written by Khatabook | June 21, 2022

એમ્બ્રોડરીનો બિઝનેસ કેવી રીતે શરૂ કરવો

×

Table of Content


એમ્બ્રોડરી એટલે કાપડની ઉપર દોરા વળે કરવામાં આવતું વર્ક કામ, જેને આપણે ગુજરાતમાં ભરતકામના નામથી પણ ઓળખીએ છીએ. સદીઓથી આપણે કાપડ પર ભરતકામ, જરદોશી,ચીકન જેવા ઘણા પ્રકારના હેન્ડવર્ક કરતા આવ્યાં છીએ, આ બધા જ પ્રકારના હેન્ડવર્ક સાડી, ડ્રેસ, કુરતી, શેરવાની જેવા ભારતીય પોશાકમાં ચાર ચાંદ લગાવી દે છે. અને કપડાની વેલ્યુમાં વધારો કરવાની સાથે આકર્ષણનું કેન્દ્ર પણ રહે છે. આ બધા જ પ્રકારના હેન્ડવર્કમાંથી એમ્બ્રોડરી વર્ક એટલે કે ભરતકામની આપણા દેશમાં અને વિદેશોમાં પણ ખૂબ જ માંગ જોવા મળે છે. અને આ પ્રકારના વર્કની માંગને પહોચી વળવા માટે એમ્બ્રોડરી વર્ક કરવાના મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે જલ્દીથી ઝડપી પ્રોડક્શન નીકળે અને માંગને પણ ઝડપી પુરી કરી શકાય.

ગુજરાતમાં વાત કરીએ તો એમ્બ્રોડરીનું સૌથી મોટુ મથક સુરતમાં આવેલું છે. સુરતની એમ્બ્રોડરી ઈન્ડસ્ટ્રીમાં સાડી, ડ્રેસ, કુરતી, ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે બેડ સીટ, ચાદર, સોફા કવર, પડદામાં એમ્બ્રોડરી કરવામાં આવે છે. તો ચાલો આજે આપણે આર્ટીકલમાં જાણીએ એમ્બ્રોડરીની ડીઝાઈન અને તેના બિઝનેસ વિશે.

એમ્બ્રોડરીનો બિઝનેસએ એક પ્રકારે તમારા બજેટમાં શરૂ થઈ શકે છે. તમે ઘરે બેઠા એમ્બ્રોડરીનો બિઝનેસ 100000ની આસપાસના બજેટ શરૂ કરી શકો છો. આ સિવાય જો તમારી પાસે થોડું વધુ બજેટ હોય અને તમે એમ્બ્રોડરીની શોપ ઓપન કરવાનું વિચારી રહ્યા હોય તો શરૂઆતમાં તમને 1500000 રૂપિયાની જરૂર પડશે. એમ્બ્રોડરીનો બિઝનેસ શરૂ કરવા માટે સરેરાશ 8થી 9 લાખ રૂપિયાની જરૂર પડે છે. કોમર્શિયલ એમ્બ્રોડરી બિઝનેસ માટે તમારે સૌથી પહેલા કોમ્પ્યુટરાઈઝ્ડ એમ્બ્રોડરી મશીનનો ખર્ચ થશે અને એ સિવાય એમ્બ્રોડરીના દોરાનો બિઝનેસ કરવા તમારા બજેટમાં થોડો વધારો કરવો પડશે.

આ વિશે વધુ સારી સમજણ માટે આપણે નીચે આપેલ કોષ્ઠક જોઈએ 

આઈટમ

લધુતમ

મહત્તમ

એવરેજ

લાઈસન્સ અને પરમિટ

8000

8000

8000

વીમો

8000

30000

20000

એમ્બ્રોડરીના ટૂલ્સ અને સપ્લાઈ

40000

80000

60000

કોમ્પ્યુટરાઈઝ્ડ એમ્બ્રોઈડરી મશીન

0

800000

400000

પેપર અને સ્ટેશનરી

8000

20000

14000

બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને જાહેરાત

80000

550000

300000

વેબસાઇટ અને સોફ્ટવેર

15000

80000

45000

કર્મચારી

0

20000

10000

કુલ

159000

1588000

857000

એમ્બ્રોડરીના બિઝનેસમાંથી તમે કેટલી કમાણી કરી શકો?

એમ્બ્રોડરીના બિઝનેસમાંથી થતી આવકની ગણતરી કરતી વખતે તમારે 3 વાતનુ ધ્યાન રાખવુ જોઈએ. 

 • તમે હેન્ડ એમ્બ્રોડરીનું વેચાણ કરશો કે પછી ડિજિટાઈઝ્ડ એમ્બ્રોડરીનું?
 • તમારા બિઝનેસનું સેટઅપ ઘર આધારિત છેકે પણ શોપ આધારિત?
 • તમે ગ્રાહકો પર ધ્યાન કેન્ટ્રિત કરી રહ્યાં છો કે પછી બિઝનેસ પર?

ચાલો બધા વિશે વિગતવાર ચર્ચા કરીએ.

ઘર આધારિત એમ્બ્રોડરી બિઝનેસની સાથે તમે દરરોજનું 5થી 10 વસ્તુઓની એમ્બ્રોડરીની અપેક્ષા રાખી શકો છો. અને તમારી એવરેજ 7.5 આઈટમની રહેશે. આપણે એવરેજ આઈટમ દીઠ 1800ની કમાણી ધ્યાનમાં રાખીને વિચારીએ તો, તમારી આશરે  મહિનાની કમાણી 405,000 અને વર્ષની કમાણી 48,60,00 થશે.

જો તમારો બિઝનેસ મોટો છે અને તમે ફિઝિકલ સ્ટોરફ્રન્ટ પર લગભગ દરરોજ 25 થી 45 આઈટમની એમ્બ્રોડરી કરતાં હોય તો તમારી એવરેજ 35 આઈટમની થશે. આપણે એવરેજ આઈટમ દીઠ 1800ની કમાણી ધ્યાનમાં રાખીને વિચારીએ તો તમારી આશરે મહિનાની કમાણી 18,90,000 થશે અને વર્ષની કમાણી 2,26,80,00 થશે.

કમાણીની સાથે આપણે તેના પર લાગતાં ખર્ચાઓને પણ ધ્યાને લેવા જોઈએ. જેમકે ઘર આધારિત બિઝનેસમાં ખર્ચાઓ ઘણા ઓછા થાય છે, અને શોપ આધારિત બિઝનેસ કરતાં આવક બમણી થઈ જાય છે. જેના પરથી કહી શકાય કે ઘર આધારિત બિઝનેસમાં સેવિંગનું માર્જિંન 80% સુધીનું છે, જ્યારે શોપ આધારિત બિઝનેસમાં સેવિંગનું માર્જિન 40% રહે છે. 

આ બધાને ધ્યાનમાં રાખીને જોઈએ તો તમે ટેક્સ કપાત પહેલા ઘર આધારિત અને શોપ આધારિત બિઝનેસમાં અનુક્રમે 42,00,000 અને 98,40,000 નો પ્રોફિટ કમાઈ શકો છો.

બિઝનેસ શરૂ કરતી વખતે તમને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે?

એમ્બ્રોડરીના માર્કેટમાં એન્ટ્રી કરતી વખતે તમને ખાસ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં. હા તમારે થોડા પડકારો વિશે ધ્યાન રાખવુ જોઈએ :

1. ખાસ પ્રકારનું કૌશલ્ય અને ક્રિએટીવિટી બિઝનેસના માલિક અને કર્મચારીઓમાં હોવી જરૂરી છે.

તમારે મશીન ઓપરેશન્સ, ફેબ્રિક સિલેક્શન અને સ્ટીચિંગનો સારો અભ્યાસ અને તાલીમનો અનુભવ મેળવવાની જરૂર પડશે.કારણ કે એમ્બ્રોડરીને ઘણીવાર કલાનું સ્વરૂપ માનવામાં આવે છે, તે ડિઝાઇન-કેન્દ્રિત છે. આનો અર્થ એ છે કે ગ્રાહકોને આકર્ષવા અને જાળવી રાખવા માટે તમારી પાસે ક્રિએટીવ ડિઝાઇનની વિવિધતા હોવી જરૂરી છે.

2. સ્પર્ધાની તીવ્રતા વધારે છે

એમ્બ્રોડરી વર્ક ઝડપથી વિકસી રહ્યું છે, જેથી તમારે બીજાથી અલગ રહેવાનો રસ્તો શોધવાની જરૂર પડશે. તમે તમારા અલગ વેચાણ સ્ટાઈલ, અથવા USPને સારી રીતે દર્શાવીને આ કરી શકો છો, જે નિષ્ણાત જ્ઞાન, બીજાથી અલગ સ્ટીચિંગ શૈલીઓ, કસ્ટમ ડિઝાઇન્સ અથવા દોષરહિત ગ્રાહક સેવા હોઈ શકે છે.

3. ગ્રાહકો માટે કોઈ સ્વિચિંગ ખર્ચ નથી

કારણ કે એમ્બ્રોડરીમાં મુખ્યત્વે એકસરખી ટેકનિકનો સમાવેશ થાય છે, ગ્રાહકો ડિઝાઇન અને કિંમતના પોઈન્ટને લઈને તુલના કરી સરળતાથી એક સપ્લાયરથી બીજા સપ્લાયર તરફ જાય છે. 

ઈન્ડસ્ટ્રી ટ્રેન્ડ્સ

ઈન્ડસ્ટ્રી એનાલિસિસ ગ્રાન્ડ વૈશ્વિક વ્યુ રિસર્ચના આધારે બહાર આવ્યુ છેકે, સુશોભિત કપડાંઓની ઈન્ડસ્ટ્રીનું મુલ્ય 21.5 બિલિયન ડોલર છે. જેમાથી એમ્બ્રોડરીનું માર્કેટ નોંધપાત્ર 42% સાથે પ્રતિનિધિત્વ કરે છે. કોવિડની મહામારી પછી વૈશ્વિક માર્કેટ 2028 સુધીમાં અદભૂત 12%ના વાર્ષિક દરે વૃદ્ધિ કરી તેવી અપેક્ષાઓ છે. જે એમ્બ્રોડરી બિઝનેસ કરનારાઓ માટે નોંધપાત્ર તકોને ઊભી કરે છે. 

તમારા વિચારો સાથે જોડાયેલા રહો

આ સમયે, તમારા એમ્બ્રોડરીના વ્યવસાયની સધ્ધરતા નક્કી કરવા માટે તમારે જે જાણવાની જરૂર છે તે બધું જ તમારી પાસે છે. આગળનું પગલું એ તમારા વિચારને એક્શન પ્લાનમાં બદલવાનું છે.

ચાલો તમારા વ્યવસાયની તકોને ઓળખવાની સાથે શરૂઆત કરીએ.

શું કામ તમારે આ કરવું છે? તકને ઓળખો

પરંપરાગત રીતે, એમ્બ્રોઇડરી પ્રોડક્ટનો ઉપયોગ ઘરની વસ્તુઓ જેમ કે બેડિંગ, ટેબલ લેનિન્સ અને કપડાંમાં થતો હતો. પરંતુ હાલના દિવસોમાં સૌથી મોટી તકો કોર્પોરેટ સેક્ટરમાં છે. ઘણી સંસ્થાઓ હવે એમ્બ્રોઇડરી કરેલા યુનિફોર્મને પસંદ કરી રહી છે, કારણ કે બીજા પ્રકારના સુશોભિત કપડાની સરખામણીમાં તેનું ટકાઉપણું વધારે છે.

પરંતુ વૈવિધ્યપૂર્ણ એમ્બ્રોડરીનું આકર્ષણ માત્ર તેના ટકાઉપણુંમાં જ નથી પણ તેની ભવ્યતામાં પણ છે, જે કોર્પોરેટ ક્ષેત્રને ખાસ કરીને ઉપયોગી લાગે છે. તેનો ઉપયોગ ઘણી સંસ્થાઓ દ્વારા બ્રાન્ડિંગ અને જાહેરાતના સાધન તરીકે થાય છે, જ્યારે ફેશન ઉદ્યોગ કપડા માટે અલંકૃત સુશોભન તરીકે એમ્બ્રોડરીનો ઉપયોગ કરે છે. ગ્રાહકો અને કોર્પોરેટ સેક્ટરમાં ભરતકામનો આ વધતો ઉપયોગ નવી એમ્બ્રોઇડરી કંપની શરૂ કરવા માંગતા બિઝનેસમેનો માટે યોગ્ય તકો રજૂ કરે છે.

તમારી પ્રોડક્ટ અથવા સેવાઓ નક્કી કરો

તમારી સફળતાનો સિક્રેટ મોટાભાગે ક્રિએટરી અને ઈનોવેશન પર આધારિત હોય છે. તમે જે ટેકનિકમાં સૌથી વધુ કુશળ છો તેનો લાભ લઈ શકો છો અથવા તો તમારા ટાર્ગેટ માર્કેટની અંદર માંગને વધારવા માટે અલગ અલગ પ્રકારની સ્ટાઈલને ઉમેરી શકો છો. એમ્બ્રોડરી ઘણી ઓછી ટેકનિકો છે જેમાંથી તમે કોઈપણને પસંદ કરી શકો છો. જેના પરથી જો તમને ખબર ના હોય કે જેનાથી શરૂ કરવુ તેના માટે નીચે આપેલ પોઈન્ટ્સ પર તમે ધ્યાન કેન્ટ્રિત કરી શકો છો. 

 • સચોટ એમ્બ્રોડરી
 • કાઉન્ટેડ થ્રેડ એમ્બ્રોડરી
 • એમ્બ્રોડરી આઉટલાઈન
 • વ્હાઈટવર્ક એમ્બ્રોડરી
 • કેન્ડલ વિકિંગ એમ્બ્રોડરી
 • સોય એમ્બ્રોડરી

અહિં એમ્બ્રોડરીના સૌથી લોકપ્રિય ડાઉનસ્ટ્રીમ ફિલ્ડનું લિસ્ટ છે જેને તમારે ધ્યાને લેવુ જોઈએ :

 • હેડવેર (કેપ્સ, સનહેટ્સ, વિઝર, વગેરે)
 • ઘરની વસ્તુઓ (કિચનના ટુવાલ, ઓશીકું, ધાબળો, વગેરે)
 • કોટ્સ
 • ફૂટવેર
 • ડ્રેસ શર્ટ
 • ડેનિમ
 • કપડાં
 • બેગ અને એસેસરીઝ

તમારે તમારા કામ માટે કેટલો ચાર્જ લેવો જોઈએ?

તમારા પ્રોડક્ટ અને સેવાઓ માટે સ્પર્ધાત્મક કિંમત નક્કી કરતી વખતે, ઓવરહેડ ખર્ચ અને ઓર્ડરના મુલ્ય વગેરે જેવી બાબતોને ધ્યાને લેવા જોઈએ. 

જો તમે નવા, નાના લેવલ પર તમારો બિઝનેસ શરૂ કરો છો, જેમકે ઘરેથી કામ કરી રહ્યાં છો, તો તમારો ઓવરહેડનો ખર્ચ ઓછો હશે. તમારા અનુભવ, ક્વાલિટી અને કુશળતાને આધારે તમે 1000 એમ્બ્રોડરી ટાંકા પર 50 થી 100 રૂપિયા ચાર્જ કરી શકો છો. જે કિંમત તમને દુકાન આધારિત બિઝનેસ ચલાવતાં વેપારીઓ કરતાં અલગ કરે છે. જ્યારે બીજી તરફ, જો તમે દુકાન આધારિત એમ્બ્રોડરીના બિઝનેસને જોઈ રહ્યા છો, ત્યારે તમે મહેનત અને ઓવરહેડ ખર્ચની ભરપાઈ કરવા માટે વધુ ચાર્જ લગાવી શકો છો. તમારો ચાર્જ 1000 ટાંકા પર 150 રૂપિયાથી લઈને 300 રૂપિયા હોય શકે છે. 

હાથથી કરેલ એમ્બ્રોડરી ટોપીઓની કિંમત એવરેજ 400થી 800 રૂપિયા છે, જ્યારે ટી શર્ટની રેન્જ 1500થી 2300 વચ્ચે હોય શકે છે. એકવાર તમારી કિંમતો નક્કી કરીને પછી સ્ટેપ બાય સ્ટેપ તમે પ્રોફિટ માર્જિન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો.

તમારા ટાર્ગેટ માર્કેટને ઓળખો 

એક સફળ એમ્બ્રોડરી કંપની શરૂ કરવા માટે, તમારે સ્થાનિક બજારની ગતિશીલતા, માંગની પરખ અને તમારી પ્રોડક્ટ વેચવા માટે તમે તમારા ટાર્ગેટ માર્કેટ સાથે સારી રીતે જોડાયેલા છો તેને સમજવુ જોઈએ.

તમે ચોક્કસ ટાર્ગેટ માર્કેટમાં પોપ્યુલર થવા માટે ચોક્કસ પ્રકારના એમ્બ્રોડરી નિષ્ણાંત બની શકો છો. અથવા વિશાળ ટાર્ગેટ માર્કેટને સેવાઓની વિશાળ રેન્જ ઓફર કરી શકો છો. તમારૂ અંતિમ લક્ષ્ય વ્યક્તિગત પસંદગીને બદલે માર્કેટ સાથે જોડાયેલ પરિબળો પર હોવુ જોઈએ. 

એમ્બ્રોડરી બિઝનેસ માટે નીચેના સંભવિત ટાર્ગેટ માર્કેટ વિભાગો છે : 

 • ઘરગથ્થુ
 • ફુડ અને કોફી ચેઈન
 • સ્થાનિક વ્યવસાયો
 • કોર્પોરેટ સેક્ટર
 • કાપડ મેન્યુફ્રેક્ચર
 • મ્યુનિસિપાલિટી અને સિટી કાઉન્સલિંગ
 • કસ્ટમ ફેશન બ્રાન્ડ્સ
 • સ્કૂલો

એમ્બ્રોડરી ડિઝાઈનમાં કેવી રીતે કામકાજ કરી શકાય ?

એમ્બ્રોડરી ડિઝાઈનમાં તમે પાર્ટ ટાઈમ, ફુલ ટાઈમ, ઘરે બેસીને પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબનો બિઝનેસ કામ કરી શકો છો. ઘણા બધા એમ્બ્રોડરીના વેપારીઓ તેમનો બિઝનેસ વિકસાવવા માટે ડિઝાઈન શિખતાં હોય છે. તેમની સાથે ડિઝાઈન બનાવાનો સમય હોતો નથી, પણ ડિઝાઈનર સાથે કેવી રીતે કામ લેવુ, તેમજ માર્કેટને નવુ ક્રિએશન શું આપવુ, માર્કેટમાં ન્યુ ફેશન ટ્રેન્ડને ઊંડાણપૂર્વક સમજવા માટે ડિઝાઈન શિખતા હોય છે. જેને તમે તમારી વેચી શકો છો.

જરૂરી સાધનસામગ્રી

તમારા એમ્બ્રોડરીના બિઝનેસને શરૂ કરવા માટે તમારે થોડા  સાધનોની જરૂરી પડશે.જેનું એક લિસ્ટ તમે નીચે જોઈ શકો છો. 

 • એમ્બ્રોડરી હૂપ્સ
 • સોય
 • કાતર
 • એમ્બ્રોડરીના દોરા
 • સ્ટિક અને સ્ટિચ સ્ટેબિલાઈઝર પેપર
 • વોટર સૉલ્યુબલ પેન
 • ફ્લોસ બોબિન્સ
 • ફ્લોસ ઓર્ગેનાઝર કેશ
 • મેટલ રિંગ્સ
 • સોય માઈન્ડર
 • નીડલબુક

તમારી ટીમ બનાવો 

જો તમે આ બિઝનેસની શરૂઆત ઘરેથી કરી રહ્યા છો, તો તમારે કોઈ કર્મચારીઓની જરૂર પડશે નહીં. પરંતુ જેમ જેમ તમારો બિઝનેસ વધતો જાશે તેમ તેમ તમારે અલગ અલગ જગ્યા પર કર્મચારીઓની જરૂર પડશે. જે નીચે તમને જોવા મળશે.

એમ્બ્રોડરી કરનાર : એમ્બ્રોડરીએ તમારા ઓપરેશનના કેન્ટ્રમાં હોવુ જોઈએ. જેના કારણે આ વ્યક્તિએ ઘણુ બધુ કામ એક સાથે સંભાળનાર અને યોગ્ય લાયકાત ધરાવતી અનુભવી હોવી જોઈએ. 

ડિજિટલ કોન્ટેન્ટ ક્રિએટર : મજબૂત ડિજિટલ ફૂટપ્રિન્ટ બનાવવા માટે સતત પ્રયત્નો કરવા પડે છે અને સારી રીતે વિચારેલ કોન્ટેન્ટની સ્ટ્રેટર્જી જરૂરી છે. જેમાં ડિજિટલ કોન્ટેન્ટ ક્રિએટર તમને મદદરૂપ થઈ શકે છે.

સેલ્સ એક્ઝિક્યુટિવ: સેલ્સ એક્ઝિક્યુટિવ આવક વધારવા માટે ઓનલાઈન વેચાણ કરવા અથવા શોપમાં સંભવિત ગ્રાહકો સાથે રૂબરૂ મુલાકાત દ્વારા ધ્યાન તેમને કેન્દ્રિત કરવામાં મદદરૂપ થશે.

ઓપરેશન આસિસ્ટન્ટ: તમારા ઓપરેશન આસિસ્ટન્ટ તમામ ઓપરેશનલ, કારકુની, પ્રાપ્તિ અને વહીવટી કાર્યોમાં ટોચ પર હશે જેથી કરીને તમે બિઝનેસ ચલાવવા પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકો.

અમુક સમયે, તમારે તમારા વ્યવસાયના કદ અને જરૂરિયાતોને આધારે આ બધી અથવા ફક્ત થોડી જ જગ્યાઓની જરૂર પડી શકે છે. તમે એક જ ભૂમિકા માટે એક કુશળ કર્મચારીને પણ રાખી શકો છો અથવા એક જ પ્રકારના કામ માટે તમે વધુ કર્મચારીઓને પણ રાખી શકો છો. જે જરૂરિયાત પણ આધાર રાખે છે.

કર્મચારીઓની ભરતી કરવા માટેની ફ્રી-ઓફ-ચાર્જ પદ્ધતિઓમાં લિંક્ડઇન અથવા ફેસબુક જેવા લોકપ્રિય પ્લેટફોર્મ પર જાહેરાતો પોસ્ટ કરવાનો સમાવેશ થાય છે. તમે નોકરીઓ અને એન્જલલિસ્ટ જેવી મફત વર્ગીકૃત સાઇટ્સનો પણ ઉપયોગ કરી શકો છો. તમે પ્રીમિયમ ભરતીના વિકલ્પને પણ ધ્યાનમાં લઈ શકો છો, જેમ કે Inde, Glassdoor અથવા ZipRecruiter પર જાહેરાત. વધુમાં, જો તમારી પાસે સંસાધનો હોય, તો તમે સારી પ્રતિભાઓને શોધવા ભરતી એજન્સી પણ રાખી શકો છો.

નિષ્કર્ષ :

અમે આશા રાખીએ છીએ કે આ લેખની મદદથી તમને એક સફળ એમ્બ્રોડરીનો બિઝનેસ કેવી રીતે શરૂ કરવો તેને લઈને તમને જાણકારી મળી હશે અને તમે એક સારો બિઝનેસ શરૂ કરી શકો તેના માટેની જરૂરી માહિતી મળી હશે. 

નવીનતમ અપડેટ્સ, ન્યુઝ બ્લોગ્સ અને માઈક્રો, નાના અને મધ્યમ બિઝનેસ(MSME), બિઝનેસ ટિપ્સ, ઈન્કમ ટેક્સ, GST, સેલેરી અને એકાઉન્ટિંગ સંબંધિત લેખો માટે Khatabook ને ફોલો કરો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રશ્ન: શું હું એમ્બ્રોડરીની ડિઝાઈન વેચી શકું છું?

જવાબ:

હા જરૂરથી! EmbroideryDesigns.com અને EmbDesignShop.com જેવા ઘણા બધા પ્લેટફોર્મ હાલ ઓનલાઈન ઉપલબ્ધ છે ડે તમને સરળતાથી એમ્બ્રોડરીની ડિઝાઈન વેચવામાં મદદ કરશે.

પ્રશ્ન: શું હેન્ડ એમ્બ્રોઇડરીનો વ્યવસાય નફાકારક છે?

જવાબ:

ઘરેથી નવી કંપની શરૂ કરનાર સોલોપ્રેન્યોર માટે હેન્ડ એમ્બ્રોઇડરીએ એક સારો વિકલ્પ છે. 80% નેટ માર્જિન જનરેટ કરવાની ક્ષમતા સાથે તે ખરેખર નફાકારક બની શકે છે.

પ્રશ્ન: એમ્બ્રોડરી કરવું કેટલુ મુશ્કેલ છે?

જવાબ:

એમ્બ્રોડરી શીખવુ બિલકુલ મુશ્કેલ નથી, પરંતુ એ ઘણુ આનંદદાયક છે જે ઝડપથી તમારૂ મનપસંદ મનોરંજન બની શકે છે. આ સૌથી બેસ્ટ છે અને ખર્ચાળ પણ નથી.

પ્રશ્ન: એમ્બ્રોડરીનો વ્યવસાય શરૂ કરવા માટે સૌથી બેસ્ટ મશીન ક્યું છે?

જવાબ:

બેસ્ટ એમ્બ્રોડરી મશીનોની મુખ્ય લાક્ષણિકતાઓ રિમોટ કમ્પ્યુટર સ્ક્રીન, સોફ્ટવેરની સાથે, મેમરી સાઈઝ, પ્રતિ મિનિટ ટાંકાની ગણતરી અને રૂપિયાનું મૂલ્ય છે. ટોચની મશીન પસંદગીઓ Horizon Memory Craft 12000, Brother SE600 Sewing and Embroidery Machine,brother Serger, 1034D છે.

પ્રશ્ન: ક્યાં પ્રકારની એમ્બ્રોડરીનું હું વેચાણ કરી શકું?

જવાબ:

તમે એમ્બ્રોડરી કરી શકો તેવી ઘણી બધી પ્રોડક્ટ છે, જેમાંથી સૌથી આગળ એપેરલ, એપ્રોન, હેડવેર, બેડસીટ અને ટુવાલ છે.

અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.