written by khatabook | December 4, 2019

ભારતમાં વર્તમાન જીએસટી દર – સંપૂર્ણ માળખું

×

Table of Content


ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) એ ભારતના ટેક્સ માળખાને પરિવર્તિત કરનાર હોવા છતાં સૌથી વધારે વિવાદાસ્પદ રહ્યો છે. ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સિસ્ટમના અમલ પહેલા ટેક્સનું માળખું ઘણાં વિવિધ પ્રકારના વેરાનું મિશ્રણ હતું, જેમાંથી કેટલાક શહેર કક્ષાએ વસૂલવામાં આવતા હતા. જેને લીધે ઘણી સમસ્યાઓ ઉભી થઈ હતી અને તે ભ્રષ્ટાચારનું એક કારણ બનતું હતું.

આ પહેલાંના કર માળખાનો વ્યાપક પ્રભાવ જોવા મળતો હતો. જેને લીધે કરવેરા પર પણ કર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેના પર નજર રાખવી શક્ય ન હતી. આ સમગ્ર પ્રક્રિયા મૂંઝવણ ભરેલી હતી અને આવી સિસ્ટમની જટિલતાને જાળવવા માટે પૈસાનો ખર્ચ પણ ભારે કરવો પડતો હતો.

જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને લીધે અનેક ફેરફારો આવ્યા અને ઘણાં જુદા જુદા કરને એકમાં જ સમાવિષ્ટ કરી દેવા માં આવ્યા. જેના કારણે દેશમાં વધુ પારદર્શક વેરા પધ્ધતિ માટેનો માર્ગ મોકળો થયો. બધા કરની જેમ, કિંમતો અને સામાજિક- આર્થિક વ્યવસ્થાને ધ્યાને લઈને વિવિધ ઉત્પાદનો અને સેવાઓ માટે અલગ અલગ સ્લેબ રાખવામાં આવ્યા છે.

ભારતમાં જીએસટી દર એક ગતિશીલ દર છે જેમાં આર્થિક પરિસ્થિતિ મુજબ ફેરફાર કરવામાં આવે છે. ભારતમાં હાલના જીએસટી દરમાં ૩૭ મી જીએસટી કાઉન્સિલ (પરિષદ) ની બેઠકમાં સુધારો કરવામાં આવ્યો હતો. જીએસટી સિસ્ટમની રચના પ્રમાણમાં સરળ અને સીધી છે. જીએસટી સિસ્ટમમાં પાંચ સ્લેબ રાખવામાં આવ્યા છે, એક ટેક્સ છૂટનો સ્લેબ, ૫ % નો સ્લેબ, ૧૨ % નો સ્લેબ, ૧૮ % નો સ્લેબ અને ૨૮ % નો સ્લેબ.

દરેક સ્લેબને નીચે વિગત વાર સમજાવવામાં આવ્યા છે

કર મુક્ત વસ્તુઓ :

સરકારે દેશની સામાજિક- આર્થિક જરૂરિયાતોને ધ્યાને લઈને કેટલીક ચીજ વસ્તુઓને જીએસટી ટેક્સ સિસ્ટમમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. સરેરાશ કરદાતાઓનું ભારણ ઘટાડવા માટે જરૂરી દૈનિક ચીજ વસ્તુઓ જેવી કે ફળો, શાકભાજી, રોટલી, નમક (મીઠું), લોટ, ઇંડા અને અખબારો જેવી ચીજ વસ્તુઓને મુક્તિ આપવામાં આવી છે.

સર્વિસ સેક્ટર (સેવાકીય ક્ષેત્ર) માટે, જે હોટલનું એક દિવસનું ભાડું 1 હજાર રૂપિયા કરતાં ઓછું હોય, તેમજ બચત ખાતું અને જન ધન યોજના પર લાગતાં બેન્ક ચાર્જને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે.

૫ % જીએસટી ટેક્સ સ્લેબ :

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની શરૂઆત ૫ ટકા ના ટેક્સ સ્લેબથી થાય છે. સ્કીમ્ડ મિલ્ક પાવડર, કોફી, ફીશ ફીલેટ્સ, કોલસો, ખાતર, આયુર્વેદિક દવાઓ, ઇન્સ્યુલિન, કાજુ, અગરબત્તી, ઇથેનોલ – જૈવિક ઈંધણ જેવી કેટલીક ચીજ વસ્તુઓને ૫ ટકા ટેક્સ સ્લેબમાં સમાવવામાં આવી છે.

ભારતમાં ૫ ટકા જીએસટી કર સ્લેબમાં સેવાઓ અંતર્ગત, નાના રેસ્ટોરન્ટ, રેલવે અને એર ટ્રાવેલ, એસી રેસ્ટોરન્ટ, બિન-એસી રેસ્ટોરન્ટ અને દારુ પીરસતી રેસ્ટોરન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

‘ટેક અવે’ ફૂડ, જે હોટલનું એક દિવસનું ભાડું ૭૫૦૦  રૂપિયા થી ઓછું હોય તેને પણ આ જ સ્લેબમાં શામેલ કરવામાં આવ્યા છે.

12 % જીએસટી સ્લેબ :

૧૨ ટકા ના જીએસટી સ્લેબમાં ફ્રોઝન માંસના ઉત્પાદનો, માખણ, કેચપ સોસ, ઘી, અથાણાં, ફળનો રસ, નમકીન, દાંતનો પાવડર, ઇન્સ્ટન્ટ ફૂડ મિક્સ, છત્રી, દવા, સેલફોન, માનવસર્જિત યાર્ડ, પેઇન્ટિંગ માટે લાકડાની ફ્રેમ્સ, ફોટોગ્રાફ્સ, પિત્તળ કેરોસીન પ્રેશર સ્ટોવ, આયર્ન, આરીસા વગેરે જેવી ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે.

સેવાઓ અંતર્ગત, આ ટેક્સ સ્લેબ બિઝનેસ કલાસ હવાઈ ટિકિટો અને રૂપિયા ૧૦૦ કરતાં નીચેની કિંમતની ફિલ્મી ટિકીટ પર લાગુ કરવામાં આવ્યો છે.

18 % જીએસટી સ્લેબ :

ભારતમાં જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો દર એવી રીતે રચવામાં આવ્યો છે, કે મોટા ભાગની ચીજ વસ્તુઓ આ કેટેગરીમાં આવે છે. સમાવિષ્ટ કેટલીક મુખ્ય ચીજ વસ્તુઓમાં ખાંડ, કોર્નફ્લેક્સ, પાસ્તા, પેસ્ટ્રી અને કેક, ડિટરજન્ટ, ધોવા અને સાફ કરવાનો સામાન, દર્પણ, કાચમાંથી બનેલી ચીજ વસ્તુઓ, સલામતી કાચ, ચાદરો, પમ્પ, લાઇટ ફિટિંગ, કોમ્પ્રેસર, પંખા, ચોકલેટ, ટ્રેક્ટર, સાચવેલ શાકભાજી, આઈસ્ક્રીમ, ટેલિવિઝન (૬૮ સે.મી. સુધી) નો ૧૮ ટકા ના જીએસટી ટેક્સ સ્લેબમાં સમાવેશ થાય છે. '

કેટલીક અન્ય ચીજ વસ્તુઓમાં આરસ અને ગ્રેનાઈટ, પેઇન્ટ્સ, સુગંધીદાર સ્પ્રે, હેર શેવર, લિથિયમ આયન બેટરી, કૃત્રિમ ફળો, વાળ કર્લર, હેરડ્રાયર્સ, ફ્લોરિંગમાં ઉપયોગમાં લેવાતા પત્થરો, વેક્યૂમ ક્લીનર્સ, સેનિટરીવેર, ચામડાના કપડા, કાંડા ઘડિયાળ, કૂકર, સ્ટવ, કટલેરી, ગોગલ્સ, દૂરબીન, તેલ પાવડર, કોકો માખણ, ડિટરજન્ટ અને સાથે જ કૃત્રિમ ફૂલનો પણ આ સ્લેબમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

૧૮ ટકા જીએસટી ટેક્સ સ્લેબ સેવા ક્ષેત્રના કેટલાક જૂથોને પણ લાગુ પડે છે. તે હોટલની અંદર આવેલી રેસ્ટોરન્ટ કે જ્યાં ૭૫૦૦ રૂપિયા કરતાં વધારે ચાર્જ વસૂલવામાં આવે છે, ૧૦૦ રૂપિયા કરતાં વધારેની મૂવી ટિકિટ, આઈટી અને ટેલિકોમ સેવાઓ અને સાથે સાથે બ્રાન્ડેડ વસ્ત્રોનો પણ આ સ્લેબમાં સમાવેશ થાય છે.

28 % જીએસટી સ્લેબ :

ભારતમાં ૨૮ ટકા ના જીએસટી સ્લેબનો દર સૌથી વધારે છે. જે મુખ્યત્વે લકઝરી ચીજ વસ્તુઓ માટે અનામત છે. પાન મસાલા, ડીશવોશર, વજનનું મશીન, પેઇન્ટ, સિમેન્ટ, સનસ્ક્રીન પણ આ સ્લેબમાં સમાવિષ્ટ છે.

હેર ક્લીપની સાથે સાથે ઓટોમોબાઈલ અને મોટરસાયકલ પણ આ જ સ્લેબનો એક ભાગ છે, જે એક વિવાદનો હિસ્સો પણ રહ્યો છે કારણ કે હાલમાં ઓટો ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. ૨૮ ટકા જીએસટી દર ૫ સ્ટાર હોટલો પર પણ લાગુ પડે છે, જ્યાં હોટેલના રોકાણની એક દિવસની વાસ્તવિક બિલિંગ રકમ રૂપિયા ૭૫૦૦ કરતાં વધારે છે. મૂવી ટિકિટો, કેસિનોમાં સટ્ટો તેમજ રેસિંગનો પણ આ સ્લેબમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

૩૭ મી જીએસટી કાઉન્સિલે (પરિષદ) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દરમાં કેટલાક સુધારા કર્યા છે જેની વિગત નીચે આપવામાં આવી છે.

37 મી જીએસટી કાઉન્સિલના મુખ્ય નિર્ણયો :

  • જે હોટલ રૂમનો ચાર્જ ૧ હજાર રૂપિયા કરતાં ઓછો છે તેના પર જીએસટી લગાવવામાં નહી આવે.
  • અર્ધલશ્કરી દળો માટે જૂથ વીમા યોજનાઓ માટે જી.એસ.ટી. નહીં.
  • નિકાસને વેગ મળે તે માટે દાગીનાની નિકાસ પર ઝીરો  ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ.
  • કટ અને પોલિશ અર્ધ કિંમતી સ્ટોન પર ટેકસના દર 3 ટકાથી ઘટાડી ૦.૨૫ ટકા સુધી કરી દેવામાં આવ્યા છે.
  • હિરા સાથે સંકળાયેલી જોબ, સેવાઓ માટે જીએસટી દર ૧.૫ ટકા કરવામાં આવ્યા છે જ્યારે પહેલાંનો દર ૫ ટકા હતો.
  • એન્જિનિયરિંગ ઉદ્યોગ માટે મશીન કામ પર ૧૨ ટકા જીએસટી દર જે અગાઉ ૧૮ ટકા હતો.
  • દેશના પર્યાવરણને અનુકૂળ વાહન વ્યવહારને અપનાવવા, પ્રોત્સાહિત કરવા ઇલેક્ટ્રિક વાહનોના જીએસટી દર ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવામાં આવ્યો છે.

કેફિનયુક્ત પીણા માટેનો દર પહેલાંના ૧૨ ટકાથી વધારીને તેમાં ૧૨ ટકા વળતર સેસ ઉમેરીને ૨૮ ટકા કરી દેવામાં આવ્યો છે. જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ભારતમાં નવી હોવાને લીધે હજુ પણ ટેક્સના દર પર કામ ચાલી રહ્યું છે. એવી અનેક ચીજ વસ્તુઓ છે જે કરનું માળખું નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવે છે.

ભારત હજુ વિકાસશીલ દેશ છે જેને લીધે ૨૮ ટકા જીએસટી ટેક્સ સ્લેબ વિવાદનું કારણ બન્યો છે. અમુક લોકોની ફરિયાદ છે કે દેશના લાંબા ગાળાના વિકાસ માટે ઉચ્ચ કરના દરો યોગ્ય નથી. હાલ પૂરતી આ સંરચના લાગુ કરવામાં આવી છે. પરંતુ આગામી જીએસટી કાઉન્સિલ ની બેઠક દરમિયાન તેમાં બદલાવ પણ આવી શકે છે.

અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.