Home જીએસટી 7 રીતે ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ અર્થતંત્ર માટે ફાયદાકારક છે :

7 રીતે ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ અર્થતંત્ર માટે ફાયદાકારક છે :

by Abhimanyu Dhamija

ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (GST) એ કોઈ પણ અધિકાર – ક્ષેત્રમાં વેચાયેલી ચીજ વસ્તુઓ અને સેવાઓ પર લાગુ કરવામાં આવતો ગંતવ્ય આધારિત કર છે. ભારતમાં જીએસટી લાંબા સમયથી પાઇપ લાઇનમાં હતો. જીએસટીના અમલીકરણ પહેલાં ભારતનું પરોક્ષ કર માળખું અત્યંત ગૂંચ ભરેલું હતું જેને લીધે તેની વિપરિત અસર ભારતીય અર્થતંત્ર પર પડતી હતી.

બહુવિધ ક્ષેત્રોમાં બહુવિધ કર હતા અને નિયમિત ગ્રાહકોને કોઈ ચીજ વસ્તુ અથવા સેવા જેની તે ચુકવણી કરે છે તેના પર કેટલો ટેક્સ લાગે છે તેની કોઈ જ જાણ હોતી ન હતી.

જીએસટીના અમલીકરણ સાથે આ બધામાં પરિવર્તન આવ્યું છે. તેના લીધે કિંમત અને સામાજીક પ્રતિક્રિયાઓને આધારે વિવિધ ચીજ વસ્તુઓ અને સેવા પર અલગ અલગ સ્લેબ સાથે સ્પષ્ટ કરનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે.

ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (GST) એક્ટને પરિણામે રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાએ અલગ અલગ કરને ઘટાડવામાં આવ્યા છે જેને લીધે એક સરળ ટેક્સ કોડ અસ્તિત્વમાં આવ્યો છે. જીએસટી અંતર્ગત વિવિધ ટેક્સ જેવાં કે સર્વિસ ટેક્સ, સરચાર્જ, સ્ટેટ વેલ્યુ- એડેડ ટેક્સ વગેરે ટેક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેને લીધે જીએસટીના અમલીકરણની ઘણી બધી ટીકાઓ થઈ હતી, પરંતુ ટેક્સના ફાયદાઓથી જ આવી ચિંતાઓ દૂર થઇ છે. 

GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના કેટલાક ફાયદાઓની યાદી નીચે આપવામાં આવી છે.

ટેક્સ કોડમાં સરળતા :

અગાઉ જણાવ્યા મુજબ, દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ– GST પૂર્વેના ટેક્સનું માળખું ખૂબ વિશાળ અને મુંઝવણભર્યું હતું, જેમાં રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે બહુવિધ ટેક્સ હતા જેની ગણતરી કરવી અઘરી પડતી હતી.

રાજ્ય સ્તરે VAT તેમજ સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી જેવા વધારાના ટેક્સ, વધારાના સરચાર્જ વસૂલવામાં આવતા હતા, જેના કારણે ઉત્પાદનો અને સેવાઓના ભાવ હાલની તુલનામાં ઘણા વધારે હતા (કેટલાક અપવાદોને બાદ કરતાં).

ઘણી વખત, જ્યારે કોઈ પણ ઉત્પાદન કોઈ ચોક્કસ અધિકાર ક્ષેત્રમાં ટ્રક દ્વારા દાખલ કરવામાં આવતું હતું, ત્યારે તેઓએ કાર્ગો ક્લિયર કરાવવા માટે કર ચૂકવવાની સાથે સાથે ઘણી બધી કાગળીય (પેપરવર્ક) કાર્યવાહી કરવી પડતી હતી. જેને લીધે માલની કિંમતમાં વધારો થતો હતો.

ગુડ્સ અને સર્વિસ ટેક્સ – GST ના અમલીકરણથી આ બધું હવે સરળ થઈ ગયું છે. હવે કંપનીઓ કેન્દ્રીય સત્તાને જીએસટી ફાઇલ કરી શકે છે અને સુરક્ષિત અને પારદર્શક રીતે તેમના પેપર વર્કની સાર સંભાળ રાખી શકે છે.

ડબલ કર વેરા :

અગાઉની કર પધ્ધતિ હેઠળ, કરની વ્યાપક અસર જોવા મળતી હતી અથવા તેને ડબલ ટેક્સ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ઘણી વખત, મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા દરમિયાન કોઈ ચોક્કસ ઉત્પાદન પર કેટલો ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો તેનો ટ્રેક રાખવા માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ્સ અથવા કેન્દ્રિય રીતે સંચાલિત કર સિસ્ટમનો દાવો કરવાની કોઈ રીત જ ન હોવાને કારણે લોકોને ટેક્સ પર ટેક્સ ભરવો પડતો હતો.

GST – ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આ માળખાને સરળ બનાવે છે અને ચૂકવણી કરવામાં આવતી રકમ ઘટાડે છે કારણ કે તેમાં વસૂલવામાં આવેલા કોઈ પણ વધારાને સંતુલિત કરવા માટે ટેક્સ ક્રેડિટની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

વ્યવસાયમાં કરવામાં સરળતા :

એકીકૃત અને લાંબા કર માળખાને લીધે વ્યવસાયિક ઉત્પાદકતા તેમજ ગતિમાં અવરોધ પડે છે. એક જટિલ ટેક્સ સિસ્ટમ માટે ઘણું પેપર વર્ક અને વિવિધ સંસ્થાઓને ચૂકવણી કરવાની જરૂર પડે છે જે સમય અને નાણાં માંગી લે છે. સેન્ટ્રલ જીએસટી કાઉન્સિલ (પરિષદ) ની સુવ્યવસ્થિત પ્રક્રિયાને લીધે ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ – GST એક્ટ દ્વારા આ તમામ સમસ્યાઓ હલ કરવામાં આવી છે.

જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) એ તમામ ધંધા માટે પ્રમાણિત અને સુવ્યવસ્થિત પ્રક્રિયા પૂરી પાડી છે અને નડતી સમસ્યાઓને દૂર કરી છે.

ટેક્સ સિસ્ટમનું પાલન :

ગુડ્સ અને સર્વિસ ટેક્સ – GST સિસ્ટમ ટેક્સ પાલનને ધ્યાનમાં રાખીને ડિઝાઈન બનાવવામાં આવી છે. જીએસટી ટેક્સ કોડ ઉત્પાદનની કિંમત સાથે ઇનપુટ ટેક્સ ક્રેડિટ જેથી કર પર ખરેખર ઉત્પાદન મૂલ્યની કિંમત પર વસૂલ કરવામાં આવે.

ઇનપુટ ક્રેડિટની આ સિસ્ટમ વ્યવસાયોને તેમની સપ્લાય ચેઇન અને નાણાકીય બાબતોનો સ્પષ્ટ ટ્રેક રેકોર્ડ રાખવા માટે અને તેના ખર્ચને નીચે રાખવા અને ઇનપુટ ક્રેડિટનો લાભ લેવા પ્રોત્સાહન આપે છે.

સરકારી ટેક્સ કલેક્શનમાં વધારો :

એક વિશાળ ટેક્સ કલેક્શન સિસ્ટમ ચલાવવા માટે ઘણા સંસાધનો અને લોકોની જરૂર પડે છે. GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) પહેલાની પધ્ધતિમાં અસંખ્ય વેરા હતા અને તેને લાગુ કરવા માટે ઘણા લોકોની જરૂર પડતી હતી. જીએસટી પ્રણાલીએ તેને સરળ બનાવી છે અને કર વેરા પાલનની સાથે સરકાર સંભવિત રૂપે વધારે નાણાં એકત્રિત કરી શકે છે.

વધારે પાલન અને કરવેરા વસૂલાત પર ઓછા પૈસા ખર્ચાવાને લીધે વધેલાં પૈસાનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા સામાજિક કાર્યક્રમો અને અર્થતંત્રના કદમાં વધારો કરવા માટે માટે થઈ શકે છે.

વિદેશી કંપનીઓ માટે પ્રોત્સાહન :

વિદેશી રોકાણોને પ્રોત્સાહન મળે તે માટે પારદર્શક ટેક્સ કોડ રાખવો એ અતિ આવશ્યક છે. ભારતમાં ભવિષ્યમાં ૫ ટ્રિલિયન ડોલરના લક્ષ્યો હોવાથી, ઉચ્ચ ગુણવત્તાની વિદેશી મૂડી આકર્ષિત કરવી તે અગ્રતા છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ- GST ને લીધે વિદેશી રોકાણકારોને પારદર્શિતા અને વેપારમાં સરળતા દ્વારા ખાતરી મળી આવી છે.

જેના પરિણામે ભારતની સ્પર્ધાત્મકતા વધી છે અને તાજેતરના વર્ષોમાં ભારતે બિઝનેસ રેન્કિંગ ચાર્ટમાં સારી જગ્યા હાંસલ કરી છે.

ઉપભોક્તાઓને થતાં ફાયદા :

જીએસટી દ્વારા સૌથી વધારે ફાયદો ઉપભોક્તાઓને થયો છે પરંતુ તેના વિશે ભાગ્યે જ બોલવામાં આવે છે. જીએસટીએ માત્ર ગ્રાહક અર્થવ્યવસ્થા માટે નિર્ણાયક કેટલીક ચીજોના દરોમાં ઘટાડો જ નથી કર્યો, પરંતુ કરવેરાનું માળખું પણ સરળ બનાવ્યું છે. જેથી કોઈ ઉત્પાદન કે સેવા ખરીદતી વખતે ગ્રાહક માટે પારદર્શિતા રહે.

ખોરાક અને પીણા ઉદ્યોગ (નોન – આલ્કોહોલિક પીણાં) માં જીએસટીની ભારે અસર જોવા મળી છે. જીએસટીને લીધે આ ઉદ્યોગોની કિંમતમાં ખાસો ઘટાડો થયો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલ પહેલાં, રેસ્ટોરન્ટમાં જમવું એ આર્થિક રીતે ખર્ચાળ સાબિત થતું હતું અને તેના ઉપર , જે વસૂલવામાં આવતા હતા તેમાં પણ ઘણી સમસ્યાઓ હતી.

જ્યારે રેસ્ટોરન્ટમાં કોઈ જમે તો કરમાં એક સેવા ઘટક હતો જેની ગણતરી બિલના એક ભાગ પર ચૂકવવામાં આવતી હતી. આને લીધે ઘણી સમસ્યાઓ ઊભી થઈ હતી કારણ કે રેસ્ટોરન્ટ બિલના સર્વિસ ઘટકની ગણતરી યોગ્ય રીતે કરી રહી ન હતી અને તેમના ગ્રાહકોને વધુ પડતી કિંમત ચૂકવવી પડતી હતી. જીએસટીના અમલીકરણ સાથે, આ દર ઘટાડીને કુલ બિલના ૫ % નિર્ધારિત કરવામાં આવ્યો છે. આનાથી રેસ્ટોરન્ટમાં જમવાનો ખર્ચ ઓછો થયો અને રેસ્ટોરાં ઉદ્યોગ સુવ્યવસ્થિત બન્યો જ્યારે ગ્રાહકો હવે તેમના ભોજનનો આનંદ પહેલા કરતા ઓછા ખર્ચમાં મેળવી શકશે.

નિષ્કર્ષ :

એકંદરે ભારતીય અર્થવ્યવસ્થા માટે વિકાસ ટકાવી રાખવા માટે એક સરળ ટેક્સ કોડ દેશ માટે ખૂબ ફાયદાકારક છે. આ કરવેરા પ્રણાલીના અમલની ચર્ચા લાંબા સમયથી થઈ રહી હતી. તેના અમલીકરણમાં ઉતાવળ ભર્યે નીતિ વિષયક ફેરફારો અને કરવેરા બ્રેકેટ બદલવા જેવી સમસ્યાઓ ઉભી થઈ. પરંતુ એકંદરે પ્રારંભિક સમસ્યા પછી, સિસ્ટમ પાટા પર ફરી રહી હોવાનું જણાય છે.

Related Posts

Leave a Comment