written by | October 11, 2021

ફેન્સી સ્ટોર બિઝનેસ

×

Table of Content

ફેન્સી સ્ટોરનો વ્યવસાય કેવી રીતે શરૂ કરવો

ફેન્સી સ્ટોર નો ધંધો રોકાણ કરવા માટે એક સારો એવો ધંધો છે. ધંધો નાના એવા સ્ટોર થી શરૂ કરીને તમે વિચારો તેટલો મોટો બનાવી શકો છો. શરૂઆત ના સમય માં તમારે ઓછા રોકાણ થી કામ ચલાવવું પડે છે પણ જેમ જેમ સમય પસાર થાય અને અનુભવ મળે તે પરથી રોકાણ વધારી શકો છો. પ્રકાર ના ફેન્સી સ્ટોર માં તમે તમરી ઈચ્છા મુજબ ની વસ્તુઓ અને આઇટમ રાખી શકો છો તમારે ખાસ કરીને તમારા સ્ટોર રખાતી વસ્તુઓ ની કોઈ ચોક્ક્સ યાદી રાખવાની જરૂર છે. અને ભવિષ્ય માં તેમાં તમે કઈ કઈ વસ્તુઓ નો સમાવેશ કરી શકો છો તેનું ધ્યાન રાખવું ખૂબ આવશ્યક છે. ફેન્સી સ્ટોર ના ધંધા માં તમારૂ ભવિષ્ય નું આયોજન અને વિચાર સફળ જવા માં કારગર નીવડે છે. જેથી તમારી ઈચ્છા મુજબ કમાઈ શકો છો

પ્રકાર ના ફેન્સી ધંધા માં તમે વધુ માં વધુ કેટલી આઇટમ તમારા સ્ટોર માં રાખી શકો છો તે મહત્ત્વનું છે. કારણકે કોઈ પણ ગ્રાહક તમારા સ્ટોર ની મુલાકાત લે અને તેના પસંદ આઇટમ તમારા સ્ટોર પરથી મળી રહેવી જરૂરી છે. તમારે સૌ પ્રથમ કેટલી વસ્તુઓ ક્યાંથી અને કેટલી કિંમતે ખરીદો તેના પર સારો એવો આધાર રાખે છે વધુ માં સસ્તી અને સારી ગુણવત્તા ની વસ્તુઓ નો હમેશાં આગ્રહ રાખો અને ગ્રાહકો ને તે ખરીદવા સમજાવો. ફેન્સી સ્ટોર ના ધંધા અનુભવ સારો એવો ભાગ ભજવે છે. જો તમારી પાસે પ્રકાર ના ધંધા માં થોડા એવો અનુભવ હોય તો તમે સરળતાથી સફળ થઈ શકો છો. કોઈ અન્ય સ્ટોર ના માલિકો સાથે પોતાના અનુભવ ની ચર્ચા કરો અને તેને વિકસવા નો પ્રયત્ન કરો. ફેન્સી સ્ટોર ના ધંધા માં સ્ટોર ની સાઇઝ અને ક્યાં સ્થળ પર સ્થિત છે તે અગત્યનું છે. તમને તમારા સ્ટોર પર વધુ ગ્રાહકો મળી રહે તેવી બજાર માં સ્ટોર ખોલી શકો છો. વધુ માં નાનો એવો સ્ટોર અથવા ગોડાઉન હોવું જરૂરી છે. જેથી તમે તમારી વસ્તુઓ અને આઇટમ સાચવી શકો અને ગ્રાહકો ની માંગ પર પૂરતું ધ્યાન આપી શકો. આસપાસ ના સ્થળ નું ખાસ ધ્યાન રાખો. તમે જે સ્થળ પર સ્ટોર ખોલવા માંગો છો ત્યાં ગ્રાહકો સરળતાથી મળી રહે છે કે નહીં, અન્ય કોઈ સ્પર્ધાત્મક સ્ટોર આસપાસ ની વિસ્તારો માં છે કે નહીં. તેનું ખાસ ઘ્યાન રાખો. અન્ય ફેન્સી સ્ટોર ની સરખામણી એ વિવિધ વેરાયટી ધરાવતી વસ્તુઓ તમારા સ્ટોર માં રાખો અને તે જ વેચવાનો આગ્રહ રાખો. 

વેચાણ ની કિંમત એ તમારા ધંધા ની સફળતા પર સારો એવો પ્રભાવ પડે છે. જેથી ઓછામાં ઓછી કિંમત ધરાવતી વસ્તુઓ અને વધુમાં વધુ કિંમત ધરાવતી વસ્તુઓ ને તમારા સ્ટોર માં સ્થાન આપો. કોઈ એક જ વસ્તુઓ ની વિવિધ કિંમતો અને સાઇઝ ધરાવતી વસ્તુઓ રાખો. અન્ય ફેન્સી સ્ટોર ની મુલાકાત લો અને તેમાં રહેલી વસ્તુઓ ની કિંમતો, સાઇઝ, મટીરીયલ, વેરાયટી વગેરે ને ધ્યાન માં રાખીને તમારા સ્ટોર માં પણ તેવી વસ્તુઓ વિકસાવવા નો આગ્રહ રાખો. તમારી સ્ટોર ના વેચાણ ના કિંમતો પર ધ્યાન રાખો. ધીરે ધીરે તમારા સ્ટોર માં વસ્તુઓ no જથ્થો વધારો. જેથી ગ્રાહકો ને કોઈ અન્ય સ્ટોર ની મુલાકાત ન લેવી પડે. તમારા ફેન્સી સ્ટોર ની આઇટમ માં સમય જતાં નજીવા ફેરફારો કરતા રહો. ગ્રાહકો ની માંગ પ્રમાણે વસ્તુઓ no જથ્થો માંગવો અને ગ્રાહકો નું તે વસ્તુ પ્રત્યે પૂરતું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરો તમારા ફેન્સી સ્ટોર ની આઇટમ નું એક લિસ્ટ બનાવો. જે વસ્તુઓ નું ઓછું વેચાણ થાય છે તેના પર વધારે ધ્યાન અને મહત્વ આપો તેને વધુ ને વધુ ગ્રાહકો ને જણાવો જે વસ્તુઓ નું પૂરતું વેચાણ થાય છે તેના પર પુરતું ધ્યાન આપવાની જરૂર નથી. જેથી કરીને તમારા સ્ટોર ની વસ્તુઓ માં સમતોલપણું જળવાઈ રહે. ફેન્સી સ્ટોર માં વપરાતી મોટા ભાગની આઇટમ જેવી કે બેબી આઇટમ, બ્યુટી પ્રોડક્ટ્સ, બેબી ટોય, જ્વેલરી પ્રોડક્ટ, સ્કૂલ આઇટમ, ડેકોરેશન આઇટમ, ગોગલ્સ, સીઝનલ આઇટમ, વગેરે જેવી આઇટમ તમારા સ્ટોર માં રાખી શકો જો કોઈ ગ્રાહક અન્ય વસ્તુ ની માંગણી કરે તો તેના પર પૂરતું ધ્યાન આપો અને ગ્રાહકો ની ઈચ્છા મુજબ તેને તમારા સ્ટોર ની વસ્તુઓ માં સમાવેશ કરો. 

એ વાત નું ધ્યાન રાખો કે તમારા સ્ટોર પર જે વસ્તુઓ વેચો છો તેની એક્સપાયરી ડેટ કેટલી છે અને તે કેટલા સમય સુધી વેચી શકો છો. જો તમારા સ્ટોર પર રહેલી વસ્તુઓ ની એક્સપાયરી ડેટ નજીક હશે અથવા તો તે વસ્તુ  એક્સપાયર થયેલી હશે તો ગ્રાહક તે વસ્તુ ખરીદશે નહીં અને તમારી ફેન્સી સ્ટોર ની શોપ પર બીજી વાર આવવાનું વિચારશે નહીં. તે વાત નું ખાસ ધ્યાન રાખો. તહેવારો અને રજા ના દિવસો માં ફેન્સી સ્ટોર નો ધંધો ખૂબ સારો ચાલે છે. તેથી રજા ના દિવસો માં તમારા સ્ટોર ના કલાકો વધારો. જેથી વધુ ગ્રાહકો તમારી સ્ટોર ની મુલાકાત લેવાનું પસંદ કરે. તહેવારો અને સિઝન પ્રમાણે તમારી સ્ટોર ને અપડેટ કરવાનું શરૂ કરો. ફેન્સી સ્ટોર નો ધંધો મોટા ભાગે તહેવારો અને રજા ના દિવસો માં થતો હોય છે. તે વાત નું ધ્યાન રાખો. ફેન્સી સ્ટોર નો ધંધો રીટેલ ધંધા ની હરોળ માં આવે છે જેથી તમારા સ્ટોર ને તહેવારો ની સાથે સજાવટ કરતા રહો. જુદા જુદા તહેવારો માં જુદી જુદી વસ્તુઓ ની માંગ રહે છે. તેથી સિઝન નું ધ્યાન રાખીને કઈ વસ્તુ ની ભવિષ્ય માં વધુ જરૂર પડશે તેના પર પૂરતું ધ્યાન આપો. તહેવાર ના દિવસો માં તમારા ઓછા વેચાણ ધરાવતી વસ્તુઓ પર સેલ રાખવાનું શરૂ કરો. કેટલીક ઓછા વેચાણ ધરાવતી વસ્તુઓ ની યાદી બનવો અને તેને વેચાણ કિંમત કરતાં ઓછી કિંમતે વેચવાનું શરૂ કરો. જેથી ગ્રાહકો તે વસ્તુ તરફ વધુ આકર્ષાય અને તમારી ઓછી વેચાણ ધરાવતી વસ્તુ નું વેચાણ વધે. 

સમય જતાં તમારા ફેન્સી સ્ટોર પર કોઈ કામદાર ની જરૂર પડે કે નહીં તેનું ઘ્યાન રાખો. કામદારો એવા પસંદ કરો કે જે મિત્ર સ્વભાવ ના અને ગ્રાહકો ની માંગ ને સમજી શકે. જેથી ગ્રાહક ને પૂરતો સંતોષ મળી રહે અને બીજી વખત તમારા સ્ટોર ની મુલાકાત લેવાનું અવશ્ય વિચારે. તમારા વેપારીઓ કે વેચાણકર્તા સાથે સારા સંબંધો રાખો. જેથી કરીને સારી એવી વસ્તુઓ ઓછી કિંમત પર મળી રહે. તેણે સમયસર ચુકવણી કરતા રહો. તમારા વેપારી અને વેચાણકર્તા સાથે સંપર્ક માં રહો. તેની પાસે થી સારી ગુણવત્તા ની વસ્તુઓ ની માંગ કરતા રહો. જેથી અન્ય ફેન્સી સ્ટોર ની સરખામણી એ તમારા સ્ટોર પર વિવિધ વસ્તુઓ ની વેરાયટી મળી રહે. અને ગ્રાહક ને અન્ય સ્ટોર ની મુલાકાત લેવાનું ટાળે. ફેન્સી સ્ટોર ના ધંધા માં આયાત અને નિકાસ પર પૂરતું ધ્યાન આપો. એક એક વસ્તુઓ no હિસાબ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરો. કેટલા પ્રમાણ માં વસ્તુઓ માંગવો છો અને તેનું કેટલા પ્રમાણમાં વેચાણ શક્ય છે. તેનો હિસાબ રાખવો જરૂરી છે. કોઈ પણ પ્રકારની વસ્તુઓ તમારી ફેન્સી સ્ટોર માં રાખી શકો છો અને તેનું વેચાણ કરી શકો છો તે ફેન્સી સ્ટોર નો એક મોટામાં મોટો ફાયદો છે. 

અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.