ભારતમાં બંગડી નો ધંધો કેવી રીતે શરૂ કરવો
બંગડી નો ધંધો શરૂ કરવો ખૂબ જ આસાન છે. કારણકે આ ધંધા માં ભવિષ્ય ના વિચાર ની ખાસ જરૂર નથી પડતી. બંગડી નો ધંધો તમે નાના વેપાર તરીકે શરૂ કરી શકો છો. આ ધંધામાં વધારે રોકાણ ની જરૂર નથી પડતી અને કોઈ કામદાર ની જરૂર પણ રહેતી નથી. તમે પોતે પણ આ ધંધો ચલાવી શકો છો. નાના માં નાના રોકાણ સાથે આ ધંધો શરૂ કરીને તમારી આવડત પ્રમાણે આ ધંધા માંથી કમાઈ શકો છો. આ ધંધા માં તમે નાની એવી દુકાન થી પણ શરૂઆત કરી શકો છો બંગડી ના ધંધા માં શરૂઆત માં વધારે કમાણી પર ધ્યાન ન આપો. જેટલા બને તેટલા વધુ ગ્રાહકો મેળવવાનો પ્રયાસ કરો તમે પોતાના ઘર પર જ બંગડી નો ધંધો શરૂ કરી શકો છો. જેથી પૈસા ની બચત થાય.
ભારત જેવા વિવિધતા ધરાવતા દેશો માં બંગડી નું ખૂબ જ મહત્વ છે. અહીંયા નવ પરણિત ને બંગડી પહેરવી આવશ્યક છે. બંગડી ને ભારત માં મહિલાઓ no શૃંગાર તરીકે માનવામાં આવે છે. સામાન્ય પ્રસંગો થી લઈને લગ્ન પ્રસંગો માં ભારતીય મહિલા ઓ ના હાથ માં બંગડી ચોક્ક્સ જોવા મળે છે. જુના જમાના માં એક કરતાં વધારે બંગડી પહેરવાનું પસંદ કરતા હતા. સમય જતાં તેમાં બદલાવ પણ આવ્યા છે. પહેલા ના સમય માં મહિલાઓ માત્ર ડ્રેસ કે સાડી સાથે જ બંગડી પહેરવા નું પસંદ કરતા હતા. પરંતુ આજ ના સમય માં વેસ્ટર્ન ડ્રેસ સાથે પણ બંગડી પેહરે છે.
બંગડી નો ધંધો શરૂ કરવા માટે કોઈ ખાસ અનુભવ ની જરૂર રહેતી નથી. જેથી આ પ્રકાર નો ધંધો કોઈ પણ માણસ પછી તે ભણેલો હોય કે અભણ બને ચલાવી શકે છે આ ધંધો ભારત ના કોઈ પણ ભાગ માં આસાની થી શરૂ કરી શકે છે. નાના માં નાના ગામડા થી લઈને મોટા માં મોટા શહેરોમાં આ ધંધો ખૂબ આસાનીથી ચલાવી શકાય છે અને વધુ નફો મેળવી શકાય છે. આ ધંધા માં બજાર ની માંગો પર સારું એવું ધ્યાન રાખવું પડે છે. બજાર માં કઈ પ્રકાર ની બંગડી ની માંગ વધારે છે, ગ્રાહકો ક્યાં પ્રકાર ની બંગડી ખરીદવાનો આગ્રહ રાખે છે. જેમ બને તેમ વધારે પ્રકારની બંગડી વેચવાનું શરૂ કરો. ભારત ના અલગ અલગ રાજ્યો માં બંગડી ની જુદી જુદી માંગો હોય છે મોટા ભાગે પારંપરિક અને લેટેસ્ટ બંગડી ખરીદવાનું પસંદ કરે છે.
ભારત ના અલગ અલગ રાજ્યો માં વિવિધ પ્રકારની બંગડી ફેરવાઇ આ) પહેરવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત, પંજાબ વગરે રાજ્યો માં પારંપરિક બંગડી ની ખૂબ માંગ હોય છે. શક્ય હોય તેટલી પારંપરિક બંગડી વેચવાનું રાખો અને ગ્રાહકો ને તેના વિશે સમજાવો. જેથી તેઓ પારંપરિક બંગડી લેવાનું વધારે પસંદ કરે. મોટા ભાગના શહેરો માં લેટેસ્ટ ડિઝાઇન વાળી બંગડી ની માંગ હોય છે. મહિલાઓ વેસ્ટર્ન કપડાં ની સાથે લેટેસ્ટ ડિઝાઇન વળી બંગડી પહેરવાની પસંદ કરે છે. અહીં લેટેસ્ટ બંગડી ની માંગ વધુ હોય છે. રાજસ્થાન માં પહેરવામાં આવતી લાખ ની બંગડી વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ બંગડી ની ખાસિયત એ છે કે તે અન્ય બંગડી ની સરખામણીમાં માં વધુ મોટી અને મજબૂત હોય છે. પંજાબ માં પહેરવામાં આવતી પંજાબી બંગડી પણ એટલી જ પ્રખ્યાત છે અને બંગાળ માં પેહરાતી બંગાળી બંગડી પૂરા ભારત અને વિશ્વભરમાં પ્રખ્યાત છે. બંગાલી બંગડી ની ખૂબ માંગ રહે છે. કારણકે બંગાળી બંગડી એ પારંપરિક અને લેટેસ્ટ ડિઝાઇન ના મિશ્રણ થી બને છે જેથી આ પ્રકારની બંગડી નો ધંધો શરૂઆત માં ફાયદાકારક રહે છે.
આજના સમયમાં પારંપરિક બંગડી ની સાથે કૃત્રિમ ઘરેણાંની માંગ વધુ છે તેથી તમે બંગડી ની સાથે કૃત્રિમ ઘરેણાં નો ધંધો પણ કરી શકો છો. આજના મોંઘવારીના સમય માં લોકો ને વધારે ખર્ચો ન કરવો પડે તેવા હેતુથી લોકો કૃત્રિમ ઘરેણાં લેવાનો આગ્રહ રાખે છે. ડાઈમન્ડ, હીરા, મોતી, પારા વગેરે ભરતકામ ધરાવતી બંગડી નું અવશ્ય વેચાણ કરો. જેથી ગ્રાહકો ને વિવિધતા મળી રહે અને અન્ય કોઈ સ્ટોર ની મુલાકાત ન લેવી પડે. તમે જે બંગડી વેચો છો તેનો ટકાઉ નો સમય, મહત્વ, અને મૂલ્ય સમજાવો. વધારે માં ગ્રાહકો ને જણાવો કે કઈ બંગડી ની વધારે માંગ છે. આપણાં દેશ માં આવેલી પ્રખ્યાત બંગડી ની બજાર જેવી કે દિલ્હી ની ચાંદની ચોક બજાર, જયપુર ની જોહરી બજાર, હૈદ્રાબાદ ની લાક બજાર વગેરે જેવી બજાર માંથી બંગડી સસ્તા ભાવે ખરીદી શકો છો અને તેનું વેચાણ તમારા શહેર કે ગામડા માં કરી શકો છો. આવી બજાર માંથી તમને તમામ પ્રકારની બંગડી અને કૃત્રિમ ઘરેણા ની વસ્તુઓ મળી રહે છે. વિવિધ શહેર અને ગામડા માં કઈ પ્રકારની બંગડી ની માંગ વધુ છે તેનું અવશ્ય ધ્યાન રાખો અને તેવી બંગડી નું વેચાણ વધારો દિલ્હી ની ચાંદની ચોક બજાર માં બંગડી અને કૃત્રિમ ઘરેણાં ની તમામ વસ્તુઓ મળી રહે છે અને એ પણ ખૂબ જ સસ્તા ભાવે.
વિવિધ વેપારી અને વેચાણકાર પાસેથી બંગડી ખરીદવાનું રાખો જેથી બધા પ્રકાર ની બંગડી નું વેચાણ તમે કરી શકો. બંગડી ના ધંધા માં વધારે રોકાણ ની જરૂર રહેતી નથી. સામાન્ય બંગડી ના ધંધા માં 10 થી 15 હજાર સુધી નું રોકાણ કરીને કમાઈ શકો છો. સમય જતાં તેમાં તમે રોકાણ કરીને તમારા ધંધા નું કદ વધારી શકો છો. બીજા કોઈ અન્ય શહેરો માં પણ ભાગીદારી થી આ ધંધો કરવો ખૂબ સરળ છે. જુદા જુદા પ્રકાર ની બંગડી વેચવા નું ચાલુ કરો. જુદા જુદા બજાર ના વેપારી ઓ અને વેચાણકર્તા સાથે સારા એવા સબંધ બનાવવો. જેથી કરીને તમારા ધંધા માં વધારે નફો કમાઈ શકો. સમયસર તેમની પાસે થી વસ્તુઓ ખરીદવાની રાખવી. જેથી જો કોઈ નવા પ્રકાર ની વસ્તુઓ બજાર માં આવે તો તમને સરળતા થી મળી શકે. વેપારી અને વેચાણકર્તા ને સમયસર ચુકવણી કરવાનું રાખો. વેપારીઓ સાથે ના સારા એવા સબંધ ને કારણે તમે ધંધા માં વધુ નફો કમાઈ શકો છો.
બંગડી નો ધંધો એક સામાન્ય ધંધા માં સમાવવા માં આવે છે પરંતુ આ ધંધા માંથી તમારી આવડત પ્રમાણે વધુ ને વધુ કમાઈ શકો છો. શરૂઆત ના સમયે નઈ નફો કે નઈ નુકસાન ની પદ્ધતિ અપનાવી ને ધંધો શરૂ કરો. જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ અનુભવ ની સાથે સાથે નફા માં પણ વૃદ્ધિ થતી જાય છે. કોઈ પણ ધંધા ની શરૂઆત માં આ નિયમ વાપરવાથી ધંધા માં લંબાઇ ગાળે ફાયદો થવા ની સંભાવના વધી જાય છે. વધુ માં જો કોઈ સગા સંબંધી અથવા મિત્ર ને પણ જોડી શકો છો અને નફો સારા એવા પ્રમાણમાં વધારી શકો છો. કેટલાક લોકો બંગડી વેચવાના ધંધા ને નાનો સમજી ને શરૂ કરતાં નથી. પરંતુ જો તમારી પાસે આવડત અને કૌશલ્ય હોય તો લાંબા ગાળે આ ધંધો અસરકારક નીવડે છે. બસ થોડી મહેનત અને સમય આપવાની જરૂર રહે છે