Home જીએસટી જીએસટી ચલણ તૈયાર કરવાની સંપૂર્ણ માર્ગદર્શિકા :

જીએસટી ચલણ તૈયાર કરવાની સંપૂર્ણ માર્ગદર્શિકા :

by Abhimanyu Dhamija

સીજીએસટી અધિનિયમ, 2017 ની ધારા 31 અંતર્ગત રજીસ્ટર્ડ વ્યક્તિને માલ સામાન અથવા સેવાઓની સપ્લાય સમયે ચલણ અથવા જીએસટી બિલ રજૂ કરવું ફરજિયાત છે. જીએસટી અંતર્ગત ટેક્સ ચલણ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તે ફક્ત માલ અથવા સેવાઓની સપ્લાયનો પૂરાવો જ નથી, પરંતુ પ્રાપ્તકર્તા માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) મેળવવા માટે તે એક નિર્ણાયક દસ્તાવેજ પણ છે.

ભારતમાં ચીજ વસ્તુઓ અથવા સેવાઓ વેચતી દરેક કંપની માટે યોગ્ય રીતે જીએસટી ચલણ બનાવવું ખૂબ જ જરૂરી છે.અહીં નિયમો મુજબ યોગ્ય રીતે જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) ચલણ બનાવવાની સંપૂર્ણ માર્ગદર્શિકા આપવામાં આવી છે.

જીએસટી ચલણ માટે આવશ્યક ઘટકો :

સપ્લાયરની માહિતી :

• નામ
• સરનામું
• GSTIN

અનન્ય કર ચલણ નંબર :

ચલણની પ્રકૃતિ :

• કર ચલણ
• પૂરક ચલણ
• સંશોધિત ચલણ
• ઈશ્યુ કરેલ તારીખ

રજીસ્ટર્ડ ખરિદદાતાની માહિતી :

• નામ
• સરનામું
• જીએસટીઆઈએન

50,000 કરતાં વધારે ખરીદીના કિસ્સામાં વણ નોંધાયેલા ખરિદદાતાની માહિતી :

• નામ અને સરનામું
• ડિલિવરીનું સરનામું
• રાજ્યનું નામ અને કોડ

માલનો HSN કોડ અથવા સેવાઓનો એકાઉન્ટિંગ કોડ :

HSN એટલે Harmonized System of Nomenclature. એક એવો કોડ જે વિવિધ ઉત્પાદનોને વર્ગીકૃત કરે છે. ભારતમાં જીએસટી ચલણ બનાવવાના હેતુ માટે 3 પ્રકારનું માળખું અનુસરવામાં આવે છે.

1. રૂપિયા 1.5 કરોડથી ઓછું ટર્ન ઓવર : HSN કોડની જરૂર નથી.
2. રૂપિયા 1.5 કરોડથી 5 કરોડ વચ્ચેનું ટર્નઓવર : 2 અંકના HSN કોડ.
3. રૂપિયા 5 કરોડથી ઉપરનું ટર્નઓવર : 4 અંકનો HSN કોડ.
4. આયાત અથવા નિકાસ ડીલરોએ ફરજિયાતપણે 8 આંકડાના HSN કોડનું પાલન કરવાનું રહે છે.

માલ / સેવાઓનું વર્ણન :

• માલનો જથ્થો (સંખ્યા) અને યુનિટ (મીટર, કિલોગ્રામ, વગેરે).
• માલ અથવા સેવાઓની કિંમત.

વસ્તુઓ પર કરની રાશિ અને કિંમત :

• CGST
• SGST
• IGST
• UTGST
• CESS

સપ્લાયનું સ્થળ :


રાજ્ય બહારની સરહદો પાર વેચાણ માટે ગંતવ્ય રાજ્ય. સપ્લાય સ્થાનેથી અલગ હોય તો ડિલિવરી સરનામાની વિગત આવશ્યક છે.

રિવર્સ ચાર્જ બેઝિસ પર જીએસટી :

જો જીએસટી રિવર્સ ચાર્જના આધારે ચૂકવવાનો હોય તો તેની સ્પષ્ટતા આ સ્ટેટમેન્ટમાં કરવામાં આવે છે.

સપ્લાયર ઓથેન્ટિકેશન (અધિકૃતતા) :

અહીં સરકાર દ્વારા જાહેર કરાયેલા જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ) ઇન્વોઇસનું સેમ્પલ ફોર્મેટ આપવામાં આવ્યું છે.

નિકાસ માટે ચલણ :

નિકાસ ચલણમાં કરવામાં આવેલી નિકાસ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ ચૂકવવામાં આવ્યો છે કે કેમ તેની વિગત આપવામાં આવે છે.

પ્રિ-પેઇડ નિકાસ પર IGST: જે ‘નિકાસ પર IGST જેના પર સપ્લાય કરવાની હોય’

IGST ચૂકવણી કરવામાં આવી નથી : પુરવઠા નિકાસ હેઠળ બોન્ડ અથવા IGSTની ચૂકવણી વગર સપ્લાય

ફરજિયાત વિગતો :

• ખરીદનારનું નામ
• ખરીદનારનું સરનામુ
• ડિલિવરીનું સરનામું
• લક્ષ્યસ્થાન (Destination) દેશ
• સામાનને દૂર કરવા માટે : એપ્લિકેશનની સંખ્યા અને તારીખ (ફોરમ એઆરઇ -1)
ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રિબ્યુટરને માલ અથવા સેવાઓના દર અને મૂલ્યને બદલે ચલણમાં “ક્રેડિટની રકમનું વિતરણ” ઉમેરવું પડશે.

માલ ટ્રાન્સપોર્ટ એજન્સી :

• કન્સાઈનર અથવા કન્સાઈનીનું નામ અને સરનામું
• રજીસ્ટર્ડ વાહનોની સંખ્યા
• કન્સાઈન્મેન્ટનું કુલ વજન
• મૂળ સ્થાન
• ગંતવ્ય (Destination) ની વિગતો.
• ટેકસ ચૂકવવા જવાબદાર વ્યક્તિના GSTIN

ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર (ISD)

• નામ
• સરનામું
• જીએસટી નોંધણી નંબર અથવા GSTIN
• ઈનવોઈસ / ક્રેડિટનો સિરીયલ નંબર
• ઇશ્યૂની તારીખ
• નામ, સરનામું અને ક્રેડિટ માટે પાત્ર વ્યક્તિનું જીએસટીઆઇએન.
• ક્રેડિટ વિતરણની રકમ
• ઇનપુટ સેવા પ્રદાતા દ્વારા અધિકૃત અથવા અધિકૃત પ્રતિનિધિ

ISD ના રૂપમાં એક જ પેન અને રાજ્ય કોડ સાથે રજીસ્ટર્ડ વ્યક્તિ :

• નામ, સરનામું અને જીએસટીઆઈએન
• 16 અક્ષરોથી વધુ ન હોય તેવા સિરિયલ નંબર
• ઈશ્યુ કર્યાની તારીખ
• સામાન્ય સેવાઓની સપ્લાય માટે GSTIN
• મૂળ ચલણ નંબર
• ઇનપુટ સર્વિસ પ્રદાતાનું નામ, સરનામું અને જીએસટીઆઇએન
• કરપાત્ર કિંમત, દર અને સ્થાનાંતરિત થતી ક્રેડિટની રકમ
• નોંધાયેલ વ્યક્તિની અધિકૃતતા અથવા અધિકૃત પ્રતિનિધિ

વીમો / બેંકિંગ / નાણાકીય સંસ્થાઓ / એનબીએફસી :

સમગ્ર મહિના દરમિયાન કરવામાં આવેલી તમામ સપ્લાય પર એક સંકલિત ચલણ જરૂરી છે. મહિનાના અંતે તેને તૈયાર કરવું જરૂરી છે. જો દસ્તાવેજ ટેક્સ ચલણ સિવાયનો છે, તેમાં કર ચલમ માટે જરૂરી અન્ય તમામ માહિતી હોવી જરૂરી છે. આ કિસ્સામાં સીરીયલ નંબર અને પ્રાપ્તકર્તાનું સરનામું જેવી વૈકલ્પિક માહિતીની આવશ્યકતા નથી. ચલણ ઇલેક્ટ્રોનિક અથવા ભૌતિક રૂપે ઉપલબ્ધ કરાવવું જરૂરી છે.

પેસેન્જર ટ્રાન્સપોર્ટર સેવાઓ :

મુસાફરોની પરિવહન સેવા પ્રદાતા માટે, ટેક્સ ચલણ માટે સૂચવવામાં આવેલી તમામ માહિતી ફરજિયાત છે.

વૈકલ્પિક માહિતી :

1. સીરીયલ નંબર
2. કરપાત્ર સેવાના પ્રાપ્તકર્તાનું સરનામું

સમય મર્યાદા :

માલ સામાન : દૂર કરવાની અથવા પહોંચાડવાની તારીખે અથવા તે પહેલાં. અધિનિયમની કલમ 2 (96) “માલ દૂર કરવા” ની વ્યાખ્યા રજે કરે છે :

1. સપ્લાયર દ્વારા માલ સામાનની ડિલિવરી માટે અથવા આવા સપ્લાયર વતી કામ કરતી અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ડિલિવરી માટે માલની રવાનગી; પ્રાપ્તકર્તાઓ દ્વારા માલ સામાનનું એકત્રિત કરણ અથવા આવા પ્રાપ્તકર્તા વતી કાર્ય કરતી કોઈ પણ અન્ય વ્યક્તિ દ્વારા માલનું સંગ્રહ.
2. માલની સતત સપ્લાય : એકાઉન્ટ સ્ટેટમેન્ટ / ચુકવણી જારી કરવાની તારીખે અથવા પહેલાં.
3. સામાન્ય સેવાઓ : સેવાની સપ્લાય કર્યાના 30 દિવસની અંદર.
4. સેવાઓ (બેંકો અને NBFCs) : સેવાની સપ્લાય કર્યાના 45 દિવસની અંદર.
આવી પરિસ્થિતિઓમાં સમાપ્તિ સમય અંતર્ગત કોન્ટ્રાક્ટ પૂરો થાય તે પહેલાં સપ્લાયને અટકાવી દેવી જરૂરી છે.

ચલણ આપવાની રીત :

જીએસટી ઇન્વોઇસ નીચેની રીતથી તૈયાર કરવાનું રહેશે:

માલ માટે : ટ્રિપ્લીકેટ

મૂળ નકલને પ્રાપ્તકર્તાઓ માટે ORIGINAL તરીકે ચિન્હિત કરવી

ડુપ્લિકેટ કોપિ ટ્રાન્સપોર્ટર માટે DUPLICATE તરીકે ચિન્હિત કરવી

ટ્રિપ્લિકેટ કોપી સપ્લાયર માટે તરીકે TRIPLICATE તરીકે ચિન્હિત કરવી

સેવાઓ માટે : ડુપ્લિકેટ

મૂળ નકલને પ્રાપ્તકર્તાઓ માટે ORIGINAL તરીકે ચિન્હિત કરવી

ડુપ્લિકેટ કોપિ ટ્રાન્સપોર્ટર માટે DUPLICATE તરીકે ચિન્હિત કરવી

જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પોર્ટલ દ્વારા ચલણની ક્રમ સંખ્યા ઈલેકટ્રોનિક રૂપથી GSTR 1 ફોર્મ દ્વારા કર અવધિ દરમિયાન ઈશ્યુ કરવું પડશે.

અન્ય પ્રકારનાં ઇન્વોઇસેસ :

સપ્લાયનું બિલ : જયાં કર વસૂલવામાં આવતો નથી ત્યાં ઇશ્યૂ કરવામાં આવે છે :

1. રજિસ્ટર્ડ વ્યક્તિ દ્વારા મુક્ત માલ અથવા સેવાઓનું વેચાણ
2. રજીસ્ટર્ડ વ્યક્તિએ કમ્પોઝિશન સ્કીમની પસંદગી કરી

સપ્લાયના ઇન્વોઇસ(ચલણ) – કમ – બિલ :

રજીસ્ટર્ડ વ્યક્તિ દ્વારા કરયુક્ત અથવા કર મુક્ત માલ સામાન અને સેવાઓ અનરજીસ્ટર્ડ વ્યક્તિને પૂરી પાડવામાં આવે ત્યારે ઈશ્યુ કરવામાં આવે છે.

સંયુક્ત ચલણ :

રજીસ્ટર્ડ સપ્લાયર દ્વારા અનરજીસ્ટર્ડ ખરિદદાતાને 200 રૂપિયાથી ઓછી કિંમતનું વેચાણ કરવામાં આવે ત્યારે. આવા કિસ્સાઓમાં દૈનિક ધોરણે ચલણ તૈયાર કરી શકાય છે.

ડેબિટ નોટ / ક્રેડિટ નોટ :

ડેબિટ નોટ એવી વસ્તુઓ અથવા સેવાઓની મહત્તમ કિંમતના મામલામાં ઈશ્યુ કરવામાં આવે છે જે પહેલાં સપ્લાય કરી દેવામાં આવી હતી અને જીએસટી અંતર્ગત આવે છે. ક્રેડિટ નોટ ઓછી કિંમતના મામલામાં ઈશ્યુ કરવામાં આવે છે.

હાલમાં, વ્યવસાયો ચલણ બનાવવા માટે વિવિધ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. આવા જીએસટી ચલણની વિગતો મેન્યુઅલી રૂપથી GSTR 1 રિટર્ન અંતર્ગત અપલોડ કરવામાં આવે છે. જે પ્રાપ્તકર્તાઓને GSTR – 2A તરીકે જોવા મળે છે.

 

Related Posts

Leave a Comment