written by khatabook | August 5, 2020

જાણવા જરૂરી હોય તેવા સીજીએસટી(CGST) એક્ટમાં તાજેતરમાં કરવામાં આવેલાં સુધારાઓ

×

Table of Content


સીજીએસટી એક્ટ : “સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ (CGST) એક્ટ”, તે શબ્દોનો એક નવો સમૂહ છે કે જેણે તાજેતરમાં જ દેશના જાહેર ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હોય. હજુ સુધી, ફક્ત GST: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિશેની વાતો જ કરવામાં આવી છે. પરંતુ જીએસટીની જેમ સીજીએસટીમાં કરવામાં આવેલાં તાજેતરના સુધારાઓ વિશે વધુ સમજવું પણ એટલું જ જરૂરી છે.

આ નવી કર સિસ્ટમ સંપૂર્ણ રીતે સમજવા માટે વ્યવસાયિક માલિકો અને ગ્રાહકો બંને હજુ પ્રયાસો કરી રહ્યા છે. સીજીએસટીની આ નવી કલ્પના પરિસ્થિતિ અનુસાર પચાવવી સરળ નથી.

આ લેખ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧૯ – ૨૦૨૦ માટે સીજીએસટીને સરળતાથી સમજાય શકે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. નાના વ્યવસાય માલિકોથી લઈને ગ્રાહકો સુધી, આ તે દરેક માટે છે જે સીજીએસટી એક્ટ અને તેમાં તાજેતરમાં કરવામાં આવેલાં સુધારાઓ સમજવા જરૂરી માને છે.

સીજીએસટી(CGST) એક્ટની સમજણ

આ કોઈ નવો કાયદો નથી. જી.એસ.ટી. એ સામાન્ય શબ્દોમાં નવી પરોક્ષ કર પધ્ધતિ છે જે એપ્રિલ ૨૦૧૭ માં અમલમાં મૂકવામાં આવી છે. બે સંસદીય અધિનિયમ આ નવી કર પ્રણાલીનો આધાર બને છે : આઇજીએસટી (IGST) અધિનિયમ અને સીજીએસટી અધિનિયમ.

આઇજીએસટી એક્ટ એટલે ઇન્ટિગ્રેટેડ ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (IGST) એક્ટ અને સીજીએસટી એક્ટ એટલે સેન્ટ્રલ ગુડ્સ અને સર્વિસ ટેક્સ એક્ટ (CGST). જ્યારે કોઈ માલ અથવા સેવા એક રાજ્યથી બીજા રાજ્યમાં જાય છે ત્યારે આઇજીએસટી લાગુ પડે છે. કેન્દ્ર અને રાજ્યો આઇજીએસટી દ્વારા એકત્રિત થતી રકમ આપસમાં વહેંચે છે.

બીજી તરફ, સીજીએસટી એ રાજ્યના માલ સામાન અને સેવાઓની અવર જવર પર કેન્દ્ર દ્વારા ઉઘરાવવામાં આવે છે. આ કર પણ ૨૦૧૭ ની સાલથી અમલમાં છે.

એપ્રિલ ૨૦૧૯ થી સીજીએસટી કાયદામાં કેટલાક સુધારા લાવવામાં આવ્યા છે, તેથી જ જીએસટી પર એકંદર ચર્ચાઓથી સીજીએસટીની ચર્ચા અલગ રીતે જાહેરમાં આવી છે.

સીજીએસટી (CGST) માં કરવામાં આવેલાં ફેરફારો :

CGST એક્ટ ૨૦૧૯ માં કરવામાં આવેલાં સુધારા નીચેના વિસ્તારોને સંબંધિત છે.

  • નોંધણીની મર્યાદા
  • કંપોઝીશન સ્કીમની મર્યાદા
  • ૫૦ લાખ રૂપિયા સુધીના વાર્ષિક ટર્ન ઓવર સાથે ઉદ્યોગો માટે નવી યોજના.
  • સપ્લાયરો ને ચૂકવવાની પધ્ધતિ
  • રિટર્ન ફાઈલ
  • કર અને વ્યાજની ચુકવણી
  • અન્ય  પરચૂરણ

નોંધણીની મર્યાદા :

માર્ચ ૨૦૧૯ સુધી જીએસટી રજીસ્ટ્રેશન (નોંધણી) માટે ચીજ વસ્તુઓ અને સેવાઓની સપ્લાય માટે વાર્ષિક ૨૦ લાખ રૂપિયાની મર્યાદા નિર્ધારિત કરવામાં આવી હતી. કોઈ પણ રાજ્યમાં ચીજ વસ્તુઓ અને સેવાઓના સપ્લાયરે વાર્ષિક ૨૦ લાખથી વધુના ટર્ન ઓવર માટે જીએસટી અંતર્ગત નોંધણી કરાવવાની રહેતી હતી.

નાણાકીય વર્ષ ૨૦૧૯ – ૨૦૨૦ માટે આ લિમિટ હવે માત્ર માલ માટે ૪૦ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ માટે વાર્ષિક ૪૦ લાખ રૂપિયા સુધીનું ટર્ન ઓવર ધરાવતાં માલ સપ્લાય કરનારાઓને જીએસટી નોંધણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ પરિવર્તન અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, તેલંગાણા, ત્રિપુરા અને ઉત્તરાખંડ જેવા વિશેષ દરજ્જાના રાજ્યો સિવાય સમગ્ર ભારતમાં માન્ય કરવામાં આવી છે. આ પરિવર્તન કેન્દ્રશાસિત પ્રદેશો પુંડુચેરીમાં પણ લાગુ કરવામાં આવ્યો નથી. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મર્યાદા ૧૦ લાખ રૂપિયાની જ યથાવત રાખવામાં આવી છે.

એ નોંધવું મહત્વપૂર્ણ છે કે સેવાઓ નોંધણી માટેની મર્યાદા નાણાકીય વર્ષ ૨૦૧૯ - ૨૦૨૦ માટે ૨૦ લાખ રૂપિયા યથાવત્ રાખવામાં આવી છે. ઉપરાંત, માલના સંદર્ભ સાથેનું વિસ્તરણ આંતર રાજ્યમાં લાગુ કરવામાં આવ્યું નથી જો કે ત્યાં આઇજીએસટી લાગુ કરવામાં આવ્યો છે.

સીજીએસટીના(CGST) સેકશન ૨૪ હેઠળ આવતા માલ સામાનના સપ્લાયરૉ જેવા કે આઈસ્ક્રીમના વેપારી, ઓનલાઈન વેચાણકર્તા અને બસમાંથી બનતાં ખાદ્ય પદાર્થો વગેરેની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો નથી.

સુધારામાં નવો સબસેકશન બનાવવામાં આવ્યો છે જે આધાર કાર્ડની ચકાસણી ફરજિયાત બનાવે છે. આ સબસેકશનમાં આધાર પ્રમાણીકરણ માટેની પ્રક્રિયાનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. સીઈઓ, એમડી વગેરે જેવા મહત્વપૂર્ણ કંપની કર્મચારીઓની આધાર ચકાસણી પણ ફરજિયાત કરવામાં આવી છે.

કંપોઝીશન સ્કીમની મર્યાદા :

સંરચના યોજના CGST એક્ટ હેઠળ માલ સામાન પૂરી પાડનારાઓ માટે સરળ દરે ત્રિમાસિક ચુકવણી કરવાનો વિકલ્પ આપે છે. ૨૦૧૯ માં કરવામાં આવેલાં સુધારાએ આ યોજના માટેની મર્યાદામાં પણ ફેરફાર રજૂ કર્યા છે.

૧ કરોડના વાર્ષિક ટર્ન ઓવરને બદલે, લિમિટ વધારીને હવે વાર્ષિક ટર્નઓવર ૧.૫ કરોડ રૂપિયા કરવામાં આવી છે. આ નવી લિમિટ ફક્ત વેપારીઓ, ઉત્પાદકો અને રેસ્ટોરન્ટ સેવા પ્રદાતાઓ માટે લાગુ કરવામાં આવી છે.

વેપારીઓ અને ઉત્પાદકોને ૧ % ના દરે સીજીએસટી(CGST) ચૂકવવાનો રહે છે. રેસ્ટોરન્ટ સેવા પ્રદાતાઓ માટે, કરનો દર ૫ % છે. તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.

૫૦ લાખ સુધીના વાર્ષિક ટર્ન ઓવરવાળા ઉદ્યોગો માટે નવી યોજના :

આ સુધારામાં મિશ્રિત સપ્લાઇરો માટે પણ એક નવો વિભાગ ઉમેરવામાં આવ્યો છે, એટલે કે જેઓ માલ સામાનની સાથે સેવાઓ પણ પ્રદાન કરે છે. આંતર રાજ્ય સપ્લાયમાં શામેલ ન હોય તેવા આવા મિશ્ર સપ્લાયર કમ્પોઝિશન સ્કીમ માટે અરજી કરી શકે છે. પાછલા નાણાકીય વર્ષ દરમિયાન 50 લાખ રૂપિયા સુધીના ટર્ન ઓવરની લિમિટ રાખવામાં આવી છે.

આવા મિશ્રિત સપ્લાયરોએ ૬ % કર, ૩ % કેન્દ્ર (CGST) દ્વારા અને ૩ % રાજ્ય (SGST) દ્વારા વસૂલવામાં આવે છે. નાણાકીય સેવાઓ જેવી કે લોન અને થાપણો અને તેમની પાસેથી મેળવેલું વ્યાજ થ્રેશહોલ્ડની બહાર રહેશે. સુધારાઓમાં ઉમેરવામાં આવેલો નવો પેટા વિભાગ આ મુદ્દાઓને સ્પષ્ટ કરે છે.

સુધારેલી કમ્પોઝિશન યોજના સાથે કેટલાક નજીવા નિયમો અને શરતો જોડાયેલી છે. આ વિગતો મોટે ભાગે પરિભાષા સંબંધિત હોય છે.

સપ્લાયર્સને ચૂકવણી કરવાની રીત :

નવો પેટા વિભાગ કેટલાક રજિસ્ટર્ડ સપ્લાઇરો માટે ફરજિયાત બનાવે છે કે જો તેઓ ઇચ્છતા હોય તો તેમના પ્રાપ્તકર્તાઓને ઇલેક્ટ્રોનિક ચૂકવણી કરી શકે. પરંતુ આવા સપ્લાયરોએ ઇ- પેમેન્ટ ચાર્જ ભરવાની જરૂર નથી.

ટીસીએસ જોગવાઈઓ :

TCS એટલે ટેક્સ કલેકટેડ એટ સોર્સ. પહેલાં, TCS ની રકમ જીએસટીની ગણતરીમાં સમાવિષ્ટ થઈ જતી હતી. સુધારા મુજબ, આ રકમ હવે જીએસટી ગણતરીની બહાર હશે.

આ વાતને એક સરળ ઉદાહરણ સાથે સમજીએ, માનો કે સપ્લાય કરવામાં આવેલાં માલનું કુલ મૂલ્ય ૪,૦૦,૦૦૦ રૂપિયા છે. ૧ % લેખે TCS ૪૦૦૦ રૂપિયા હશે. તેથી કુલ રકમ ૪,૦૪,૦૦૦ થશે. પહેલાં, જીએસટીની ગણતરી આ કુલ મૂલ્યના ૩ % કરવામાં આવતી હતી. જે ૧૨,૧૨૦ રૂપિયા થાય. તેથી કુલ રકમ ૪,૦૦ ,૦૦૦ રૂપિયા + ૪૦૦૦ + જીએસટી ૧૨,૧૨૦  રૂપિયા = કુલ ૪,૧૬,૧૨૦ રૂપિયા.

આ સુધારા પછી કુલ રકમ હશે: ૪,૦૦,૦૦૦ + (મૂળ કિંમત પર ફક્ત ૩ % જીએસટી) ૧૨,૦૦૦  = ૪,૧૨,૦૦૦.

રિટર્ન ફાઇલિંગ :

૨૦૧૯ ના સુધારાઓએ જટિલ ફાઇલિંગ પ્રક્રિયાને નોંધપાત્ર રીતે ઘટાડવા માટે આ વિભાગમાં કેટલાક આવકાર દાયક ફેરફારો કર્યા છે. કેટલાક કરદાતાઓ પાસે હવે માસિકને બદલે ત્રિમાસિક રિટર્ન ભરવાનો વિકલ્પ છે. પરંતુ હજુ પણ ટેક્સ તો દર મહિને જ ભરવો પડે છે.

કમ્પોઝિશન સ્કીમ હેઠળ નોંધાયેલા લોકો માટે હવે ત્રિમાસિકને બદલે વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાનું શક્ય બન્યું છે. પરંતુ કર ચૂકવણી ત્રિમાસિક ધોરણે ચાલુ રહેશે.

કર અને વ્યાજની ચૂકવણી :

જો કોઈ કરદાતા ખોટા મથાળા હેઠળ ઇલેક્ટ્રોનિક રીતે કર, દંડ અથવા વ્યાજ ચૂકવે છે, તો હવે ફક્ત યોગ્ય માથાળા (હેડીંગ) માં રકમ સ્થાનાંતરિત કરવી શક્ય બની છે. પહેલાં આ રકમ ગુમાવવી પડતી હતી.

સુધારાઓને લીધે ઈલેકટ્રોનિક ખાસ કરીને મોડી ચૂકવવામાં આવેલી રકમ પર જ હવે વ્યાજ ચૂકવવું પડશે. આ પહેલાં, કરદાતાઓએ આખી રકમ પર વ્યાજ ચૂકવવું પડતું હતું.

પરચુરણ :

૨૦૧૯ માં જીએસટી માં કરવામાં આવેલાં સુધારાને લીધે નેશનલ એન્ટી પ્રોફેટરીંગ ઓથોરીટીને વધારે સતા મળી. તેઓ હવે નફાકારક રકમના ૧૦ % સુધી દંડ વસૂલ કરી શકે છે. આ સુનિશ્ચિત કરવા માટે છે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટના લાભ દ્વારા ગ્રાહકો માટે કિંમત ઘટાડવામાં આવે.

અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.