જીએસટી

દરેક માટે જરૂરી હોય તેવા જીએસટીના તાજેતરના સમાચાર :

ગૂડ્ઝ અને સર્વિસ ટેક્સ (જીએસટી) ને કારણે ભારતીય અર્થતંત્રના કરમાં નાટકીય ઢબે ફેરફાર આવ્યા છે. સેલ્સ ટેક્સ, VAT, વિવિધ ડ્યુટી અને સ્થાનિક જેવા અનેક કરનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જીએસટીને લીધે ટેકસની ગણતરીથી લઈને તેને એકત્રિત કરવા સુધીની તમામ બાબતોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું છે અને જેને લીધે તમામ વસ્તુઓમાં બદલાવ આવ્યો છે.

ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી હજુ પણ પ્રારંભિક તબક્કામાં છે અને તેમાં હજુ પણ અનેક સુધારાઓ કરવામાં આવી રહ્યા છે તેથી દરેક ધંધાના માલિકે કાયદાની હદમાં રહેવા માટે, જીએસટીને લગતાં નવીનતમ સમાચારોની માહિતી રાખવી જરૂરી છે. અમીકરણ દરમિયાન, જીએસટીને લગતી ઘણી સમસ્યાઓ સામે આવી હતી, જેમ કે ટેક્સ સ્લેબ અને તેના હેઠળ કયા ધંધા આવે છે વગેરે. સમય જતાં આ સમસ્યાનું નિવારણ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં એવા ઘણા ક્ષેત્રો છે કે જેમાં બદલાવ આવી શકે છે, તેથી જીએસટીના તાજેતરના સમાચારથી વાકેફ રહેવું અતિ આવશ્યક છે.

દેશનો જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) વૈશ્વિક અને સ્થાનિક સમસ્યાઓને કારણે તાજેતરના મહિનાઓમાં ઘટી ગયો છે. છેલ્લા ક્વાર્ટર (ત્રિમાસિક) માં તે ઘટીને 5 % જેટલો થઈ ગયો હતો. તેથી સરકારે ફરીથી જીએસટીમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

સપ્ટેમ્બર 2019 માં યોજાયેલી 37 મી જીએસટી કાઉન્સિલ (પરિષદ) ની બેઠકમાં, દેશની વૃદ્ધિને ગતિ આપવા માટે અનેક ફેરફારોની જાહેરાત કરવામાં આવી હતી.

મહત્વની બાબતોમાં ઘટાડા :

• હોટલ ઉદ્યોગ એ ભારતમાં રોજગારી પૂરી પાડતું મહત્વનું ક્ષેત્ર છે અને તે ક્ષેત્રોને અનેક આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે તેથી સરકારે તેમાં કર ઘટાડવાની જાહેરાત કરી છે. દરરોજ 1000 રૂપિયાથી ઓછી કિંમતના હોટલ ભાડા પર જીએસટી નહીં લાગે અને દરરોજની 1 હજાર રૂપિયાથી 7500 રૂપિયાની લેવડ દેવડ પર 12 % નો જીએસટી લાગશે, જ્યારે રૂ. 7500 કે તેથી વધુની લેવડ દેવડ પર 18 % જીએસટી લગાવવામાં આવશે.

• નિકાસને વેગ આપવા માટે હવે ઝવેરાતની નિકાસ પર ઝીરો જીએસટી લાગશે.
• કટ અને પોલિશ્ડ અર્ધ કિંમતી પત્થરો પરનો ટેક્સ રેટ 3 % થી ઘટાડીને 0.25 % કરવામાં આવ્યો છે.
• હીરા સંબંધિત કામ અને સેવાઓ અગાઉના 5 % કરતા 1.5 % નો જીએસટી લગાવવામાં આવ્યો છે જેથી ઉદ્યોગને વેગ મળશે.
• એન્જિનિયરિંગ ક્ષેત્રે મશીનરીના કામો અને સેવાઓ પર 12 % નો કર લાગુ પડશે, જે અગાઉના 18 % દરે હતો.

પરચુરણ વધારો :

કેટલાક ઉત્પાદનો કે જેમાં કર વધારો કરવામાં આવ્યો છે તેમાં કેફિનયુક્ત પીણાઓનો સમાવેશ થાય છે જે હવે 12 % વળતર સેસ સહિતના અગાઉના 12 % ની તુલનામાં હવે 28 % નો લાગુ થશે.

ઇલેક્ટ્રિક વાહનો :

હવામાન પરિવર્તન ઘટાડવા માટે સરકાર દેશમાં ઇલેક્ટ્રિક વાહનો જેવા ગ્રીન વાહનોને રજૂ કરીને એક આર્થિક મોડેલ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ઓટો ઉદ્યોગમાં વપરાશની ટેવને બદલવા માટે અને લોકોને વધુને વધુ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પ્રેરાય તે માટે સરકાર કર ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.

જેને લીધે, ઇલેક્ટ્રિક વાહનો પરનો ટેક્સ 12 % થી ઘટાડીને 5 % કરવામાં આવ્યો છે, જે તેને આંતરિક કમ્બશન એન્જિન્સના સંદર્ભમાં સ્પર્ધાત્મક બનાવે છે. આ ઉપરાંત કાઉન્સિલે આ વાહનોના ખરીદવા માટે પ્રોત્સાહન આપવાના હેતુથી ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગને લગતા વેરાનો દર 18 % થી ઘટાડીને 5 % કર્યો છે.

28% જીએસટી સ્લેબ :

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની શરૂઆતથી 28 % જીએસટી સ્લેબ વિવાદનું એક કારણ રહ્યું છે. અમુક લોકોનું માનવું છે કે ભારત જેવા દેશ માટે 28 % નો ટેક્સ રેટ ઘણો વધારે છે અને તે ટકાઉ નથી. લાગે છે કે સરકારે આ અંગે ધ્યાન આપ્યું છે અને 6 વસ્તુઓના જીએસટી દર 28 % ના સ્લેબમાંથી ઘટાડ્યા છે. જો કે આ સૂચિમાં હજુ પણ કેટલીક વસ્તુઓ જેવી કે સિમેન્ટ, લક્ઝરી ઓટોમોબાઇલ્સ, મોટરસાયકલ અને વહાણનો સમાવેશ છે.

100 રૂપિયા ઉપરની મુવી ટિકિટો પણ હવે 28 % સ્લેબથી 18 % ના સ્લેબ પર લેવામાં આવતાં ટિકીટો સસ્તી થઈ છે. વિડિઓ ગેમ્સ અને લિથિયમ આયન પાવર બેન્કો જેવી ચીજ વસ્તુઓ હવે 28 % ને બદલે 18 % જીએસટી લાગુ પડશે. મોનિટર અને ટેલિવિઝન સ્ક્રીન પણ હવે અગાઉના 28 % થી ઘટાડીને 18 % સ્લેબમાં લેવામાં આવ્યા છે.

અન્ય મહત્વપૂર્ણ ફેરફારો :

• હવાઈ અથવા સમુદ્ર દ્વારા નિકાસમાં શરતી જીએસટી મુક્તિની વેલિડીટી 30 સપ્ટેમ્બર 2020 સુધી લંબાવી દેવામાં આવી છે.
• નવી જીએસટી રીટર્ન સિસ્ટમ કે જે હવે લાગુ થવાની હતી તે એપ્રિલ 2020 માં મુલત્વી રાખવામાં આવી છે. આ ખૂબ જ સારો નિર્ણય છે અને વિવિધ વ્યવસાયો દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી રહી છે. કારણ કે કર ભરવાની નવી સિસ્ટમમાં પરિવર્તન કરવું એ સમસ્યારૂપ છે અને ઘણું વિક્ષેપ લાવી શકે છે. તેથી આ વિલંબને લીધે વ્યવસાયો આગામી વર્ષે નવી તૈયારી કરી અને પ્રારંભ કરી શકે છે.
• જીએસટીઆર -9 નાના ઉદ્યોગો માટે વૈકલ્પિક બનાવવામાં આવી છે. નાણાંકીય વર્ષ 2017 – 18 અને નાણાકીય વર્ષ 2018 – 2019 દરમિયાન જે કરદાતાઓનું ટર્ન ઓવર 2 કરોડથી નીચે છે, Central Board of Indirect Taxes and Customs (CBIC) દ્વારા સૂચિત કરવામાં આવેલી તારીખ પછી જીએસટીઆર -9 ફાઇલ ન કરવાનું પસંદ કરી શકે છે.
• જીએસટીઆર -3B પર આઇટીસી દાવા પર પ્રતિબંધો. જો સપ્લાયરોએ આઉટવર્ડ સપ્લાયની માહિતી પૂરી ન પાડી હોય તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ પ્રાપ્તકર્તાઓ માટે તેને પ્રતિબંધિત કરી દેવામાં આવશે.
• નાણાકીય વર્ષ 2017- 18 અને 2018- 19 માટે કાઉન્સિલે કમ્પોઝીશન સ્કીમના કરદાતાઓ માટે જીએસટીઆર – 9A બંધ કરી દીધી છે. અપેક્ષા છે કે જીએસટીઆર -9A બંધ કરવામાં આવશે, કારણ કે તેના તમામ કાર્યો જીએસટીઆર -4 ફોર્મમાં સમાવી લેવામાં આવ્યા છે. જેમાં વાર્ષિક ટર્ન ઓવર અને ટેક્સ વિગતોની ઘોષણા કરવામાં આવશે.
• ભારતમાં યોગ્ય વેર હાઉસિંગ અને તાપમાન નિયંત્રિત સુવિધાઓના અભાવને કારણે ભારતમાં ખાદ્ય પદાર્થો અને કાચા માલનો સંગ્રહ એક સમસ્યા છે. તેથી, આવી કોઈ પણ સ્ટોરેજ સુવિધાઓ પર ઉચ્ચ કર વેરા સમસ્યારૂપ છે. તેથી જ કાઉન્સિલે અનાજ, કઠોળ, ફળો, બદામ, શાકભાજી અને મસાલા, શેરડી, ગોળ તથા કપાસ, શણ, જૂટ, વગેરે માટે સ્ટોરેજ અને વેર હાઉસિંગ સેવાઓને છૂટ આપવામાં આવી છે. ચોખા, કોફી અને ચાને પણ મુક્તિ આપવામાં આવી છે.
• જમ્મુ અને કાશ્મીર, કેન્દ્ર શાસિત પ્રદેશોની નિયુક્તિ થવાને કારણે એક નવો અધિનિયમ પણ રચવામાં આવશે.

છેલ્લી મહત્ત્વની બાબત એ છે કે હવે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ  હેઠળ કરદાતાઓના નોંધણી માટે આધાર કાર્ડ ફરજિયાત છે અને રિફંડ ક્લેમ કરવા માટે પણ તેને ફરજિયાત કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે.

નિષ્કર્ષ :

જેમ તમે જોઈ શકો છો, જીએસટીગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ખૂબ ગતિશીલ છે કારણ કે તે અર્થ વ્યવસ્થાની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ અનુસાર તેમાં ફેરફાર કરવામાં આવે છે. તેમાં હજુ પણ અનેક સકારાત્મક બદલાવ કરવામાં આવી રહ્યા છે અને ખૂબ જ મજબૂત સિસ્ટમ બનાવવા માટે નાનામાં નાની બાબતો પર ધ્યાન આપવું આવશ્યક છે.