ભારતના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમનું વિસ્તરણ ખરેખર અદભૂત છે. ACI વર્લ્ડવાઈડના રિસર્ચ પ્રમાણે, ભારતે 25.5 બિલિયન રીઅલ-ટાઈમ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન સાથે તેની લીડ જાળવી રાખી છે. નવીન ટેક્નોલોજી, વિકસતી નાણાકીય પ્રોડક્ટ્સ અને બજારમાં નવીન બિઝનેસ મોડલ્સને કારણે ગ્રાહકોનું વલણ ડિજિટલ પેમેન્ટ તરફ આગળ વધ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના વાર્ષિક રિપોર્ટ 2020-2021 દ્વારા સૂચવવામાં આવ્યું છે કે કોવિડ-19ની મહામારીએ દેશને ઓછા રોકડ વિકલ્પો તરફ અગ્રેસર કર્યું છે, એક એવી પરિસ્થિતિ જે પહેલાથી જ ઓપન ઈનોવેશનથી નફો કરતી હતી.
ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઘણા ડિજિટલ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. ભારતમાં ગત કેટલાક વર્ષોમાં ડિજિટલ ક્રાંતિ આવી છે. નાગરિકો ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓ વિશે વધુ જાગૃત થયા છે, જેણે તેમના જીવનધોરણમાં વધારો કર્યો છે. આ સિસ્ટમ લોકોને ડિજિટલ પેમેન્ટ ચૂકવવા અને મેળવવા માટેની ઓથોરિટી આપે છે. 2જી ઓગસ્ટ 2021ના રોજ, વડાપ્રધાને ઓફિશિયલ રીતે e-RUPI, એક પેપરલેસ અને કોન્ટેક્ટલેસ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ લોન્ચ કરી. વડા પ્રધાનના જણાવ્યા પ્રમાણે, e-RUPI વાઉચર દેશમાં ડિજિટલ વ્યવહારોમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદ કરશે. આ ડિજિટલ સરકારને એક નવું પરિમાણ પ્રદાન કરશે. તેમણે e-RUPI ને લોકોના જીવનમાં ટેકનોલોજીને સાંકળવામાં ભારતની સફળતાની નિશાની ગણાવી.
શું તમને ખબર છે? 2023માં સ્વીડન પહેલો કેશલેસ દેશ હશે, જેની સંપૂર્ણ ડિજિટલ અર્થવ્યવસ્થા હશે.
e-RUPI બરાબર શું છે?
e-RUPI એ ટેક્સ્ટ-આધારિત અથવા QR કોડ-આધારિત ઇ-વાઉચર છે, જે મેળવનારના સેલફોન પર મોકલવામાં આવે છે. કોઈપણ જે આ કૉમ્પ્રિહેન્સિવ વન-ટાઇમ પેમેન્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે તે કોઈપણ ડિજિટલ મોબાઈલ પેમેન્ટ એપ્લિકેશન, કોઈપણ પેમેન્ટ કાર્ડ અથવા નેટ બેંકિંગનો ઉપયોગ કર્યા વિના સર્વિસ પ્રોવાઈડર પાસેથી વાઉચર્સ ફરી મેળવી શકશે.
ઇન્ડિયન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશને તેને નાણાં અને આરોગ્ય મંત્રાલય અને નેશનલ હેલ્થ ઓથોરિટીના સહયોગથી વિકસાવ્યું છે. NPCI પ્રમાણે, e-RUPI પ્રીપેડ વાઉચર્સ બે રીતે આપી શકાય છે: પહેલો રસ્તો વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) અને બીજો વ્યવસાય-થી-ગ્રાહક (B2C) છે. છતાં, અત્યાર સુધી, તેણે માત્ર B2C સેક્ટરની હદ સુધી જ ડેટા પૂરો પાડ્યો છે.
વાઉચર શું છે?
1. e-RUPI એ ડિજિટલ વાઉચર છે જે વપરાશકર્તાઓને ઝડપી રિસ્પોન્સ કોડ અથવા ટેક્સ્ટ મેસેજ વાઉચરના રૂપમાં મળશે, જેનાથી તેમના બેંક એકાઉન્ટમાં સીધી જ ચૂકવણી કરી શકાશે. કોઈપણ જાહેર સંસ્થા અથવા પેઢી ભાગીદાર બેંકો દ્વારા e-RUPI વાઉચર પ્રોડ્યૂસ કરી શકે છે.
2. મેળવનારએ રિટેલરને ક્વિક રિસ્પોન્સ કોડ અથવા મેસેજ બતાવવો જરૂરી છે, જે તેને સ્કેન કરશે અને લાભાર્થીના મોબાઈલ નંબર પર સિક્યુરિટી કોડ આપશે પ્રોસેસને પુરી કરવા માટે. પછી કોડને વેચનારને સબમિટ કરવો જોઈએ.
3. આ વાઉચર ચોક્કસ કારણોસર જારી કરવામાં આવે છે; આમ જો ઓથોરિટી ડિસ્ટ્રીબ્યુટને એ આપવામાં આવે છે તો તેનો ઉપયોગ ફક્ત તેના માટે જ થવો જોઈએ.
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) વિશે
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ભારતની રિટેલ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ્સ ચલાવે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન બેંક્સ એસોસિએશન દ્વારા આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. ભારતમાં સ્ટ્રોન્ગ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમના નિર્માણ માટે, આ સંસ્થા 2017 ના પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ હેઠળ કામ કરે છે.
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ 2013 ના કંપની અધિનિયમની કલમ 8 હેઠળ એક બિન-લાભકારી નિગમ છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ભારતમાં બેંકિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સંચાલન કરવાની જવાબદારી પણ સંભાળે છે, જેમાં ફિજિકલ અને ઈલેક્ટ્રોનિકનો પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે.
આ ગ્રુપ પેમેન્ટ સિસ્ટમમાં નવીનતા લાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ ઈન્ડિયા, ICICI બેંક, HDFC બેંક, સિટી બેંક અને HSBC એ NPCIની પ્રમોટર બેંકો છે.
e-RUPI વાઉચર પ્રોડ્યુસ કરવાની પ્રક્રિયા
UPI પ્લેટફોર્મ પર, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ e-RUPI ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બનાવી છે. ભારતની રાષ્ટ્રીય ચુકવણી સંસ્થાએ એવી બેંકોમાં બોર્ડિંગ કર્યું છે જેમને વાઉચર જારી કરવાની સત્તા હશે. કંપની અથવા સરકારી એજન્સીએ ચોક્કસ વ્યક્તિ વિશે અને શું કામ પેમેન્ટની જરૂર છે તેના વિશેની માહિતી સાથે ભાગીદાર બેંક (ખાનગી અને જાહેર ક્ષેત્રના લિડર્સ સહિત) નો સંપર્ક કરવો જરૂરી છે. બેંક દ્વારા જારી કરાયેલ મોબાઇલ ફોન વાઉચરનો ઉપયોગ કરીને લાભાર્થીઓને ઓળખવામાં આવશે. લાઈફ સ્ટાઈલ સુધારવા અને પેમેન્ટ પ્રક્રિયાને સરળ બનાવવા માટે આ પ્લેટફોર્મ એક ગ્રાઉન્ડ બ્રેકિંગ ડિજિટલ પ્રયાસ હશે.
e-RUPI ડિજિટલ પેમેન્ટ સોલ્યુશનનો ઉદ્દેશ્ય
1. e-RUPI ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મનો મુખ્ય ધ્યેયએ કેશલેસ અને સીમલેસ પેમેન્ટ સિસ્ટમની સ્થાપના કરવાનો છે જે નાગરિકોને સરળતા સાથે ડિજિટલ રીતે પેમેન્ટ કરવાની મંજૂરી આપે છે.
2. યુઝર્સ આ પેમેન્ટ પ્લેટફોર્મની મદદથી સુરક્ષિત પેમેન્ટ કરી શકે છે.
3. આ પેમેન્ટ પદ્ધતિ લાભાર્થીના મોબાઈલ ફોન પર ટ્રાન્સમિટ કરાયેલ SMS સ્ટ્રિંગ-આધારિત અથવા QR કોડ ઈ-વાઉચરનો ઉપયોગ કરે છે.
4. e-RUPI ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ખાતરી આપે છે કે મધ્યસ્થીની જરૂરિયાત વિના સર્વિસ સમયસર પુરી થાય છે.
5. યુઝર્સને કોઈપણ કાર્ડ અથવા ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન રાખવાની જરૂર રહેશે નહીં, તેમને પેમેન્ટ કરવા માટે ઑનલાઇન બેંકિંગ ઍક્સેસની પણ જરૂર પડશે નહીં. જે પ્રક્રિયાને સરળ અને સલામત બનાવે છે.
બેંકોની યાદી જે eRUPI એપ સાથે છે
બેંકોના નામ |
જારીકર્તા |
મેળવનાર |
એપ મેળવનાર |
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા |
હા |
ના |
ના |
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા |
હા |
હા |
YONO SBI મર્ચન્ટ |
પંજાબ નેશનલ બેંક |
હા |
હા |
PNB મર્ચન્ટ પે |
કોટક બેંક |
હા |
ના |
NA |
ઈન્ડિયન બેંક |
હા |
ના |
NA |
ઇન્ડસઇન્ડ બેંક |
હા |
ના |
NA |
ICICI બેંક |
હા |
ના |
ભારત પે અને પાઈનલેબ્સ |
HDFC બેેંક |
હા |
હા |
HDFC બિઝનેસ એપ |
કેનરા બેંક |
હા |
ના |
NA |
બેંક ઓફ બરોડા |
હા |
હા |
ભીમ બરોડા મર્ચન્ટ પે |
એક્સિસ બેંક |
હા |
હા |
ભારત પે |
e-RUPI ડિજિટલ પેમેન્ટની વિશેષતાઓ
1. 2 ઓગસ્ટ, 2021ના રોજ, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ e-RUPI ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ રજૂ કર્યું.
2. આ પ્લેટફોર્મ કોન્ટેક્ટલેસ અને કેશલેસ રીતે કામ કરશે.
3. યુઝર્સ SMS સ્ટ્રિંગ-આધારિત અથવા QR કોડ્સ ઇ-વાઉચરનો ઉપયોગ કરીને ડિજિટલ પેમેન્ટ કરવા માટે આ સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે.
4. આ વાઉચર યુઝર્સના સેલ ફોન પર મોકલવામાં આવશે.
5. આ વાઉચરનો ઉપયોગ પેમેન્ટ એપ્લિકેશન, ઑનલાઇન બેંકિંગ અથવા ક્રેડિટ કાર્ડની જરૂરિયાત વિના થઈ શકે છે.
6. ભારતની રાષ્ટ્રીય પેમેન્ટ કંપનીએ તેના UPI પ્લેટફોર્મ પર e Rupi ડિજિટલ પેમેન્ટ સેવાની સ્થાપના કરી છે.
7. નાણાકીય સર્વિસ ડિપાર્ટમેન્ટ, રાષ્ટ્રીય હેલ્થ ઓથોરિટી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સહયોગી છે.
8. આ પ્રોગ્રામ દ્વારા સર્વિસ પ્રોવાઈડર સર્વિસ મેળવનાર અને આપનરને જોડવામાં આવશે. આ સંપર્ક સંપૂર્ણપણે ડિજિટલી કરવામાં આવશે, જેમાં કોઈ ફિજીકલ ઈન્ટરફેસ નહીં હોય.
9. જ્યારે આ પ્લેટફોર્મ દ્વારા ટ્રાન્ઝેક્શન પૂર્ણ થશે ત્યારે સર્વિસ પ્રોવાઈડરને પેમેન્ટ કરવામાં આવશે.
10. e-RUPI એ એક પ્રીપેડ પેમેન્ટ પ્લેટફોર્મ છે જેને પેમેન્ટ કરવા માટે કોઈપણ સર્વિસ સપ્લાયરની જરૂર નથી.
11. આ પ્લેટફોર્મનો ઉપયોગ સરકાર દ્વારા સ્પોન્સર દવાઓ અને પોષણ સહાય કાર્યક્રમો હેઠળ સર્વિસ આપવા માટે પણ થઈ શકે છે.
e-RUPI ના લાભો
અંતિમ યુઝર્સ માટે લાભો
1. લાભાર્થીએ ઈ-વાઉચરની પ્રિન્ટઆઉટ સાથે રાખવાની જરૂર નથી.
2. સરળ રીડેમ્પશન - રીડેમ્પશન પ્રક્રિયામાં માત્ર બે સ્ટેપ છે.
3. લાભાર્થીઓની ગોપનીયતા સુરક્ષિત છે તેની ખાતરી કરીને વ્યક્તિગત માહિતી જાહેર કરવાની જરૂર નથી.
4. યુઝર્સને વાઉચર રિડીમ કરવા માટે ડિજીટલ પેમેન્ટ એપ અથવા બેંક એકાઉન્ટની જરૂર નથી. તેમને માત્ર મોબાઈલ ફોન અને ઈ-વાઉચરની જરૂર પડશે.
મર્ચન્ટને લાભો
1. સરળ અને સુરક્ષિત - લાભાર્થી એક વેરિફિકેશન કોડ શેર કરે છે, જે વાઉચરને ઓથોરાઈઝ કરે છે.
2. પેમેન્ટ કલેક્શન પ્રોબ્લમ-મુક્ત અને સંપર્ક રહિત છે - રોકડ અથવા ક્રેડિટ કાર્ડની જરૂરી નથી.
3. વાઉચરનો ફરી ક્લેમ કરનારા ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ અથવા બેંક એકાઉન્ટ માટે એપ્લિકેશનની જરૂર નથી; તેમને ફક્ત મોબાઈલ ફોન અને ઈ-વાઉચરની જરૂર છે.
કોર્પોરેટ્સને લાભો
1. કોર્પોરેટ UPI પ્રીપેડ વાઉચર્સ જારી કરીને તેમના વર્કરની સારી મદદ કરી શકે છે.
2. આ એક સંપૂર્ણ ડિજિટલ વ્યવહાર છે જેને ફિજીકલ ઇસ્યુઅન્સ (કાર્ડ/વાઉચર)ની જરૂર નથી, પરિણામે ખર્ચની બચત થાય છે.
3. વાઉચર રિડેમ્પશન વિસિબ્લિટી - જારીકર્તા વાઉચર રિડેમ્પશનને ટ્રેક કરી શકે છે.
4. વાઉચર ડિલિવરી જે ઝડપી, સુરક્ષિત અને સંપર્ક રહિત છે.
e-RUPI ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મનો ઉપયોગ
સર્વિસ સપ્લાયર ફી e-RUPI નો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા પછી જ ચૂકવવામાં આવશે. આ પેમેન્ટ પ્લેટફોર્મ પ્રીપેડ હશે. આમ, મધ્યસ્થીને સર્વિસ પ્રોવાઈડરની ચુકવણી કરવાની જરૂર રહેશે નહીં.
આ સિવાય, આ પ્લેટફોર્મનો ઉપયોગ એવી યોજનાઓ હેઠળ સર્વિસ પહોંચાડવા માટે થઈ શકે છે જે પૂરી પાડે છે: દવાઓ અને ન્યુટ્રીશન સપોર્ટ, જેમ કે માતા અને બાળ કલ્યાણ યોજના, ક્ષય રોગ નાબૂદી કાર્યક્રમ, આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દવા અને નિદાન માટે. સબસિડી અને બીજુ ઘણુ બધુ.
કોમર્શિયલ સેક્ટર આ ડિજિટલ ટોકન્સનો ઉપયોગ કર્મચારી વેલફેર અને કોર્પોરેટ સોશિયલ જવાબદારી પ્રોજેક્ટ માટે પણ કરી શકે છે. આ સોશિયલ સર્વિસની લીક-પ્રૂફ નવીન ડિલિવરી આપશે.
e-RUPI ડિજિટલ કરન્સીથી કેવી રીતે અલગ પડે છે?
મિનિસ્ટ્રી ઓફ ઈન્ડિયા અને RBI પહેલેથી જ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી પર કામ કરી રહ્યા છે. e-RUPI ની રજૂઆતથી ડિજિટલ પેમેન્ટની સદ્ધરતા માટે જરૂરી ડિજિટલ પેમેન્ટ આર્કિટેક્ચરમાં ભુલોને દર્શાવી શકે છે. જેથી e-RUPI ને હજુ પણ અન્ડરલાઈંગ એસેટ તરીકે ભારતીય રૂપિયાનું સમર્થન છે. તેનો હેતુ તેને વર્ચ્યુઅલ કરન્સીથી અલગ પાડે છે અને તેને વાઉચર-આધારિત પેમેન્ટ સિસ્ટમની નજીક લાવે છે.
સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) નો અર્થ શું થાય છે?
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, અથવા CBDC, સેગમેન્ટ્સમાં સેટ કરવામાં આવશે. CBDC એ ઇલેક્ટ્રોનિક ઈક્વિલેન્ટ્સ દેશની એકચ્યુઅલ ફિયાટ મનીના છે, જેમ કે રૂપિયા, જે RBI દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. બેંકિંગ સિસ્ટમના આધારે CBDC શા માટે જરૂરી બની રહ્યી છે તે અંગેનો બીજો તર્ક એ છે કે ક્રિપ્ટોકરન્સી જેવી ખાનગી વર્ચ્યુઅલ કરન્સીની શરૂઆત. ટી રબી શંકર, સેન્ટલ બેંકના ડેપ્યુટી ગવર્નર, 23 જુલાઈ, 2021 ના રોજ એક વેબિનારમાં જણાવ્યું હતું કે તેઓ CBDC માત્ર પેમેન્ટ સ્ટ્રક્ચરમાં લાવે તેવા લાભો માટે ઇચ્છિત નથી, પરંતુ અસ્થિર ખાનગી VCsની પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ હોઈ શકે છે (જેમ કે Cryptocurrency અને Bitcoins).
જ્યારે સેન્ટ્રલ બેંકના ગવર્નર, શક્તિકાંત દાસે અગાઉ ક્રિપ્ટોકરન્સી અંગે ચિંતા વ્યક્ત કરી હતી, ત્યારે CBDCsના સમર્થનમાં મિન્ટ સ્ટ્રીટની વિચારસરણીમાં હાલમાં ફેરફાર જોવા મળે છે. જ્યારે CBDCs કલ્પનાત્મક રીતે કાગળના કરન્સી બરાબર છે, તેના અમલીકરણ અંતર્ગત કાયદાકીય પ્રણાલીમાં ફેરફારો સામેલ હશે, કારણ કે વર્તમાન કાયદો મુખ્યત્વે બેંકનોટ પર કેન્દ્રિત છે.
નિષ્કર્ષ
અંતે, આપણે e-RUPI જેવા નવા ઉપકરણોના સલામત અને વ્યાપક ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે ડિજિટલ સાક્ષરતા પર મોટો ભાર મૂકવો જોઈએ. UPI પેમેન્ટના આગમન સાથે પણ છેતરપિંડીનું પ્રમાણ પણ વધ્યુ હતું જેમાં શંકાસ્પદ ગ્રાહકોને શિકાર બનાવવા માટે QR કોડ અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાના કેટલાક જોખમોને e-RUPI દ્વારા દુર કરવામાં આવી શકે છે, પરંતુ કેટલાક લોકો કે જેઓ ટેક્નોલોજી સાથે સારી રીતે જોડાયેલ નથી તેઓને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ડિજિટલ સાક્ષરતા કેમ્પેઈનમાં ગોપનીયતાની સંસ્કૃતિ કેળવવા, વ્યક્તિગત માહિતીનું રક્ષણ કરવા અને લાભાર્થીઓને સુરક્ષિત રીતે ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરવાની પ્રેક્ટિસ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જે એક એવું ક્ષેત્ર પણ છે જ્યાં બધા જ ઇકોસિસ્ટમ સ્ટેકહોલ્ડરે સાથે મળીને વધુ નજીકથી કામ કરવાની જરૂર પડશે.
એક ખુણામાં ધકેલાઈ ગયેલી અને ગરીબ વસ્તી સુધી પહોંચવા માટેના ટાર્ગેટેડ કાર્યક્રમો e-RUPIને તેણે પોતાના માટે નિર્ધારિત કરેલા સમાવેશના લક્ષ્યોને હાંસલ કરવામાં મદદ કરશે. વર્તમાન ઇકોસિસ્ટમ સમસ્યાઓનો સામનો કરીને, e-RUPI કદાચ ગેમ-ચેન્જર ન હોય, પરંતુ તે ભવિષ્ય માટે એક હકારાત્મક પગલું છે. તેની સફળતા સાનુકૂળ વાતાવરણ અને પરિસ્થિતિઓ પર આધારિત છે, જે આખરે ભારતને ડિજિટલ સરહદની નજીક લાવે છે.
શું તમને પેમેન્ટ મેનેજમેન્ટ અને GSTમાં સમસ્યા છે? આવકવેરા અથવા GST ફાઇલિંગ, કર્મચારી મેનેજમેન્ટ અને બીજી ઘણી બધી સમસ્યાઓ માટે જરૂરી મિત્ર અને વન-સ્ટોપ સોલ્યુશન Khatabook એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો. આજે જ ટ્રાય કરો!