written by khatabook | December 4, 2019

જીએસટી પરના વારંવાર પૂછવામાં આવતાં 15 પ્રશ્નો

GST એટલે કે ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ ૨૦૧૭ ના મધ્યમાં રજૂ કરવામાં આવેલી નવી કર પધ્ધતિ છે. તેનો હેતુ ટેક્સ વસૂલાતની પ્રક્રિયાને સરળ બનાવવાનો અને સંપૂર્ણ પરોક્ષ કર પ્રણાલીમાં પરિવર્તન લાવવાનો છે. મુખ્ય ફાયદો એ છે કે તે સુવ્યવસ્થિત છે અને તેમાંથી છટકબારી શોધવી ખૂબ જ મૂશ્કેલ છે.

લગભગ એક દાયકાના પ્લાનિંગ પછી નવો ટેક્સ ખૂબ સફળતાપૂર્વક લાગુ કરવામાં આવ્યો છે પરંતુ તેના વિશે હજુ પણ અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે.

અમે આ મૂંઝવણને ઘટાડવાનું અને GST - ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિશે તમને જે ૧૫ સામાન્ય પ્રશ્નો છે તેના સંક્ષિપ્ત જવાબો રજૂ કરીશું.

જીએસટી એટલે શું?

GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એ એક જ કર છે જેમાં જુદા જુદા કરને સમાવી લેવામાં આવ્યા છે. જેમાં નીચે મુજબના કર શામેલ છે :

 • સેલ્સ ટેક્સ
 • સર્વિસ ટેક્સ
 • સેન્ટ્રલ એક્સાઈઝ
 • એન્ટ્રી ટેક્સ
 • કસ્ટમ્સ ડ્યુટી
 • એન્ટરટેઇનમેન્ટ ટેક્સ

ગુડ્સ અને સર્વિસ ટેક્સ વેલ્યુ એડિશનના દરેક તબક્કે લેવામાં આવે છે. આ સંદર્ભમાં, તે VAT ના સમાન છે. તેમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટની સુવિધા પણ આપવામાં આવી છે જે વેચાણકર્તાઓને પહેલા તબક્કે ચૂકવેલા ટેક્સના રિફંડનો દાવો કરવાની ક્ષમતા પૂરી પાડે છે.

જીએસટી સ્લેબ શું છે?

જીએસટી કાઉન્સિલ દ્વારા ૧૩૦૦ પ્રકારના માલ સામાન અને ૫૦૦ પ્રકારની સેવાઓની ઓળખ કરવામાં આવી છે.

તેને ૪ ટેક્સ સ્લેબમાં – ૫ %, ૧૨ %, ૧૮ % અને ૨૮ % માં ફાળવવામાં આવ્યા છે.

૧૪ % વસ્તુઓ 5% જીએસટી સ્લેબમાં શામેલ કરવામાં આવી છે. જેમાં દવાઓ અને ખાદ્ય પદાર્થો જેવાં કે પનીર, કોફી, ચા, મસાલાનો સમાવેશ થાય છે.

લગભગ અડધી વસ્તુઓનો સમાવેશ ૧૮ % સ્લેબમાં કરવામાં આવ્યો છે. જેમાં જામ, સૂપ, મેયોનેઝ, સ્થિર શાકભાજી, આઈસ્ક્રીમ સહિતનો સમાવેશ થાય છે.

લગભગ ૨૦ % માલ સામાન ઉચ્ચ સ્લેબની કેટેગરીમાં શામેલ છે. જેમાં વોશિંગ મશીન, રેફ્રિજરેટર્સ, કાર અને અન્ય લક્ઝરી સામાનનો સમાવેશ થાય છે.

જીએસટીની બહાર કઈ કઈ વસ્તુઓ છે?

પેટ્રોલિયમ ઉત્પાદનો અને વીજળી, GST – ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દાયરાની બહાર રાખવામાં આવ્યા છે. તેના પર પહેલાંની જેમ વિવિધ કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના કર લાગુ પડે છે.

લગભગ દરેક દેશમાં GST બધા ઉત્પાદનો પર સમાન હોય છે. દારૂ અને પેટ્રોલિયમ પેદાશોમાં ભારે આવક પ્રાપ્ત થતી હોય છે. તેથી સરકારે તેને જીએસટી હેઠળ લાવ્યા નથી. કારણ કે તેનાથી ટેક્સ વસૂલાતમાં અસર પડે છે.

સિગારેટ, સિગાર, તમાકુ પર ૨૮ % જીએસટી વસૂલવામાં આવે છે અને તેના પર વધારાનો ૪૦ % સેસ લગાવવામાં આવે છે.

જીએસટીના ફાયદા શું છે?

એક વખત અપનાવ્યા પછી, જીએસટીનું પાલન કરવું ઘણું સરળ છે.

IT નેટવર્ક જીએસટી ની કરોડરજ્જુ સમાન છે. એક વિશાળ ડેટાબેઝ, કોની પાસેથી માલ / સેવાઓ કોણે ખરીદી તેનો ટ્રેક રાખે છે. તે કર વેરાની વ્યાપક અસરને ઘટાડે છે. ટેક્સ ચૂકવવામાં છટકબારી કરવાની પણ સંભાવના ખૂબ ઓછી છે. જેથી કોઈ પણ તેમાંથી છટકબારી કરવાનો પ્રયાસ કરશે તેને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ નહીં મળી શકે.

જીએસટીના ગેરફાયદા શું છે?

જીએસટી પાલન કરવા પર આધારીત છે. જો વેચનારે જીએસટી ન ભર્યો હોય તો કોઈ પણ વેપારી માટે રિફંડ મેળવવું અશક્ય છે.

જીએસટીનું પાલન એ મુખ્ય મુશ્કેલી છે જેનો સરકાર સામનો કરી રહી છે. વેપારી દ્વારા આચરવામાં આવતી છેતરપિંડી ઓછી કરવાનાં પગલાં લેવામાં આવી રહ્યા છે.

જીએસટીનો બીજો ગેરલાભ એ છે કે સરકાર રિફંડ જલ્દી આપતી નથી. તેનાથી MSME ની કાર્યકારી મૂડીને મોટું નુકસાન થાય છે.

જીએસટીના દરો કોણ નક્કી કરે છે?

જીએસટીના દરો જીએસટી કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવે છે. કેન્દ્રના અને રાજ્ય સરકારના નાણાં પ્રધાન જીએસટી કાઉન્સિલના સભ્યો હોય છે. હાલમાં ૩૩ સભ્યો છે અને તેની અધ્યક્ષતા કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન કરી રહ્યા છે.

એસજીએસટી(SGST) અને સીજીએસટી(CGST) એટલે શું?

રાજ્યની અંદર ઉત્પાદિત અને વેચાયેલી કોઈ પણ વસ્તુ પર ડ્યુઅલ જીએસટી લાગે છે. ચાલો માની લઈએ કે તે આઈસ્ક્રીમ છે જેનો ટેક્સ નો દર ૧૮ % છે.

૯ % રાજ્ય સરકારનો છે અને તે એસજીએસટી(SGST) તરીકે એકત્રિત કરવામાં આવે છે. અન્ય ૯  % કેન્દ્ર સરકારના છે અને સીજીએસટી(CGST) તરીકે એકત્રિત કરવામાં આવે છે.

આઈજીએસટી(IGST) એટલે શું?

IGST ની ફૂલ ફોર્મ ઈન્ટિગ્રેટેડ ગૂડ્ઝ અને સર્વિસિસ ટેક્સ છે. તે માલ સામાન અને સેવાઓની આંતર રાજ્ય સપ્લાય તેમજ આયાત અને નિકાસ પર લાગુ કરવામાં આવે છે.

આઇજીએસટીની રકમ રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે કરાર મુજબ વહેંચવામાં આવે છે.

જીએસટી કોણ એકત્રિત કરશે?

કેન્દ્ર સરકાર સીજીએસટી(CGST) અને આઈજીએસટી(IGST) વસૂલશે અને એકત્રિત કરશે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એસજીએસટી(SGST) વસૂલ કરશે અને એકત્રિત કરશે.

વિવિધ જીએસટી રીટર્ન શું છે?

આ બ્લોગ લખાયો છે ત્યારે ૧૬ પ્રકારના જીએસટી રીટર્ન છે જેમાંથી GSTR ૨ અને GSTR ૩ હાલમાં સસ્પેન્ડ છે અને તેની સમીક્ષા કરવામાં આવી રહી છે.

 • GSTR 1
 • GSTR 1 A
 • GSTR 2
 • GSTR 2 A
 • GSTR 3
 • GSTR 3 B
 • GSTR 4
 • GSTR 4 A
 • GSTR 5
 • GSTR 5 A
 • GSTR 6
 • GSTR 7
 • GSTR 9
 • GSTR 9 C
 • GSTR 11

GSTR 1 અને 9 સૌથી મહત્વપૂર્ણ છે.

GSTR 1 વેચાણની માસિક વિગતો પ્રદાન કરે છે, અને GSTR 9 એ વાર્ષિક રિટર્ન છે.

GSTR 1 દરેક આવતા મહિનાની ૧૧ મી તારીખ સુધીમાં ફાઇલ કરવાનું રહે છે.

પાછલા નાણાકીય વર્ષ માટે ૩૧ ડિસેમ્બરના રોજ GSTR 9 દાખલ કરવાની રહેશે જે અગાઉના ૩૧ માર્ચના રોજ સમાપ્ત થઈ ગઈ છે.

શું તમામ વ્યવસાયોએ જીએસટી ભરવા ફરજિયાત છે?

રાજ્યની અંદર ચાલતા વ્યવસાયો કે જેનું વાર્ષિક ટર્ન ઓવર ૨૦ લાખ રૂપિયાથી વધુ હોય તેઓએ જીએસટી ભરવો ફરજિયાત છે. તે વ્યવસાયો કે જે રાજ્યોની બહાર વેપાર કરે છે, તેમને ટર્ન ઓવર કે અન્ય લિમિટ વગર ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ ચૂકવવો પડશે. સર્વિસ પ્રોવાઇડર્સે તેમના ટર્ન ઓવરને ધ્યાનમાં લીધા વિના ટેક્સ ભરવાનો રહે છે.

કમ્પોઝિશન સ્કીમ શું છે?

સંરચના(કમ્પોઝિશન) યોજના નાના બિઝનેસ માલિકો માટે સરળ રહે છે. નિયમિત જીએસટી માટે જરૂરી ૩૭ રિટર્નની જગ્યાએ, કમ્પોઝિશન સ્કીમ ફક્ત ત્રિમાસિક રિટર્ન અને એક વાર્ષિક રિટર્નની મંજૂરી આપે છે.

સંરચના યોજના માટે પાત્રતા મેળવવા છેલ્લા વર્ષનું વેચાણ ૫૦ લાખ રૂપિયા કરતા વધુ ન હોવું જોઈએ.

કમ્પોઝિશન સ્કીમનો ગેરલાભ:

જે લોકોએ આ સ્કીમની પસંદગી કરી હોય તેમણે ટર્ન ઓવર પર ૦.૫  અને ૨.૫ % ફ્લેટ દરે વેરો ભરવાનો રહે છે. તેના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો પ્રોવિઝન નથી. આ ઉપરાંત, તેઓ તેમના રાજ્યની બહાર માલ વેચી શકતા નથી.

જીએસટીએન(GSTN) એટલે શું?

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક (GSTN) એ કમ્પ્યુટરનું નેટવર્ક છે જે જીએસટી નિયમન અને વહીવટ કરે છે. જીએસટી પોર્ટલ Infosys દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા જાળવણી કરવામાં આવે છે.

શું કોઈ જીએસટી સોફ્ટવેર ઉપલબ્ધ છે?

ઘણા જીએસટી સોફ્ટવેર ઉપલબ્ધ છે જે ખરીદી, વેચાણની ગણતરી કરવામાં અને જીએસટી ફોર્મની સરળ ફાઇલિંગની સવલત પૂરી પાડે છે. તેમાંના મોટા ભાગના વિવિધ બેંક ખાતાઓનું સંચાલન કરવા, બેંક સ્ટેટમેન્ટ બનાવવા અને પેરોલ તૈયાર કરવામાં સક્ષમ હોય છે.

નિષ્કર્ષ

ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ એ લાંબા ગાળાના બદલાવ છે. તેણે ૭૦ વર્ષની અનેક મૂંઝવણ દૂર કરી છે અને તેને સ્પષ્ટ, પારદર્શક, સમજવા માટે સરળ, પદ્ધતિસરની કર સિસ્ટમથી બદલી છે.

જો કે, દરેક પરિવર્તનમાં શરૂઆતમાં અનેક સમસ્યાઓ હોય છે. વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ અને સરકારના વચ્ચેના અવિરત સહયોગથી મોટા ભાગની સમસ્યાઓ દૂર થઈ છે.

આગામી બે વર્ષમાં, જીએસટી નિશંકપણે પરોક્ષ કરની સરળ અને દોષ રહિત પ્રણાલી તરીકે ઊભરી આવશે.

mail-box-lead-generation

Got a question ?

Let us know and we'll get you the answers

Please leave your name and phone number and we'll be happy to email you with information

Related Posts

None

GST: ત્રિમાસિક રિટર્ન ફાઈલિંગ અને ટેક્સની માસિક ચુકવણી (QRMP)


None

GST હેઠળ માલના સપ્લાયનું સ્થળ


None

GST પોર્ટલ પર શૂન્ય GSTR 1 રિટર્ન કેવી રીતે ફાઈલ કરવું


None

GST હેઠળ ITC રિવર્સલ વિશે જાણો


None

જોબ વર્ક માટે એક્સેલ અને વર્ડમાં ડિલીવરી ચલણનું ફોર્મેટ


None

ભારતમાં GST ના પ્રકાર - CGST, SGST અને IGST શું છે?


None

તમે સર્ટિફાઈડ GST પ્રેક્ટિશનર કેવી રીતે બનશો?


None

ઈ-વે બિલ શું છે? ઈ-વે બિલ કેવી રીતે બનાવવું?


None

GST નંબર: દરેક વ્યવસાય ને જરૂરિ એવો ૧૫ અંકો નો નંબર

1 min read