written by Khatabook | May 2, 2022

લગ્ન માટે યુનિક ગિફ્ટ આઈડિયા ક્યાં-ક્યાં છે?

ભારતમાં લગ્નો તહેવારોની જેમ જ જોવાય છે અને ખૂબ જ ઉત્સાહ સાથે તેની ઉજવવામાં આવે છે. સમારંભો, થીમ્સ, ડેકોર, કોસ્ચ્યુમ બધું ખૂબ જ જોશ અને ઉત્સાહથી ભરેલું હોય છે. તમારા નવદંપતિ જોડીને સારી યુનિક ગિફ્ટ આપવાનો આ પરફેક્ટ સમય હોય છે.

આ વર્ષની લગ્નની સિઝન સોશિયલ ડિસ્ટન્સ ઈવેન્ટ અને કેટલાક મહેમાનો સાથે અલગ રીતે ઉજવણી થશે. સમયની સાથે લગ્નોમાં ફેરફારો જોવા મળી રહ્યાં છે, છતાં પણ ગિફ્ટ આપવા અને લેવા માટે ભારતીયોનાં સ્વભાવમાં કોઈ ફેરબદલ થઈ નથી. મહેમાનો હવે નવદંપતિને કંઈક અનોખી ગિફ્ટ આપવા તરફ વિચારે છે.

ઘણાં બધા સાઘારણ ગિફ્ટથી લઈને મોંઘા આકર્ષક ગિફ્ટ સુધી, તમે આ લેખમાં તમારા ઘરથી આરામથી નવદંપતિ માટે બેસ્ટ ગિફ્ટ સર્ચ કરી શકો છો.

ચાલો તમારા માટે ઘરની સજાવટથી લઈને ટ્રાવેલ એક્સેસરીઝ સુધીના કેટલાક સૌથી વધુ સ્ટાઇલિશ અને વ્યક્તિગત ગિફ્ટ આઈડિયા વિશે વાત કરીએ.

તમને ખબર છે? દુબઈના પ્રિન્સ શેખ મોહમ્મદને તેમના પિતા દ્વારા આપવામાં આવેલ રેકોર્ડ $22 મિલિયનમાં બનાવેલ સ્ટેડિયમને અત્યાર સુધીની સૌથી મોંઘી લગ્નની ગિફ્ટ માનવામાં આવે છે.

બેસ્ટ લગ્નના ગિફ્ટ આઈડિયા

જ્વેલરી

ભારતમાં, કોઈપણ લગ્ન ઘરેણાં વિના પુરા થતા નથી. મોંઘાથી લઈને સસ્તા સુધી (તમારા ગિફ્ટિંગ બજેટ મુજબ) - જ્વેલરીના કસ્ટમાઇઝ પીસને ભારતમાં બેસ્ટ લક્ઝરી વેડિંગ ગિફ્ટ ગણવામાં આવે છે.

રોમેન્ટિક ગેટવે

આ કોઈપણ નવદંપતી માટે એક અદ્ભુત ગિફ્ટ છે! ઐતિહાસિક હોટેલ અથવા વૂડલેન્ડ રીટ્રીટમાં આરામનું વેકેશન તમારી જોડી પ્રત્યેનો તમારો પ્રેમ દર્શાવે છે. આ એક અલગ જગ્યાએ બીચ રિસોર્ટ પણ હોઈ શકે છે જ્યાં જોડી એક સાથે ક્વાલિટી સમય પસાર કરી શકે છે. જેનો સિધો મતલબ, જોડીને આરામથી રહેવા માટે ક્વાલિટી સમય આપવો છે.

એર પ્યુરિફાયર

'પ્રેમ હવામાં છે,' તેવુ કહેવામાં આવે છે. પણ આટલું બધું પ્રદૂષણ હોય ત્યારે પ્રેમ માટે જગ્યા ક્યાં છે? પ્રેક્ટિકલ થઈને જોઈએ તો, ખાસ કરીને શહેરોમાં રહેતા લોકો માટે એર પ્યુરિફાયર એ એક જરૂર વસ્તુ છે. તાજી હવાનો શ્વાસ દંપતીને ખુશ કરી શકે છે. કોર્ડલેસ એર પ્યુરિફાયરએ એક સારો ગિફ્ટ આઈડિયા છે, કારણ કે તેનો ઉપયોગ ઘરના કોઈપણ ભાગમાં થઈ શકે છે. સુગંધિત તેલનો ઉપયોગ રોમેન્ટિક અને આરામદાયક વાતાવરણ બનાવવા માટે પણ થઈ શકે છે.

સબ્સ્ક્રિપ્શનની ગિફ્ટ આપો

જો તમે દંપતીને જાણો છો, તો તમે કદાચ તેમની કોન્ટેન્ટ જોવાની આદતોથી પણ વાકેફ હશો, પછી ભલે તે મેગેઝિન હોય કે ઑન-ડિમાન્ડ સ્ટ્રીમિંગ. લોકપ્રિય મેગેઝિન, એમેઝોન પ્રાઇમ અથવા નેટફ્લિક્સનું એક વર્ષનું સબ્સ્ક્રિપ્શન નવદંપતિ માટે સૌથી સારો ક્વાલિટી સમય આપી શકે છે.

તેમનું ઘરે સ્વાગત કરો

ઘણા પરિણીત યુગલો તેમના નવા જીવનની ઉજ્જવળ શરૂઆત કરવા માટે નવું ઘર ખરીદે છે. ક્રાફ્ટ કરેલ પર્સનલાઈસ્ડ કટિંગ બોર્ડએ નવા ઘરમાં જતા યુગલો માટે સૌથી સુંદર લગ્નની ગિફ્ટ હોય શકે છે! બાંબુ બોર્ડ લગ્નના સમય પર આપવાથી ગિફ્ટ ડબલ થઈ જાય છે અને તેનો ઉપયોગ જમવાનું બનાવવા, નાસ્તો સર્વ કરવા, અને ચારક્યુરી બોર્ડ ના રૂપમાં પણ થઈ શકે છે. જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે બોર્ડ ડિસ્પ્લે પર સરસ દેખાય છે અને તેઓને તેમના લગ્નના દિવસની યાદ અપાવે છે. એ દિવસ જ્યારે તેઓએ ફેમિલી તરીકે તેમના નવા જીવનની શરૂઆત કરી હતી.

શેડો બોક્સમાં તેમની ખુશીઓથી ભરેલ યાદો

તેમના લગ્ન તેમના જીવનના તે સમયમાંથી એક હશે જ્યારે દરેક પળ એવી લાગશે, જે તેઓએ તેમના બાકીના જીવન માટે સાચવવી જોઈએ. તેઓ સુંદર શેડો બોક્સ ગિફ્ટ સાથે તેઓ એ સમયને ફરીથી જીવી શકે છે. આ શેડો બોક્સ સેટ લગ્નની અનોખી ગિફ્ટ હશે જે તેમને તેમનો તેમના જીવનના સૌથી સુંદર દિવસને ફરી જોવાની તક આપશે. તેમના બુકે માટે પરફેક્ટ, રિસેપ્શનના ફૂલો અથવા ફોટા માટે પણ શેડો બોક્સ લગ્નની સૌથી ક્રિએટિવ ગિફ્ટ હશે, જે તેમને તેમના સૌથી સુંદર દિવસને ભરી યાદ કરવામાં મદદ કરશે.

લવલી વાઇન ચિલર

સુખી દંપતીને સતત વાઇનને ઠંડા કરનારી ચિલરની ગિફ્ટ આપો! આ વાઇન કૂલર એ સૌથી અલગ, અને કોઈ સાધારણ વાઈન ચિલર નથી અને તે તમારા કિચન રૂમ અથવા ડાઈનિંગ રૂમમાં સજાવટનું પણ કામ કરશે.  તેઓ ચિલરને પસંદ કરશે કારણ કે તે ગેરંટી આપશે કે તેમની વાઈનની બોતલ જે તેમને લગ્નની ગિફ્ટમાં કે વર્ષગાંઠ માટે તેમની પહેલી ડ્રિંકને માટે રાખેલ છે, જે સારી રીતે ઠંડી થઈ જાય.

ગેજેટ્સ

ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, જેમ કે ફાયર સ્ટીક, સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી અથવા ટેબ્લેટ, પ્રેક્ટિકલ ગિફ્ટ હોય શકે છે અને લગ્નની ગિફ્ટનો સૌથી સારો વિચારો બનાવી શકે છે.

બાથરોબ

બાથરોબએ નરમ અને સુંદર ગિફ્ટ છે નવદંપતિ માટે. જે દંપતિ નહાતી વખતે કે પછી રિલેક્સ થવા સમય પર પહેરી શકે છે. એક સારો બાથરોબ કે જે ટર્કિશ કોટનથી બનેલો હોય, જેની ઉપર સારી વણાટ અને અંદરથી નરમ હોય છે. રવિવારની સવાર આરામથી પસાર કરવાની આ સૌથી સારી રીત છે.

પરફ્યુમ / સુગંધી કેન્ડલ

પરફ્યુમને માત્ર ખુશ્બુ જ નહીં પરંતુ તે સુગંધ પણ માનવામાં આવે છે જે તમને કોઈ ખાસ વ્યક્તિની યાદ અપાવે છે. તમે કપલની પરફ્યુમની પસંદગીઓ વિશે જાણવાનો પ્રયાસ કરો. ખુશ્બુથી પ્રેમને વ્યક્ત કરો અને દંપતીને સૌથી સારા પરફ્યુમ સેટની ગિફ્ટ આપો. તેમને સુગંધિત કેન્ડલ પણ તમે ગિફ્ટ કરી શકો છો, જે એક શાંતનો પ્રભાવ આપે છે અને તેનો ઉપયોગ સમગ્ર વાતાવરણને જીવંત કરવા માટે કરી શકાય છે. તેની નાજુક સુગંધ થાકેલી જોડીને ફ્રેશ કરશે અને બેસ્ટ વેડિંગ ગિફ્ટ આઈડિયાઝ બનાવશે!

કેશ

જો તમને ખબર ન હોય કે દંપતીને શું ગમશે અને તમે તેને સિમ્પલ રાખવા માંગતા હોય તો તમે ગિફ્ટ તરીકે કેશ આપી શકો છો. વધુમાં રોકડ ગિફ્ટ આપવાથી યુગલને તેમને ભવિષ્યના ખર્ચા માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.

બેગ્સ

તમે તમારી મનપસંદ નવપરિણીત જોડીને એક અત્યાધુનિક સ્ટ્રેપ બેગ આપી શકો છો, તેની ખાતરી કરીને કે તેઓ સ્ટાઇલમાં મુસાફરી કરી શકે છે. પછી ભલે તેઓ તેમના હનીમૂન પર હોય કે વિક એન્ડ પર હોય. તેને પર્સનલ ટચ આપવા માટે હાથથી પેઇન્ટેડ શિલાલેખ અથવા ફોઇલ્સ સાથે પર્સનલાઈઝ કરી શકાય છે.

બોર્ડ ગેમ્સ

કપલ બોર્ડ ગેમ્સ રમીને તેમની સુસંગતતા સુધારી શકે છે. જે ત્રણ રીતે ફાયદાકારક છે:

1. કોમ્પિટીટિવ એક્ટિવીટીને રમવાથી એડ્રેનાલિનનું સ્તર વધે છે અને નવપરિણીત કપલ વચ્ચેના સંબંધો મજબૂત બને છે.

2. જીવનસાથી બીજાની કોગ્રિટિવ પ્રક્રિયાને વધુ સારી રીતે સમજી શકે છે, પરિણામે વધુ સારી સમજણ પ્રાપ્ત થાય છે.

3. આ એક મનોરંજક શોખ છે જે તમને તમારા પરિવાર સાથે વધુ સમય પસાર કરવાની તક આપે છે.

કસ્ટમ ડ્રિંકિંગ ગ્લાસ

તમને દંપતિ માટે કસ્ટમ ડ્રિકિંગ ગ્લાસથી વધુ ઓરિજનલ વિચારો લગ્નની ગિફ્ટના માટે મળશે નહીં, જેઓ ડ્રિંક કરવાનું પસંદ કરે છે એમના માટે. તેઓ ખાસ કરીને તેમના લગ્નના દિવસની સાંજ અને કામ પછીના ડ્રિંક માટે પોતાના કસ્ટમ બનાવેલ ગ્લાસને પસંદ કરશે. જો તમે તેમને મેચિંગ સેટ આપો છો, તો ખાતરી કરો કે તમે તેમને બિયરનું છ-પૅક અને વાઇનની એક બોટલ પણ આપો. કારણ કે તેઓ ગિફ્ટ ઓપન કરીને પહેલા જ તેમના નવા ગ્લાસનો ઉપયોગ કરે.

પ્રી-પેઇડ વેડિંગ કાર્ડ્સ

આ દુલ્હનને ઓવરસ્ટફ્ડ એન્વલપ્સ આપવામાં આવતાં વર્ષો જુના રિવાજોને આજે સૌથી લોકપ્રિય ગિફ્ટ વિકલ્પોમાંથી એક વિકલ્પના રૂપમાં બદલ્યો છે. દરેક દંપતિને જ્યારે તેઓને તેમના લગ્ન જીવનની શરૂઆત માટે નાણાકીય સહાયની જરૂર હોય છે, અને તેઓ તેમના ઘરને સજાવવા માટે જરૂરી વસ્તુઓ ખરીદી શકે છે. આ વિકલ્પ મોટાભાગની બેંકોમાં ઉપલબ્ધ છે, અને તમે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પણ ચૂકવણી કરી શકો છો. આ ગિફ્ટ આપવાનો એક સરળ અને અસરકારક પ્રકાર છે જે ગિફ્ટ મેળવનારને પસંદ આવશે કેમકે તે ગિફ્ટ ખરીદી શકે છે.

નિષ્કર્ષ

કોઈપણ દંપતી જે લગ્નનું રજિસ્ટર બનાવે છે તે તેમની ભાવિ જરૂરિયાતો વિશે વધુ પ્રેક્ટિકલ હોય શકે છે. જો કે, દરેક વ્યક્તિની એવી અપેક્ષા હોય છેકે ગિફ્ટમાં સાદા ચેકની જગ્યા પર કાંઈક અલગ અને ખાસ હોય. તમારે ગિફ્ટને યુનિક, પ્રેક્ટિકલ અને હટકે બનાવવાનો પ્રયત્નો કરવા માંગતા હોય, તો તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. જ્યારે તમે લગ્નની ગિફ્ટ આપો છો, ત્યારે તમે સુખી દંપતીને લગ્ન કરવાના અને બાકીનું જીવન સાથે વિતાવવાના નિર્ણય બદલ અભિનંદન પણ આપી રહ્યાં છો. આ યુનિક લગ્ન ગિફ્ટ વિચારો સાથે, તમારી ગિફ્ટ તમારા તરફથી અભિનંદન પાઠવશે. નવીનતમ અપડેટ્સ, સમાચાર બ્લોગ્સ અને માઈક્રો, નાના અને મધ્યમ વ્યવસાયો (MSME), બિઝનેસ ટિપ્સ, ઈન્કમ ટેક્સ, GST, સેલેરી અને એકાઉન્ટિંગ સંબંધિત લેખો માટે Khatabook ફોલો કરો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રશ્ન: લગ્ન કરનાર કપલ માટે લગ્નની ગિફ્ટ માટેના કેટલાક બેસ્ટ આઈડિયા શું છે?

જવાબ:

દંપતી માટે બેસ્ટ લગ્ન ગિફ્ટ આઈડિયા કિચનની વસ્તુઓ અને ઘર સજાવટનો સામાન છે. તમે આ આઈટમોને બધી જ ગિફ્ટની દુકાનો પર દંપતીના પર્સનલ રિફ્લેક્ટર કરવા માટે કસ્ટમાઇઝ પણ કરી શકો છો.

પ્રશ્ન: જેની પાસે બધું જ છે તેને આપણે કેવા પ્રકારની લગ્નની ગિફ્ટ આપવી જોઈએ?

જવાબ:

કપલો માટે પણ કે જેઓ પાસે બધું છે, આ વસ્તુઓ સંપૂર્ણપણે તેમના વિચારોથી પરે હશે. જે દંપતી પાસે આ બધું છે તેમના માટે અહીં કેટલાક બેસ્ટ વેડિંગ ગિફ્ટ આઇડિયા છે.

 

કસ્ટમ પ્રિન્ટીંગ અથવા મોનોગ્રામ સાથેની વસ્તુઓ

બ્લેન્કેટ અને પિકનિક બાસ્કેટ

નામ સાથે વાઇન બોક્સ

કોફી માટે પરકોલેટર

કેરીઓલ લગેજ 

ઓલ-ઇન-વન ટ્રે

મેડ-ટુ-ઓર્ડર પ્લાનટીંગ ટ્યુબ/ફુલદાન

બેસ્ટ ક્વાલિટીની સુગંધિત મીણબત્તીઓ

કૈરી ઓલ લગેજ

એમેઝોન ગિફ્ટ કાર્ડ્સ

Sephora ગિફ્ટ કાર્ડ

ફરની મેટ અથવા રગ

ગાર્ડનિંગ માટે કીટ

લગ્ન માટે વ્હિસ્કી ગિફ્ટ સેટ

મુસાફરી માટે જરૂરી વસ્તુઓ

સ્પા કિટ (ઓલ-ઇન-વન) (બ્યુટી ગિફ્ટ બાસ્કેટ)

બોર્ડ માટે ગેમ્સ

બ્લૂટૂથ સ્પીકર

Wifi સાથે રાઉટર

પ્રશ્ન: ઓછા ખર્ચે લગ્નની ગિફ્ટ માટે કેટલાક સારા વિચારો શું છે? જવાબ: અહીં ટોપની 5 બજેટ લગ્નની ગિફ્ટ છે:

જવાબ:

  • ફોટો ફ્રેમ્સ
  • ડિનર સેટ
  • કેશ
  • પર્સનલાઈજેશન સાથે મગ સેટ
  • બેડિંગ માટે આઈટમો

પ્રશ્ન: શું લગ્નની ગિફ્ટ તરીકે કેશ આપવુંએ અપવિત્ર માનવામાં આવે છે?

જવાબ:

ના, રોકડ એ ખૂબ જ પ્રેક્ટિકલ અને સારી રીતે મેળવેલ લગ્નની ગિફ્ટ છે. બધા જ પ્રકારના દંપતિ માટે, આ ચોક્કસપણે સૌથી સુરક્ષિત અને સૌથી મૂલ્યવાન ગિફ્ટ વિકલ્પ છે.

પ્રશ્ન: ભારતીય કપલ માટે આદર્શ લગ્ન ગિફ્ટ શું છે?

જવાબ:

જ્વેલરી એ ભારતીય લગ્ન માટે આદર્શ ભેટ છે. દંપતિને તેમના નવા જીવનમાં સારા નસીબના સંકેત તરીકે ચેઈન, કાનની બુટ્ટી અથવા બંગડીઓ જેવા સોનાના દાગીના આપવાને શુભ માનવામાં આવે છે.

અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.