written by Khatabook | April 2, 2022

ભારતમાં કોલ્ડ ડ્રિંક વ્યવસાય શરૂ કરવા માટેનું માર્ગદર્શન

કોલ્ડ ડ્રિંકનો વ્યવસાયએ સારી સર્વિસની ખરેખર વધુ ગ્રાહકોની સંખ્યાને કારણે વ્યવસાય નફાકારક છે. જો કે એ વાતનો ઈન્કાર કરી શકાતો નથી કે બેવરેજ કંપની શરૂ કરવી એ ગૂંચવણો અને પ્રતિબંધોથી ભરેલ છે.

ગોલ્ડસ્ટેઇન માર્કેટ ઇન્ટેલિજન્સ પ્રમાણે, ભારતનું પેકેજ્ડ નોન-આલ્કોહોલિક ડ્રિંકનું બજાર 2017 થી 2030 સુધી 16.2% ના CAGR સુધી વધવાની ધારણા છે. આ સિવાય જેમ જેમ વધુ વ્યક્તિઓ ઠંડા પીણાં તરફ વળે છે, બજાર નિક્કી કરેલ સમયગાળાના અંત સુધીમાં ₹150 અબજ સુધી પહોંચવાની અપેક્ષા છે.

ભારતમાં સ્ક્વોશ, ફ્રુટ જ્યુસ, સોફ્ટ ડ્રિંક્સ, એઅરેટેડ વોટર, મિનરલ વોટર અને સીરપ જેવા બિન-આલ્કોહોલિક પીણા ક્ષેત્રે તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર રીતે વિકાસ થયો છે. સોફ્ટ ડ્રિંક્સ એ એક પ્રકારનું બિન-આલ્કોહોલિક પીણું છે જે સામાન્ય રીતે કાર્બોરેટેડ નથી હોતું અને તેમાં કુદરતી અથવા કૃત્રિમ ગળપણ, ખાદ્ય એસિડ્સ, કુદરતી અથવા કૃત્રિમ સ્વાદો અને ક્યારેક જ્યુસ હોય છે. નેચરલ સ્વાદ ફળો, બદામ, બેરી, મૂળ, જડીબુટ્ટીઓ અને અન્ય છોડના સ્ત્રોતોમાંથી મળે છે; ભારતમાં લોકપ્રિય સોફ્ટ ડ્રિંક્સમાં બિસલેરી, માઝા, સ્પ્રાઈટ અને ફ્રુટીનો સમાવેશ થાય છે.

અર્થતંત્રની જેમ ભારતની વસ્તી વધી રહી છે અને પરિણામે ખાદ્યપદાર્થો અને પીણાંની જરૂરિયાત પણ વધી રહી છે. ભારતમાં પીણા ઉદ્યોગમાં વૃદ્ધિની મોટી સંભાવના છે, આમ આ વ્યવસાય સાથે જોડાવુએ એક સારૂ સાહસ હશે. ભારતમાં સોફ્ટ ડ્રિંકનો વ્યવસાય શરૂ કરવા માટેના નિયમો તેમજ તમારા વિસ્તારમાં જથ્થાબંધ ઠંડા પીણાના સપ્લાયરો સાથે કેવી રીતે કોલાબ્રેટ કરવુ તે વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.

તમને ખબર છે? 1.3 બિલિયન લોકો સાથે ભારત વિશ્વના સૌથી મોટા કન્સ્યૂમર માર્કેટમાંનું એક છે અને સાથે 25 વર્ષથી ઓછી વયની અડધાથી વધુ વસ્તી સાથે સૌથી યુવા માર્કેટમાંથી પણ એક છે. તેથી તમારી નજીકમાં કોલ્ડ ડ્રિંકની એજન્સી ચલાવવીએ નફાકારક વેન્ચર બની શકે છે.

 

કોલ્ડ ડ્રિંકના પ્રોડક્શન માટે બિઝનેસ પ્લાન

આ બિઝનેસનો સૌથી મહત્વપૂર્ણ કોમ્પોનન્ટ એક ફૂલપ્રૂફ બિઝનેસ પ્લાન બનાવવો છે. જેને કરવા માટે તમારે પહેલા માર્કેટ રિસર્ચ કરવું જરૂરી છે. માર્કેટની જરૂરિયાતોને ઓળખો અને પછી તમે જે ચોક્કસ પ્રોડક્ટ બનાવવા માંગો છો તે નક્કી કરો.

આ શરૂ કરવા માટે તમારે કેટલા પૈસાની જરૂર પડશે તે નક્કી કરો. ફિક્સ અને વેરિયેબલ ખર્ચ બંનેની ગણતરી કરવી જરૂરી છે. તમારા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ઠંડા પીણાના ડીલરો સાથે સ્ટ્રેચરજીક કોલાબ્રેશન કરો અને પ્રોડક્ટ માટે માર્કેટિંગ અને ડિસ્ટીબ્યુશન પ્લાન તૈયાર કરો.

 

કોલ્ડ ડ્રિંક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવાનો ખર્ચ કેટલો થશે?

પ્રોડક્શન ક્ષમતાના આધારે, મશીનની એક પેરની સાથે કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક ઓટોમેટેડ ફેક્ટરીની કિંમત ₹20 લાખથી ₹50 લાખ સુધીની હશે. સેમી-ઓટોમેટિક મશીન સાથે કિંમત ઘટીને આશરે ₹10-15 લાખ થઈ જશે.

સાથે જ તમારે જમીન, ઇન્વેન્ટરી, લિગલ ફી, મજૂરી અને ત્રણ મહિનાની વર્કિંગ કેપિટલમાં પણ નાણાંની જરૂર પડશે. ભારતમાં સોફ્ટ ડ્રિંક મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી શરૂ કરવા માટે કુલ ₹30 લાખથી ₹1 કરોડના રોકાણની જરૂર પડશે.

 

કોલ્ડ ડ્રિંકના મેન્યુફેક્ચરિંગ માટે શું જરૂરી છે?

કોલ્ડ ડ્રિંક ડિસ્ટ્રીબ્યુટરશિપ શરૂ કરવા માટે કેટલીક જરૂરી જરૂરીયાતો છે:

 

કાચો માલ

તમે સપ્લાય કરો છો તે સોફ્ટ ડ્રિંકના પ્રકાર પર આધાર રાખીને, તમારે ડ્રિંક બનાવવા માટે વિવિધ પ્રકારના કાચા માલની જરૂર પડશે. ડ્રિંક પ્રોડક્શન પ્રક્રિયામાં પાણીની બોટલ મહત્વની ભૂમિકા ભજવે છે. તેવી જ રીતે તમારી ફેક્ટરીમાં તાજા પાણીનો પૂરતો પુરવઠો હોવો પણ જરૂરી છે. અંતે સારી રીતે મેનેજ ઇન્વેન્ટરી અને સરળ સપ્લાય ચેન ખાતરી કરે છે કે પ્રોડક્શન સેડ્યુલ થયેલ છે અને સમયસર પૂરૂ થાય છે.

કોલ્ડ ડ્રિંક પ્રોડક્શન ફેસિલિટી માટે ખાંડ, પ્રિઝર્વેટિવ્સ, કાર્બોનેટેડ પાણી અને કૃત્રિમ ફ્લેવર જેવા કાચા માલની જરૂર પડી શકે છે. સારી રીતે મટીરિયલ અને ફ્રેશ ફળો મળી રહે તેના માટે ફળોના બગીચાઓ તમારા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની નજીક હોવા જોઈએ.

 

ઈન્ફ્રાસ્ટ્રક્ચર

ડ્રિંકના પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ શરૂ કરતી વખતે યોગ્ય સાઇટ પસંદ કરવી મહત્વપૂર્ણ છે. પર્યાવરણીય સ્વાસ્થ્યના જોખમોને ટાળવા માટે મોટાભાગની ફેક્ટરીઓ શહેરોની બહાર શરૂ કરવામાં આવે છે. જો કે, અન્ય કિસ્સાઓમાં, જેમ કે ઠંડા પીણાની ફેક્ટરી, હાઇ-સ્પીડ ટેક્નોલોજી સાથે અત્યાધુનિક પ્રોડક્શન વિકસાવવા માટે ખાસ ધ્યાન આપવું જોઈએ.

 

મશીનરી

યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની શરૂ કર્યા પછી મુખ્ય વિચારણા યોગ્ય સાધનો અને મશીનો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. જે એ નક્કી કરશે કે બિઝનેસ માલિકો ખર્ચ ઘટાડવા માટે, ખાસ કરીને પ્રોડક્ટ ઉદ્યોગમાં સરળ, ઓછી ખર્ચાળ મશીનરી પસંદ કરે છે. પ્રોડક્શન પ્રક્રિયાને શરૂ કરતી વખતે ક્યારે પણ મશીનરીની ગુણવત્તા સાથે કોમ્પ્રોમાઈસ ન કરવું જોઈએ.

દરેક સમયે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે ફેક્ટરીઓમાં સારી ગુણવત્તાની મશીનરી અને અત્યાધુનિક સાધનો અને ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે મિક્સર, રેફ્રિજરેટર્સ, કોમ્પ્રેસર, બ્લેન્ડિંગ સિસ્ટમ્સ, કાર્બો કૂલર્સ અને બીજુ ઘણુ બધુ.

 

પ્રક્રિયા

દરેક ડ્રિંકને બનાવવાની પ્રક્રિયા અલગ અલગ હોય છે, અને આ અભિગમ જ નક્કી કરે છે કે ડ્રિંક સફળ છે કે નિષ્ફળ. ડ્રિંકના ફોર્મ્યુલાને પ્રોડક્શનમાં મૂકતા પહેલા તેની સલામતીની ખાતરી કરવી પણ મહત્વપૂર્ણ છે.

 

માર્કેટિંગ અને બ્રાન્ડિંગ

યોગ્ય માર્કેટિંગ અને બ્રાન્ડિંગની રણનીતીનો ઉપયોગ ડ્રિંક કંપનીની સફળતા માટે મહત્વનું સાબિત થાય છે. આકર્ષક લોગોનો ઉપયોગ કરવો જોઈએ જે જાહેર જનતાને બ્રાન્ડની સાથે મજબૂત રીતે જોડાવામાં મદદ કરશે. વધુમાં, યોગ્ય જાહેરાત કંપનીઓ અને બ્રાન્ડ એમ્બેસેડરની પસંદગી બ્રાન્ડને મહત્વ આપવા માટે નિર્ણાયક સાબિત થશે. પેકેજિંગએ બીજા કોમ્પોનન્ટ છે જેને લોકો બ્રાન્ડ પસંદ કરતી વખતે ધ્યાનમાં લે છે.

 

વેચાણ

બેવરેજ સેક્ટરમાં મજબૂત વેચાણ વ્યૂહરચના જરૂરી છે. તમારે સમજવું જોઈએ કે, તમારા બિઝનેસની નેચરલ અને તેમાં સામેલ પીણાંના પ્રકારોના આધારે, તમારે યોગ્ય જથ્થાબંધ વેપારી, પ્રત્યક્ષ વેચાણ અથવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર માર્કેટિંગ કરવું જોઈએ. બીજા જરૂરી એલિમેન્ટ કે જેનું સંપૂર્ણ રિસર્ચ કરવું જરૂરી છે એ છે કિંમત. કારણ કે બેવરેજ સેક્ટરમાં માર્કેટિંગ અને ઓવરહેડ ખર્ચ વધુ હોય છે, તેથી પ્રોડક્શન અને વેચાણ કિંમતોમાં મોટો માર્જિન હોવો જરૂરી છે.

 

કોલ્ડ ડ્રિંક ડિસ્ટ્રીબ્યુટરશિપ શું છે?

કોલ્ડ ડ્રિંક બીજા સ્ટોરની સાથે કરિયાણાની દુકાનો, રેસ્ટોરાં, મૂવી થિયેટર અને ખાસ સોફ્ટ ડ્રિંક સ્ટોર્સમાં વ્યાપકપણે ઉપલબ્ધ છે. ગ્રાહકોને તેઓ જે બ્રાન્ડ અને ફ્લેવર્સ ઇચ્છે છે તે આપવું એ સફળ કોલ્ડ ડ્રિંકના છૂટક વેપારની મુખ્ય ચાવી છે.

જૂના કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક્સ સાથે, ઘણા વેપારીઓ એનર્જી-ઇન્ફ્યુઝ્ડ ડ્રિંક, સુધારેલા વોટર અથવા આઈસ્ડ ટીની શોધ કરે છે. ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ, તમારે કોલ્ડ ડ્રિંકના સ્ટોર તરીકે, સોફ્ટ ડ્રિંક વિકલ્પોની વિશાળ પસંદગી આપવી જરૂરી છે.

 

કોલ્ડ ડ્રિંક ડિસ્ટ્રીબ્યુટરશિપ શરૂ કરવા માટે તમારે શું કરવું જોઈએ?

કોલ્ડ ડ્રિંક માર્કેટના છૂટક વેપારીઓએ તેમના ગ્રાહકોને પ્રભાવિત કરતા બ્રાન્ડ મેમરી, સ્વાદ, મૂલ્ય કૉન્શસ્નિસ અને અન્ય પરિબળોને સમજવું જોઈએ. કોલ્ડ ડ્રિંકના છૂટક સપ્લાયર બનવા માટે અપ્લાય કરતા પહેલા તમારે બિઝનેસ માટે ડોક્યુમેન્ટેશન પુરૂ કરવું જરૂરી છે. તમે તમારા બિઝનેસનું મેનેજમેન્ટ કેવી રીતે કરવા માંગો છો તેના આધારે તમે ખાનગી લિમિટેડ કંપની, કોર્પોરેશન, ભાગીદારી અથવા એકમાત્ર માલિકી તરીકે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ફ્રેન્ચાઇઝર કંપની તમારા બિઝનેસની આવડત વિશે પૂછપરછ કરશે, અને તમારે તમારી પેઢીનું નામ અને આવડત જેવી માહિતી પૂરી પાડવાની જરૂર પડશે.

 

ભારતમાં કોલ્ડ ડ્રિંક એજન્સી શરૂ કરવી

બ્રાન્ડ વિશે વધુ માહિતી મેળવો

ટોચની બધી જ કોલ્ડ ડ્રિંક કંપનીઓની વેબસાઈટ કંપનીના ઈતિહાસ, એથિક, માર્કેટિંગ ટેક્નોકોજી, કરંટ ન્યુઝ અને પ્લાન વિશે માહિતી શેર કરે છે. રિટેલર બનવા માટે તમારે તમારા બિઝનેસ માટે બેસ્ટ શું છે તે પસંદ કરતા પહેલા તેઓ જે ઘણી વસ્તુઓ વેચે છે તેનાથી તમારે પહેલા પરિચિત થવું જરૂરી છે. વેબસાઈટ પર તમને તમારા છૂટક વેપારને વિકસાવવા અને કંપની સાથે કોલાબ્રેટ કરવાના ફાયદા વિશે ઉપયોગી આર્ટીકલ પણ મળી શકે છે.

 

પ્રોડક્ટ ઓફરિંગમાં જુઓ

પ્રોડક્ટ લિસ્ટ ચેક કરવા માટે, કંપનીની વેબસાઇટ જુઓ. કોફી, ડેરી સામાન, જ્યુસ, એનર્જી ડ્રિંક્સ અને બીજી પ્રોડક્ટ માટે મોટી કોલ્ડ ડ્રિંક કંપનીઓ હાલ માર્કેટમાં છે. તમારી ઇન્વેન્ટરીની સમસ્યાઓને દુર કરવા માટે તમારે બીજા સ્ટોર્સની મુલાકાત લેવી જોઈએ.

 

તમારા ટાર્ગેટ ઓડિયન્સને ઓળખો

તમારે ચોક્કસ ટાર્ગેટ ઓડિયન્સને ઓળખવી જરૂરી છે જે તમારા કોલ્ડ ડ્રિંક તરફ આકર્ષિત થશે. પછી એ ગ્રાહકોને ટાર્ગેટ બનાવવા માટે તેમની ખરીદીની આદતોનું વિશ્લેષણ કરો અને યોગ્ય માર્કેટિંગ અપ્રોચ ડિઝાઇન કરો. તમે તમારા ગ્રાહકોને ટાગ્રેટ કરવા માટે વિવિધ માર્કેટ સર્વે સાધનોની રેન્જનો ઉપયોગ કરી શકો છો.


 

કોલ્ડ ડ્રિંગ બ્રાન્ડની વેબસાઇટ પર ફ્રેન્ચાઇઝી માટે અપ્લાય કરો

તમે ચોક્કસ કોલ્ડ ડ્રિંકની બ્રાન્ડ પસંદ કર્યા પછી ફ્રેન્ચાઇઝી શરૂ કરવા માટે અપ્લાય કરી શકો છો. હવે તમે ઇન્ટરનેટ પર ડીલરશિપ માટે પણ અપ્લાય કરી શકો છો. તમારે માત્ર કંપનીની વેબસાઈટ પર જઈને બિઝનેસ ઈન્ક્વાયરી ફોર્મ ભરવાનું રહેશે.

વૈકલ્પિક રીતે, જો 'ડીલરશિપ માટેની એપ્લિકેશન' માટે કોઈ ટેબ હોય, તો તમે તેના પર ક્લિક કરી શકો છો અને તમે જે વસ્તુ માટે ડીલરશીપ માટે અરજી કરવા માંગો છો તેને પસંદ કરી શકો છો, પછી 'સબમિટ' બટનને ક્લિક કરતાં પહેલા વેબસાઇટના સ્ટેપને અનુસરો. આ નજીકના ભવિષ્યમાં એક નવું બિઝનેસ રિક્વેસ્ટ ફોર્મ જનરેટ કરશે.

 

ઓન-બોર્ડિંગ

ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભર્યા પછી તરત જ તમને કોલ્ડ ડ્રિંકની પેઢીના વેચાણ સલાહકારનો કોલ આવશે. આ પ્રતિનિધિ તમને નજીકની બોટલિંગ ફેક્ટરી વિશે માહિતી આપશે, તમને થોડા પ્રશ્નો પૂછશે અને કંપનીની નીતિઓ સમજાવશે. તેઓ બંનેને નક્કી કરવામાં મદદ કરશે કે તમે સારા મેચ છો કે નહીં.

 

માર્કેટિંગ વ્યૂહરચના

સોફ્ટ ડ્રિંક કંપનીઓ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સર્વિસ આપવા અને મોટા પાયે પ્રમોશનલ પ્રવૃત્તિઓ ચલાવવા માટે સેલિબ્રિટીઓનો ઉપયોગ કરે છે. જ્યુસ જેવા કાર્બોનેટેડ અને નોન-કાર્બોરેટેડ કોલ્ડ ડ્રિંક્સ વેચતા દુકાનદારોને નોંધપાત્ર ફાયદો થશે અને તેઓ લોકપ્રિય ઉત્પાદનોમાંથી સારી કમાણી કરશે. જ્યારે કોલ્ડ ડ્રિંક્સની વાત આવે છે, ત્યારે તે બ્રાન્ડ મેમરી છે જે વેચાણને ચલાવે છે.

 

વેચાણ સ્ટ્રેટજી

કોઈપણ મોટી બ્રાન્ડ સાથે જોડાવાથી તમને ફાયદો થશે કારણ કે તેઓ જાહેરાતો પર ઘણા પૈસા ખર્ચે છે. કોલ્ડ ડ્રિંકને ફુડની સાથે જોડવું એ એક સરસ વિચાર છે. દાખલા તરીકે, જો ગ્રાહક સ્ટીકનો ઓર્ડર આપે છે, તો તેને મફત સોફ્ટ ડ્રિંક મળશે, અથવા જો તે પિઝાનો ઓર્ડર આપે છે, તો તેને ડિસ્કાઉન્ટમાં સોફ્ટ ડ્રિંક મળશે. તમારા ગ્રાહકોને કહેવા માટે, તમારે યોગ્ય વિઝ્યુઅલ અને પ્રોડક્ટ શૈલી પસંદ કરવી જોઈએ અને તે મેસેજ તમારા સ્ટોરમાં શેર કરવો જોઈએ.

 

નિષ્કર્ષ

ડ્રિંક ઇન્ડસ્ટ્રિમાં જોડાવુંએ મેન્યુફેક્ચરર અને ડિટ્રીબ્યુટર બંને માટે નફાકારક છે. આ બ્લોકમાં કોલ્ડ ડ્રિંકના બિઝનેસના વર્કફ્લોનું વર્ણન કરવામાં આવ્યું છે. સોફ્ટ ડ્રિંક મેન્યુફેક્ચરિંગ બિઝનેસ શરૂ કરવામાં અથવા કોલ્ડ ડ્રિંક ડિસ્ટ્રિબ્યુટર બનવામાં રસ ધરાવતી કોઈપણ વ્યક્તિ વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તેની સાચી સમજ મેળવી શકે છે.

નવીનતમ અપડેટ્સ, ન્યુઝ બ્લોગ્સ અને માઈક્રો, નાના અને મધ્યમ બિઝનેસ(MSME), બિઝનેસ ટિપ્સ, ઈન્કમ ટેક્સ, GST, સેલેરી અને એકાઉન્ટિંગ સંબંધિત લેખો માટે Khatabook ને ફોલો કરો.

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રશ્ન: કોલ્ડ ડ્રિંક ઇન્ડસ્ટ્રીમાં નફાનું માર્જિન શું છે?

જવાબ:

કોલ્ડ ડ્રિંક પર નફાનું માર્જિન 10% થી 20% સુધીનું છે.

પ્રશ્ન: શું ભારતમાં સોફ્ટ ડ્રિંક ઇન્ડસ્ટ્રી નફાકારક છે?

જવાબ:

સૌથી વધુ લોકપ્રિય સોફ્ટ ડ્રિંકના ગ્લાસ ₹15 થી ₹20 સુધીના છે, જેમાં 50 થી 60% નફાના માર્જિન છે. જો તમારી કોલ્ડ ડ્રિંક એજન્સી દરરોજ ₹15 ના 300 ગ્લાસ વેચી શકે છે, તો તમે દર મહિને ₹4,500 અને ₹5,000 ની વચ્ચે કમાઈ શકો છો, જે લગભગ ₹1,20,000 નો નફો છે.કોલ્ડ ડ્રિંક ઇન્ડસ્ટ્રીમાં નફાનું માર્જિન શું છે?

પ્રશ્ન: હું ભારતમાં મારી ડ્રિંક કંપનીને રજિસ્ટ્રર્ડ કેવી રીતે કરી શકું?

જવાબ:

તમારે FSSAI સાથે તમારી કોલ્ડ ડ્રિંક કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવુ પડશે અને બાર બેવરેજીસ માટે ફૂડ સેફ્ટી લાઇસન્સ મેળવવું પડશે.

નીચેના લાઇસન્સ પણ જરૂરી છે:

ટ્રેડમાર્કની રજિસ્ટ્રેશન (ઓપ્શનલ)

GST નંબર.

પ્રશ્ન: ફ્રેશ ડ્રિંક બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે?

જવાબ:

પેપ્સી, થમ્સ અપ, સ્પ્રાઈટ, લિમ્કા અને કોકા-કોલા જેવા કોલ્ડ ડ્રિંકની કિંમત ₹1.50 અને 2.00 પ્રતિ લિટર છે. પરિણામે, 250 મિલી સોફ્ટ ડ્રિંકની કિંમત ₹0.50 રહેશે.

અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.