written by Khatabook | March 18, 2022

બેસ્ટ ઓનલાઈન પ્રુફરીડિંગ નોકરીઓ બિગિનર્સ માટે

પ્રૂફરીડિંગએ લેખન પ્રક્રિયાનો મહત્વપૂર્ણ ભાગ છે. આ ઘરે રહેનાર માતાપિતા માટે અથવા બીજી નોકરીના રૂપમાં એક આદર્શ નોકરી છે કારણ કે આ નોકરી કોઈપણ સમયે કરી શકાય છે. જો તમારી પાસે કોઈ અનુભવ ન હોય અને તમે તમારા કેરિયરની શરૂઆત આ પ્રકારની નોકરીથી કરી શકો છો. બિગિનર્સ માટે ઘણી બધી ઓનલાઈન પ્રુફરીડિંગની નોકરીઓ હાલ માર્કેટમાં છે, જે તેમના દ્વારા પસંદ કરવામાં આવેલ પ્રોજેક્ટ પર આધારિત સારી કમાણી કરી શકે છે. આ કામ તમે તમારી અનુકુળતા પ્રમાણે કરી શકો છો. તો ચાલે ઓનલાઈન પ્રફરીડિંગ નોકરી વિશે વધુ માહિતી મેળવીએ.

 

શું તમને ખબર છે? પ્રૂફરીડિંગ પ્રિન્ટિંગ જેટલું જૂનું છે. પ્રૂફરીડિંગના પહેલા નમુનાઓ 15મી સદીમાં પણ જોવા મળી શકે છે.

 

પ્રૂફરીડરની જવાબદારી શું છે?

પ્રાથમિક જવાબદારીએ ખાતરી આપવાની છે કે લખેલા કોન્ટેન્ટમાં કોઈપણ વ્યાકરણની ભુલ નથી, જેમ કે જોડણી, ફોર્મેટિંગ, વાક્યરચના અને ટાઇપોગ્રાફિકલ ભૂલો વગેરે. એડિટીંગ પ્રક્રિયામાં પ્રફરીડિંગ અંતિમ સ્ટેપ છે. પ્રૂફરીડર્સ વેબ કોન્ટેન્ટ, ઇબુક્સ, વ્હાઇટ પેપર, સ્ટુડન્ટ થીસીસ/નિબંધો અને યુઝર મેન્યુઅલ સહિત વિવિધ મેન્યુઅલ પર કામ કરે છે. લખતી વખતે આ એક મહત્વપૂર્ણ સ્ટેપ છે કારણ કે તમે એવી ભૂલો કરી શકો છો કે જ્યાં સુધી તમે તેને ફરી વાંચશો નહીં ત્યાં સુધી તમે ધ્યાન આપી શકશો નહીં. તો ચાલો જાણીએ ઘરે બેસીને ઓનલાઇન પ્રૂફરીડિંગ નોકરીઓ વિશે.

 

પ્રૂફરીડિંગ અને કોપીડિટિંગ વચ્ચે શું તફાવત

1. પ્રૂફરીડિંગ અને કોપીડિટિંગ બંને શબ્દો એ પ્રકારના છે જેનાથી વારંવાર ગૂંચવાઈ જવાઈ છે અથવા એકબીજાના બદલે વાપરવામાં આવતાં હોય છે. બંને વચ્ચેનો તફાવત જાણવાથી તમને ઓનલાઇન પ્રૂફરીડિંગના કામ માટેની તમારી શોધ અને અરજીમાં મદદ મળશે.

2. પ્રૂફરીડિંગમાં તમારા કોન્ટેન્ટની સમીક્ષા કરવી અને ભાષા, શૈલી, જોડણી અને ટાઇપોગ્રાફીમાં ખામીઓ શોધવાનો સમાવેશ થાય છે. પ્રૂફરીડર લખાણની નાનામાં નાની બાબતોને આવરી લે છે.

3. એડિટીંગમાં પબ્લીશિંગની પ્રક્રિયામાં સંશોધન, મૅન્યુસ્ક્રિપ્ટ અને ફેરફારોનો સમાવેશ થાય છે. એક એડિટર દસ્તાવેજના એકંદર ચિત્રમાં મિનિટથી લઈને માળખાકીય ફેરફારોમાં સામેલ હોય છે.

 

પ્રૂફરીડર બનવાના ફાયદા અને ગેરફાયદા

ફાયદા -

તમે તમારા શેડ્યૂલ મુજબ ઘરેથી કામ કરી શકો છો

1. પ્રૂફરીડર બનવામાં કોઈ ખર્ચનો સમાવેશ થતો નથી

2. આ સહેલાઈથી સાઇડ જોબ તરીકે શરૂ કરી શકાય છે અને જો જરૂરી હોય તો પછીથી વધારી શકાય છે

3. જેઓ વ્યાકરણની ભૂલો શોધવામાં સારા છે તેમના માટે આ યોગ્ય કામ છે.

ગેરફાયદા -

1. તેના માટે વધારાની શૈક્ષણિક આવશ્યકતાઓની જરૂર પડી શકે છે

2. તેમાં કડક સમય મર્યાદા અને કડક માર્ગદર્શિકા હોઈ શકે છે જેને અનુસરવાની જરૂર પડે છે

3. કોઈપણ જે સરળતાથી વિચલિત થઈ જાય છે તે નોકરી માટે યોગ્ય નથી

 

પ્રૂફરીડર બનવા માટે શું જરૂરી છે?

1. પ્રૂફરીડર બનવા માટે, તમારે ઘણી બધી ક્ષમતાઓની જરૂર નથી, પરંતુ તમારી પાસે સારી જોડણી અને વ્યાકરણની કુશળતાની સાથે સાથે તમે જે ભાષામાં પ્રૂફરીડિંગ કરી રહ્યાં છો તેની મજબૂત સમજની હોવી જરૂર છે.

2. તરત જ અને સહેલાઈથી ભુલોને ઓળખવામાં સક્ષમ બનવું પણ મહત્વપૂર્ણ છે.

3. તમે ઓરિજનલ લેખકની અવગણના કરેલી ભૂલોને પકડવા માટે પણ સક્ષમ હોવા જોઈએ.

4. આપણું મગજ ઘણીવાર ખોટી જોડણીવાળા શબ્દોને સચોટ રીતે વાંચી શકે છે, અને આપણે તેનાથી અજાણ હોઈએ છીએ. જો તમે પેપરના પ્રૂફરીડિંગ ઝડપથી કરતાં હશો તો આ ભૂલો થવાની સંભાવના રહી શકે છે.

5. જો કે, જો તમે તેમાંથી કોઈ વ્યવસાય બનાવવા માંગતા હોય, તો તમારે થોડો વધુ અનુભવ તેમજ કેટલીક વધારાની કુશળતા અથવા પ્રમાણપત્રોની જરૂર પડશે.

6. પ્રૂફરીડર તરીકે કામ કરવા માટે ડિગ્રીની જરૂર નથી; જો કે, કેટલીક વધુ સારી પેમેન્ટ કરતી સાઇટ્સ કરે છે. એક બિગિનર તરીકે તમારે ચિંતા ન કરવી જોઈએ; તમે સરળતાથી કામ શોધી શકો છો અને સારા પૈસા કમાઈ શકો છો.

 

બેસ્ટ ઓનલાઇન પ્રૂફરીડિંગ નોકરીઓ

કેટલીક બેસ્ટ વેબસાઇટ્સ નીચે મુજબ આપવામાં આવી છે:

 

Upwork

બિગિનર્સ માટે ઓનલાઇન પ્રૂફરીડિંગ નોકરીઓ શોધવાનું શરૂ કરવા માટે Upwork એ એક સારી જગ્યા છે. Upwork વિશેની સૌથી મોટી વાત એ છે કે તમે તમારા ક્લાયંટ અને જોબને તેમના ડેટાબેઝમાંથી પસંદ કરી શકો છો. આ ફ્રીલાન્સ તકોથી ભરેલું રોજગાર બોર્ડ છે. તમારે ફક્ત તમારી પ્રૂફરીડિંગ સેવાઓની ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાની અને ઓનલાઇન પ્રૂફરીડર તરીકે કામ કરવા માટે વિવિધ ઇન્ટરનેટ સાહસિકો અથવા કંપનીઓને નિયુક્ત કરવાની જરૂર પડશે.

 

Lionbridge

શું તમે પૂર્ણ સમય ઑનલાઇન પ્રૂફરીડર તરીકે કામ કરવા માંગો છો? શરૂ કરવા માટે Lionbridge એક ઉત્તમ જગ્યા છે. Lionbridge માં ઘરેથી કામ કરવાની ઘણી તકો છે, પરંતુ પ્રૂફરીડિંગ સૌથી લોકપ્રિય છે. તમે વિવિધ દેશો અને ભાષાઓમાં તકો શોધી શકો છો. જો કે, તમે જે ભૂમિકા માટે અરજી કરી રહ્યા છો તેની ભાષા અને સંસ્કૃતિમાં તમે સારી રીતે વાકેફ હોય તો તે ફાયદાકારક રહેશે; નહિંતર, કોઈ વધારાના અનુભવ અથવા શિક્ષણની જરૂર નથી.

 

Craigslist

જોબ ડિપાર્ટમેન્ટમાં ક્રેગ્સલિસ્ટ ઘણું વધુ સ્થિર બન્યું છે, માનો કે ના માનો. જો તમે કોઈપણ શહેરમાં Craigslist પર જાઓ અને "લેખન અને એડિટીંગ" ડિપાર્ટમેન્ટમાં જુઓ તો તમે ઘણા બધા પ્રાઈવેટ ક્લાઈંટ શોધી શકશો. જે ખરેખર આકર્ષક હોય છે. ધ્યાનમાં રાખો કે ઘરેથી કામ કરવુંએ ફ્રી છે અને તમારે ઘરેથી કામ કરવા માટે ક્યારેય ચૂકવણી કરવી જોઈએ નહીં.

 

Fiverr

ઓનલાઇન નોકરી શોધનારાઓ Fiverr પર સાઇન અપ કરી શકે છે, જે ઝડપી પેમેન્ટ અને પ્રતિષ્ઠિત ગ્રાહકો માટે જાણીતું છે. તેઓ થોડા વર્ષોથી માર્કેટમાં છે અને પ્રૂફરીડિંગ નોકરીઓની વિશાળ રેન્જ ઓફર કરે છે. તમે ઇચ્છો તે કોઈપણ કિંમતે તેમની વેબસાઇટ પર તમારી સેવાઓ વેચી શકો છો. જ્યારે તમે Fiverr સાથે સાઇન અપ કરો છો, ત્યારે તમે તમારી પ્રૂફરીડિંગ સેવાઓ વેચી શકો છો અને હમણાં થોડા પૈસા કમાઈ શકો છો. સમયની સાથે તમે વધુ પૈસા કમાઈ શકશો.

 

Freelancer

કારણ કે તે ફ્રીલાન્સિંગ માર્કેટપ્લેસ છે, ફ્રીલાન્સર અપવર્ક જેવું જ છે. તે માત્ર પ્રૂફરીડર્સ માટે જ નથી; તે ફ્રીલાન્સર્સની વિશાળ રેન્જ માટે ઓપન છે. તમે તમારી પ્રોફાઇલ પુરી કરી લો તે પછી તમે એવી નોકરીઓ પર બિડ કરી શકશો જે વ્યક્તિઓને સાથે કામ કરવા માટે લેવાનો પ્રયાસ કરે છે.

Proofreadingservice.com

જો તમે પ્રૂફરીડર તરીકે કામ કરવા માંગતા હોય અને તમને કદાચ ખબર નથી કે ક્યાંથી શરૂઆત કરવું. જો તમે પણ આ જ સમસ્યાનો સામનો કરી રહ્યાં હોય, તો તમારા કેરિયરની શરૂ કરવા માટે ProofreadingServices.com એ એક બેસ્ટ વિકલ્પ છે. તમે અહીં ફુલ-ટાઈમ અને પાર્ટ-ટાઇમ ઓનલાઇન પ્રૂફરીડિંગ નોકરીઓ શોધી શકો છો, પરંતુ તમને કોઈ પણ નોકરી સોંપવામાં આવે તે પહેલાં તમારે 20-મિનિટની સ્ક્રીનિંગ ટેસ્ટ પાસ કરવી જરૂરી રહેશે. આ સેવાનો ફાયદો એ છે કે તે તમને વૈશ્વિક સ્તરે કેટલાક બેસ્ટ અંગ્રેજી પ્રૂફરીડર સાથે જોડાવામાં મદદ કરશે.

 

ClickWorker

અન્ય વસ્તુઓની સાથે ટ્રાન્સલેસન, પ્રૂફરીડિંગ અને એડિટીંગ જેવા માઇક્રોટાસ્કને આઉટસોર્સ કરવા માટે ક્લાયન્ટ્સ માટે તે એક અદ્ભુત ટૂલ છે. વધુમાં, કારણ કે દરેક ક્લિક-વર્કર એક સ્વતંત્ર કોન્ટ્રાક્ટર છે જે ચેક-ઇન કરી શકે છે અને વિવિધ અસાઈમેન્ટ જોઈ શકે છે, તેઓ તમારા માટે તમારી જરૂરિયાતોને અનુરૂપ પ્રોજેક્ટ પસંદ કરવાનું સરળ બનાવે છે.

જ્યારે પ્રૂફરીડિંગ નોકરીઓની વાત આવે છે, ત્યારે નોકરીદાતાઓ મજબૂત ભાષા કૌશલ્ય અને સંપાદન પ્રતિભા શોધી રહ્યા છે. અનુભવ મેળવવા માટે તમારે તેમની સાથે લેખક તરીકે શરૂઆત કરવી પડશે અને એકવાર તમે થોડા ટેક્સ્ટ પ્રોડક્શન અસાઇનમેન્ટ્સ પૂર્ણ કરી લો, પછી તમે પ્રૂફરીડિંગ એસેસમેન્ટ ટેસ્ટ આપવા માટે લાયક બનશો. જો તમે પાસ થશો, તો તમે એકલા જ હશો જે ઉપલબ્ધ પ્રૂફરીડિંગ કાર્યો જોઈ શકશો.

 

Polished Paper

Polished Paper વધુ અનુભવી પ્રૂફરીડર્સને પૂરી પાડે છે, અને તેઓ તેમના પ્રમાણે સારૂ પેમેન્ટ પણ આપે છે. તેમની એપ્લિકેશન ભરો અને સાઇન અપ કરવા માટે 35-પ્રશ્નોની પરીક્ષા આપો. તેઓ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે તમે કેટલીક વધુ મુશ્કેલ ભૂલોને પકડી શકો છો જેને બિનઅનુભવી પ્રૂફરીડરો અવગણા કરી રહ્યા હોય છે. તમે પરીક્ષા પાસ કરી લો તે પછી, તમે પ્રૂફરીડિંગ અસાઈમેન્ટ લઈ શકો છો.

Guru

જો તમે નવા છો, તો પણ તમે આ પ્લેટફોર્મ પર સારા ફ્રીલાન્સ પ્રૂફરીડિંગ કામ મેળવી શકો છો. નોકરી કરનાર અને ફ્રીલાન્સર્સ બંને માટે આ કામ કરવા માટેનો એક બેસ્ટ વિકલ્પ મળશે. GURU પર તમે અન્ય સેવાઓમાં પ્રૂફરીડર, ટ્રાન્સલેશન અને એડિટીંગની શોધમાં ક્લાઈંટ શોધી શકો છો. હા તમારે પ્રૂફરીડિંગ નોકરીઓ શોધવા માટે થોડી રિસર્ચ અને બ્રાઉઝિંગ કરવું પડશે, પરંતુ ખાતરી રાખો કે તમને તમારા સેડ્યુલમાં અને કુશળતાને અનુરૂપ કંઈક સારૂ મળશે.

Flexjobs

FlexJobs એ એક વેબસાઇટ છે જે વિવિધ ફિલ્ડમાં ફ્રીલાન્સ નોકરીઓની યાદી આપે છે. કોણ કામ પર રાખવા માંગે છે એ સર્ચ કરવા માટે "ઓનલાઈન પ્રૂફરીડિંગ" થી સામાન્ય સર્ચ કરો. કારણ કે તમે વારંવાર ઘરેથી કામ કરી શકો છો, તમારે જગ્યાને કારણે નોકરીની પોસ્ટને સંકુચિત કરવાની જરૂર નથી.

 

LinkedIn

તમને જાણીતી કંપનીઓ પાસેથી રિમોટ પ્રૂફરીડિંગ કામ મળી શકે છે. આ ઓનલાઈન પ્રૂફરીડિંગ જોબ જોવા માટેનો એક સારો વિકલ્પ છે કારણ કે ત્યાં ઘણી બધી તકો ઉપલબ્ધ છે. અહીં કામ મેળવવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ લિગલ ક્લાઈંટને શોધતા રહો જે તમને તમારી કુશળતા માટે યોગ્ય વેતન ચૂકવશે. તમને અહીં ફુલ-ટાઈમ અને પાર્ટ-ટાઇમ પ્રૂફરીડિંગ નોકરીઓ મળી શકે છે, જેનું તમે મૂલ્યાંકન કરી શકો છો અને તમારી જરૂરિયાતોને આધારે પસંદ કરી શકો છો.

 

Domainite

જો કે આ એક ઓછું પેમેન્ટ આપતું પ્લેટફોર્મ છે, જે બિગિનર્સ માટે અનુભવ મેળવવા માટેનો એક બેસ્ટ વિકલ્પ છે, ખાસ કરીને જો તેઓને અન્ય નેટવર્ક પર ક્લાઈંટ શોધવામાં તકલીફ પડતી હોય ત્યારે. તેમની સાથે કામ કરવાનું શરૂ કરવા માટે, તમારે તેમની એપ્લિકેશન ફોર્મ ભરવું પડશે અને તેઓ આપે એ પ્રકારના નમૂનાની પરીક્ષા પાસ કરવી પડશે. તે પછી, તમે તેમની સાથે કામ કરવાનું શરૂ કરી શકો છો.


 

Proofreading Pal

પ્રૂફરીડર્સને ઉદારતાથી પેમેન્ટ ચૂકવવામાં આવે છે, પછી ભલે તમે નવા હોય તો પણ. તેઓ એવા લોકોને નોકરીએ રાખે છે જેઓ કોલેજમાં હોય તેમજ અનુભવી ગ્રેડ હોય. પરિણામે, આ એવા વિદ્યાર્થીઓ માટે એક આદર્શ પ્લેટફોર્મ છે કે જેઓ અભ્યાસ દરમિયાન તેમની આવકને પૂરક બનાવવા માંગે છે. તેમની પાસે માસ્ટર ડિગ્રી અને પાંચ વર્ષનો અનુભવ ધરાવતા પ્રૂફરીડર માટે પણ જગ્યા છે જેથી તમે એપ્લાઈ કરી શકો છો.

 

Scribbr

બધા સંભવિત એડિટરોએ Scribbr દ્વારા પ્રારંભિક ભાષાની પરીક્ષા આપવી જરૂરી છે. જો તમે પાસ થશો, તો તમે તેમની કંપની માટે યોગ્ય છો કે નહીં તે જોવા માટે તેઓ તમારૂ રેઝ્યૂમે જોશે. તમને Scribbr એકેડમીમાં સ્વીકારવામાં આવશે, જ્યાં તમે 2-5 સિમ્યુલેટેડ ઓર્ડરને એડિટ કરશો જો તેઓને લાગે કે તમે યોગ્ય છો તો. Scribbr તમને તમારા પ્રૂફરીડિંગ પર ફિડબેક આપશે અને સૂચનો આપશે. તમે ક્વોલિફાઇડ સ્ક્રિબર એડિટર બનશો અને એકવાર તમે એકેડેમી પૂર્ણ કરી લો પછી તમને પેમેન્ટ આપવામાં આવશે.

 

Wordvice

Wordvice પ્રૂફરીડિંગ તેમજ એડિટિંગ સેવાઓ પ્રદાન કરે છે. તેઓને જરૂરી છે કે તમે ડિગ્રી પ્રોગ્રામ પૂર્ણ કર્યો છે. જો કે, તેઓ પાર્ટ-ટાઇમ કામ પણ આપે છે જે રિમોટલી કરી શકાય છે. તેમની પાસે સમગ્ર વિશ્વમાં મુખ્ચત્વે અંગ્રેજી પ્રૂફરીડરની શોધમાં ઘણા ક્લાઈંટ છે. તમને એપ્લિકેશનના ભાગ રૂપે એડિટીંગ સેમ્પલ સબમિટ કરવા માટે કહેવામાં આવશે, અને જો તમને કરવામાં આવે તો તમને ઇમેઇલ દ્વારા જાણ કરવામાં આવશે.


 

Gramlee

Gramlee હંમેશા પ્રૂફરીડરની શોધમાં હોય છે. કારણ કે તેઓ એક સામાન્ય પ્રૂફરીડિંગ કંપની છે, તેઓ વિવિધ વિષયોને આવરી શકે છે. આ પ્રૂફરીડિંગ ઓનલાઈન નોકરીઓ માટે અરજી કરવી એ એક સરળ પ્રક્રિયા છે. જ્યારે તમે કર્મચારી એપ્લિકેશન ફોર્મ પર કેટલાક પ્રશ્નોના જવાબ આપશો ત્યારે તેઓ તમારો સંપર્ક કરશે.

 

Editfast

EditFast ના મેમ્બર બનવા માટે તમારે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે અને તેમની રિવ્યુ પાસ કરવી પડશે. તેને અનુસરીને, તેઓ પ્રૂફરીડર્સને ક્લાઈંટ સાથે ડિરેક્ટ કોન્ટેક્ટ કરાવશે; પરિણામે, જો તેઓ તમને પ્રોજેક્ટ માટે પસંદ કરે તો જ તમને નોકરી પર રાખવામાં આવશે. જો કે આ સાઇટ પણ ઘણા પૈસા કમાઈ છે, EditFast એકંદર પ્રોજેક્ટ ફીના 40% રાખે છે.

 

Writer's Relief

દરરોજ, તેઓ લેખન અને સેલ્ફ-પબલિશિંગમાં ઘણા લોકોને મદદ કરે છે. નવી રોજગારી શોધી રહેલા પ્રૂફરીડર્સને રાઈટર રિલીફમાં નોકરીની વિવિધ તકો મળશે. વધુમાં, તેઓ ક્રિએટીવ લેખકોને તેમનું કામ પબ્લિશ કરવામાં મદદ કરવા માટે પ્રૂફરીડિંગ સેવાઓ આપે કરે છે. તેમની એપ્લિકેશન પ્રક્રિયા સીધી અને સરળ છે. જો કે, તેઓ માત્ર થોડી સંખ્યામાં જ એપ્લિકેશનોને સ્વીકારે છે.

 

નિષ્કર્ષ

ઓનલાઇન પ્રૂફરીડિંગએ વિશાળ અવકાશ ધરાવતું રસપ્રદ ફિલ્ડ છે. આ સૌથી અનુકૂળ, ફ્લેશિબલ અને યોગ્ય પગારવાળી નોકરીઓમાંની એક છે. સારી ઓનલાઈન પ્રૂફરીડિંગ જોબ મેળવવા માટે વ્યક્તિ પાસે સારી અંગ્રેજીની કુશળતા હોવી જોઈએ. અમે આશા રાખીએ છીએ કે લેખમાં તમને કેટલીક બેસ્ટ ઓનલાઈન પ્રૂફરીડિંગ નોકરીઓ અને યોગ્ય પ્રૂફરીડિંગ નોકરીઓ સંબંધિત માહિતી મળી હશે.

તાજેતરના અપડેટ્સ, ન્યૂઝ બ્લોગ્સ અને માક્રો, નાના અને મધ્યમ વ્યવસાયો (MSME), બિઝનેસ ટીપ્સ, આવકવેરા, GST, પગાર અને એકાઉન્ટ્સ સંબંધિત લેખો માટે ખાતાબુકને ફોલો કરો.

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રશ્ન: ઓનલાઈન બેસ્ટ પ્રૂફરીડિંગ જોબ્સ ઓફર કરતી કેટલીક વેબસાઇટ્સ કઈ છે?

જવાબ:

કેટલીક વેબસાઇટ્સ કે જે ઓનલાઇન બેસ્ટ પ્રૂફરીડિંગ જોબ ઓફર કરે છે તેમાં Upwork, Fiverr, Scribrr, Craigslist, Lionbridge, Clickworker વગેરેનો સમાવેશ થાય છે.

પ્રશ્ન: પ્રૂફરીડર બનવાના કેટલાક ફાયદાઓ શું છે?

જવાબ:

કેટલાક ફાયદાઓ આ છે:

1. તમે તમારા શેડ્યુલ મુજબ ઘરેથી કામ કરી શકો છો

2. પ્રૂફરીડર બનવામાં કોઈ ખર્ચ થતો નથી

3. આ સહેલાઈથી સાઇડ જોબ તરીકે શરૂ કરી શકાય છે અને જો જરૂરી હોય તો પછીથી વધારી શકાય છે

4. જેઓ વ્યાકરણની ભૂલો શોધવામાં સારા છે તેમના માટે આ યોગ્ય કામ છે.

પ્રશ્ન: ઓનલાઈન પ્રૂફરીડિંગ જોબ માટે મુખ્ય જરૂરિયાત શું છે?

જવાબ:

પ્રૂફરીડર બનવા માટે, તમારે વધુ કુશળતાની જરૂર નથી, પરંતુ તમારી પાસે સારી જોડણી અને વ્યાકરણની કુશળતા તેમજ તમે જે ભાષામાં પ્રૂફરીડિંગ કરી રહ્યાં છો તેની સારી સમજ હોવી જરૂરી છે. ભુલોને ઝડપથી અને સરળતાથી શોધવામાં સક્ષમ બનવું પણ મહત્વપૂર્ણ છે.

પ્રશ્ન: પ્રૂફરીડરની પ્રાથમિક જવાબદારીઓ શું છે?

જવાબ:

પ્રાથમિક જવાબદારીએ ખાતરી આપવાની છે કે લેખિત કોન્ટેન્ટ વ્યાકરણની ભૂલો, જેમ કે જોડણી, ફોર્મેટિંગ, વાક્યરચના અને ટાઇપોગ્રાફિકલમાં ભૂલો નથી. એડિટીંગ પ્રક્રિયાનું આ અંતિમ સ્ટેપ છે.

અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.