ભારત માં GST ગૂડ્સ એંડ સર્વિસિસ ટેક્સ ની રજૂઆત એ ખુબજ મૂંઝવણ ઊભી કરી છે. આશ્ચર્ય ની વાત નથી કે મોટા ભાગ ના લોકો ને GST, GST નંબત અને અન્ય બાબત વિષે થોડી પણ જાણકારી નથી હોતી. આ લેખ માં, અમે GST નંબર અને તેના સબટોપિક્સ ના ખ્યાલને સરળ અને સંકલિત કરીશું.
GSTIN એટલે શું?
GSTIN એટલે ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ આઇડેન્ટિફિકેશન નંબર. જે એક અનોખો ઓળખ નંબર છે અને તે વિવિધ ડીલરો અને સેવા પ્રદાતાઓને સોંપેલ છે. જીએસટીના આગમન સાથે, બધા કરદાતાઓના રેકોર્ડને મેનેજ કરવા અને જોવા માટે એક જ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે.
GSTIN ની ફોર્મેટ
GST નંબર એ એક ૧૫ -અંકનો નંબર છે, જે દરેક કરદાતા માટે અનન્ય(યુનિક) છે.
- જેના પ્રથમ બે અંકો રાજ્ય ના કોડનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતના દરેક રાજ્યને એક અનોખો રાજ્ય કોડ સોંપેલ છે.
- GST નંબર ના પછીના ૧૦ અંકો કરદાતાના PAN ને સમાવે છે.
- GST નંબર નાઆગળના બે (૨) અંક એન્ટિટી કોડ ને દર્શાવે છે. વ્યવસાય દ્વારા તે રાજ્ય માં કેટલા રજિસ્ટ્રેશન (નોંધણી) કરવા માં આવી છે તે દર્શાવે છે.
- છેલ્લો અંક ચેક કોડ ની ભૂમિકા ભજવે છે. જેનો ઉપયોગ એરર ચેક કરવા માટે થાય છે.
શું તમારે જીએસટી નંબર માટે નોંધણી કરાવવી જોઈએ?
જો તમારા વ્યવસાય નાણાકીય વર્ષ દરમ્યાન ટર્ન ઓવર રૂ. ૪૦ લાખ કરતાં વધારે છે તો તમારે જીએસટી નંબર જો કે, વ્યવસાયના ટર્નઓવર નો થ્રેશોલ્ડ હિમાચલ પ્રદેશ, અને ઉત્તર-પૂર્વ રાજ્યોમાં રૂ. ૨૦ લાખ જ છે. એ નોંધ રાખવાનું ભુલશો નહિ કે નીચેની સ્થિતિ માં તમારે GST નંબર માટે રજિસ્ટર કરવાની જરૂર હોતી નથી:
- જો તમે આંતરરાજ્ય માલ સામાન અને સેવાઓ ના પુરવઠા ને લાગતું કામ નથી કરતાં
- જો ત્યમે એક ઇ -કોમર્સ ઓપરેટર તરીકે કામ કરતાં હોવ
- જો તમારો વ્યવસાય તેની શાખાઓ દ્વારા વપરાતી સેવાઓ માટે ની ઇન્વોઇસ મેળવે છે
- જો તમે સપ્લાયર્સ માટે એજેંટ ની ભૂમિકા માં કામ કરતાં હોવ
GST નંબર શા માટે મહત્વપૂર્ણ છે?
- એક GST નંબર તમને સામાન અથવા સેવાઓના સપ્લાયર તરીકે માન્યતા આપે છે. વ્યવસાયો કે જે પારદર્શક હોય છે, \રિટર્ન ફાઇલ કરે છે અને સતત કર ચૂકવે છે તે ઘણીવાર ધ્યાન પર આવે છે અને બજાર અને સરકારની નજરમાં વધુ વિશ્વસનીય બની જાય છે.
- GST નંબર ઇનપુટ ટેક્સ જમા કરવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. વ્યવસાયો કે જે જીએસટી શાસન હેઠળ સતત કર ચૂકવણીની ખાતરી કરે છે તેઓ ખરીદી પર ચૂકવેલા વેરા પર આવકવેરા ના સ્વરૂપ માં વળતર મેળવી શકે છે.
- તમારા વ્યવસાય ના આંતરરાજ્ય વ્યવહારો અને બજાર ને ફેલાવવા માટે એક GST નંબર હોવો ખુબજ મહત્તવપૂર્ણ છે. GST નંબર ના લીધે તમે તમારું પ્રોડક્ટ ઓનલાઇન ઇ-કોમર્સ દ્વારા પણ વહેચી શકો છો.
- સાચો દર્શાવેલો GST નંબર આગળ જઇ ને યોગ્ય ઈનપુટ ટેક્સ ક્રેડિટ ITC ની ફળવણી સુનિશ્ચિત કરે છે. તમારે વિક્રેતાઓ અને અન્ય ગરહકો ના GST નંબર પણ ઇન્વોઇસ માં ઉમેરવાના રહેશે.
તમારા વ્યવસાય ની GST નંબર માટે ની નોંધણી
પહેલું પગલું
GST પોર્ટલની મુલાકાત લો અને 'Taxpayers (Normal)' પર ક્લિક કરો 'Register Now' વિકલ્પ પસંદ કરો.
બીજું પગલું
આ GST રજિસ્ટ્રેશન ની અડધી પ્રક્રિયા સમાવિષ્ટ કરે છે. 'New Registration' પર ક્લિક કર્યા બાદ ડ્રોપ ડાઉન મેનૂ માંથી 'Taxpayer' પસંદ કરો જે 'I am a.' ની નીચે દેખાશે. ત્યારબાદ, તમારું રાજ્ય અને જિલ્લો પસંદ કરો. હવે વ્યવસાય નું નામ અને તેનો PAN તમારા મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રૈસ સાથે ઉમેરો. તમને તમારા રજિસ્ટર્ડ (નોંધાયેલા) મોબાઈલ નંબર પર એક OTP આવશે.
ત્રીજું પગલું
એક વાર OTP મળ્યા પછી, પાસવર્ડ ટાઇપ કરો અને 'Continue' પર ક્લિક કરો.
ચોથું પગલું
ત્યારબાદ તમને એક ટેમ્પરરી રેફ્રન્સ નંબર (TRN) તમારા રજિસ્ટર્ડ (નોંધેલ) ફોન નંબર અને એમી એડ્રૈસ પર મળ્યા હશે
પાંચમું પગલું
હવે પાછા GST પોર્ટલ પર જાઓ અને 'Register Now' બટન પર ક્લિક કરો.
છઠું પગલું
હવે TRN વિકલ્પ પસંદ કરો, તમારો TRN દાખલ કરો, અને ત્યાં આપેલો કેપચા કોડ ઉમેરો. ત્યાર બાદ, 'Proceed' પર ક્લિક કરો. હવે તમને તામ્ર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મળશે. તે OTP દાખલ કરો અને 'Proceed' પર ક્લિક કરો.
સાતમું પગલું
તમારી એપ્લિકેશન એક ડ્રાફ્ટ તરીકે પ્રદર્શિત થશે. ખાતરી કરો કે તમે સંપાદન ચિહ્ન(Edit Icon) પર ક્લિક કરો છો.
આઠમું પગલું
આ GST નંબર નોંધણી પ્રક્રિયાનો બીજો ભાગ છે. હવે જરૂરી વિગતો દાખલ કરો અને તમારા નીચે સૂચિબદ્ધ દસ્તાવેજો સબમિટ કરો.
- સ્થાપના નુ પ્રમાણ પત્ર
- વ્યવસાય ના સરનામા નો પુરાવો
- ઓળખ ના પુરાવા માટે ફોટોગ્રાફ
- તમારા બઁક ખાતા ની માહિતી
- તમારી અધિકૃતતા ફોર્મ
નવમું પગલું
હવે વેરિફિકતીઓન પેજ પર જાઓ, એક વાર વિગત તપાસો અને ઘોષણા (ડિક્લેરેશન) પર ક્લિક કરો, અને ત્યારબાદ નીચે માંથી કોઈ પણ એક રીતે તમારું એપ્લિકેશન મોકલો
- ઈલેક્ટ્રોનિક સિગ્નેચર (ઇ-સાઇન) દ્વારા . ઇ-સાઇન એ એક ભારતીય ઈલેક્ટ્રોનિક સિગ્નેચર સેવા છે જે આધાર કાર્ડ ધારક ને કોઈ પણ ડોકયુમેંટ ડિજિટલી સાઇન કરવાની ઉપલબ્ધિ આપે છે. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP પણ આવશે.
- ઈલેક્ટ્રોનિક વેરિફિકતીઓન કોડ દ્વારા : તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે.
- ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ(DCS) દ્વારા: કંપનીઓ માટે DSC અનિવાર્ય છે.
દશમું પગલું
તમને એક મેસેજ મળશે જેમાં જણાવવામાં આવશે કે વેરિફિકેશન સફળ રહ્યું. તમારો એપ્લિકેશન રેફ્રન્સ નંબર (ARN) તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રૈસ પર મોકલવામાં આવશે.
GST નંબર કી રીતે શોધવો
નામ દ્વારા GST નંબર ને શોધો
એવી ઘણી બધી વેબસાઇટ કહી જેમ કે KnowYourGST અને Masters India, જે નામ દ્વારા GST નંબર ની શોધ સરળ બનાવે છે. તેમ છતાં, તમારી શોધને નોંધપાત્ર રીતે સંકુચિત કરવા અને તમને જોઈતા પરિણામો મેળવવા માટે, કંપની ના PAN નંબર ના થોડા શબ્દો લખસો તો તમે ઘણા આગળ વધી જશો,
PAN દ્વારા GST નંબર કી રીતે શોધવા
જો તમારી પાસે PAN ની માહિતી હોય તો, નીચે જણાવેલ પગલાં ભરવાથી GST ની વિગત Tશોધવી નોંધપાત્ર રીતે સરળ થઈ જાય છે. સ્ટેપ ૧ : GST પોર્ટલ ની મુલાકાત લો સ્ટેપ ૨ : મેનૂ બાર પર નું ‘Search Taxpayer’ બટન પર ક્લિક કરો સ્ટેપ ૩ : હવે ‘Search by PAN’ વિકલ્પ પસંદ કરો
નિષ્કર્ષ
આ લેખ તમને આ દિવસ અને યુગમાં જીએસટી નંબરોના મહત્વ વિશે સારો ખ્યાલ આપશે. GST નો અમલ કેવી રીતે કરવામાં આવ્યો છે તે જોતાં, ત્તમરું આ વિષય નું જ્ઞાન તમારી મક્કમ મુઠ્ઠી છે જે નિર્ણાયક રહી શકે છે.