કરિયાણાની દુકાનને ઓનલાઇન ચલાવતાં પહેલાં જાણવાની બાબતો
આપણી પેઢીઓ ટેકનોલોજી પર ખૂબ વધારે ભાર આપે છે. આજ ના લોકો પોતાના કીમતી સમય નું મૂલ્ય સમજતા થયા છે. ત્યારે કોઈ પણ ધંધો હોય તેને ઓનલાઇન નું સ્વરૂપ આપવું ખૂબ જરૂરી છે. આજ ના સમય માં મોટા ભાગ ના ધંધા ઓનલાઈન જ ચાલે છે. પછી ભલે તે સાવ સામાન્ય દુકાન હોય કે કોઈ મોટી દુકાન. ટેકનોલોજી ના સહારે આજે આપણો ધણો સમય બચી જાય છે અને કીમતી સમય ને બીજી કોઈ અન્ય પ્રવૃત્તિઓમાં વાપરી શકાય છે. ગ્રોસેરી સ્ટોર ના ધંધા ને પણ તમે ઓનલાઇન સ્વરૂપ આપી ને ફાયદો કમાઈ શકો છો. ગ્રોસેરી સ્ટોર ના ધંધા ને ઓનલાઇન શરૂ કરતાં પેહલા તેને ઓનલાઇન રીતે સજવાની જરૂર છે. માટે તમારે ગ્રોસેરી સ્ટોર ની મુલાકાત લઈને તેમાં કેવી પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેની જાણકારી મેળવવી આવશ્યક છે. સામાન્ય સ્ટોર કરતા ઓનલાઇન ધંધો કરવામાં થોડી વધારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે. માટે ભવિષ્ય ની યોજનાઓ સાથે આ ધંધો ખોલવો હિતાવહ છે.
ગ્રોસેરી સ્ટોર માં તમે કઈ કઈ વસ્તુઓ વેચવા માંગો છો તેનું એક લિસ્ટ બનાવો. ભવિષ્ય માં તેમાં કઈ કઈ વસ્તુઓ ને સમાવી શકો છો. તેનો પ્લાન પણ હોવો ખૂબ જરૂરી છે. તેથી આસપાસ ના સ્ટોર માં કઈ કઈ વસ્તુઓ મળે છે, અન્ય કોઈ ઓનલાઇન ગ્રોસેરી સ્ટોર માં કઈ કઈ વસ્તુઓ વેચાય છે તેની એક યાદી બનાવો. તે યાદી ને વળગી રહો. અન્ય સ્ટોર કે ઓનલાઇન ગ્રોસેરી કરતા તમે કઈ કઈ વસ્તુઓ વધારે વેચી શકો છો તે જાણો. તેણે પણ ઓનલાઇન ગ્રોસેરી સ્ટોર ના ધંધા માં સામેલ કરો. તેની મદદ થી તમને ખ્યાલ આવશે કે તમારે કેટલા પ્રકારની વસ્તુઓ અને કેટલા પ્રમાણમાં આયાત કરવાની જરૂર છે. તમને કેટલા રોકાણ ની જરૂર પડશે અથવા ભવિષ્ય માં કેટલા વધારે રોકાણ કરી શકો છો. શરૂઆત ના સમય માં તમારા ગ્રોસેરી ના ઓનલાઇન ધંધા માં ઓછા ગ્રાહકો મળી રહેતા હોવાથી ઓછા રોકાણ ની જરૂર પડે છે. પરંતુ જેમ જેમ ગ્રાહકો વધે તેમ તેમ વધારે રોકાણ ની જરૂર પડે છે.
તે નક્કી થયા પછી વિતરણ કઈ રીતે કરવું તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તમારી આસપાસ ના કેટલાક વિસ્તારો માં તમે ગ્રોસેરી પહોંચાડી શકો છો. તે નોંધ રાખો. શરૂઆત માં મર્યાદિત વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરો. જેમ-જેમ ગ્રાહકો વધે તેમ-તેમ તમારી વિતરણ કરવાના વિસ્તારો પણ વધારો. આસપાસ ના વિસ્તારો માં કેટલા પ્રકાર ના સ્ટોર અથવા કોઈ અન્ય ગ્રોસેરી ઓનલાઇન મળે છે કે નહીં તે જાણો. તેઓ કઈ રીતે પોતાની વિતરણ ચેનલ વિકસાવે છે. તે જાણો અને તેમાંથી શીખવાની જરૂર છે. ગ્રાહકો સરળતાથી મળી રહે, ઘરો, બજાર જે વિસ્તારો માં સરળતાથી મળી રહે તેવા વિસ્તારો ને તમારી વિતરણ ચેનલ માટે પસંદ કરો. જેની મદદ થી શરૂઆત ના સમય માં પણ તમને મદદ મળી રહે. જે વિસ્તારો પર તમે વિતરણ ચેનલ શરૂ કરવા માંગો છો ત્યાં બજાર ની કેવી માંગ છે તે જાણો અને તેના પરથી તમારી વિતરણ ચેનલ શરૂ કરો.
વધુ માં તમારા ગ્રોસેરી ના ધંધા ને સારું એવું માર્કેટીંગ નું પ્લેટફોર્મ મળી રહેવું આવશ્યક છે. એવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પસંદ કરો કે જેના પર ગ્રાહકો વધારે પ્રમાણમાં વિશ્ર્વાસ કરતા હોય. તમારા ઓનલાઇન ધંધા માટે તમને એક કરતાં વધારે પ્લેટફોર્મ મળી રહે છે. પરંતું તમારે નક્કી કરવાનું છે કે કયા પ્લેટફોર્મ પર તમારો ધંધા સરળતાથી ચાલી શકે છે. તમે તમારા ગ્રોસેરી ના ઓનલાઇન ધંધા માટે પોતાના અલગ ઈ-કોમર્સ વેબસાઇટ બનાવી શકો છો. કે જ્યાં ફક્ત તમે જે વસ્તુઓ વેચાવા માંગો તે જ વેચી શકો અને અન્ય સ્પર્ધાત્મક સ્ટોર ના માલિકો સાથે સ્પર્ધા કરી શકો. સામાન્ય માણસ પણ તમારી ઈ-કોમર્સ વેબસાઇટ ને સમજી શકે અને તેના પર આસાની થી વસ્તુઓ ખરીદી શકે તેવી બનાવો. સારી એવી સોફ્ટવેર કંપની ની મદદ થી વધુ સગવડતા ધરાવતી ઓનલાઇન વેબસાઇટ બનાવી શકો છો.
તમારી વિતરણ ચેનલ ને વિકસાવવા માટે કામદારો સાથે સારા સંબંધો બનાવો. તમારા ધંધા ને અનુરૂપ કેટલા કામદારો ની જરૂર પડશે તે નક્કી કરો. તેમણે તમારી વિતરણ ચેનલ વિશે સમજાવો. તે કઈ રીતે કામ કરે છે, તેને કઈ રીતે ચલાવવામાં આવે છે. જેથી વધુ સારી સગવડો તમે તમારા ગ્રાહકો ને આપી શકો. ગ્રોસેરી ના ઓનલાઇન સ્ટોર સાથે મોટા વેપારી ના સંપર્ક માં પણ રહો કે જે તમારા સ્ટોર પરથી સમયસર વસ્તુઓ ની ખરીદી કરતા હોય. તેવા વેપારીઓ ને અન્ય ગ્રાહકો કરતાં પ્રમાણ માં ઓછા ભાવે વસ્તુઓ જથ્થાબંધ આપો. જેથી વેપારીઓ તમારા સ્ટોર પરથી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખે. તમારા વિતરણ ચેનલ ને ચલાવવા માટે એક કરતાં વધારે સિસ્ટમ ને અમલ માં લાવો. સ્ટોર માટે મેનેજર, તેની નીચે કામ કરતા કામદારો ની નિમણૂક કરો. જેથી વિતરણ ચેનલ ચલાવવામાં સરળતા રહે અને ગ્રાહકો ને સમયસર વસ્તુઓ મળતી રહે.
જેવી રીતે કોઈ પણ ધંધા માં માર્કેટીંગ ની જરૂર છે તેવી જ રીતે ઓનલાઇન ધંધો કરવા માટે પણ માર્કેટીંગ ની જરૂર રહે છે. માર્કેટીંગ તમે ઓનલાઇન કે બીજી કોઈ અન્ય રીતે પણ કરી શકો છો. તમારા માર્કેટીંગ માં તમે કઈ વસ્તુઓ વેચો છો, તેની કિંમતો, તેની ખાસિયતો વગેરે ને ચોક્કસ ને ચોક્ક્સ સમાવો. જો તમે કોઈ વસ્તુ ને રજા ના કે તહેવારો ના દિવસો પર સેલ પર મૂકો છો તો તેની જાણ ગ્રાહકો ને મળવી જરૂરી છે આ વસ્તુઓ ને માર્કેટીંગ માં સમાવી શકો છો. તમારી વિતરણ ચેનલ રજા કે તહેવારો ના સમયે અવશ્ય ચાલુ રાખો. ગ્રોસેરી જેવા ધંધા માં રજા ના કે તહેવારો ના સમયે ઓછી વેચાતી વસ્તુઓ ને સેલ પર મૂકવાનું અવશ્ય વિચારો. જેથી ગ્રાહકો અન્ય સ્ટોર પરથી વસ્તુઓ ખરીદવાને બદલે તમારા સ્ટોર પરથી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખે.
તમારા ગ્રોસેરી ના ઓનલાઇન ધંધા માં પેમેન્ટ સિસ્ટમ પર ધ્યાન આપો. તેના માટે તમને બજાર માં ઘણા પ્રકાર ના સોફ્ટવેર કે એપ્સ નો ઉપયોગ થાય છે. ગ્રાહકો કઈ પ્રકાર નું ઓનલાઇન ચુકવણી કરવાનું પસંદ કરે છે તે જાણો. તેના દ્વારા કઈ રીતે ચુકવણી થઈ શકે છે. શકય બને તેટલા વધુ ઓનલાઇન ચુકવણી કરવાના ઓપ્શન તમારા ગ્રાહકો ને આપો. જેથી ગ્રાહકો ને વસ્તુ ખરીદતી વખતે કોઈ તકલીફ ના પડે. બજાર માં કેટલીક પ્રખ્યાત સોફ્ટવેર કે એપ્સ જેવી કે ગૂગલ પે, પેટીએમ, ફોન પે, કે અન્ય કોઈ વાલેટ નો ઉપયોગ કરી શકો છો. જેના દ્વારા ગ્રાહકો તમને ઓનલાઇન ચુકવણી કરી શકે. ગ્રોસેરી ના ઓનલાઇન ધંધા માં પણ તમારે પૈસા ના વહીવટી પણ ઓનલાઇન કરવાની જરૂર છે. જો શક્ય હોય તો કેશ ઓન ડિલીવરી નો ઓપ્શન પણ રાખો. જેના થકી વસ્તુઓ ગ્રાહક પાસે પહોંચ્યા પછી અને ગ્રાહક ને તે વસ્તુ પ્રત્યે સંતોષ મળ્યા પછી તમને ચુકવણી કરી શકે. તમારી વસ્તુઓ ને પાછા લેવાની સુવિધા ઓ પણ વિકસાવી જરૂરી છે. જો કોઈ વસ્તુઓ થી ગ્રાહકો ને સંતોષ મળ્યો નહીં તો તે પરત મોકલાવી શકે તેવી વ્યવસ્થા પણ ઉભી કરો. આજ ના સમયે અન્ય બીજા કોઈ પ્રકાર ના ધંધા કરતા ઓનલાઇન નો ધંધો વધુ કારગાર નિવડે છે અને અન્ય ધંધા ની સરખામણીમાં વધુ સફળ જાય છે.