written by khatabook | August 5, 2020

MahaGST – મહારાષ્ટ્ર માં જીએસટી નું ઓનલાઇન પોર્ટલ

ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) ની રજૂઆત એ પાછલા ટેક્સ સ્ટ્રક્ચરની અસ્પષ્ટ અસર માં સુધારા કર્યા છે. 2017 માં તેનો અમલ થયો ત્યારથી, વ્યવસાયોને વિવિધ રીતે ફાયદો થયો હોય તેવું લાગે છે.

સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવેરા કાયદાએ ખાસ કરીને ઇ-કોમર્સ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રની વ્યવસાયિક ક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે. પાછલા ટેક્સ શાસન હેઠળ આવું કસુ નહોતું, જેમાં કરવેરા કાયદાને લીધે મૂંઝવણભર્યું કર હતું જેના લીધે કરવેરા ભરવા માં પણ ખૂબ જ મુશ્કેલી થતી.

જો તમે જીએસટી શાસન હેઠળ તમારો વ્યવસાય નોંધાવ્યો છે, તો તમે ઓનલાઇન પોર્ટલનો ઉપયોગ કરીને જીએસટી ની ઓનલાઇન ચુકવણીઓ કરી શકો છો . જો તમે મહારાષ્ટ્રમાં કરદાતા છો, તો જરૂર થી MahaGST ની મુલાકાત લો.

જ્યારે કોઈ ને વિચાર આવે કે કોઈ એક રાજ્ય માટે અલગ ઓનલાઇન પોર્ટલ બનાવવાની શું જરૂર પડી, ત્યારે ધ્યાન માં લેવું જોઈએ કે મહારાષ્ટ્ર એ મહારાષ્ટ્ર ગૂડ્સ એંડ સર્વિસિસ ટેક્સ ડિપાર્ટમેંટ ના વહીવટ હેઠળ આવતા અલગ અલગ કાયદા ની બાકી રકમ માટે એક સેટલ્મેંટ સ્કીમ જાહેર કરી હતી.

MahaGST શું છે?

MahaGST એ કરવેરા વહીવટતંત્ર અને ઓનલાઇન પોર્ટલ છે જેનો અર્થ મહારાષ્ટ્રમાં જીએસટી રજીસ્ટ્રેશન કરવા અને મહારાષ્ટ્રના રહેવાસીઓ માટે જીએસટી ની ઓનલાઇન ચુકવણી ની પ્રક્રિયા સરળ બનાવવી છે.

MahaGST એ તેની ક્રેડિટ તથા સેવાઓ અને સુવિધાઓનો ઢગલો છે. અમુક ઉલ્લેખનીય સુવિધાઓ જેવી કે, જીએસટી નોંધણી, GSTIN ની સ્થિતિ ને ટ્રેક કરવી , જીએસટી નિયમો અને સૂચનાઓ, અદ્યતન પરિપત્રો અને સમાચાર. તેમાં વેટ અન્ય નિયમો અને એક FAQ વિભાગ પણ શામેલ છે.

MahaGST ના કાર્યોમાં ડીપ ડાઇવ

MahaGST મહારાષ્ટ્ર વેલ્યુ એડેડ ટેક્સ, 2002, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ એક્ટ, 1956, પ્રોફેશન ટેક્સ એક્ટ, 1975, મહારાષ્ટ્ર શેરડી ખરીદ વેર અધિનિયમ, 1962, સ્થાનિક ક્ષેત્રમાં માલના પ્રવેશ પરનો મહારાષ્ટ્ર ટેક્સ, 2002 નો વહીવટ કરે છે.

મહારાષ્ટ્ર વેલ્યુ એડેડ ટેક્સ, 2002

પૂર્વ - VAT સ્ટેટ ટેક્સ સ્ટ્રક્ચર હેઠળ, જેમાં નોંધપાત્ર મુદ્દાઓ હતા જેમ કે ચીજવસ્તુઓના ડબલ ટેક્સ અને કરના ગુણાકાર શામેલ હતા, જેના પરિણામે કાસ્કેડિંગ અસર સર્જાય હતી. ઉદાહરણ તરીકે, કોઈ ચીજવસ્તુ પેદા થાય તે પહેલાં ઇનપુટ્સ પર ટેક્સ લાગશે અને પછી ફરીથી ઉત્પાદન સમયે. આનાથી અન્યાયી ડબલ કર લાગુ પડતો હતો. VAT ની રજૂઆત અને અમલિકાર બાદ હવે ટર્નઓવર ટેક્સ, વેચાણ વેરા પરના સરચાર્જ,અને અન્ય ટેક્સ જેવા વેરા ઓ નાબૂદ કરવામાં આવ્યા છે.

વધારે સીધી અને વધુ પારદર્શક સિસ્ટમ માટે બનાવેલ VAT માળખું, અને તેના ફાયદા:

  • કુલ બધા બોજ નું રેશનલલાઇઝેશન
  • ભાવ માં ઘટાડો
  • પારદર્શિતામાં વધારો
  • વેપાર ની આવકમાં વધારો

પ્રોફેશન ટેક્સ એક્ટ, 1975

સમાજના નબળા વર્ગ ની સેવ માં પહોંચી વળવા, સરકારોજગાર ગેરંટી યોજના તરીકે ઓળખાતી એક યોજના શરૂ કરી. યોજનામાં અકુશળ ગ્રામીણ મજૂરો માટે તેમની કામગીરીની ગુણવત્તા અને માત્રા અનુસાર ચુકવણી સાથે મેન્યુઅલ કાર્યની બાંયધરી આપવામાં આવી છે.

મહારાષ્ટ્ર ટેક્સ ઓન એન્ટ્રી ઓફ મોટર વેહિકલ્સ ઈનટુ લોકલ એરિયાસ એક્ટ, 1962

આ કાયદો 18/12/1987 ના રોજ અમલમાં આવ્યો હતો. આ પહેલા, અસંખ્ય મોટર વાહન ઉત્પાદકો અને વિતરકોએ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોમાં તેમના ડેપો ખોલ્યા હતા જ્યાં વેચાણ પરનો વેરો નોંધપાત્ર રીતે ઓછો હોવાનું માનવામાં આવતું હતું.

પરિણામે, મહારાષ્ટ્રિયન રાજ્યની આવકમાં સતત ઘટાડો થયો હતો.

વેચાણવેરાની આવકના નુકસાનની ભરપાઇ માટે આ કર લાવવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્ર માં લાવવામાં આવેલા મોટર વાહનોની ખરીદી જો અન્ય રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કરવા માં આવી હોય તો આ કાર લાગે છે તથા મહારાષ્ટ્ર રાજ્યમાં ઉપયોગ કરવા અથવા વેચવા માટે આ પ્રવેશ કર વસૂલવામાં આવે છે.

રાજ્યમાં લાવવામાં આવેલ મોટર વ્હીકલ ની મહારાષ્ટ્રમાં નોંધણી કરાવવાની જવાબદારી તે મોટર વાહન અધિનિયમ હેઠળ શરતને પાત્ર છે.

MahaGST ની સેવાઓ

જો તમે જીએસટી નંબર (GSTIN ) સાથે તમારો વ્યવસાય નોંધાવ્યો ના હોય, તો MahaGST તમને આ કરવાની ઉપલબ્ધિ પૂરી પાડે છે. જીએસટી નોંધણી ની પસંદગી કરવાના ઘણા ફાયદા છે.

  • તમારા વ્યવસાયની જીએસટી નોંધણી કરવાથી તમને માલ અથવા સેવાઓના સપ્લાયર તરીકે ની કાનૂની માન્યતા પ્રાપ્ત થાય છે.
  • જો તમારો વ્યવસાય સતત જીએસટી ચુકવણી કરે છે અને રિટર્ન ફાઇલ કરતાં હોય, તો તમે સરકાર અને હિસ્સેદારોની નજરમાં તમારી વિશ્વસનીયતા વધારી શકો છો.
  • તમારો જીએસટી નંબર (GSTIN) ઇનપુટ ટેક્સ ક્રેડિટની પ્રક્રિયાને સરળ બનાવે છે. જો તમે સતત જીએસટી ચૂકવણી કરો છો, તો તમે ખરીદી પર ચૂકવેલ ટેક્સ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી શકો છો.
  • આંતરરાજ્ય લેવડદેવડ કરવા અને બિનજરૂરી નિયંત્રણોના બંધન વિના તમારા બજારને વિસ્તૃત કરવા માટે તમારે તમારા વ્યવસાય માટે એક GSTIN હોવો ખુબજ આવશ્યક છે.

GSTIN વેરિફિકેશન

જીએસટી નોંધણી વિક્રેતાઓ અને સપ્લાય કરનારાઓ માટે હવે ફરજિયાત છે તે હકીકતને ધ્યાનમાં લેતા, આ આશ્ચર્યજનક વાત નથી કે તેમાંનો મોટો ભાગ બનાવટી જીએસટી નંબરનો ઉપયોગ કરી રહ્યો છે.

આ વ્યવસાયો સરકારની ચકાસણીથી બચવા માટે નકલી જીએસટી નંબરનો ઉપયોગ કરે છે.અસલી ટેક્સ નો ભાગ ધરાવતા નકલી જીએસટી નંબર સાથે ઇન્વોઇસ (બિલ) આપીને તેઓ અત્યાર સુધી આ કૃત્ય માંથી છૂટવામાં સફળ થયા છે.

આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે, ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતો આ ટેક્સ સરકારને જતો નથી. જેથી, તમે જે વ્યવસાય સાથે જોડાવા માંગો છો તેની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે તમારે GSTIN ઓનલાઇન ચકાસવું ખુબજ આવશ્યક બની જાય છે.

અગાઉ જણાવ્યા મુજબ, GSTIN ની ચકાસણી તમને વિક્રેતાઓ અને સપ્લાયર્સની સત્યતા તપાસવાની ઉપલબ્ધિ પૂરી પાડે છે, જેથી તમે છેતરપિંડીનો ભોગ બનતા અટકાવ છો.

જીએસટી નંબરની ચકાસણી થી ટેક્સની હેરાફેરી અને ચોરીના બનાવો માં નોંધપાત્ર ઘટાડો થયો છે તે સાબિત કર્યું છે અને તેની પારદર્શિતાની ખાતરી આપી છે.

MahaGST તમને તમારી પસંદ ના જીએસટી નંબર ની ચકાસણી કરવાની સરળ ઉપલબ્ધિ પૂરી પાડે છે. તમે ફક્ત સત્તાવાર MahaGST ની વેબસાઇટ પર જાઓ, હવે 'Dealer Services' વિકલ્પ પસંદ કરો, અને 'Know Your GST Taxpayer' પર ક્લિક કરો અને ત્યારબાદ GSTIN દાખલ કરો. જો તમારી પાસે GSTIN નથી પરંતુ તમારી પાસે અસ્થાયી ઓળખ નંબર (TIN) છે, તો 'Know your Taxpayer' પર ક્લિક કરો, TIN વિકલ્પ પસંદ કરો અને TIN દાખલ કરો.

નિષ્કર્ષ

આ કેટલીક આવશ્યક સેવાઓ છે જે MahaGST આપે છે. તેમની અન્ય સેવાઓ અને સુવિધાઓ માં ટેક્સ કેલેન્ડર, એપ્લિકેશન રેફરેન્સ નંબર (ARN) નું ટ્રેકિંગ, જીએસટી અપડેટ્સ અને સૂચનાઓ જેવુ ઘણું શામેલ છે તેને જોવાનું અને તેના વિષે જાણવા નું ભુલશો નહિ.

mail-box-lead-generation

Got a question ?

Let us know and we'll get you the answers

Please leave your name and phone number and we'll be happy to email you with information

Related Posts

None

જોબ વર્ક માટે એક્સેલ અને વર્ડમાં ડિલીવરી ચલણનું ફોર્મેટ


None

ભારતમાં GST ના પ્રકાર - CGST, SGST અને IGST શું છે?


None

તમે સર્ટિફાઈડ GST પ્રેક્ટિશનર કેવી રીતે બનશો?


None

ઈ-વે બિલ શું છે? ઈ-વે બિલ કેવી રીતે બનાવવું?


None

GST નંબર: દરેક વ્યવસાય ને જરૂરિ એવો ૧૫ અંકો નો નંબર

1 min read

None

ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓ કેવી રીતે નાના વ્યવસાયોને નફો આપે છે?

1 min read

None

GSTN (જીએસટીએન) - મહત્ત્વ, ફોર્મેટ & જીએસટી નંબર માટે કઇ રીતે અપ્લાઈ કરવું તે વિષે જાણીએ.

1 min read

None

જીએસટી અંતર્ગત કમ્પોસજીશન હેઠળ રજિસ્ટર કરવાના ફાયદાઓ?

1 min read

None

જીએસટી અંતર્ગત કમ્પોસજીશન સ્કીમ ની માહિતી?

1 min read