written by khatabook | December 4, 2019

જીએસટી શું છે અને તેને પસંદ કરવાના કારણો :

જીએસટી અથવા તો ગુડ્ઝ સર્વિસ એન્ડ ટેક્સ ભારતમાં 1 જુલાઇ, 2017 થી લાગુ કરવામાં આવ્યો છે. તે પહેલાં ભારતની ટેક્સ સિસ્ટમ અત્યંત જટિલ હતી.

છેલ્લા એક દાયકામાં સર્વિસ ટેક્સ તરીકે ઓળખાતું નવું ટેકસ માળખું લાગુ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કેન્દ્રિય અને રાજ્ય સરકાર માટે અલગ અલગ ચલણ બનાવવા પડતાં હતાં. જેમાં કરચોરી અને છટકબારીની અનેક તકો રહેલી હતી. તેથી જ વિવાદો અને મુકદ્દમા (દાવો) માટેનો અવકાશ રહેતો હતો.

વર્ષ 2007માં તત્કાલીન નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે વર્ષ 2010 સુધીમાં જીએસટી લાગુ કરવાની વાત કહી હતી. આ પદ્ધતિઓ પર ધીરે ધીરે કામ કરવામાં આવતાં ભારે વિલંબ પછી આખરે નવી કર પધ્ધતિ અમલમાં આવી.

પરંતુ હજુ સુધી ઘણા લોકોને જીએસટીની સ્પષ્ટ સમજણ નથી. તેથી જ તે નાના ઉદ્યોગો અને તેમના માલિકોને જે 10 રીતે અસર કરે તેના વિશે અમે લખી ચૂક્યા છીએ.

બહુવિધ કરવેરાની સમસ્યા દૂર કરે છે :

1. અગાઉની પધ્ધતિમાં ટેક્સ પર ટેક્સ લાગતો હતો. ઉદાહરણ તરીકે, X ઉત્પાદક રિટેલર Yને એક ફોન 10,000 રૂપિયામાં વેચે છે અને તેના પર 5% વેચાણ વેરો વસૂલે છે.

જો Y 10% નફો મેળવવા માંગતો હોય તો તે તેના ગ્રાહકોને 10,500 (તેની ખરિદીની કુલ કિંમત પર) રૂપિયામાં ફોન વેચશે + 10,000 રૂપિયા પર 10% નફો + 5% વેચાણ વેરો = તેના ગ્રાહકોએ 12,075 રૂપિયા ચૂકવવાના રહેશે.

આના કારણે ભાવ વધારો જોવા મળતો હતો. Y X ને જે 5% ચૂકવ્યા હતા તેના પર ફરીથી કર લગાવવામાં આવતો હતો.

જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસમાં રહેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ સિસ્ટમથી આ વિસંગતતા દૂર થઈ છે.

Y ફક્ત મૂલ્ય-વૃધ્ધિ પર (X દ્વારા ચૂકવવામાં આવેલા ઉપરાંત) કર ચૂકવશે.

તેથી ગ્રાહકો 10,000 + 10% નફો + 5% જીએસટી = 11,550 રૂપિયા ચૂકવશે.

તો Y સરકારને 550 રૂપિયા ટેક્સ તરીકે ચૂકવશે અને 500 રૂપિયા રિફંડ તરીકે મેળવશે. X જીએસટી તરીકે 500 રૂપિયા ચૂકવશે.

સરકાર 11,000 રૂપિયા પર 5% ટેકસ તરીકે અથવા 550 રૂપિયા પ્રાપ્ત કરશે.

VAT અને CENVATની મૂંઝવણ દૂર કરે છે :

ભારતમાં બહુવિધ કરવેરાની સમસ્યા દૂર કરવા માટે 15 વર્ષ પહેલાં રાજ્ય સ્તરે વેટ રજૂ કરવામાં આવ્યો હતો.

તેમ છતાં, CENVAT (એક્સાઈઝ ડ્યુટી અને સર્વિસ ટેક્સનો સમાવેશ) સામે VAT રજૂ કરવાનો ઉદ્દેશ સંપૂર્ણ રીતે પૂરો થયો ન હતો. કેમ કે એક રાજ્ય દ્વારા સંચાલિત કરવામાં આવ્યું હતું અને બીજું કેન્દ્ર સરકાર દ્વારા. જીએસટી વિશેની સારી બાબત એ છે કે તે પેટ્રોલિયમ અને આલ્કોહોલ સિવાય લગભગ તમામ ચીજ વસ્તુઓ પર ઘણા બધા ટેક્સની જગ્યાએ માત્ર એક જ ટેકસની વસૂલાત કરે છે :

• સ્ટેટ વેટ

• સ્ટેટ સેસ

• પરચેઝ ટેક્સ

• સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી

• એક્સાઈઝની વધારાની ડ્યુટી (ખાસ મહત્વની ચીજો)

• સર્વિસ ટેક્સ

• સેન્ટ્રલ સેલ્સ ટેક્સ

• એન્ટરટેઇનમેન્ટ ટેક્સ

જીએસટીના સ્લેબ :

જીએસટી સ્લેબને લઈને એક ભ્રામક માન્યતા એવી છે કે તેમાં અનેક સ્લેબ હોય છે અને નમકથી લઈને શેમ્પેઈન સુધી તમામ ચીજ વસ્તુઓ પર એક દરે ટેકસ વસૂલવામાં આવશે.

જીએસટીમાં 4 પ્રકાર - 5%, 12%, 18% અને 28%ના અલગ અલગ સ્લેબ આવેલા છે. જો કે કાર, લકઝરીયસ ચીજ વસ્તુઓ પર વધારાનો સેસ લગાવવામાં આવે છે.

દવાઓ સહિતની તમામ જરૂરીયાતની ચીજ વસ્તુઓ પર 5% જીએસટી વસૂલવામાં આવે છે.

દૂધ જેવી કેટલીક ચીજો પર કોઈ પણ પ્રકારનો જીએસટી લગાવવામાં આવતો નથી.

ભવિષ્યમાં 12 અને 18% ના સ્લેબને મર્જ કરીને એક જ પ્રકારમાં રૂપાંતરીત કરીને જીએસટી સ્લેબના 3 જ પ્રકાર કરી નાંખવામાં આવે શક્યતા છે.

ભારત સિવાય લગભગ દરેક દેશમાં 16% નો એક જ જીએસટી રેટ છે. જો કે, ખૂબ જ ગરીબ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નીચલો દર એટલે કે 5% દરનો સ્લેબ હોવો જરૂરી છે અને લકઝરીયસ વસ્તુઓ માટે ઉંચો 28% દરનો સ્લેબ હોવો પણ જરૂરી છે.

CGST, SGST, IGST :

ત્રણ જુદા જુદા પ્રકારના જીએસટી કર છે : સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી અને ઇન્ટ્રા સ્ટેટ (આંતરીક રાજ્ય) જીએસટી.

જો તમે રાજ્યની અંદર જ માલનું વેચાણ કરતા હોવ, તો તમારે સીજીએસટી અને એસજીએસટી બંને ચાર્જ કરવાનો રહેશે. માની લઈએ કે તમે 18% જીએસટી પર હેર ઓઇલનું વેચાણ કરો છો. તે 9% અને 9% એમ સમાનરૂપે વહેંચવામાં આવશે.

પણ જો તમે ગુજરાતમાં હેર ઓઇલનું ઉત્પાદન કરતા હોવ અને બિહારમાં તેનું વેચાણ કરતાં હોવ તો? કોઈ પણ આંતરરાજ્ય લેવડ દેવડ પર સ્લેબને આધારે જીએસટી (હેર ઓઇલના કિસ્સામાં 18%) લાગે છે અને તે રકમ કેન્દ્ર સરકાર પાસે જમા કરાવવાની રહે છે.

જીએસટી નોંધણી (રજીસ્ટ્રેશન) :

વાર્ષિક 20 લાખથી વધુ ટર્ન ઓવર ધરાવતા દરેક વ્યવસાયને ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ અંતર્ગત નોંધણી કરાવવી ફરજીયાત છે.

વિશેષ કેટેગરીના રાજ્યોના કિસ્સામાં, દરેક વ્યવસાય કે જે વાર્ષિક 10 લાખ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતાં હોય તેમને જીએસટી માટે નોંધણી કરાવવી પડશે.

સેવાઓ પૂરી પાડતા કોઈ પણ વ્યવસાયના ટર્ન ઓવરને ધ્યાનમાં લીધા વિના જીએસટી માટે નોંધણી કરાવવી ફરજીયાત છે.

આ ઉપરાંત, રાજ્યની હદમાં માલ અથવા સેવાઓનું વેચાણ કરતાં કોઈ પણ વ્યવસાયને જીએસટી માટે નોંધણી કરાવવી ફરજીયાત છે.

જીએસટી લેજર (ખાતાવહી) :

દરેક વ્યવસાય એ નીચેની માહિતી પૂરી પાડતી જીએસટી ખાતાવહી (અથવા ખાતાવૃહ્યોનો સમૂહ) જાળવવી પડશે.

• ઇનપુટ SGST

• ઇનપુટ CGST

• ઇનપુટ IGST

• આઉટપુટ SGST

• આઉટપુટ CGST

• આઉટપુટ IGST

આ ઉપરાંત, ઇલેક્ટ્રોનિક રોકડ ખાતાવહી પણ જાળવવી પડશે.

રેકોર્ડ રાખવા :

જ્યારે પણ કર અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવે ત્યારે જીએસટી વિશે ઓછામાં ઓછી નીચે મુજબની વિગતો આપવી.

• માલ અને સેવાઓની ખરીદી અને વેચાણ

• માલનું ઉત્પાદન

• સ્ટોકનો રેકોર્ડ

જીએસટી ચૂકવવાપાત્ર અને જીએસટી મળવાપાત્ર એમ બંને માટે અલગ ખાતા હોવા જરૂરી છે.

જાળવણીની સમય મર્યાદા :

વાર્ષિક વળતર ભરવાની છેલ્લી તારીખથી ઓછામાં6 ઓછા વર્ષ સુધી રેકોર્ડના તમામ પુસ્તકો જાળવવાના રહે છે.

જો એકાઉન્ટ્સ અને રેકોર્ડ્સ દર્શાવવામાં આવ્યા તે મુજબ જાળવવામાં ન આવે તો, ટેક્સ અધિકારીઓ દ્વારા નક્કી કર્યા મુજબ દંડ ભરવાનો રહે છે.

ભરવાની રીત :

જીએસટી રીટર્નમાં ચૂકવેલ જીએસટી, જીએસટી રિફંડ ક્લેઇમ કરાયેલી વિગતો તેમજ ખરીદી અને વેચાણની વિગતો શામેલ હોય છે.

જીએસટીઆર ફોર્મ 1, 2, 3 માસિક અને જીએસટીઆર 9 વાર્ષિક ભરવાના હોય છે. જીએસટીઆર 9 નાણાકીય વર્ષના અંત પછી 31 ડિસેમ્બરના રોજ ભરવાનું હોય છે. જેમ કે 2018-19ના સમયગાળા માટે જીએસટીઆર 9 એ 31 ડિસેમ્બર, 2019 ના રોજ ફાઇલ કરવામાં આવશે.

જીએસટી કમ્પોઝિશન સ્કીમ :

કમ્પોઝિશન સ્કીમ એક સરળ ફોર્મેટ છે, જેના દ્વારા અગાઉના વર્ષમાં 50 લાખથી વધુનું વેચાણ ન હોય તેવા કરદાતા ત્રિમાસિક રિટર્ન જમા કરાવી શકે છે. સ્કીમનો મોટો ફાયદો છે કે તેનું પાલન કરવું સરળ છે. જ્યારે તેની ખામી એ છે કે રાજ્યની બહાર માલ વેચી શકાતો નથી અને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ પણ મેળવી શકાતો નથી.

નિષ્કર્ષ :

હાલમાં જીએસટી શરૂઆતના તબક્કામાં છે. તેની અસરો હજી પણ સમજવામાં આવી રહી છે અને સરકાર હજુ પણ જીએસટી થકી વધુ કર પ્રાપ્ત કરી શકશે કે ઓછું તે નક્કી કરવાનું રહેશે.

નિયમોને હજુ પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે તેથી તેમાં હજુ પણ માસિક ધોરણે ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

એકંદરે, વેપારી સમુદાયે અત્યાર સુધી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. મોટા ભાગની સમસ્યા સરકાર દ્વારા કરવેરા રીફંડનો અભાવ અને વિક્રેતાઓ દ્વારા જીએસટીની લૂંટ (જીએસટી એકત્રિત કરે છે પણ જમા કરાઈ નથી) ને કારણે ઉદભવતા હોય છે.

ઓગસ્ટમાં, નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે વચન આપ્યું છે કે MSMEને બાકી તમામ જીએસટી 30 દિવસમાં ચૂકતે કરી દેવામાં આવશે. આશા છે કે, એક વર્ષની અંદર, સિસ્ટમમાં રહેલી તમામ મુશ્કેલીઓ દૂર થાય.

mail-box-lead-generation

Got a question ?

Let us know and we'll get you the answers

Please leave your name and phone number and we'll be happy to email you with information

Related Posts

None

GST: ત્રિમાસિક રિટર્ન ફાઈલિંગ અને ટેક્સની માસિક ચુકવણી (QRMP)


None

GST હેઠળ માલના સપ્લાયનું સ્થળ


None

GST પોર્ટલ પર શૂન્ય GSTR 1 રિટર્ન કેવી રીતે ફાઈલ કરવું


None

GST હેઠળ ITC રિવર્સલ વિશે જાણો


None

જોબ વર્ક માટે એક્સેલ અને વર્ડમાં ડિલીવરી ચલણનું ફોર્મેટ


None

ભારતમાં GST ના પ્રકાર - CGST, SGST અને IGST શું છે?


None

તમે સર્ટિફાઈડ GST પ્રેક્ટિશનર કેવી રીતે બનશો?


None

ઈ-વે બિલ શું છે? ઈ-વે બિલ કેવી રીતે બનાવવું?


None

GST નંબર: દરેક વ્યવસાય ને જરૂરિ એવો ૧૫ અંકો નો નંબર

1 min read