written by khatabook | July 24, 2020

જીએસટી કોઉન્સિલ - 33 સભ્યો દ્વારા સંચાલિત

×

Table of Content


ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) એ ઘણો રચનાત્મક કર પરિવર્તન છે જે ભારતે લાંબા સમય બાદ જોયો છે. તેનો હેતુ કેટલાક પરોક્ષ કરને શોષી લેવાનો છે અને તેને એક સંતુલિત ગુડ્સ અને સર્વિસ ટેક્સથી બદલવાનો છે જે ૧ લી જુલાઇ, ૨૦૧૭ થી અમલમાં આવ્યો હતો.

જીએસટીનો મુખ્ય ફાયદો સેવાઓ અને ચીજવસ્તુઓ પૂરા પાડતા વ્યવસાયો માટે કરવેરા કાયદાને સરળ બનાવવાનો છે. તેના અમલીકરણ સાથે, જીએસટીનો ઉદ્દેશ ભ્રષ્ટાચાર અને રસીદો વિનાના વેચાણને ઘટાડવાનો છે અને અસંગઠિત વ્યવસાયિક ક્ષેત્રોમાં જવાબદારી અને નિયમ ને જાળવવાનો છે, જેનાથી કરચોરીની સંભાવના ખૂબ જ ઓછી બચે છે.

જીએસટી હેઠળ પાંચ ટેક્સ સ્લેબ (૦%, ૫%, ૧૦%, ૧૮% અને ૨૮%) છે. આ સિવાય, સોના જેવા ધાતુઓને ૩ % નો દર લાગુ પડે છે જ્યારે અશુદ્ધ હીરા અને કિંમતી પથ્થરો પર ૦.૨૫ % નો દર લાગે છે.

જ્યારે આપણામાંના ઘણા જીએસટીથી પરિચિત છે, જો કુલ જીએસટી દર પર કોઈ બિલ તપાસીએ, તો તે સીજીએસટી + એસજીએસટી અથવા સીજીએસટી + યુટીજીએસટી તરીકે લખાયેલ હોય છે. ચાલો તેમાંથી દરેકને છૂટા પાડી ને રજૂ કરીએ.

જીએસટી ના પ્રકાર 

સેંટ્રલ ગૂડ્સ એંડ સર્વિસિસ ટેક્સ (સીજીએસટી)

કેન્દ્ર સરકાર દ્વારા માલ અને વ્યવસાયિક કામગીરી માટે માલ અને સેવાઓ ના  ઇન્ટ્રાસ્ટેટ(રાજયન્તર્ગત ) પુરવઠા ની સેવાઓ પર લાગે છે.

સ્ટેટ ગૂડ્સ એંડ સર્વિસિસ ટેક્સ (એસજીએસટી)

એસજીએસટીનું સંચાલન રાજ્ય સરકાર કરે છે. રાજ્ય વેચાણ વેરો, મૂલ્ય વર્ધિત કર(વેટ), લક્ઝરી ટેક્સ, મનોરંજન કર, સટ્ટો, જુગાર, પ્રવેશ કર, લોટરી જીતેલા પૈસા પર નો કર, રાજ્યના સેસિસ અને સરચાર્જ જેવા બધાજ કર શામેલ છે.

ઇન્ટિગ્રેટેડ ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (આઇજીએસટી)

કેન્દ્ર સરકાર દ્વારા સીજીએસટી અથવા એસજીએસટીને બદલે આઇજીએસટી એકત્રિત કરવામાં આવે છે જેમાં માલ અને સેવાઓનો પુરવઠો શામેલ છે જ્યારે નિકાસને શૂન્ય ગણવામાં આવશે. તે આખા ભારતમાં લાગુ છે.

યુનિયન ટેરિટરી ગૂડ્સ એંડ સર્વિસિસ ટેક્સ (યુટીજીએસટી)

કેન્દ્રશાસિત પ્રદેશ સીધો કેન્દ્ર સરકારના વહીવટ હેઠળ હોય છે. જે તેમને રાજ્યોથી અલગ પાડે છે જ્યારે રાજ્યો માં તેમની પોતાની ચૂંટાયેલી સરકારો હોય છે. આ ટેક્સ માલ અને સેવાઓને લાગુ પડે છે જે ભારતના પાંચ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કોઈ પણમાં થાય છે, જેમાં આંદામાન અને નિકોબાર આઇલેન્ડ્સ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, ચંડીગઢ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.

જીએસટી કાઉન્સિલ શું છે?

જીએસટીના નિયમો બનાવવા માટે સરકારે એક જીએસટી કાઉન્સિલની નિમણૂક કરી છે જેમાં હાલના કેન્દ્રીય નાણામંત્રી, નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 33 સભ્યો દ્વારા બનેલ છે.

જેમાં નિયુક્ત સભ્યો છે:

  • કેન્દ્રીય નાણાં પ્રધાન, જેમને કાઉન્સિલના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવશે.
  • મહેસૂલ(રેવેન્યૂ) પ્રભારી રાજ્યના કેન્દ્રીય પ્રધાન કાઉન્સિલના સભ્ય રહેશે.
  • દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી એક સભ્ય તરીકે ત્યાંનાં નાણાં પ્રધાન.
  • જીએસટી કાઉન્સિલના સભ્યો રાજ્યના મંત્રીઓમાંથી વાઇસ ચેરમેનની પસંદગી કરી તેમને નિમણૂક કરશે.
  • મહેસૂલ સચિવ જીએસટી કાઉન્સિલના પૂર્વ સચિવ તરીકે ની ભૂમિકા માં કામ કરશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ્સના અધ્યક્ષ તમામ કાર્યવાહીમાં કાયમી આમંત્રિત રહેશે. જીએસટી કાઉન્સિલ નું મુખ્ય કાર્યાલય નવી દિલ્લીમાં સ્થિત છે અને અત્યાર સુધી તેઓ રૂબરૂ અથવા વિડિઓ કોલ દ્વારા ૩૭ બેઠકો કરી ચુક્યા છે.

જીએસટી કાઉન્સિલનું દ્રષ્ટિકોણ (જે તેમની વેબસાઇટ પરથી લેવામાં આવ્યું છે), જીએસટી કાઉન્સિલની કામગીરીમાં સહકારી સંઘવાદના ઉચ્ચતમ ધોરણો સ્થાપિત કરવાનું છે, જે જીએસટીને લગતા તમામ મોટા નિર્ણયો લેવાની સત્તા માટે પહેલી બંધારણીય સંઘીય સંસ્થા છે.

જીએસટી કાઉન્સિલનું ધ્યેય વ્યાપક પરામર્શની પ્રક્રિયા દ્વારા ખુદ ને વિકસિત કરવાનું છે, એક એવું માલ અને સેવાઓ પર ના કર નું માળખું જે વપરાશકર્તા માટે  મૈત્રીપૂર્ણ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઉપર આધારિત હોય.

જીએસટી કાઉન્સિલની ભૂમિકા

જીએસટી કાઉન્સિલ નીચે મુજબ કેન્દ્ર અને રાજ્યોને ભલામણો કરશે:

  • કેન્દ્ર, રાજ્યો અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા લેવામાં આવતા કર, સેસિસ અને સરચાર્જ જે જીએસટી હેઠળ સમાવિષ્ટ થઈ શકે છે.
  • માલ અને સેવાઓ કે જે જીએસટીને આધિન અથવા તેનાથી મુક્ત હોય.
  • જીએસટી નિયમ અને કાયદાઓનું મોડેલ, ઇન્ટિગ્રેટેડ ગુડ્ઝ અને સર્વિસિસ ટેક્સ (આઇજીએસટી) ની ફાળવણી અને સપ્લાયના સ્થળ પર સંચાલિત સિદ્ધાંતો.
  • કુદરતી આપત્તિ દરમિયાન વધારાના સંસાધનો ને વધારવા માટે ચોક્કસ સમયગાળાના વિશેષ દરો.
  • ઉત્તર અને ઉત્તર-પૂર્વ ના રાજ્યો (જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ) સંબંધિત વિશેષ જોગવાઈઓ માટે.
  • હાઈ-સ્પીડ ડીઝલ, પેટ્રોલિયમ ક્રૂડ, પ્રાકૃતિક ગેસ અને વિમાન ઉડ્ડયન ટર્બાઇન જેવા બળતણ પર જીએસટી લાગૂ કરવાની તારીખ છે.
  • ટર્નઓવરની મહત્તમ મર્યાદા જેની નીચે માલ અને સેવાઓને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી શકે છે.
  • ફ્લોર રેટના જીએસટી બેન્ડ સહિતના દરો.
  • કાઉન્સિલ દ્વારા માનવામાં આવેલી જીએસટી સંબંધિત કોઈપણ અન્ય ચિંતા.

જીએસટી કાઉન્સિલ માટે ના નિર્ણય લેવા

કાઉન્સિલમાં જીએસટી સંબંધિત નિર્ણયો પસાર કરવાની વાત આવે ત્યારે આ 3 મુખ્ય આવશ્યકતાઓ હોય છે.

  • મીટિંગ માન્ય ઠરાવવા માટે, જીએસટી કાઉન્સિલના કુલ સભ્યોની સંખ્યાના ઓછામાં ઓછા ૫૦ % સભ્યો મીટિંગ માં હાજર હોવા જોઈએ.
  • મીટિંગ દરમિયાન, દરેક લેવામાં આવેલા નિર્ણય ને હાજર સભ્યો માંથી ઓછામાં ઓછા ૭૫ % જેટલા મતો દ્વારા સમર્થન મળવું જોઈએ જે નીચે વિગતવાર રજૂ કરવામાં આવ્યું છે.

આર્ટિકલ 279A ના એક સિદ્ધાંત દર્શાવે છે જેના દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે પડેલા કુલ મતને વિભાજિત કરાશે:

કેન્દ્ર સરકારના મત નાખવા માં આવેલા  કુલ મતના ત્રીજા ભાગ ના હશે.

અને, રાજ્ય સરકારના મતો બેઠકમાં પડેલા કુલ મતના બે-તૃતીયાંશ ભાગ ના હશે. જીએસટી કાઉન્સિલની સ્થાપના સમયે બાકી રહેલી કોઈ ઉણપના આધારે કોઈપણ અધિનિયમ અથવા નિર્ણયને અમાન્ય જાહેર કરવામાં આવશે નહીં, જેમ કે:

  • કોઈ ખાલી જગ્યા બાકી છે કે કેમ.
  • કાઉન્સિલના બંધારણમાં કોઈ ખામી છે કે કેમ.
  • કોઈપણ પ્રક્રિયાગત બિન-પાલન (નોન-કોમ્પ્લાયંસ) છે કે કેમ.
  • કાઉન્સિલ સભ્યની નિમણૂકમાં કોઈ ખામી છે કે કેમ.

જો જીએસટી કાઉન્સિલના સભ્યો વચ્ચે વિવાદ ઉભો થાય છે, તો કોઈપણ મતભેદ નો નિકાલ કાઢવા સંદર્ભિત, બંધારણમાં ‘વિવાદ મિકેનિઝમ’ નામક નિયમો પૂરા પાડવામાં આવ્યા છે જે જ્યારે જરૂર પડે ત્યારે પાલન કરવાનાં રહેશે.

એક સો એક (૧૦૧) મા સુધારા અધિનિયમ, જે  બંધારણમાં વર્ષ ૨૦૧૬ માં પસાર કરવા માં આવ્યો તે કોઈપણ વિવાદને સમાયોજિત કરવાની પદ્ધતિ જણાવે છે:

  • ભારત સરકાર અને એક અથવા વધુ રાજ્યો.
  • એક અથવા વધારે રાજ્યો વિરુદ્ધ ભારત સરકાર સાથે કોઈ પણ રાજ્ય 
  • જીએસટી કાઉન્સિલની ભલામણોથી ઉદ્ભવતા, બે અથવા વધુ રાજ્યો.
  • અને ભારત સરકાર વચ્ચે.
અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.