written by | October 11, 2021

હસન નિક કોડેસ ફોર ગેનેરલ સ્ટોર્સ

HSN કોડ અને NIC કોડ શું છે તેઓ જનરલ સ્ટોરને કેવી રીતે મદદ કરે છે

કોઈ પણ વસ્તુ પછી ભલે તે નાની હોય કે મોટી તેની એક અલગ ઓળખ હોવી જરૂરી છે. આપણ ને કોઈ વસ્તુ ને ચોક્ક્સ ઓળખાણ આપી ને તેને ઓળખવી વધારે સહેલી બને છે. તેવી રીતે બજાર માં વપરાતી વસ્તુઓ ની ઓળખ હોવી જરૂરી છે. તેથી બજાર માં વેચાતી અમુક સામાન્ય એવી વસ્તુઓ ને ઓળખાવા માટે HSN કોડ અસ્તિત્વ ધરાવે છે. એક અલગ સિસ્ટમ છે. બજાર માં વપરાતી વસ્તુઓ ની ઓળખાણ કરવા માટે ની HSN કોડ એટલે હોમૉનાઈઝડ સિસ્ટમ નોમિનેકલેચર.

કોડ નું અસ્તિત્વ વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન ને આભારી છે. કે જેઓ 1998 માં કોડ ની શરૂઆત કરી હતી. કોડ સમગ્ર વિશ્વ માં એક સરખું અસ્તિત્વ ધરાવે છે. જે વિશ્વ ના દરેક દેશો માં સિસ્ટમ લાગુ પડે છે. ખાસ કરીને રોજ ના ધોરણ માં વપરાતી સામાન્ય થી માંડી ને અતિ મૂલ્યવાન વસ્તુઓ પર તે લાગુ પડે છે. કોડ 6 આંકડા નો હોય છે. દરેક વસ્તુ કે જે કોડ ની હેઠળ સમાવવામાં આવે છે. તેને એક યુનિક 6 આકડાનો નંબર આપવામાં આવે છે. આકડા કે જે અલગ ઓળખવાની પદ્ધતિથી વાપરે છે. તેથી કોઈ વસ્તુઓ ની ઓળખાણ સરળતાથી થઈ શકે છે. HSN કોડ નું વર્ગીકરણ મોટા ભાગે કરવેરા હેતુઓ માટે થાય છે જેના દ્વારે જેતે દેશ ના ઉત્પાદન અને તેના પર લાગુ કરાયેલા ટેક્સ ના દર ને ઓળખાવા માં મદદ કરે છે. અને તેને ગણતરી માં પણ વાપરી શકાય છે. એટલું જ નહીં આ કોડ આયાત અને નિકાસ માટે પણ વાપરવા માં આવે છે. જેથી કોઈ પણ દેશે આયાત કે નિકાસ કરેલી વસ્તુઓ ના દર ને નક્કી કરી શકાય છે. આ કોડ લગભગ વિશ્વ ના 200 દેશોમાં વપરાય છે. જેથી જે તે દેશ સાથે વેપાર કરવામાં પણ આ કોડ નો ઉપયોગ કરી શકાય છે. તમારા જનરલ સ્ટોર માં વપરાતી લગભગ બધી વસ્તુઓ ને HSN કોડ દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. HSN કોડ એ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ની ગણતરી કરવા માટે ની સુવિધા ઓ પણ પૂરી પાડે છે. તમે જ્યારે તમારા જનરલ સ્ટોર પર વસ્તુઓ આયાત કરો છો ત્યારે તે વસ્તુ પર અમુક ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ભરવો પડતો હોય છે. ત્યારે તેમાં HSN કોડ દર્શાવવો આવશ્યક છે.

તમારા જનરલ સ્ટોર પર એક કરતાં વધારે વિવિધતા ધરાવતી વસ્તુઓ રહે છે. જેનું વર્ગીકરણ કરવું ખૂબ જ મુશ્કેલ હોવાથી તેના વર્ગીકરણ માટે HSN કોડ ખૂબ જ ઉપયોગી નીવડે છે. ખાવાની વસ્તુઓ, શાકભાજી, કરિયાણાની વસ્તુઓ. કપડાં, પ્લાસ્ટીક ની વસ્તુઓ, નોવલેટી, હેન્ડલૂમ વગેરે ની વસ્તુઓ ને એક અલગ HSN કોડ આપવામાં આવે છે. જેથી તેનું વર્ગીકરણ કરવું ખૂબ જ સરળ છે અને તે તમને તમારા ટેક્સ ભરવામાં પણ ઉપયોગી નીવડે છે. તમારા ટેક્સ ના બિલ પર જે તે વસ્તુઓ નો HSN કોડ દર્શાવવો ખૂબ જરૂરી છે. જેથી ખ્યાલ આવે કે તમે કેટલા ટકા ટેક્સ ભર્યો છે. તે ખબર પડે છે. અને તમારૂ કામ આસાન થઈ જાય છે. HSN કોડ નો ઉપયોગ કરવાથી તમારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ની રીટર્ન નું ઓટોમેશન, ટેક્સ ઓથોરિટી માટે સમય અને પૈસા ની બચત થાય છે. સાથે સાથે તમારા જનરલ સ્ટોર પર આવતા ગ્રાહકો ને તેના વિશે સમજવામાં મુશ્કેલી પડતી નથી. તમારૂ કામ આસાન થઈ જાય છે.

તેઓ જ એક અન્ય કોડ NIC ના નામે ઓળખાય છે નૅશનલ ઈન્ડસ્ટ્રીયલ ક્લાસિફિકેશન કોડ એ ભારત સરકાર એ 2008 માં બહાર પાડયો હતો. NIC કોડ એ ભારત સરકાર ના એસેટ ડેવલોપમેન્ટ માં દરેક વ્યવસાય ના યોગદાન નું વિશ્લેષણ અને તેની તુલના કરવા માટે કરવામાં આવ્યો છે. કે જે આવશ્યક આંકડાકીય ધોરણ પૂરું પાડે છે. NIC કોડ નો મોટા ભાગ નો ઉપયોગ કંપની ની માહિતી, આર્થિક રીતે સક્રિય લોકો, ધારાધોરણો, ભવિષ્ય ની આંતરદેશીય નીતિ, અને રાષ્ટ્રીય પગાર જેવી અન્ય નાણાંકિય માહિતી માટે ઉપયોગ કરવા માં આવે છે. NIC કોડ એ અસંખ્ય સ્ત્રોત માંથી ઉપલબ્ધ આંકડાકીય માહિતી ની તુલના કરે છે અને તેનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે. કે જે અર્થતંત્ર ની ગતિવિધિ ઓ સમજવા માટે ખૂબ જ જરૂરી છે. NIC કોડ એ એક વર્ગીકરણ સિસ્ટમ છે કે જે વિવિધ માઈક્રો, નાના અને મધ્યમ વર્ગના ના ઉદ્યોગો દ્વારા કરવામાં આવતી વ્યાવસાયિક પ્રવૃત્તિ ઓ ને વર્ગીકૃત કરવામાં મદદ કરે છે.

આ કોડ 2 થી 3,4 અંક કોડ, અને 5 અંક કોડ ના સ્વરૂપ માં ઉપલબ્ધ છે કે જે જુદું જુદું વર્ગીકરણ ધરાવે છે. 2 થી 3 અંક નો કોડ વ્યવસાયિક જુથ, 4 અંક નો કોડ વ્યવસાયિક પ્રવૃત્તિઓ, અને 5 અંક નો કોડ વ્યવસાયિક પ્રવૃત્તિઓ ના પેટા વર્ગ ને દર્શાવે છે. તમારો જનરલ સ્ટોર એ એક નાનો અથવા મધ્યમ વર્ગીય વ્યવસાય માં સ્થાન ધરાવે છે. આ પ્રકાર ના કોડ ની મારફતે તમારા ધંધા નું વર્ગીકરણ આસાની થી થઈ શકે છે. આ કોડ ની અંદર જનરલ સ્ટોર ને 47110 નંબર આપવામાં આવ્યો છે. આ કોડ ના દ્વારા તમારો ધંધો કઈ પ્રકાર નો છે તે જાણી શકાય છે. આ કોડ તમને ઉદ્યોગ આધાર દ્વારા પ્રાપ્ત કરવા માં આવે છે. અને તે રજિસ્ટ્રેશન કરાવતા સમયે તમારા જનરલ સ્ટોર ની શરૂઆત થી લઈને અંત સુધી ની માહિતી ઓ આપવી પડે છે. જેથી તમારા જનરલ સ્ટોર ની આયાત અને નિકાસ જાણી શકાય છે. તેના દ્વારા થતી ખરીદી જાણી શકાય છે. જેથી તમારા જનરલ સ્ટોર ને ચલાવવો આસાન બને છે. અન્ય કોઈ મુશ્કેલી પડતી નથી. NIC કોડ એ માત્ર ભારત દેશ પૂરતો જ સીમિત છે. તે ફક્ત ભારત માં ચલાવવામાં આવતા વિવિધ ધંધા ઓ ને જ પ્રોત્સાહન આપે છે. જનરલ સ્ટોર નો ધંધો એક એવો ધંધો છે કે જેમાં તમારે વિવિધ વેપારીઓ પાસેથી આયાત કરવી પડે છે. તેમાં તમે કેટલા પ્રકાર ની વસ્તુઓ અને કેટલી માંગવો છો. તેનો ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે. જેથી હિસાબ કરવામાં સરળતા રહે. જેથી તમે નફો કે નુકસાન ની માહિતી રાખી શકો. જો તમારે જનરલ સ્ટોર નો ધંધો મર્યાદિત વસ્તુઓ પૂરતો સીમિત ન રાખવો હોય અને ધંધો વધારે વધારવો હોય તો તે સમયે મળતી મુશ્કેલીઓ જેવી કે વધુ આયાત, નિકાસ, વધુ માંગ, ટેક્સ વગેરે ને ધ્યાન માં રાખવાની જરૂર છે. 

આ માહિતી સાથે તમે ધંધો સારો ચલાવી શકો છો. અને તમારો જનરલ સ્ટોર નો ધંધો આસાની થી ચાલવી શકો છો. આ પ્રકાર ના કોડ થી તમારો ધંધાનો કયા પ્રકાર ના ધંધા માં સમાવેશ થાય છે અને તમારે ભરવા પડતાં ટેક્સ ની માહિતી મેળવી શકો છો. આ ધંધા માં તમારે એક કરતાં વધારે વસ્તુઓ પર કામ કરવાની આવશ્યકતા રહે છે. જેથી તમારે પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. અને તેથી સગા સંબંધી ની સરળતા માટે તમે તેને આ ધંધા માં સમાવી શકો છો. HSN કોડ અને NIC કોડ જેવા કોડ નો દ્વારા તમારા ધંધા માં પડતી મોટા ભાગ ની મુશ્કેલી ઓ ઓછી થઈ જાય છે. HSN કોડ ના ઉપયોગ થી તમારે કેટલો ટેક્સ ભરવો પડે છે અને NIC કોડ ના ઉપયોગ થી તમારા ધંધા માં થતી પ્રવૃત્તિઓ જાણી શકાય છે. જનરલ સ્ટોર જેવા મધ્યમ વર્ગીય ધંધા માં તેઓ ખૂબ જ ઉપયોગી નીવડે છે. 

Related Posts

None

મોબાઇલ શોપ શરૂ કરો


None

ફાર્મસીનો વ્યવસાય શરૂ કરો


None

એક ફૂટવેર બિઝનેસ શરૂ કરો


None

નાસ્તાનો વ્યવસાય શરૂ કરો


None

ચાના સ્ટોલનો ધંધો શરૂ કરો


None

કપડાંનો ધંધો શરૂ કરો


None

મસાલાનો વ્યવસાય


None

વોટ્સએપ માર્કેટિંગ


None

જીએસટી અસર કિરણ સ્ટોર પર