસટી કમ્પોઝિશનના ફાયદાઓ મેળવી શકે છે. પાત્રતાની શરત એ છે કે પ્રદાતાનું વાર્ષિક ૫૦ લાખ રૂપિયાનું ટર્ન ઓવર હોવું જોઈએ.
લાગુ કરવેરા દર નીચે મુજબ છે :
- ઉત્પાદકો અને વેપારીઓ માટે – ટર્ન ઓવરના ૧ % (૦.૫ % સેન્ટ્રલ જીએસટી + ૦.૫ % સ્ટેટ જીએસટી).
- રેસ્ટોરન્ટ માટે (જે રેસ્ટોરન્ટમાં આલ્કોહોલ વેંચાતો ન હોય તે) – ટર્ન ઓવરના ૫ % (૨.૫ % સેન્ટ્રલ જીએસટી + ૨.૫ % રાજ્ય જીએસટી).
- અન્ય સર્વિસ પ્રોવાઇડર્સ (સેવા પૂરી પાડતાં વેપારીઓ) માટે – ટર્ન ઓવરના ૬ % (૩ % સેન્ટ્રલ જીએસટી + ૩ % સ્ટેટ જીએસટી).
કરદાતાઓએ આ કર પોતે ચૂકવવો પડશે. તેઓ આ કર બોજને અંતિમ ગ્રાહકો તરફ સ્થાનાંતરિત કરી શકશે નહીં. આ યોજના પાછળનો વિચાર કરદાતાઓ છે કે જે સિસ્ટમનું પાલન કરવા માગે છે, તેને અનુરૂપ બનવું કેટલું જટીલ અથવા કેટલું ખર્ચાળ છે તેની ચિંતા કર્યા વિના કરી શકે છે.
કમ્પોઝિશન સ્કીમનો લાભ લેવા માટે જરૂરી શરતો :
- જીએસટી અંતર્ગત નોંધણી કરાવવી ફરજિયાત છે.
- કરદાતા NRI અથવા કેઝ્યુઅલ કરપાત્ર વ્યક્તિ ન હોવો જોઈએ.
- જીએસટીમાંથી મુક્ત હોય તેવા માલની સપ્લાય કરી શકશે નહીં.
- જો સમાન PAN હેઠળ એક જ કરદાતાના એક કરતાં વધારે વ્યવસાયો હોય (દા.ત. કાપડ, કરિયાણા, ઇટરીઝ વગેરે) તો પછી તેમણે આ તમામ વ્યવસાયોની આ યોજના હેઠળ સામૂહિક રૂપે નોંધણી કરાવવાની રહેશે, નહિંતર, તેમને આ યોજનાનો લાભ મળી શકશે નહીં.
- કરદાતાએ દરેક સાઇનબોર્ડ અથવા તેમના વ્યવસાય સ્થાનો પર પ્રદર્શિત થતા અન્ય પ્રકારના બોર્ડ પર સ્પષ્ટ રીતે “કમ્પોઝિશન કરપાત્ર વ્યક્તિ” નો ઉલ્લેખ કરવાનો રહેશે.
જીએસટી કમ્પોઝિશન સ્કીમનું મહત્વ :
રાષ્ટ્રીય સેમ્પલ સર્વેના (NSS) એક અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં ૬૦ મિલિયનથી વધુ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ક્ષેત્રના ઔધોગિક સાહસો (MSME) છે, જે ૧૦૦ મિલિયનથી વધુ લોકોને રોજગારીની તકો પૂરી પાડે છે. ભારતના આર્થિક ઉત્પાદનમાં તેમનો ૨૫ % થી વધુનો ફાળો રહેલો છે.
અમે આ ક્ષેત્રના મહત્વને શબ્દના આધારે આંકી શકીએ નહીં. તેથી, કમ્પોઝિશન સ્કીમ જીએસટી ફાઇલિંગ્સ, કાર્યવાહી વગેરેના સંદર્ભમાં આ ક્ષેત્રને થોડી રાહત પૂરી પાડવા માટે આગળ આવી છે.
વર્ષ ૨૦૧૮ ના અંત સુધીમાં, લગભગ ૧૮ લાખ કમ્પોઝિશન ડીલરો હતા – જે જીએસટી હેઠળ નોંધાયેલા કરદાતાઓના લગભગ ૧૭ % જેટલો થાય છે અને ૧,૫ કરોડ રૂપિયાની ઉંચ્ચ સીમા સાથે આ આંકડામાં હજુ પણ વધારો નોંધશે અને સર્વિસ પ્રોવાઇડર્સ પણ તેમાં આવરી લેવામાં આવશે.
આ યોજનામાં કરદાતાઓને માસિક વળતર ચૂકવવાની પધ્ધતિમાંથી રાહત આપવામાં આવી છે. તેઓએ ફક્ત એક જ વળતર ફાઇલ કરવાનું રહે છે, જેમ કે. GSTR- 4 દરેક ક્વાર્ટર (ત્રિમાસિક)માં, ક્વાર્ટર સમાપ્ત થયા પછી મહિનાની ૧૮ મી તારીખ સુધીમાં. તેઓએ વાર્ષિક વળતર પણ ભરવાનું રહે છે, જેમ કે GSTR -9 A, અનુગામી નાણાકીય વર્ષના ૩૧ ડિસેમ્બર સુધીમાં. આ ડીલરોએ વિગતવાર રેકોર્ડ રાખવાની આવશ્યકતા રહેતી નથી.
જો તમે અંતિમ ગ્રાહક છો અને વેચનારના ઇન્વોઇસનો ઉલ્લેખ છે કે તેણે આ યોજના માટેનો વિકલ્પ પસંદ કર્યો છે, તો તમારે આ લેવડ દેવડ પર જીએસટી ચૂકવવાનો રહેતો નથી.
જીએસટી કમ્પોઝિશન સ્કીમના ફાયદા :
પાલનની ઓછી ઔપચારિકતા :
તે કમ્પોઝીશન સ્કીમના સૌથી મહત્વના ફાયદાઓમાંનું એક છે. કમ્પોઝિશન સ્કીમ હેઠળ રિટર્ન ફાઇલ કરતી વખતે લાગતો સમય અને કિંમત સામાન્ય જીએસટીની પધ્ધતિની તુલનામાં ઘણું ઓછું છે. આ યોજના હેઠળ કરદાતાઓએ કુલ ૫ વળતર ભરવાની આવશ્યકતા રહે છે – ક્વાર્ટર (ત્રિમાસિક) દીઠ પ્રત્યેક ૧ (GSTR -4 ફોર્મ) x ૪ ક્વાર્ટર, વત્તા ૧ વાર્ષિક રિટર્ન (ફોર્મ GSTR-9 A).
ઓછો કર :
આ યોજના હેઠળ કરદાતાઓ માટે બીજો મહત્વનો ફાયદો એ છે કે તેમાં કરના દર ઘણાં ઓછા છે. તેને લીધે તરલતા (લિક્વિડીટી) માં ફાયદો થયો છે. વેપારીએ અધિકારી કરવેરા ચુકવણી માટે તેની કાર્યકારી મૂડીની રકમનો ઓછો ઉપયોગ કરવો પડશે, જેને લીધે વ્યવસાયના વિસ્તરણ અને વિકાસ માટે તે રકમનો ઉપયોગ કરી શકાશે.
પ્રોત્સાહન :
કોઈ પણ સ્ટાર્ટઅપને શરૂઆતમાં રોકડની સખત તંગીનો સામનો કરવો પડતો હોય ૧.૫ કરોડથી ઓછુ વાર્ષિક ટર્ન ઓવર ધરાવતાં વ્યવસાયોએ નીચો કર વેરા ચૂકવવાનો રહે છે, જેને લીધે હવે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળે છે અને સમૃદ્ધિમાં વધારો થાય છે અને વધુ આજીવિકા ઉત્પન્ન કરે છે.
સમાન તક જનરેટ કરવી :
કમ્પોઝિશન સ્કીમ હેઠળના વ્યવસાયોનું નફો માર્જિન મોટા ઉદ્યોગો કરતાં વધુ હશે કારણ કે અગાઉના ઓછા કર ચૂકવશે. આનાથી નાના ઉદ્યોગો તેમના ઉત્પાદનોને સ્પર્ધાત્મક કિંમતે બનાવીને – મોટા ઉદ્યોગોની જેમ મોટું પ્લેટફોર્મ પ્રાપ્ત કરે છે. આનાથી નાના, ઇન્ટ્રા સ્ટેટ (આંતર રાજ્ય) ઉદ્યોગો સ્થાનિક બજારોમાં વધુ કડક જમાવી શકે તેની ધરપત પણ આપે છે.
નિષ્કર્ષ :
તે સ્પષ્ટ થાય છે કે જીએસટી કમ્પોઝિશન સ્કીમના ફાયદા તેને નાના ઉદ્યોગો માટે એક વરદાન સમાન બનાવે છે, કારણ કે તે વિકાસ માટે સકારાત્મક ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે. તેના કેટલાક નાના ગેરફાયદા પણ હોઈ શકે છે, જો કે તે દરેક યોજના સાથે બનતું હોય છે. પરંતુ વ્યવસાયો તરફથી નિયમિત દેખરેખ અને પ્રતિસાદને લીધે તેમાં રહેલી ખામીઓને ઘટાડી શકાય છે – આમ તે વ્યવસાય- ફ્રેન્ડલી અને સમૃદ્ધ કર પધ્ધતિ બનાવે છે.