ભારતમાં ઓનલાઈન પેમેન્ટ ફ્રોડ દિવસેને દિવસે વધી રહ્યું છે, કારણ કે યુઝર્સ વધુ સંખ્યામાં ડિજિટલ પેમેન્ટ કરવા માટે UPI એપ્સ અને ઈ-વોલેટનો ઉપયોગ કરી રહ્યાં છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NCPI) દ્વારા કરાયેલ એક રિપોર્ટના આધારે ફેબ્રુઆરી 2022 માં UPI વ્યવહારોની કુલ સંખ્યા 4.53 અબજને વટાવી ગઈ છે. દેશમાં ટ્રાન્ઝેક્શન કરવા માટે વધુ લોકો ઓનલાઈન પેમેન્ટ એપ અને ઈ-વોલેટનો ઉપયોગ કરી રહ્યા છે, અને ગ્રામીણ વિસ્તારના લોકો પણ હવે ઈ-યુપીઆઈ સ્કેમથી પ્રભાવિત થયા છે. ગુનેગારો સોશિયલ એન્જિનિયરિંગ ટ્રીકનો ઉપયોગ કરવામાં અને યુઝર્સને તેમના UPI વોલેટ્સ પર પેમેન્ટની રિક્વેસ્ટ મોકલીને તેમની સાથે ફ્રોડ કરવાની નવી ટ્રીકોનો ઉપયોગ કરી રહ્યાં છે. મોટાભાગની કોમશિયલ બેંકો, ધિરાણ ભાગીદારો અને UPI એપ ડેવલપમેન્ટ કોમ્યુનીટી તેમના યુઝર્સને આ પ્રકારના ફ્રોડ વિશે માહિતગાર કરે છે અને યુઝર્સને વધુ એજ્યુકેટ કરવા માટે સાયબર જાગૃતિ ઝુંબેશ ચલાવે છે. આખરે, આ પ્રકારના ફ્રોડ અને તેમનાથી બચવા માટે મદદ કરે છે. જો કે, કેટલીકવાર નવા યુઝર્સ આ ચેક કરવાનું ચૂકી જાય છે અને આકસ્મિક રીતે સ્કેમર્સને પેમેન્ટ કરી બેસે છે.
તમને ખબર છે? ભારતમાં દર મહિને 80,000 થી વધુ UPI ફ્રોડ નોંધાય છે.
e-UPI એપ ફ્રોડ શું છે?
COVID-19 ની મહામારીએ ઘણા ટ્રાન્ઝેક્શનને ડિજિટલ રૂટ પર સ્વિચ કરવા માટે પ્રેરિત કર્યા છે, જેનો અર્થ છે કે વધુને વધુ ગ્રાહકો ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે. મોબાઈલ ફોન દ્વારા કેશલેસ પેમેન્ટ કરવાની સૌથી સરળ રીતોમાંની એક UPI એપ્સનો ઉપયોગ છે. e-UPI એપ્સ બેંક ખાતાઓ સાથે જોડાય છે અને સેકન્ડોમાં રીઅલ-ટાઇમ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે. અને e-UPI ફ્રોડ એ આ એપ્સ સાથે સંકળાયેલ એક પ્રકારનો ફ્રોડ છે.
આ એપ્સનો ઉપયોગ કરવા માટે સારા સમાચાર એ છે કે તે બિલ્ટ-ઇન સુરક્ષા અને સલામતી સુવિધાઓ સાથે ડિઝાઇન કરવામાં આવી છે. જો કે, કોઈપણ ટેક્નોલોજી પરફેક્ટ હોતી નથી અને આખરે, બહારના લોકો સાથે અગત્યના ડેટા શેર કરવો એ આ એપ્સ સાથે જોડાયેલા યુઝર્સની એકમાત્ર જવાબદારી બની જાય છે.
ભારતમાં ઓનલાઈન પેમેન્ટ ફ્રોડથી કેવી રીતે બચવું
ભારતમાં ડિજિટલ પેમેન્ટના ફ્રોડથી બચવાનો બેસ્ટ રસ્તો એ છે કે ઓનલાઈન ટ્રેન્ડ થઈ રહેલા નવા સ્કેમથી વાકેફ રહેવું. UPI એપ્સ દ્વારા ઓનલાઈન પેમેન્ટ ફ્રોડ વધુ અત્યાધુનિક બની રહી છે, જેના કારણે તેને શોધવાનું મુશ્કેલ બની રહ્યું છે. પહેલી નજરમાં, ચુકવણીની વિનંતીઓ સામાન્ય લાગી શકે છે, અને સ્કેમર્સ ઓફિશિયલ સંસ્થાઓ અને વ્યક્તિઓની એટલી સારી રીતે નકલ કરે છે કે વપરાશકર્તાઓ તેમની ટ્રીકમાં ફસાઈ જાય છે. નીચે કેટલાક સામાન્ય પોઈન્ટ્સ છે જે સ્કેમર્સ અગત્યની માહિતી મેળવવા ઉપયોગ કરે છે, અને તેનાથી તમને સુરક્ષિત રહેવા માટેના સ્ટેપ્સ પણ આપેલા છે:
ફિશિંગ સ્કેમ્સ
ફિશિંગ સ્કેમએ છે જ્યાં સ્કેમર્સ નકલી વેબસાઇટ બનાવે છે અને તેને ઓફિશિયલ બતાવે છે. સ્કેમર્સ આ સાઇટ્સ પર ટેક્સ્ટ અથવા SMS દ્વારા પેમેન્ટ લિંક્સ મોકલે છે અને એકવાર ક્લિક કર્યા પછી લોકો તેમની જાળમાં ફસાઈ જાય છે. આ પેમેન્ટ લિંક્સ તેમની UPI એપને રિક્વેસ્ટ મોકલે છે અને જ્યારે તેઓ તેમને મંજૂરી આપે છે ત્યારે તેમના ઈ-વોલેટ્સમાંથી પૈસા ડેબિટ થાય છે.
સ્કેમ જેમાં UPI PIN અથવા OTP શેર કરવાનું સામેલ છે
ઘણા સ્કેમ કરનારા ગ્રાહકોને કોલ કરે છે અને તેમને એપ સપોર્ટ મેળવવા માટે તેમના ફોન પર મોકલવામાં આવેલ UPI OTP શેર કરવાનું કહે છે. કેટલાક કિસ્સાઓમાં, સ્કેમર બેંકના પ્રતિનિધિ તરીકે હોવાનો દેખાવો કરે છે અને ગ્રાહકને તેમના ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીને કન્ફર્મ કરવા વિનંતી કરી શકે છે. આ પ્રોસેસ દરમિયાન, તેઓ UPI પિનને રીસેટ કરવાનું કહી શકે છે અને પછી તમને તમારો નવો પિન પુછીને તેમને છેતરી શકે છે. યાદ રાખો કે સ્કેમર્સ ખૂબ જ સ્માર્ટ હોય છે અને તેમની પાસે ફોન પર સંવેદનશીલ માહિતી આપવા માટે વપરાશકર્તાઓને સમજાવવાની કુશળતા હોય છે. બેંકો અથવા UPI એપ સપોર્ટ સ્ટાફ ગ્રાહકોને આવી વિગતો પૂછવા માટે ક્યારેય ફોન કરતા નથી. બેસ્ટ પ્રેક્ટિસ એ છે કે એવા લોકોના ફોન કોલ્સને અવગણવા અથવા ટાળવા જે દાવો કરે છે કે તેઓ ભારતમાં ઈ-વોલેટનું સંચાલન કરતી કંપનીઓ વતી કોલ કરી રહ્યાં છે.
QR કોડ સ્કેનિંગ
સ્કેમ કરનારા ગ્રાહકોને QR કોડ મોકલે છે અને ચેકઆઉટ દરમિયાન સ્કેન કરવાનું કહે છે. જ્યારે યુઝર્સ સ્કેન કરવા માટે UPI એપ્લિકેશનનો ઉપયોગ કરે છે, ત્યારે તે આપમેળે ટ્રાન્ઝેક્શન શરૂ કરે છે. જો કે, UPI એપ સામાન્ય રીતે વેપારીઓને પૈસા મેળવવા માટે QR કોડ બનાવવા અને મોકલવાની મંજૂરી આપતી નથી. જો તમને આવી રિક્વેસ્ટ આવે, તો તેને ધ્યાનમાં ન લેવી.
ભ્રામક UPI નામો
ઘણા સ્કેમર્સ તેમના UPI ID ને સારો દેખાડવા માટે તેમના હેન્ડલ્સના અંતે 'UPI' અથવા 'BHIM' શબ્દોનો ઉપયોગ કરે છે. યુઝર્સો વારંવાર @disputesNCPI અથવા @paymentsBHIM_service જેવા દેખાતા એડ્રેસને સાચા માને છે. સ્કેમર્સ નકલી UPI ID બનાવે છે અને આ એકાઉન્ટમાં પેમેન્ટ કરે છે અને યુઝર્સને અંગત માહિતી આપવાનું કહે છે.
સોશિયલ મીડિયા UPI ફ્રોડ
અન્ય ફ્રોડ જે UPI વૉલેટમાં પ્રચલિત છે તે સોશિયલ મીડિયા UPI સ્કેમ છે. યુઝર્સને તેમના ફોનમાં TeamViewer જેવી સ્ક્રીન-શેરિંગ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા અને પેમેન્ટ માટે વેબકેમની સામે તેમના ક્રેડિટ/ડેબિટ કાર્ડને બતાવવાનું કહેવામાં આવે છે. પછી સ્કેમર તેમને તેમનો UPI OTP શેર કરવા કહે છે જે તેઓ પેમેન્ટ પ્રોસેસ પુરી કરવા માટે SMS દ્વારા મેળવે છે. એકવાર યુઝર્સ વિગતો શેર કરે છે, પછી તેમના એકાઉન્ટમાંથી પૈસા કાપવામાં આવે છે.
SMS સ્કેમ્સ
તમને તમારા ફોન પર એક ટેક્સ્ટ મળી શકે છે જેમાં તમારા UPI લોગ-ઈન ઓળખકાર્ડને અપડેટ કરવા અથવા એપને અપડેટ કરવા માટે કહેવામાં આવે છે, જેમાં તેમાં રહેલી એક લિંક છે. SMS ટેક્સ્ટમાં ખોટી લિંક પર ક્લિક કરવાથી તમારા ફોનને માલવેર અથવા ડાઉનલોડ વાયરસથી એટેક થઈ શકે છે. જ્યારે તમે લિંકનો ઉપયોગ કરીને વિગતો ફિલ કરો છો ત્યારે સ્કેમર્સને તમારા એકાઉન્ટમાં અનધિકૃત નાણાકીય ઍક્સેસ મળે છે અને તમે લોક આઉટ થવાનું જોખમ લઈ શકો છો. બેસ્ટ ઉકેલ એ છે કે આ પ્રકારના ટેકટ્સને ધ્યાનમાં ના લેવા જોઈએ અને હંમેશા તમારી UPI એપ અપડેટ કરતી રહેવી જોઈએ. સાથે ડેવલપર્સના પેચ રીલીઝ કરે તેની રાહ જોવી જોઈએ. ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો અને જ્યારે શંકા હોય ત્યારે નવી અપડેટ મેળવો.
શું કરવું અને શું ના કરવું
1. કોઈની સાથે અંગત વિગતો શેર કરશો નહીં, જેમ કે તમારો ક્રેડિટ/ડેબિટ કાર્ડ નંબર, UPI OTP, PIN વગેરે.
2. તમને ઈમેલ પર મોકલવામાં આવેલી શંકાસ્પદ UPI પેમેન્ટ લિંક ખોલશો નહીં. જો subject લાઈન અથવા સેન્ડરને તમે ઓળખતા નથી જો તેના પર ક્લિક કરશો નહીં અથવા તો તેની સાથે સંપર્ક કરશો નહીં. ફક્ત એપ ડેવલપર્સ અને બેંકો તરફથી સીધા જ આવતા ઓફિશિયલ ઈમેલનો જ જવાબ આપો
3. એ ધ્યાનમાં રાખવુ અગત્યનું છે કે જ્યારે કોઈ તમને પૈસા મોકલવા માંગે ત્યારે તમે ક્યારેય તમારો UPI PIN શેર કરશો નહીં અને તમારા UPI ID પર ડિજિટલ પેમેન્ટ મેળવવા માટે કોઈ PIN ની જરૂર નથી.
4. તમારા UPI માટે સોશિયલ મીડિયા વેબસાઇટ્સ અને ઇન્ટરનેટ ફોરમ પર લિસ્ટેટ ગ્રાહક સપોર્ટ નંબરનો ઉપયોગ કરશો નહીં. હંમેશા ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો અને અમારો સંપર્ક કરો (Contact us) પેજ પર જાઓ.
5. વેરીફાય નહી કરવામા આવેલા કોલર્સ અથવા લોકેશન પરથી આવતા ફોન કોલ્સનો જવાબ આપશો નહીં. જો કોઈ વ્યક્તિ બેંકના પ્રતિનિધિ હોવાનો દાવો કરે છે, તો તેને ધ્યાનમાં લેવા નહીં. જો તમને કોઈ સ્કેમર દ્વારા સંપર્ક કરવામાં આવે, તો તેનો ફોન નંબર કાગળ પર નોટ ડાઉન કરવો અને નજીકના પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરો.
6. જો તમારી સાથે ફ્રોડ થયો હોય, તો તમારા UPI ટ્રાન્ઝેક્શન આઈડી, વિગતો, ક્રેડિટ/ડેબિટ કાર્ડ નંબરો એકત્રિત કરો અને ફરિયાદ કરવા તમારા નજીકના સાયબર ક્રાઈમ વિભાગની મુલાકાત લો. પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરો અને ટ્રાન્ઝેક્શન રિવર્સ કરવા માટે તરત જ બેંક અધિકારીઓનો સંપર્ક કરો. જો સ્કેમરે ફોન દ્વારા તમારો સંપર્ક કર્યો હોય તો તમારા ફોન કોલ્સ રેકોર્ડ કરો જેથી તમારી પાસે સ્કેમનો પુરાવો હોય.
7. તમારા ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીનો સ્ક્રીનશોટ રાખો જેથી ફ્રોડ થવાની શકતાઓ પર તમે તેને બેંકને ફોરવર્ડ કરી શકો છો. તમારા સંપર્ક અને UPI માહિતીને સોશિયલ મીડિયા અથવા વેબસાઇટ્સ પર ક્યારેય પોસ્ટ કરશો નહીં કારણ કે ફ્રોડ કરનારાઓ તમારી પોસ્ટ જોઈ શકે છે અને સંપર્ક કરી શકે છે.
8. જો તમને UPI એપ પરથી તમારા ફોન પર સ્પામ ચેતવણી મળે, તો તેને નકારશો નહીં. શું થઈ રહ્યું છે તેના વિશે વાંચો અને જાગૃતિ મેળવવા માટે એપ્લિકેશન ડેવલપર્સ આ સૂચનાઓ નોટિફિકેશન દ્વારા યુઝર્સને જાણ કરવાનો પ્રયાસ કરે છે.
નિષ્કર્ષ
હવે જ્યારે તમે UPI એપ્સનો ઉપયોગ કેવી રીતે થાય છે અને સ્કેમર્સ સામાન્ય રીતે પૈસાની ચોરી કરવા માટે જે રસ્તાઓનો ઉપયોગ કરે છે તેનાથી તમે વાકેફ છો, અને હવે તમે તેને રોકવા માટે સ્ટેપ્સ લઈ શકો છો. તમે જેને જાણતા નથી તેમની સાથે વાતચીત કરતી વખતે હંમેશા સાવધાની રાખો અને જ્યાં સુધી તમે તેમને વ્યક્તિગત રીતે જાણતા ન હોવ ત્યાં સુધી તમારી નાણાકીય વિગતો ઓનલાઇન ન આપો. જ્યારે શંકા હોય, ત્યારે એપ્લિકેશન પર થઈ રહેલા નવીનતમ સાયબર ક્રાઇમ આર્ટીકલ માટે એપ્લિકેશન ડેવલપરની વેબસાઇટની મુલાકાત લો. નવીનતમ અપડેટ્સ, સમાચાર બ્લોગ્સ અને માઈક્રો, નાના અને મધ્યમ વ્યવસાયો (MSME), બિઝનેસ ટિપ્સ, ઈન્કમટેક્સ, GST, સેલેરી અને એકાઉન્ટિંગ સંબંધિત લેખો માટે Khatabook ને ફોલો કરો.
જો તમારી સાથે આ પ્રકારનું સ્કેમ થાય છે તો કૃપા કરીને તમને કાર્ડ આપનાર બેંકને કેસની જાણ કરો અથવા નજીકના સાયબર ક્રાઈમનો સંપર્ક કરો. કેસની જાણ કરવા માટે cybercell@khatabook.com પર ઈમેલ મોકલો.
મહત્વપૂર્ણ: OTP, PIN અથવા અન્ય કોઈપણ કોડ કે જે તમે SMS અથવા અન્ય ચેનલો દ્વારા મેળવો છો તે ક્યારેય શેર કરશો નહીં. સોશિયલ પ્લેટફોર્મ પર તમારો એકાઉન્ટ નંબર અથવા ક્રેડિટ અને ડેબિટ કાર્ડની વિગતો ક્યારેય શેર કરશો નહીં.