written by khatabook | December 4, 2019

વ્યવસાયો માટે જીએસટીના મુખ્ય ફાયદા અને ગેરફાયદા :

×

Table of Content


જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) એ પરોક્ષ કર છે. ભારત સરકારે ભારતનાં અનેક પરોક્ષ કરને બદલવાના હેતુથી જીએસટીની રજૂઆત કરી હતી. સરકારે જીએસટી બિલને 1 જુલાઈ 2017 ના રોજ સમગ્ર દેશમાં ઉત્પાદન, વેચાણ અને માલ અને સેવાઓના વપરાશ પર લગાવવામાં આવતા વેરા તરીકે લાગુ કર્યો હતો. તે મૂલ્ય વૃદ્ધિના દરેક તબક્કે એક ગંતવ્ય-આધારિત કર છે. જીએસટીની રજૂઆત અને અમલીકરણ ભારતીય કર સુધારણામાં એક મહત્ત્વની ક્ષણ હતી, જેણે વ્યવસાયોની વેરા જોવાની રીત બદલાવી દીધી છે. જીએસટી રજૂ કરવા પાછળ ટેક્સ વ્યવસ્થાને સરળ બનાવવા અને તેને વધુ સુવ્યવસ્થિત કરવાનો વિચાર હતો. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો હેતુ ટેક્સ વસૂલાતને વિસ્તૃત કરવા અને પ્રક્રિયાને વ્યવસાય- ફ્રેન્ડલી અને તેની મહત્તમ વૃદ્ધિ માટે અનુકૂળ બનાવવાનો છે. જીએસટીના અનેકવિધ ફાયદા છે. જો કે, દરેક પ્રક્રિયાની જેમ, જીએસટીમાં પણ અનેક ગેરફાયદાઓ રહેલાં છે. આ લેખમાં, અમે ગજુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ના વિવિધ ફાયદા અને ગેરફાયદાઓ પર ધ્યાન આપીશું જેની દરેક ઉદ્યોગોને જાણ હોવી અતિ આવશ્યક છે.

જીએસટીના ફાયદાઓ :

• ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એ સર્વિસ ટેક્સ, સેન્ટ્રલ એક્સાઈઝ, લક્ઝરી ટેક્સ, સેલ્સ ટેક્સ વગેરે જેવા અનેક કરને જોડ્યા છે અને તે બધાને એક જ મળખા નીચે સમાવી લેવામાં આવ્યા છે. જેને લીધે ટેક્સની ગણતરી અને સંગ્રહની પ્રક્રિયા સરળ થઈ છે.

• જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ) થી ટેક્સ વસૂલાત પ્રક્રિયામાં પારદર્શિતા આવી છે.

• ઉદ્યોગ નિષ્ણાંતો માને છે કે જીએસટીને લીધે માલ અને સેવાઓના ખર્ચમાં લાંબા ગાળે ઘટાડો થશે, કારણ કે અગાઉ ઘણા બધા વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) ને કારણે માલ અને સેવાઓની કિંમતોમાં વધારો થયો હતો. હવે, એક જ કર હોવાને લીધે આ સમસ્યા પણ નાબૂદ કરશે.

• વાર્ષિક 20 લાખ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા સર્વિસ પ્રોવાઇડર્સ (પૂરી પાડતાં) ને જીએસટી ભરવાની જરૂર નથી. જો કે ઉત્તર-પૂર્વી રાજ્યોમાં, આ મર્યાદા માત્ર 10 લાખ રૂપિયાની રાખવામાં આવી છે. નાના ઉદ્યોગો માટે આ એક મોટો ફાયદો છે, કારણ કે તેઓ સમય માંગી લેતી પ્રક્રિયાને ટાળી શકે છે અને તેમની વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

• કાપડ ઉદ્યોગ જેવા અસંગઠિત ક્ષેત્રોમાં પણ જીએસટીના લીધે ઉતરદાયિત્વ અને નિયમનની સ્થાપના થશે. ભારતમાં, અસંગઠિત ક્ષેત્રો મોટા પાયે રોજગારીની તકો પૂરી પાડતા હોય છે અને વિશાળ આવક ઉત્પન્ન કરે છે, પરંતુ જ્યારે કર જવાબદારીની વાત આવે છે ત્યારે આવા ક્ષેત્રો છટકબારી શોધતાં હોય છે. જો કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને લીધે આ વિસંગતતામાં સુધારો આવશે.

• હાલની કરવેરા પધ્ધતિ હેઠળ, માલ અને સેવાઓ માટે અલગ અલગ કર રાખવામાં આવ્યા છે. જેને લીધે, કર નક્કી કરવા માટે લેવડ દેવડની કિંમતને માલ અને સેવાઓની કિંમતોમાં વિભાજિત કરવું પડે છે. જેના પરિણામે અનેક મુશ્કેલીઓ વધે છે અને વહીવટી કાર્ય માથાના દુઃખાવા સમાન બની જાય છે. જીએસટી – ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને લીધે આ તમામ સમસ્યાઓ દૂર થશે.

• આ પહેલાં, સરકારે બહુવિધ પરોક્ષ કરને સંચાલિત કરવાના જટિલ કાર્યનો સામનો કરવો પડતો હતો. પરંતુ જીએસટી માટે જીએસટી નેટવર્ક (જીએસટીએન – ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક) કરોડરજ્જુ સમાન સાબિત થશે અને જીએસટી કામગીરી સંબંધિત તમામ પ્રક્રિયાઓનું સંચાલન કરશે. આ એક સંપૂર્ણ સંકલિત પ્લેટફોર્મ છે, જે જીએસટી પ્રવૃત્તિઓની સરળ કામગીરી પર નજર રાખશે અને સરળતા યથાવત રહે તેની ખાતરી કરશે.

• વપરાશના અંતિમ મુકામ પર જ જીએસટી લાગૂ કરવામાં આવશે. તેના લીધે ઉત્પાદકથી રિટેલર આઉટલેટ સુધીના ઘણા બધા તબક્કાઓ પર લાગતો ડબલ ટેક્સ દૂર થશે. આર્થિક સમસ્યાઓને નાબૂદ કરવા માટે આ એક પગલું મહત્તવનું બની રહેશે.

• ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસને લીધે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ને વેગ મળ્યો છે. દેશની જીડીપી સમયાંતરે આર્થિક કાર્યક્ષમતા અને દેશના વિકાસને પ્રતિબિંબિત કરે છે. જીએસટીએ સુનિશ્ચિત કર્યું છે કે તમામ વિવિધલક્ષી ઉદ્યોગો સમાન કરના કાયદા હેઠળ આવે છે જેનાથી વ્યવસાયોનું સંચાલન ખૂબ સરળ બને.

• જીએસટીનો મુખ્ય ફાયદો એ છે કે કરદાતાઓ જીએસટી પોર્ટલની મદદથી ઓનલાઈન જ રજીસ્ટર કરી શકે છે, રિટર્ન ફાઇલ કરી શકે છે અને તમામ કર ઓનલાઈન જ ચૂકવી શકે છે. આ પ્રક્રિયા એવી છે જે સપ્લાયર અને ખરીદનારના ચલણની તુલના અને મેળ કરશે. આ પદ્ધતિને લીધે કરચોરી અને છટકબારીમાં નિયંત્રણ આવશે. આ ઉપરાંત તે માળખાગત અને વ્યવસ્થિત રીતે, રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં ધંધાનો પ્રવાહ સુનિશ્ચિત કરશે.

• અગાઉની વેટ પધ્ધતિમાં, ઇ-કોમર્સ વ્યવસાયોને અન્ય કરતાં અલગ રીતે કર પાલન કરવાનું રહેતું હતું. પરંતુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને લીધે આને લગતી તમામ મૂંઝવણો દૂર થઈ છે. સમગ્ર ઈ-કોમર્સ ક્ષેત્ર, પેન-ઈન્ડિયા, હવે જીએસટી કાયદા હેઠળ સુવિધાયુક્ત જોગવાઈઓનું પાલન કરે છે. તેને લીધે હવે આંતર-રાજ્ય માલની લેવડ દેવડને લગતી મુશ્કેલીઓ પણ દૂર થઇ છે. પરંતુ, આ સ્તરની કર સુધારણા પધ્ધતિમાં ખામીઓ ન હોય તેવું લગભગ અશકય છે. તેથી, તમામ વ્યવસાયો તેની ખામીથી પણ પરિચિત હોય તે હિતાવહ છે. ચાલો આપણે જીએસટીના કેટલાક ગેરફાયદાઓ પર એક નજર કરીએ.

જીએસટીના ગેરલાભ :

• ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એ સંપૂર્ણપણે આઇટી સંચાલિત કાયદો છે. આ વિચાર સારો હોવા છતાં તેનું નકારાત્મક પાસુ એ છે કે ભારતના તમામ રાજ્યોમાં આ સિસ્ટમને સંપૂર્ણપણે અમલમાં મૂકવા માટે જરૂરી આંતર માળખાકીય સુવિધાનો જ અભાવ જોવા મળે છે .

• જે કંપનીઓ તેમના ધંધાને એક કરતાં વધારે (બહુવિધ) રાજ્યોમાં ચલાવે છે, તે બધા રાજ્યોમાં પણ નોંધણી કરાવવી પડે છે. જે કાર્યની જટિલતામાં વધારો કરે છે જે અગાઉની પધ્ધતિમાં નહોતું.

• ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થયા પછી કેટલીક ચીજ વસ્તુઓની કિંમતમાં વધારો થવાની સંભાવના છે. વીમા નવીકરણ પ્રીમિયમ, આરોગ્ય સંભાળ, કુરિયર સેવાઓ, ડીટીએચ સેવાઓ જેવી વસ્તુઓ કે જેનો લાખો લોકો દરરોજ ઉપયોગ કરે છે તે ખર્ચાળ થાય તેવી  સંભાવના પ્રવર્તિ રહી છે.

• જીએસટીને “ડિસેબિલીટી (દિવ્યાંગ/ વિકલાંગતા) ટેક્સ” તરીકે પણ ઓળવામાં આવે છે, કેમ કે તેમાં દિવ્યાંગો માટે જરૂરી હોય એવી વ્હીલચેર, હેરિંગ એઇડ્સ, બ્રેઇલ પેપર્સ વગેરે વસ્તુઓને ગુડ્સ એન્ડ સર્વિસ  ટેક્સ હેઠળ સમાવી લેવામાં આવ્યા છે.

• જીએસટી સિસ્ટમમાં અત્યાર સુધી પેટ્રોલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોને બાકાત રાખવામાં આવ્યા છે. આ “કર એકીકરણ” ના વિચારમાં અપવાદરૂપ સાબિત થાય છે, દરેક રાજ્ય આ ઉત્પાદનો પર પોતાની રીતે ટેક્સ વસૂલ કરે છે. આ ઉદ્યોગો, અથવા તેનાથી સંબંધિત ઉધ્યોગો ઈનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકશે નહીં.

• ટેક્સ અધિકારીઓ અને અન્ય સંબંધિત અધિકારીઓને અસરકારક રીતે નવા નિયમો લાગુ કરવા અને તેનું નિરીક્ષણ કરવા માટે વિસ્તૃત અને સંપૂર્ણ તાલીમની જરૂર પડે છે.

નિષ્કર્ષ :

દરેક સુધારણા અથવા નવી પહેલ મુશ્કેલીઓ અને ગેરલાભો વગર સફળ થતી નથી. પરંતુ આમાંના ઘણા ગેરફાયદા કામચલાઉ છે કારણ કે જીએસટી કાઉન્સિલ (પરિષદ) નિયમિત ધોરણે જીએસટીના અમલીકરણની દેખરેખ રાખે છે અને વ્યવસાયિક ક્ષેત્રોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે અંગે નિયમિત પ્રતિસાદની પણ નોંધ કરે છે. તેથી, એટલી ધરપત રાખી શકીએ કે સમય જતાં, જીએસટી વૃદ્ધિ અને વ્યવસાય-ફ્રેન્ડલી કર પધ્ધતિ હોવાના તેના ઉદેશ્યને પૂર્ણ કરશે. 

અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
અસ્વીકરણ :
આ વેબસાઈટ પર આપેલી માહિતી, પ્રોડકટ અને સેવા વિના કોઈપણ વોરંટી અથવા પ્રતિનિધિત્વ, સ્પષ્ટ અથવા ગર્ભિત વગર "જેમ છે તેમ" અને "જેમ ઉપલબ્ધ છે" ના આધાર પર પ્રદાન કરવામાં આવે છે. Khatabook બ્લોગ્સ કેવળ નાણાકીય પ્રોડકટ અને સેવાઓની શૈક્ષણિક ચર્ચા માટે છે. પ્રોડકટ બાંયધરી આપતું નથી કે સેવા તમારી જરૂરિયાતો પૂરી કરશે, અથવા તે અવિરત, સમયસર અને સુરક્ષિત હશે, અને તે ભૂલો, જો કોઈ હોય તો, સુધારી લેવામાં આવશે. અહીં ઉપલબ્ધ સામગ્રી અને માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. કોઈપણ કાનૂની, નાણાકીય અથવા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે માહિતી પર આધાર રાખતા પહેલા વ્યાવસાયિકની સલાહ લો. તમારા પોતાના જોખમે આ માહિતીનો સખત ઉપયોગ કરો. વેબસાઇટ પર હાજર કોઈપણ ખોટી, અચોક્કસ અથવા અપૂર્ણ માહિતી માટે Khatabook જવાબદાર રહેશે નહીં. જો કે આ વેબસાઈટમાં સમાવિષ્ટ માહિતી અપડેટ, સુસંગત અને સચોટ છે તેની ખાતરી કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે, Khatabook વેબસાઈટ અથવા માહિતી, ઉત્પાદન, સેવાઓ અથવા સંબંધિત સંપૂર્ણતા, વિશ્વસનીયતા, ચોકસાઈ, યોગ્યતા અથવા ઉપલબ્ધતા વિશે કોઈ ગેરેંટી આપતું નથી. કોઈપણ હેતુ માટે વેબસાઇટ પર સમાયેલ ગ્રાફિક્સ. Khatabook વેબસાઇટ અસ્થાયી રૂપે અનુપલબ્ધ હોવા માટે, કોઈપણ તકનીકી સમસ્યાઓના કારણે અથવા અન્યથા, તેના નિયંત્રણની બહાર અને આ વેબસાઇટનો ઉપયોગ અથવા ઍક્સેસ કરવામાં અસમર્થતાના પરિણામે થયેલા કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.