mail-box-lead-generation

written by khatabook | August 21, 2020

BHIM UPI કેટલું સુરક્ષિત છે? | એક સંપૂર્ણ માર્ગદર્શિકા

×

Table of Content


BHIM UPI પર એક સંપૂર્ણ માર્ગદર્શિકા

BHIM ઉર્ફ ભારત ઇન્ટરફેસ ફોર મની ૩૦ ડિસેમ્બર, ૨૦૧૬ ના રોજ ભારતમાં લોન્ચ કરવામાં આવેલી એક વર્ચ્યુઅલ પેમેન્ટ એપ્લિકેશન છે. BHIM એપ્લિકેશન તમને UPI નો ઉપયોગ કરીને ઝડપી અને સરળ નાણાકીય વ્યવહારો કરવા દે છે. UPI એટલે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ જે સહેલાઇથી ભંડોળને રૂટ કરવાની મંજૂરી આપે છે અને તમને એક મોબાઇલ એપ્લિકેશનમાં બહુવિધ બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરવા દે છે. BHIM એપ્લિકેશન તમને ફક્ત મોબાઇલ નંબર અથવા વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રૈસ (VPA) સાથે ડાયરેક્ટ બેંક થી બેંક ટ્રાન્સફર અને નાણાં સંગ્રહમાં કરવા માટે સક્ષમ કરે છે. ચાલો જોઈએ તે સુવિધાઓ જે BHIM છે

સેન્ડ મની

BHIM એપ ઇન્સ્ટન્ટ બઁક થી બઁક ટ્રાન્સફર સુવિધા પૂરી પાડે છે. Send Money વિકલ્પ થી કોઈને પણ વર્ચુયલ પેમેન્ટ એડ્રૈસ (VPA), ખાતા નંબર & IFSC અથવા QR સ્કેન કરીને પૈસા મોકલી શકાય છે.

રિક્વેસ્ટ મની

શું તમે કોઈની પાસેથી પૈસાની મેળવવા માંગો છો? BHIM UPI તમારા માટે આ કામને સરળ બનાવે છે. વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રૈસ (VPA) દાખલ કરીને પૈસા મેળવવા માટે BHIM એપ્લિકેશનમાં Request Money વિકલ્પનો ઉપયોગ કરો.

સ્કેન & પે

વર્ચુયલ પેમેન્ટ એડ્રૈસ(VPA) યાદ નથી? કોઈ ચિંતા ના કરો, સ્કેન એંડ પે દ્વારા ચુકવણી કરો. Scan & Pay વિકલ્પ દ્વારા QR કોડ સ્કેન કરી ને ચુકવણી શરૂ કરો. જો તમે ધંધાદારી છો તો તમે ઍક યુનિક QR-કોડ જનરેટ કરીને તમારા વહેચાણ માટે તેના દ્વારા પેમેન્ટ મેળવી શકો છો.

ટ્રાન્ઝેક્શન

BHIM UPI માં ટ્રાન્ઝેક્શન તમને તમારા ચુકવણી વ્યવહાર નો ઇતિહાસ અને અન્ય બાકી વિનંતીઓ જો કોઈ હોય તો જોઈ શકાય છે. અહીંથી તમે તે વિનંતીઓને મંજૂરી આપી શકો છો અથવા નકારી શકો છો. ટ્રાન્ઝેક્શન માં રિપોર્ટ ઇશ્યૂ પર ક્લિક કરીને તમે ફરિયાદ પણ કરી શકો છો.

પ્રોફાઇલ

પ્રોફાઇલ એક એવી જગ્યા છે જ્યાં તમને તમારા એકાઉન્ટથી સંબંધિત માહિતી મળી શકે છે જેમ કે તમારો સ્થિર QR કોડ, પેમેન્ટ એડ્રૈસ વગેરે. આ ઉપરાંત, તમે વિવિધ મેસેંજર એપ્લિકેશન્સ જેવા કે WhatsApp, ઇમેઇલ, વગેરે QR કોડને શેર કરી શકો છો.

બૅંક ખાતું

BHIM UPI માં બેંક ખાતાનો વિકલ્પ તમારા લિંક થયેલ બેંક એકાઉન્ટ્સ અને તેમની UPI PIN ની સ્થિતિ બતાવે છે. તમે અહીં તમારો UPI પિન સેટ કરી શકો છો અથવા બદલી શકો છો અને મેનુમાં પૂરા પાડવામાં આવેલ એકાઉન્ટ બદલો પર ક્લિક કરીને લિંક કરેલા બેંક એકાઉન્ટ્સ પણ બદલી શકો છો. જો તમે બેંક બેલેન્સ તપાસવા માંગતા હોવ તો સંબંધિત બેંક ખાતાના Request Balance પર ક્લિક કરીને જોઈ શકો છો.

BHIM UPI પેમેન્ટ એપ્લિકેશનનું SWOT વિશ્લેષણ

જ્યારે આપણે એપ્લિકેશન તરીકે BHIM નું વિશ્લેષણ કરીએ છીએ, ત્યારે અમે આ વર્ચ્યુઅલ ચુકવણી પદ્ધતિના ગુણ, વિપક્ષ અને તકો ઓળખી શકીશું.

સ્ટ્રેન્થ BHIM વાપરવામાં ખુબજ સરળ છે અને NPCI દ્વારા સપોર્ટેડ છે (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) જે એક સરકારી સંસ્થા છે.
વિકનેસ એપ ની ફંક્શનલિટી વિશે જાગૃતિના અભાવ અને સમસ્યાઓના નિવારણ માટે સપોર્ટ સિસ્ટમના અભાવ ને કારણે, ઘણા ગ્રાહકો માં અસંતોષ છે.
અપોર્ચ્યુનિટી (તકો) ઓનલાઇન બેંકિંગ અને મની ટ્રાન્સફર સેવાઓ આપતી ઘણી સંસ્થાઓ સાથે દેશભરમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ્સના ઉપયોગમાં મોટો વિકાસ થયો છે. ભારતના નોન-મેટ્રો (ટીઅર II અને III) શહેરો અને ગામડાઓમાં ઇન્ટરનેટ સેવાઓના ફેલાવા સાથે આને વિસ્તૃત કરવામાં આવે તેમ છે.
થ્રેટ (ખતરો) ડિજિટલ વ્યવહારોની સુરક્ષા અને સલામતી એ એક મોટી ચિંતા અને ખતરો છે જે એપ્લિકેશનના ઉપયોગમાં અવરોધ લાવી શકે છે.

શું તમે ઇન્ટરનેટ વિના BHIM નો ઉપયોગ કરી શકો?

હા તમે આવું કરી શકો છો! જો તમે સ્માર્ટફોન વપરાશકર્તા નથી અથવા તમારે ફક્ત ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો અભાવ છે, તો તમે BHIM UPI એપ્લિકેશનનો ઉપયોગ કરીને ડિજિટલ ટ્રાંઝેક્શન કરી શકો છો. તે આ રીતે કાર્ય કરે છે:

 1. તમારા મોબાઈલ ફોન માંથી *99# ડાઈલ કરો.
 2. તમારી પસંદ ની ભાષા સિલકેટ કરો.
 3. તમારે જે પ્રકાર ની ટ્રાન્જેક્શન કરવું હોય તે પસંદ કરો.
 4. તમારી બૅંક નું નામ અથવા IFSC કોડ ના પહેલા ૪ આકડા ઉમેરી “reply” પર ક્લિક કરો.
 5. જો તમે એક કરતાં વધારે બૅંક ખાતા લિંક કર્યા હોય તો, જે બઁક ખાતા માંથી ટ્રાન્જેક્શન કરવું હોય તે પસંદ કરો.
 6. તદુપરાંત, તમારા ડેબિટ કાર્ડ ના છેલ્લા ૬ આકડા અને તેની એક્ષપાઇરી ડેટ ઉમેરી, reply પર ક્લિક કરો.
 7. હવે તમરો ૬ અંક નો UPI PIN દાખલ કરો.

બસ. હવે ત્યાંરૂ ટ્રાન્જેક્શન પ્રોસેસ થશે!

BHIM UPI એપ વાપરવાના ફાયદા શું છે?

એવા ઘણા બધા ફાયદાઓ છે જે BHIM UPI એપ વાપરવાથી મળે છે.

 • તમે ભારત ભર માં કોઈપણ બૅંક માં ડિજિટલ પેમેન્ટ કરી શકો છો.
 • BHIM UPI એપ વાપરવા માટે કોઈ અલગ ચાર્જ નથી.
 • આ પ્રક્રિયા ખુબજ સરળ, ઝડપી અને સુરક્ષિત છે.
 • નોન-વર્કિંગ ડે પાસ થવાની રાહ જોવાની જરૂર નથી. તમે ૩૬૫ દિવસ ટ્રાન્જેક્શન કરી શકો છો.
 • BHIM એપ ઇન્ટરનેટ વગર પણ કામ કરી શકે છે. બીજા શબ્દો માં તમે એક સાધારણ ફોન, માંથી પણ UPI ટ્રાન્જેક્શન કરી શકો છો.
 • પ્રત્યેક UPI ટ્રાન્સફર ની લિમિટ ૨૦,૦૦૦ રૂ. છે.
 • તમે BHIM UPI કોઈ પણ બૅંક ના એપ્લિકેશન દ્વારા વાપરી શકો છો.
 • સૌથી ઉત્તમ અંત માટે રાખ્યું છે! BHIM એપ થી ટ્રાન્જેક્શન કરવા પર તમે કેશબેક મેળવી શકો છો.

Popular Questions Asked About BHIM એપ માટે પૂછાયેલ અમુક પ્રખ્યાત પ્રશ્નો - તમારા માટે આપશુ અમે તેનો જવાબ!

BHIM એપ કેટલું સુરક્ષિત છે?

આ સૌથી વધારે પૂછાયેલ પ્રશ્ન છે. BHIM એપ દ્વારા ડિજિટલ ટ્રાન્જેક્શન કરવું સુરક્ષિત છે. ભારતમાં ચુકવણીઓ સંભાળવા માટેની સરકારી સંસ્થા, NPCI દ્વારા વિકસિત અને જાળવણી કરવામાં આવી રહી હોવાથી, આ એપ્લિકેશન તેના સૌથી સુરક્ષિત ચુકવણી પ્રવેશદ્વારને આગળ ધપાવે છે. ૯૦ સેકંડની નિષ્ક્રિયતા પર, તમે લોક થઈ જશો અને એપ્લિકેશનમાંથી આપમેળે બહાર નીકળ જશો.

શું હું BHIM UPI દ્વારા GST ની ચુકવણી કરી શકું?

હા! ૨૯ મી GST કાઉન્સિલની બેઠક મુજબ, જો તમે BHIM UPI દ્વારા GST ની ચુકવણી કરવા માંગતા હો, તો આ ડિજિટલ પેમેન્ટ માટે બિલના GST ભાગ પર તમને કેશબેકના રૂપમાં પ્રોત્સાહનો આપવામાં આવશે. તદુપરાંત, તમને GST ભાગ પર ૨૦ % કેશબેક પણ મળે છે જે તમને [પાછું જમા કરવામાં આવશે, જે પ્રત્યેક ટ્રાંઝેક્શન દીઠ મહત્તમ ૧૦૦ રૂપિયા જ હશે.

શું તેમાં કોઈ ગુપ્ત ચાર્જ છે?

શું આપણે બધા એવા દુકાન-માલીકોને ઓળખતા નથી જેઓ કાર્ડ ચુકવણીનો ઉપયોગ કરવા માટે વધારાનો ચાર્જ લાદી દે છે? BHIM UPI સાથે ચૂકવણી કરવાથી તમે તે બિનજરૂરી વધારાના પૈસા બચાવી શકો છો કારણ કે UPI નો ઉપયોગ કરીને કરવામાં આવતા વ્યવહારો એકદમ મફત છે અને BHIM એપ્લિકેશન તેની સેવાઓનો ઉપયોગ કરવા માટે એક પણ પૈસો લેતી નથી. BHIM એપ્લિકેશન પાસે યોગ્ય વ્યૂહરચના અને એક પર્ફેક્ટ લોંચ હતો. આ એપ્લિકેશનને ડિમોનેટાઇઝેશન દરમિયાન જાહેર કરવામાં આવી હતી, તેથી, તે રાતોરાત હીટ બની હતી. આજે, આ ડિજિટલ યુગમાં, ભારત સરકારે રોજિંદા વ્યવહારો કેશલેસ, સરળ અને સુરક્ષિત કર્યા છે. તે BHIM UPI ને આભારી છે.

શું તમે ઈચ્છો છો કે અમે સંક્ષિપ્તમાં વધુ કોઈ માહિતી ઉમેરીએ? નીચે કોમેન્ટ કરો અને અમને જણાવો!

અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
×
mail-box-lead-generation
Get Started
Access Tally data on Your Mobile
Error: Invalid Phone Number

Are you a licensed Tally user?

અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.