કલમ 87એ એ આઈટીઆર ફાઈલ કરતી વખતે એક મહત્વપૂર્ણ આઈટી જોગવાઈ છે. જેની મદદથી કોઈપણ કરદાતા તેની કરપાત્ર આવકને ઘટાડી શકે છે. જો નાણાકીય વર્ષમાં તમારી કુલ આવક 5,00,000 કરતાં વધુ ના હોય તો તમે કલમ 87એ હેઠળ કર મુક્તિનો દાવો કરી શકો છો. દાવો કર્યા પછી તમારા કરની રકમ 0 થઈ જશે.
કલમ 87એ હેઠળ કઈ છુટ છે?
કલમ 87એ હેઠળની છુટએ આવકવેરાની જોગવાઈ છે, જે કરદાતાઓને તેમની આવકવેરા રકમ ઘટાડવામાં મદદરૂપ થાય છે. જો તમારી વાર્ષિક આવક 5,00,000 થી વધુ ન હોય, તો તમે કલમ 87એ હેઠળ છુટનો દાવો કરી શકો છો. જેના પરિણામે તમારી કરપાત્ર રકમ શુન્ય થઈ જશે.
કેન્ટ્રીય બજેટ 2019 અપડેટ
2019ના બજેટમાં કરદાતાઓ માટે નીચે મુજબના લાભો રજુ કરવામાં આવ્યાં હતાં.
1. 5,00,000 ની કરપાત્ર આવક ધરાવતા બધા જ કરદાતાઓ/વ્યક્તિઓ પણ આવકવેરા કલમ 87એ હેઠળ કરમુક્તિ માટે પાત્ર છે.
2. પગારદાર કર્મચારીઓ માટે માપદંડ મર્યાદા 40,000થી વધારેની 50,000 કરવામાં આવી છે.
3. કલમ 54 હેઠળ કેપિટલ ગેઈન્સ ટેક્સમાંથી મુક્તિ મેળવવાનો લાભ, જીવનકાળ દરમિયાન વ્યક્તિ દ્વારા ખરીદવામાં આવેલ 2 મકાન સુધી વધારવામાં આવ્યો.
4. પોસ્ટ ઓફિસ બચત અને બેંક થાપણોથી મળેલ વ્યાજ પર ટીડીએસ(સ્ત્રોત પર કર કપાત)ની મર્યાદા 10,000 રૂપિયાથી વધારી 40,000 રૂપિયા કરવામાં આવી છે.
કરમુક્તિનો દાવો u/s 87A
ઘણીવાર ભુલોને ટાળવા માટે, આઈટીઆર ફાઈલ કરવા અને કપાતનો દાવો કરવા માટે વારંવાર માર્ગદર્શન મેળવવુંએ સારી બાબત છે. જે કલમ 87એ હેઠળ છુટ માટે એક છે.
1. સૌથી પહેલા નાણાકીય વર્ષની કુલ આવક શોધવા માટે કેલ્યુલેટરનો ઉપયોગ કરો.
2. કર બચતના ઉપકરણો અને સિનિયર સિટીઝન બચત યોજનાના ખાતા વગેરે જેવા કરવેરાની કપાતમાં ઘટાડો કરો.
3. બધી જ કર કપાત કર્યા પછી નાણાકીય વર્ષ માટે નેટ આવક પર મેળવો.
4. તમારી કુલ આવક, નેટ આવક અને કપાતને દર્શાવતી આઈટીઆર ફાઈલ કરો.
5. જો તમારી આવક 5,00,000 કરતાં છે, તો કલમ 87એ હેઠળ ટેક્સમાં છુટનો દાવો કરો.
6. વર્ષ 2020-21ના AY માટે 87એ હેઠળ મંજુરીની મહત્તમ મર્યાદા 12,500 રૂપિયા છે.
ચાલો હવે આપણે નાણાકીય વર્ષ 2020-21 અથવા નાણાકીય વર્ષ 2019-20માટે 60 વર્ષથી ઓછી વયના વ્યક્તિઓ માટે છુટની ગણતરી એક ઉદાહરણ સાથે સમજીએ.
વિવરણ (નાણાકીય વર્ષ 2019-20) |
આવક(રૂપિયા) |
ગ્રોસ કુલ આવક |
6,25,000 |
બાદ: કલમ 80સી હેઠળ કપાત* |
1,50,000 |
કુલ આવક |
4,75,000 |
2.5 થી 5 લાખ સુધીની આવક પર આવકવેરા સ્લેબથી આવકવેરાનો દર 5% છે. |
11,250 |
બાદ :છુટનો દાવો યુ/એસ 87એ મહત્તમ 12,500 રૂપિયા |
11,250 |
ચુકવવાપાત્ર કર |
શુન્ય |
કોણ છુટ u/s 87A માટે દાવો કરી શકે છે?
હેલ્થ અને એજ્યુકેશન કરની ગણતરી કરતા પહેલા તમારે છુટ યુ/એસ 87એ લાગુ કરવાની રહેશે.
1. જે વ્યક્તિ ભારતનો નિવાસી છે, તે યુ/એસ 87એ છુટનો દાવો કરી શકે છે.
2. સિનિયર સિટીઝન(60 થી 80 વર્ષના) પણ યુ/એસ 87એ છુટનો ઉપયોગ કરી શકે છે.
3. સુપર સિનિયર સિટીઝન એટલે કે 80 વર્ષથી ઉપરના લોકો આ છુટનો દાવો કરી શકતા નથી.
4. યુ/એસ 87એ અથવા વાસ્તવિક કર પર ચુકવવાપાત્ર છુટની મર્યાદીત રકમ રૂપિયા 12,500 છે. તમારે તેને કરની ગણતરી પહેલા લાગુ કરવાની રહેશે, જે પ્રકારે ઉપર દર્શાવેલ ઉદાહરણમાં દર્શાવેલ છે.
છુટ માટેની યોગ્યતાની શરતો u/s 87A
જ્યારે તમે નીચે દર્શાવેલ માપદંડને પુર્ણ કરો છો, ત્યારે તમે નાણાકીય વર્ષ 2019-20, 2020-21 માટે યુ/એસ 87એનો ઉપયોગ કરી શકો છો.
1. એક નિવાસી વ્યક્તિ આઈટીઆર ફાઈલ કરે છે.
2. ચોક્કસ નાણાંકીય વર્ષમાં નેટ કુલ આવક 5 લાખ રૂપિયાથી વધુ નથી.
નાણાકીય વર્ષ 2017-18, 2018-19 માટે આઈટીઆર છુટ 87એ માટે યોગ્ય લાયકાત નીચે દર્શાવેલ છે.
1. તમે ભારતમાં રહેતા વ્યક્તિ છો.
2. કરની કપાત પહેલા અને કપાત પછી તમારી કુલ આવક યુ/સી વીઆઈ-એ યુ/એસ 80સી, 80જી, 80ડી. 80ઈ વગેરે 3.5 લાખ રૂપિયાથી ઓછી છે.
3. છુટની કુલ રકમ વધુમાં વધુ 2,500 રૂપિયા છે.
ઉપલબ્ધ કર કપાત અને છુટ પછી કરપાત્ર કુલ આવક પર તમારે છુટ યુ/એસ 87એ લાગુ કરવી ફરજીયાત છે. પરંતુ તે હેલ્થ અને એજ્યુકેશન કરની ગણતરી પહેલા થવી જોઈએ.
ધ્યાન આપો નાણાંકીય વર્ષ 2019-20 માટે છુટની યુ/એસ 87એ આકારણી વર્ષ 2020-21 ની છુટ જેવી જ છે અને કર બદલાઈ ગયો છે. નાણાંકીય વર્ષ 2017-18 માટે ચુકવવા પાત્ર ટેક્સને 3%ના દરે ચુકવણી કરવી ફરજીયાત છે. તેથી રૂપિયા 2500 પર 3%ના દરે કર 75 રૂપિયા છે, જ્યારે છુટ પર નાણાંકીય વર્ષ 2018-19 માટે 2500 રૂપિયા પર 4%ના દરે 100 રૂપિયા રહેશે.
છુટ માટે ચાર્ટ u/s 87A બધા નાણાંકીય વર્ષ માટે
દર ક્યારેક મુંઝવણમાં મુકી દેતી હોય છે. જેથી અહીં એક ચાર્ટ આપેલ છે, જે નાણાંકીય વર્ષો માટે ઉપલબ્ધ છુટની દરોને સુચીત કરે છે. જે નાણાંકીય વર્ષ 2013-14થી શરૂ થઈને 2021-22 સુધી છે.
નાણાંકીય વર્ષ |
કુલ આવક મર્યાદા(રૂપિયા) |
87એને આઈઆરમાં છુટ |
2021-22 |
5 લાખ |
12,500 |
2020-21 |
5 લાખ |
12,500 |
2019-20 |
5 લાખ |
12,500 |
2018-19 |
3.5 લાખ |
2,500 |
2017-18 |
3.5 લાખ |
2,500 |
2016-17 |
5 લાખ |
5,000 |
2015-16 |
5 લાખ |
2,000 |
2014-15 |
5 લાખ |
2,000 |
2013-14 |
5 લાખ |
2,000 |
આકારણી વર્ષ 2021-22 અથવા નાણાંકીય વર્ષ 2020-21 માટે વ્યક્તિગત કરદાતાના દરો
આવકવેરા કાયદા હેઠળ, વ્યક્તિગત ભારતીય કરદાતાઓને 3 જુથોમાં વર્ગીકૃત કરી શકાય છે -
1. 60 વર્ષથી ઓછી વયના રહેવાસી/નિવાસી વ્યક્તિ.
2. 60-80 વર્ષ વચ્ચેના સિનિયર સિટિઝન નિવાસી
3. 80 વર્ષથી ઉપરના નિવાસી સુપર સિનિયર સિટીઝન.
ટેક્સના દરોને વધુ સારી રીતે સમજવા માટે અહીં ચાર્ટ આપેલ છે.
આવક રેન્જ (રૂપિયા) |
ટેક્સ રૂપિયા (60 વર્ષ સુધી) |
2.5 લાખ |
કોઈ કર નહીં |
2.5 થી 5 લાખ |
25 લાખથી વધુની રાશી પર 5% |
5 થી 10 લાખ |
12,500થી પ્લસ 20% રાશી 5 લાખથી વધુ |
10 લાખ અને તેનાથી વધુ |
1,12,500 પ્લસ 30% રાશી 10 લાખથી વધુ |
આવક રેન્જ (રૂપિયા) |
ટેક્સ રૂપિયા (60 થી 80 વર્ષ) |
3 લાખ |
કોઈ કર નહીં |
3 થી 5 લાખ |
3 લાખથી વધુ રાશીના 5% |
5 થી 10 લાખ |
10,000 પ્લસ 20% 5 લાખથી વધુની રાશીના |
10 લાખ અને તેનાથી વધુ |
1,10,000 પ્લસ 10 લાખથી વધુની રાશીના 30% |
આવકની રેન્જ (રૂપિયા) |
ટેક્સ રૂપિયા (80 વર્ષથી વધુ) |
5 લાખ |
કોઈ કર નહીં |
5 થી 10 લાખ |
5 લાખથી વધુની રાશી પર 20% |
10 લાખ અને તેનાથી વધુ |
1,00,000 પ્લસ 10 લાખની વધુની રાશીના 30% |
નોંધ - સરચાર્જ અને આવકવેરા રકમની દરેક ગણતરી પર તમારે વધારાનો 4% હેલ્થ અને એજ્યુકેશન કર ચુકવવો પડશે. વસુલવામાં આવેલ સરચાર્જએ આવકના સ્લેબ પર આધારિત છે.
નિષ્કર્ષ
ભારતીય નિવાસી વ્યક્તિ આઈટીઆર રિટર્ન ફાઈલ કરતી વખતે આ છુટનો દાવો કરી શકે છે. આ છુટનો લાભ મેળવવા માટે તમારી આવક ચેપ્ટર વીઆઈ-એની કપાતને બાદ કર્યા પછી 5 લાખ રૂપિયાથી વધુ ના હોવી જોઈએ.
વારંવાર પુછાતા પ્રશ્નો
1. શું કોઈ એનઆરઆઈ આવકવેરા કાયદાની કલમ 87એ હેઠળ છુટનો દાવો કરી શકે?
ના, છુટ માત્ર નિવાસી વ્યક્તિઓ માટે છે.
2. શું બધા જ ભારતીય નિવાસી કરદાતાઓ માટે 87એ હેઠળ છુટનો દાવો ઉપલબ્ધ છે?
આ છુટ વ્યક્તિગત એચયુએફ સભ્યો/ નિવાસી ભારતીયો/ સિનિયર સિનિઝન, વ્યક્તિઓના એશોસિએશન એઓપી/ ટ્ર્સ્ટ વગેરે માટે ઉપલબ્ધ છે. આ છુટ કંપનીઓ, વેપારી પેઢીઓ, સંપૂર્ણ એચયુએફ વગેેરેને લાગુ પડતી નથી.
3. AY 2019-20 માટે મારે છુટનો દાવો ક્યારે કરવો જોઈએ?
નાણાંકીય વર્ષ 2020-21માં જ્યારે તમે આકાણીય વર્ષ 2019-20 માટે તમારી આઈટીઆર ફાઈલ કરી હતી ત્યારે.
4. જ્યારે તમારા ટીડીએસની કપાત પહેલા જ થઈ ગઈ છે અને તમે 87એ હેઠળ છુટને પાત્ર છો, તેવા કિસ્સાઓમાં શું થાય?
આઈટીઆર રિટર્ન ફાઈલ કરતી વખતે ભારતીય નિવાસી વ્યક્તિઓ આ છુટનો દાવો કરી શકે છે. નાણાંકીય વર્ષ 2019-20 માટે લાગુ પડે છે એટલે, જો તમારી આવક ચેપ્ટર વીઆઈ-એની કપાત બાદ 5 લાખ રૂપિયાથી વધુ ના હોય અને તમે સ્વ- આકારણી કર ચુકવો છો, તો તમે 12,500 રૂપિયા સુધીની સંપૂ્ર્ણ કપાતનો દાવો કરી શકો છો. જેમાં ટીડીએસ કાપવામાં આવ્યો છે, પરંતુ ચેપ્ટર વીઆઈ-એની કપાત પછી તમારી આવક 5 લાખ રૂપિયા કરતાં ઓછી છે, તમે 12,500 રૂપિયા સુધીની ચુકવેલ ટીડીએસની રકમ પરત મેળવી શકો છો.
5. જો કપાત પછી મારી આવકની રકમ 5 લાખ રૂપિયા કરતાં વધુ છે, તો શું હું 87એ હેઠળ છુટનો દાવો કરી શકું?
ના, 5 લાખ રૂપિયા નેટ કરપાત્ર આવકએ નક્કી કરેલ મર્યાદા છે, પરંતુ કર લાગુ પાડતા પહેલા. જે પછી તમે છુટ અને કપાત મેળવવા માટે ઉપર જણાવેલ અન્ય કર બચતના વિકલ્પોની જાણકારી મેળવી શકો છો. અને એ પ્રકારે તમે કરપાત્ર આવકને રૂપિયા 5 લાખ રૂપિયા સુધી ઘટાડી શકો છો. જેથી તમે રૂપિયા 12,500 સુધીની છુટનો લાભ મેળવી શકો છો.
6. શું દર વર્ષે આઈટી સ્લેબ બદલાઈ છે?
આઈટી સ્લેબ વાર્ષિક બજેટમાં નક્કી કરવામાં આવે છે, અને તે દર વર્ષે બદલાઈ શકે છે.
7. શું પુરૂષો અને સ્ત્રીઓ માટે આઈટી સ્લેબ અલગ હોય છે?
ના, આવકવેરાના સ્લેબ લિંગને આધારિત નથી. અને તે બધા વ્યક્તિઓ પુરૂષ કે સ્ત્રી માટે સમાન છે.
8. જો મારી કરપાત્ર આવકમાં છુટ છે, તો શું મારે આઈટીઆરમાં વ્યાજ અને આવકના સ્ત્રોત દર્શાવવા જરૂરી છે?
હા, તમારે બધા જ સ્ત્રોત, અને મળતા વ્યાજની આવકનો ખુલાસો કરવો જોઈએ અને કરમાં છુટ માટે કરતાં આઈટીઆર ફાઈલ કરતી વખતે હંમેશા દર્શાવુ જોઈએ.
9. શું કૃષિની આવક કરપાત્ર છે?
કૃષિની આવકને આવકવેરામાં છુટ આપવામાં આવે છે. જો કે કરદાતા દ્વારા મેળવવામાં આવેલ પગાર, પેન્સન, ભાડુ, એફડી વ્યાજ વગેરે અન્ય તમામ સ્ત્રોત પર કરવેરો ભરવો પડે છે.
10. શું બધા જ કરદાતાઓ માટે આઈટીઆર ફાઈલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ છે?
ના, વ્યક્તિ, કંપનીઓ, એચયુએફ વગેરે માટે કોઈ નિશ્ચિત તારીખ નથી.
11. કલમ 87એ હેઠળ છુટની ગણતરી કેવી રીતે કરવી?
1. સૌથી પહેલા નાણાંકીય વર્ષની કુલ આવકની ગણતરી કરવા માટે કેલ્યુકેટરનો ઉપયોગ કરવો.
2. કર બચતના ઉપકરણો અને એસસીએસએસ ખાતાઓ વગેરે જેવી કર કપાતને બાદ કરો.
3. બધી જ કપાતને બાદ કર્યા પછી નાણાંકીય વર્ષ માટે ગ્રોસ(ચોખ્ખી) આવક મળે છે.
4. તમારી આવક, ચોખ્ખી આવક અને કપાત દર્શાવતી તમારી આઈટીઆર ફાઈલ કરો.
5. જો તમારી આવક 5 લાખથી ઓછી હોય, તો કલમ 87એ હેઠળ કરમાં છુટ.
6. 2020થી 2021 માટે આકારણી વર્ષ માટે 87એ હેઠળ છુટની વધુમાં વધુ મર્યાદા રૂપિયા 12,500 છે.
12. આકારણી વર્ષ 2020-21 માટે યુ/એસ 87એ કઈ છુટ પર લાગુ પડે છે?
નવી અને જુની બંને કર વ્યવસ્થાઓ આકારણી વર્ષ 2020-21 માટે યથાવત છે. 5 લાખથી ઓછી કરપાત્ર આવક ધરાવતા વ્યક્તિગત રહેવાસી કરદાતાને રૂપિયા 12,500 ની છુટ તેનાથી ઓછી હોય તો કરમાં છુટ આપવામાં આવે છે.
13. આકારણી વર્ષ 2019-20 છુટ યુ/એસ 87એ શું છે?
આકારણી વર્ષ 2019-20ના વચગાળાના બજેટમાં જેમની આવક 5 લાખથી ઓછી છે, તેવા વ્યક્તિઓને કલમ 87એ હેઠળ કર પર સંપૂર્ણ છુટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેનો મતલબ છે કે, 2,500 રૂપિયાની જે મર્યાદા અસ્તિત્વમાં છે, તેને વધારી 12,500 રૂપિયા કરવામાં આવી છે.
14. શું નવી કર વ્યવસ્થા 87એ છુટ પુરી પાડે છે?
હા, છુટના લાભો યુ/એસ 87એ તે બધા જ વ્યક્તિઓ અને વયના લોકો માટે સમાન છે કે જેઓ નવી અને જુની બંને કર વ્યવસ્થા હેઠળ ભારતીય નિવાસી છે. 2019-20ના વચગાળાના બજેટમાં 12,500 રૂપિયા સુધીના 5 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા વ્યક્તિઓને કલમ 87એ હેઠળ કરની સંપૂર્ણ છુટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.